Aatm bal nu mahatva in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | આત્મબળ નું મહત્વ

Featured Books
Categories
Share

આત્મબળ નું મહત્વ

*આત્મબળ નું મહત્વ* ટૂંકીવાર્તા...
૨૪-૭-૨૦૨૦. શુક્રવાર...

આજે દસ દિવસથી પથારીમાં પડી હતી ભારતી.. આજથી છ વર્ષ પહેલાં પણ કમરમાં મણકા, ગાદી માં જગ્યા અને સાયટીકા નસ દબાઈ જવાથી સ્પાઈન સ્પેશિયલ ડોક્ટર ભરત દવે એ છ મહિના ટોટલી બેડરેસ્ટ કરાવી દીધી હતી પણ ત્યારે દિકરો પરણાવવાનો બાકી હતો એટલે આત્મબળ ડગ્યુ નહીં... અને ચેહર મા, દયાળુ દાદા ની કૃપા અને ગુરુ અનસૂયા મા ની હિલગ, દુવાઓ થી હરતી ફરતી થઈ ગઈ અને ઓપરેશન માં થી પણ બચી ગઈ...
પણ આ વખતે કાનનાં દુખાવાની દવા લેવા ગઈ અને સ્કૂટર પર થી પડી ગઈ એટલે એટલી ડરી ગઈ ભારતી કે‌ હવે એ પેહલા ની જેમ હરી ફરી નહીં શકે...
ડોક્ટર ને બતાવ્યું, એકસરે કરાવ્યો એમાં કરોડ રજ્જુ નાં છેલ્લા છેડાંમાં ( આંતર પૂંછમાં ) વાગ્યું એટલે બેસી પણ નાં શકાય એવો અસહ્ય દુખાવો થાય..
નાં પડખું ફરી શકાય...
ડોક્ટરે બેડરેસ્ટ કરાવી દીધી..
દવા,ટયુબ, ગરમ પાણીનો શેક કરવાનો કહ્યું...
પંદર દિવસ પછી સારું હોય તો કસરત કરવાની કહી...
પણ ભારતી તો પથારીમાં પડી પડી આત્મબળ થી પણ પથારીવશ થઈ ગઈ...
ડોક્ટરે થોડું ઘણું ચાલવાનું કહ્યું હતું પણ ભારતી નાં મનમાં બીક ઘૂસી ગઈ હતી કે હું પડી જઈશ તો...!!!
ઘરનાં સમજાવ્યું તું પ્રયત્ન કર, ઉભી થા અમે તને પડવા નહીં દઈએ... " એક વાર પડયા એટલે વારે વારે થોડું એવું થાય.. ???"
પણ ભારતી તો ના , ના, ને ના જ કહેતી રહી...
આજે સવારે પરોઢિયે ગુરુ અનસૂયા મા ભારતી ને‌ સ્વપ્ન માં આવ્યા..
માથે વ્હાલ પૂર્વક હાથ ફેરવ્યો અને કહ્યું .. "‌ કેમ છે તું બેટા "..!
મમતાભર્યા હાથનો સ્પર્શ થતાં જ ભારતી થી રડી પડાયું અને રડતાં રડતાં બોલી
" જય ગણેશ મા "....
"જય ગણેશ બેટા..."
બેટા તું ઉભી કેમ નથી થતી ???
"ભારતી... હું પડી જઈશ તો".. !!!
અનસૂ મા... " બેટા સાંભળ તેં કેટલાંય ને મદદ કરી છે આજે તું તારી જાતને મદદ કર... બે પગ પર ઉભી થા તને કશું જ નહીં થાય... આ શરીર નશ્વર છે એનો મોહ નાં કર... " તારાં આત્મબળ નું મહત્વ સમઝ "...
પોતાને મજબૂત કર ઉભી થા બેટા..
જો હું તારાં માટે સવાર ની ગરમાગરમ ચા, નાસ્તો લઈને આવી છું...
પણ ઉભી થા અને અને અહીં ગેલેરીમાં ચા પીઈએ સાથે...
અનસૂ મા નાં વચનો ભારતી નાં મન, મગજમાં ધસી આવ્યા..
એકાએક એણે પગ બીજાનાં હોય એમ દુઃખાવા ની પરવા કર્યા વગર પગ સીધા કર્યા અને આત્મબળ નું મહત્વ છે એમ વિચારી ને પડખું ફરતાં પણ બૂમો પાડતી એણે પડખું ફેરવ્યું એનામાં નવી જ શક્તિ નો સંચાર થયો અને પંલગની કિનારી નો ટેકો લઈને ઉભી થઈ ગઈ અને બે ડગલાં ચાલી...
"પણ આ શું અનસૂ મા તો હતાં નહીં ... "
ભારતી રડી પડી કે આ તો સ્વપ્ન હતું પણ અનસૂ મા એ આવીને આત્મબળ નું મહત્વ સમજાવ્યું અને એ પથારીમાં થી બેઠી થઈ શકી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

ગુરુ મા ને અર્પણ..
હે ગુરુ મા.....
અમે તમારો આભાર માનીએ છીએ અમારી જીંદગી ને આહ્લાદક બનાવતા ઉજ્જવળ આકાશ માટે...
દરેક મનુષ્ય ને એક ગુરુ હોય છે જે હંમેશા ગુપ્ત મદદ કરતા જ રહે છે....
મને કશા નો ભય નથી ગુરુ મા
કારણ કે તમે સદૈવ મારી રક્ષા કરો છો....
વિવિધ પરિસ્થિતિ માં મને પ્રેરણા આપી તમે મારુ ધડતર કરો છો...
સંધષૅ કે સમસ્યા થી હું ગભરાતી નથી...
એવી કઈ સમસ્યા છે જે તમારી કૃપા થી ઉકેલી ન શકાય?????
એવો કયો ભાર છે જે આપના આશિષ થી દૂર ન થાય...??
એવી કઈ કસોટી છે જે તમારા
અનુગ્રહ થી પાર ન કરી શકાય...??
તમારા આશિર્વાદ અને દુવા થી અમારી આધી, વ્યાધિ, ઉપાધિ ટળી ગઈ છે....
તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ..
"ભાવના " કરગરી વિનવે તમને એટલુ કે તમારો પ્રેમાળ હાથ માથે રાખજો....... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