Beauty Mindset - Part (2) in Gujarati Motivational Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | સૌંદર્યની માનસિકતા - ભાગ (૩)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સૌંદર્યની માનસિકતા - ભાગ (૩)


સુંદર થવાની માનસિકતા ધરાવતી કેતકી લવમેટ પર સુંદર યુવાનની પ્રોફાઈલ ચેક કરવા લાગી. ઘણાં સ્વરૂપવાન યુવાનોને જુવે છે. એમાંથી મનને ગમતો રોહન નામના યુવાનને "hi" નો મેસેજ મોકલે છે. હવે સામેથી પ્રત્યુતર આવે એની રાહ જોઈને મોબાઈલ પર આંખ ટકાવી રાખે છે.

તે સમયે રોહન પાર્ટીમાં વ્યસ્ત હતો. તેના કપડાથી ધનવાન બાપનો કુંવર લાગી રહ્યો હતો. એની આસપાસ છોકરીઓ ઘેલી બનીને નાચી રહી હતી.રોહનને પોતાના રૂપ અને પૈસાનું ઘમંડ સ્પષ્ટપણે વર્તાય આવતુ હતુ.તે છોકરીઓની સાથે વારાફરતે નાચી રહ્યો હતો અને અડપલાં કરી રહ્યો હતો, છોકરીઓના અંગો સાથે રમી રહ્યો હતો. કુદરતે પણ પૈસાદાર ઘરની સાથે સ્વરૂપ પણ આપ્યુ હતુ, જેના ગુમાનમાં તે રાચતો હતો.એવા જ સમયે એક શ્યામ વર્ણની છોકરી રોહનના અભદ્ર વર્તનની શિકાયત કરે છે. પણ રોહન તેના રૂપની મજાક બનાવે છે, હસી ઉડાવે છે અને અપમાન કરે છે. રોહનના વર્તનથી શ્યામવર્ણી છોકરી ચહેરો છુપાવતી ક્લબની બહાર નીકળી જાય છે. રોહન ફરી પોતાના રૂપ અને પૈસાના રૂવાબમાં મસ્ત બની જાય છે. તે પણ રૂપ અને પૈસાની માનસિકતામાં વાસ્તવિકતાને ભૂલી બેઠો હતો.

ઘણાં સમય સુધી પ્રત્યુતર ન આવતા કેતકીનું માથું ચકરાવવા લાગે છે.તેના ભીતરમાં અફરાતફરી મચી જાય છે.તે મનને સાંત્વના આપતા આપતા આંખ મીચી જાય છે.

નશામાં મધમસ્ત હાલતમાં રોહન કારના સ્ટેરીંગ પર કાબૂ કરતો જઈને ઘરે પહોંચે છે.તે નશામાં ચૂર હોવાથી આંખો આગળ બધી જ વસ્તુ ગોળ ગોળ ગતિ કરી રહી હતી. ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને પરાણે નજર ટેકવે છે, તો મોબાઈલની સ્ક્રીન પર લવમેટના
મેસેજની નોટીફિકીશન જોવા મળે છે. પ્રોફાઈલ ફોટો જોતા જ મુખમાથી સુંદરતાના વખાણ સળી પડે છે, " વાહ, કુદરતે કેટલા જતનથી સુંદરતા ભરી છે." નશામાં હોવા છતાં પણ કેતકીનો નશો મનમાં પથરાય ગયો. એને જાણવાની, પામવાની અને માણવાની ઈચ્છા જાગ્રત થઈ.રોહનની રાત તો કેતકીને મેળવવાની આગોષમા જ વિતી ગઈ.

સવાર થવાની જ સાથે રોહન રાતના નશામાંથી ખુદની હયાતી વર્તાય છે. રાતની બનેલી સર્વ ઘટના ભૂલી જાય છે પણ તેના મન પર કેતકીનો ચહેરો રમવા લાગે છે.રોહનના માનસપટ પર કેતકી જ છવાઈ જાય છે, પણ કેતકીને ક્યાં જોઈ હતી તે યાદ રહેતુ નથી.

