Are you a Psychic - 1 in Gujarati Human Science by Jitendra Patwari books and stories PDF | શું તમે સાઇકિક છો? - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

શું તમે સાઇકિક છો? - 1

શું તમે સાઇકિક છો? (ભાગ 1)

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔


📣 સ્લિવિઆ બ્રોવન નામની એક અમેરિકન મહિલાનું એક પુસ્તક 2008માં પ્રસિદ્ધ થયેલ જેનું ટાઇટલ હતું '‘End of Days’'. તેમાં 2020ના વાયરસ વિષે તેણે કરેલી આગાહી કોરોના કરતાં પણ વધારે વાયરલ થઈ છે. તેણે લખ્યું હતું હતું "In around 2020, a severe pneumonia-like illness will spread throughout the globe, attacking the lungs and the bronchial tubes and resisting all known treatments. Almost more baffling than the illness itself will be the fact that it will suddenly vanish as quickly as it has arrived, attack again 10 years later, and then disappear completely.”


📣 સ્લિવિઆને તેના જીવન દરમ્યાન જેટલી પ્રસિદ્ધિ નહોતી મળી તે અત્યારે મળી. તે હતી એક 'સાઈકિક'. તો આ સાઈકિક એટલે શું?

📣 કોઈ વ્યક્તિ કહે “તમે તો સાઈકિક છો.” ખુશ થશો કે ખરાબ લાગશે? પ્રામાણિક જવાબ આપવાનો છે. બીજો જવાબ જાત પાસેથી એ લેવાનો છે કે 'શું હું સાઈકિક છું?'

📣 રોજબરોજની ભાષામાં કોને માટે આ શબ્દ વાપરીએ છીએ? શું એમ કહેવા માંગીએ છીએ કે તે વ્યક્તિ થોડી 'ઘનચક્કર' છે? Crack છે? જો આમ માનતા હોઈએ તો તે સરાસર ભ્રમ છે.

📣 થોડા પ્રશ્નો જાતને પૂછીએ.

🛎️ કોઈ વખત એવું બન્યું છે કે ફોનની રિંગ વાગી, તરત ખ્યાલ આવી ગયો કે કોઈ ચોક્કસ વ્યક્તિનો ફોન છે?

🛎️ કોઈ વ્યક્તિને યાદ કરીએ, તરત એનો ફોન આવે તેવું બને છે?

🛎️ કોઈ વ્યક્તિ આપણને યાદ કરતી હોય અને તમે એને ફોન કરો તેમ બને છે?

🛎️ 'Déjà vu' નો અનુભવ કર્યો છે? મતલબ કોઈ ઘટના બને અથવા સંવાદ થાય ત્યારે એમ લાગે છે છે કે આ ઘટના તો પહેલા બની ગઈ છે/સંવાદ પહેલા સાંભળેલ છે?

🛎️ નજીકના/દૂરના ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો અહેસાસ પહેલેથી થઈ જાય છે?

🛎️ ટેલીપથીના અનુભવો થાય છે?

🛎️ કોઈનો સ્પર્શ કરતાં જ તેના વિષે કોઈ માહિતી આકસ્મિક રીતે જ મેળવી લો છો?

🛎️ સ્વપ્નમાં જ કોઈ સંદેશ મેળવી લો છો?

🛎️ જે જગ્યાએ હો ત્યાં કંઈ અઘટિત બનવાનું હોય તેનો અણસાર આવી જાય છે?

🛎️ કુટુંબની કોઈ વ્યક્તિ અથવા કોઈ મિત્ર કંઈ તકલીફમાં હોય તેનો ખ્યાલ કુદરતી રીતે જ આવી જાય છે?

🛎️ મોઢામાંથી અકારણ જ કોઈ શબ્દો સરી પડે જે તરત જ અથવા ભવિષ્યમાં સાચા પડી જાય તેમ બને છે?

🛎️ શું તમારામાં હીલિંગ કરવાની ક્ષમતા છે?

🛎️ બીજાંને ન સંભળાતાહોય તેવા અવાજ કોઈ-કોઈ વાર સાંભળી શકો છો?

🛎️ એમ બન્યું છે કે કોઈને આપવા ભેટ ખરીદી હોય અને પછી ખબર પડે કે જે તે વ્યક્તિને ખરેખર એ જ વસ્તુ ખરીદવાની ઈચ્છા હતી?