કેતકીના વિખરાયેલા વાળ, અપૂરતી ઊંઘને લીધે આંખો સુજેલી તેમજ ફરતે કાળા ડાઘ પડ્યા હતા અને રોહનનો મેસેજ ન આવવાના લીધે પીતો ગુમાવીને બેઠી હતી.જાણે તેણી સવાર ઉજળી ગઈ હતી.

રોહન હાથમાં મોબાઈલ લેતા જ ગઈકાલનુ પ્રોફાઈલ ફોટો નજર સમક્ષ આવી જાય છે. તે ઉતવડો બનીને કેતકીને મેસેજ કરે છે.કેતકીના મોબાઈલમાં ટુન વાગતાં જ જેમ સૂર્યના કિરણ પડતા જ બીડાયેલું કમળ ખીલી ઉઠે એમ તે ખુશ થાય છે.
હવે, મેસેજનો સિલસિલો શરૂ થઈ જાય છે. પણ મંજિલ બંનેની અલગ અલગ હતી. રોહન કેતકીની સુંદરતાનો શિકાર હતો તો કેતકીને રોહનના સહવાસની જરૂર હતી, જેથી એની સુંદરતા જીવંત થાય.મતલબ બંનેને એક બીજા જોડે હતો પણ ઈરાદો અલગ હતો.

" મેસેજથી બહુ વાત થઈ, હવે ક્યારે તમારી સુંદરતા જોવા મળશે." રોહન રૂબરૂ મળવા માટે વાત છેડે છે.
કેતકી જે પળની આતુરતાથી રાહ જોઈ રહી હતી એ જ વાત રોહને કરી.
" હા, જેટલી smartness ભરી વાતો કરે છે , એટલો સ્માર્ટ છે કે નહિ તે તો મારે પણ જોવું છે." કેતકીએ પણ મંજૂરી દર્શાવતાં કહ્યું.

રોહન અને કેતકીની ચર્ચાને અંતે મળવા માટે કેતકી એક કાફેબાર નક્કી કરે છે. રોહન પોતાના પૈસાનો અહમ અને રૂપનું અભિમાન બતાવવાની તૈયારીમાં લાગી ગયો , જ્યારે કેતકી મેકઅપનો સહારો લઈને સૌન્દર્ય અને યુવાન દેખાડવાનો પ્રયત્ન કરે છે.

સૂર્ય અસ્ત થયો અને રાતનું વર્ચસ્વ છવાવા લાગ્યું. પહેલી મુલાકાતની આતુરતા બંનેના ચહેરા પર તહેવાર જેમ વર્તાતી હતી.જે ઘડીનો ઇન્તજાર અઠવાડિયાથી થઈ રહ્યો હતો તે સમય સામે આવીને ઉભો રહ્યો હતો. રોહન કેતકીને જોતા જ સુંદરતામાં ખોવાય ગયો. એના અંતરપટ પર બસ સૌન્દર્ય જ વર્તાવા લાગ્યું પણ વાસ્તવમાં તે એનો ભ્રમ હતો. કેતકી રોહનને જોતા જ એની યુવાનીમાં ખુદને ધરી દે છે, યૌવનના ઘુંટ મન ભરીને પીવાની ચાહ પેદા થાય છે. બંને જણા એકબીજાના મોહ, લાલસા અને કામમાં ઘેલા બની ગયા.

રોહન અને કેતકીને વધુ રાહ જોવાતી નથી. એટલે કેતકી રોહનને તાંત્રિકના આશ્રમમાં લઈ જાય છે. ચારેબાજુ ઘોર અંધકાર હતું પણ ચાંદની શીતળતા પ્રસરેલી હતી. રાત સુમસાન અને નિર્જન રસ્તો હતો પણ એકબીજાની અંદર આતુરતાની ભીડ જામેલી હતી. એ દસ મિનીટનો રસ્તો જનમારા સમાન લાગી પડ્યો હતો.

કુંડને ફરતે દીવા અને કુંડમાં રહેલા પુષ્પો અને તેણી મહેક વાતાવરણમાં કામુક્તા પ્રદાન કરી રહી હતી. નવદંપતીની પહેલી રાતમા સજેલી પથારી હોઈ એમ કુંડની બાજુમાં પથારી ગરમાહટ પેદા કરી રહી હતી.
" કેતકી, તમે તો પ્રથમ મુલાકાત યાદગાર બનાવી દીધી. શું સજાવટ કરી છે! મારાથી હવે પળની પણ ધીરજ ધરાય એમ નથી." એમ કહેતા કહેતા જ રોહન કેતકીને પોતાની આગોષમાં લઇ લે છે. રાત પણ સાક્ષી રહેશે કે તે બંને જણા એકબીજામાં પોતાની જાતને પરોવી રહ્યા હતા. કેતકી તો ચાતક સમ તરસી હોઈ એમ રોહન ગરમીને પોતાની નસનસમાં ભરે છે. રોહન કેતકીની સુંદરતાને લુંટવા લાગે છે.બંનેની લીલા લાંબા સમય સુધી રચાયા પછી બંનેના તનમાં ટાઢક પ્રસારાય જાય છે અને આંખ લાગી જાય છે.

પ્રભાત સૌન્દર્ય ખીલવી અને રાતના અંધકારમાં તાજગી ભરે છે. એ જ તાજગી સાથે રોહનની આંખ ખૂલે છે પણ આજુબાજુ નજર કરતા કેતકી નજર નથી આવતી.તેથી પથારીમાં બેઠો થઇ જાય છે. એજ સમયે કુંડમાથી તરંગ રોહનના કાનમાં પડે છે. તે તરફ નજર જતાં જ ભયભીત થઈને ઉભો થઇ જાય છે. એ રાતની સુંદરતા સવારમાં કરમાઈને નજરે ચડે છે. કેતકી ચહેરા પર લાગેલો મેકઅપ જેમ જર્જિત દીવાલોની શોભા વધારવા માટે કલરનો લેપ લાગ્યો હોઈ અને વરસાદ આગમનથી ફરી એ દીવાલો પોતાની બોખલાહત દર્શાવે છે એવું જ કેતકીના મેકઅપનું થઈ પડ્યું. રોહન પોતાના રૂપના ગુમાનમાં કેતકીના કદરૂપા અને વયની સાથે વૃદ્ધ થતાં તનનો મજાક ઉડાવે છે, અપશબ્દો બોલવા લાગે છે. રોહનનો અભિમાંભર્યો અવાજ સાંભળીને તાંત્રિક બહાર આવી ચડે છે.
" કેતકી, તારા સૌંદર્યનો શુકલ પક્ષ શરૂ થઈ ગયો છે. તુ સુંદર થવા લાગી છે." તાંત્રિકે કહ્યું.
" શું ધૂળ સુંદર લાગે છે? કેવી કદરૂપી અને વૃદ્ધ છે ." રોહન ગુસ્સામાં બબડી પડ્યો.

રોહનના શબ્દો કેતકીના કાનમાં પડતા જ રોહન પર છરીના ઘા ઝીંકીને ભોઈ ભેગો કરી દે છે. જે સ્વરૂપ અને પૈસાનું ઘમંડ હતું તે જમીન દોસ્ત થઈને પડે છે.

તાંત્રિક જે માનવની બલી ચડાવવા માગતો હતો એની બલી કેતકીના હાથે ચડાવીને દાઢીમાં ને દાઢીમાં અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તાંત્રિકની પહેલી મુરાદ પૂર્ણ થઈ. અમર થવાનું પ્રથમ પગથિયું ચડ્યાનો અહેસાસ થઈ રહ્યો હતો.

તાંત્રિક અને કેતકી રોહનના શવને સળગાવીને તેની હયાતી નાબૂદ કરી દે છે.

કેતકી અને તાંત્રિકની માનસિકતા ક્યાં લઈ જાય છે તે આગળના ભાગમા જોઈશું...

ક્રમશઃ.......