🛎️ યોગ્ય વ્યક્તિ તમારી પાસે યોગ્ય સમયે પહોંચી ગઈ? દા.ત. સંગીત શીખવાની ઈચ્છા થઈ, અચાનક કોઈ સામાજિક પ્રસંગમાં પહોંચ્યા, કોઈ નવી વ્યક્તિની ઓળખાણ થઈ, જાણ થઈ કે તે વ્યક્તિ તો સંગીત શિક્ષક છે.


📣 આ પ્રશ્નોના જવાબ કોઈ પણ જગ્યાએ 'હા' આવતા હોય જો તો સમજવાનું કે હું સાઈકિક છું; ઘણી બધી જગ્યાએ જવાબ 'હા' હોય, તો વધારે સાઈકિક છું. ઘણા માને છે તેમ ઘનચક્કર કે Crack નહિ, પરંતુ અતીન્દ્રિય શક્તિ ધરાવનાર વ્યક્તિ.

📣 સામાન્ય રીતે દરેક વ્યક્તિ સાઈકિક હોય. આ વાંચવામાં રસ પડતો હોય તો સમજવાનું કે હું સાઈકિક છું જ, કોઈની સરખામણીમાં મારી સાઈકિક શક્તિ વધુ-ઓછી હોઈ શકે. મારી સાઈકિક શક્તિનો પ્રકાર બીજા કરતા જુદો હોઈ શકે. કોઈ ઇન્ટયુઈટીવ હોઈ શકે તો કોઈ મહાભારતના સંજયની જેમ દૂરદર્શી એટલે કે કલેયરવોયન્ટ. જયારે કોઈ વ્યક્તિ સાઈકિક હોય તો તેનો મતલબ એ થયો કે તેને પોતાને પણ પૂરો ખ્યાલ ન આવે તે રીતે તેને બ્રહ્માંડમાંથી કંઈ માહિતી/જ્ઞાન મળે છે. આવું જે જ્ઞાન મળે તેની પર વિશ્વાસ રાખવાનો રહ્યો. આ જ્ઞાન મળે તે 'સારાં' માટે હોય.

📣 આધ્યાત્મિક જ્ઞાન અને અતીન્દ્રિય શક્તિઓની ગંગોત્રી જ જ્યાંથી ઉદ્ભવી છે તેવા આપણા દેશમાં આ વિષયમાં અત્યારે લોકોને ઓછી માહિતી હોય તેવું લાગે છે. અમેરિકા, કેનેડા જેવા દેશોમાં 'સાઈકિક રીડિંગ' હવે સામાન્ય ઘટના છે, લોકો પોતાના પ્રશ્નો માટે મોટી રકમની ફી ચૂકવીને સાઈકિકની સલાહ લે છે, ટેલિફોનિક રીડિંગ પણ થાય છે. આવા સાઈકિક લોકો સામાન્ય મનુષ્યની જેમ જ પોતાની જિંદગી જીવતા હોય છે જયારે ભારતમાં કોઈની પણ સાઈકિક શક્તિ થોડી પણ વિકસે એટલે તેને મૉટે ભાગે લોકો ચમત્કારનું નામ આપી દે છે અને જે તે વ્યક્તિને સંત તરીકે પ્રસ્થાપિત કરી દે છે, તે વ્યક્તિને માટે સામાન્ય જીવન જીવવું અઘરું પડી જાય છે કારણ કે 'સંત' કહીએ તેની પાસેથી જડ થઈ ગયેલી માન્યતાઓને કારણે લોકો અમુક વિશિષ્ટ અપેક્ષા રાખે છે. કદાચ તેથી જ આવા લોકો પોતાની આ પ્રકારની શક્તિ વિષે વાત કરતા નહિ હોય, છુપાવતા હશે જે આ વિષયમાં પ્રવર્તતા શૂન્યાવકાશનું એક મોટું કારણ હોઈ શકે.

📣 આગામી હપ્તાઓમાં આ વિષયને વિગતવાર સમજીશું; અતીન્દ્રિય શક્તિઓના મુખ્ય ક્યા પ્રકાર છે, તે જાણીશું; તેમાંથી જે વધુ પ્રચલિત છે તે (જેવાં કે કલેયરવોયન્સ, કલેયરઓડિયન્સ, કલેયરએમ્પથી, સાઈકોગ્રાફિ) વિગેરેને વિગતે સમજીશું. સદ્ભાગ્યે ઘણા સાયકીકના પરિચયમાં હું આવ્યો છું, તેમના જીવનની સત્ય ઘટનાઓ સાથે આ લેખમાળામાં આગળ વધીશું. ચર્ચા આગળ વધશે ત્યારે ખ્યાલ આવશે કે આપણામાંથી ઘણામાં આ પ્રકારની શક્તિ અલગ-અલગ માત્રામાં હશે.

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614