Radhavatar ..... Price idea 3 and. 4 in Gujarati Book Reviews by Khyati Thanki નિશબ્દા books and stories PDF | રાધાવતાર..... ભાવ વિચાર 3 અને. 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રાધાવતાર..... ભાવ વિચાર 3 અને. 4

પુસ્તક:- શ્રી રાધાવતાર
લેખક:- શ્રી ભોગીભાઈ શાહ

પ્રકરણ ૩ રોહિણી માની દૂર દેશી


કોઈપણ કૃતિ માં રસ ભંગ ન થાય તે બાબતની લેખકની કાળજી પૂરેપૂરી જરૂરી છે કથા આગળ પણ વધતી જાય અને વચ્ચે વચ્ચે વાચક વિચારતો પણ થઈ જાય તેવા વિચાર બિંદુ પણ આવતા જાય.

🍂 રાધે જ રાધે
ઝગમગે દ્વારિકા
અદભૂતતા🍂

રાધા ના વિચાર ભાવથી શરૂ થયેલી શ્રી રાધા અવતાર કૃષ્ણ થી વિસ્તરી, તેમની પટરાણીઓ ,તેના કુટુંબીજનો અને તેના માતૃશ્રી સમાન રોહિણીમાં સુધીના પાત્રને લઈને આગળ વધે છે .શ્રીકૃષ્ણ એવું ઈચ્છે છે કે સમગ્ર દ્વારિકાનું ભાવાવરણ રાધિકા મય થઈ જાય અને તે માટે પ્રયાસો પણ શરૂ કરી દે છે આ પ્રયાસોના ભાગરૂપે જ રોહિણી માં નું પાત્ર આ પ્રકરણમાં મુખ્ય પાત્ર બને છે.
આ પ્રકરણમાં ખાસ કરીને લેખકે એક આદર્શ વડીલનું પાત્રોચિત કર્યું છે તો સાથે સાથે આઠ રાણીઓ અને સુભદ્રાને સાંકળી શ્રી રાધા ના જીવન અંગે ની વાર્તા પણ શરૂ કરી દીધી છે .
રોહિણી મા આખરે તો નંદકુવર ની જ મા ને .સીધી રીતે કોઈ વાત ન કરે પણ અમુક શરતોને આધીન થઈ મહારાણીઓ રાધા વિશે જાણે તે રીતે પોતાની વાર્તા શરૂ કરે છે અને ત્યારે તેમના વ્યક્તિત્વના અનેક ગુણો છતાં થાય છે.
શ્રી રાધાજીના પાત્રને લેખકે બરાબર ઉચ્ચ સ્થાન આપ્યું છે.શ્રી રાધાજીના ના પ્રાગટ્ય મહત્વ અને વર્ણન કરવા માટે પાત્ર પણ ઉચ્ચ કોટિનું અને શ્રેષ્ઠ ગુણો ધરાવતું હોવું જોઈએ અને તેવું લેખકે પસંદ કર્યું છે પાછું જે વ્યક્તિ પાસેથી બધી જ મહારાણીઓ રાધા અવતાર વિશે જાણે તે વ્યક્તિ પણ મહારાણીઓને મન શ્રેષ્ઠ હોવું જોઇએ અને તેની સત્યતા પર શંકા ન ઉઠવી જોઈએ.
આ સિવાય આ પ્રકરણમાં બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે એક પણ વાક્ય કે વર્ણન બિનજરૂરી નથી. આપણને સ્વાભાવિક એમ થાય કે જલ્દી કથા જાણી લઈએ.તેથી આપણને થોડું વિસ્તૃત લાગે પણ જેમ આગળ વાંચીએ તેમ વધારે રસ પડતો જાય. એકબીજા પ્રસંગો સાથેની બાંધણી સરાહનીય છે.
સમગ્ર પ્રકરણમા બધે જ રાધા છે, બધે જ કૃષ્ણ છે છતાં બધે નિર્વિકાર........ બધાને પોતપોતાની પ્રાર્થનાં છે...
કૃષ્ણ ભગવાન એમ ઈચ્છે કે બધું રાધમાય થઈ જાય...બધી રાણીઓ ઈચ્છે કે શ્રી કૃષ્ણના સ્વપ્ન નું રહસ્ય જાણી લે. રોહિણી માં રાધા અવતાર ની કથા દ્વારા ફરી એકવાર બાલકૃષ્ણ પામી લેવા માંગે છે
હું જે તમારી સમક્ષ લખું તે તો ફક્ત મારો વિચાર,મારી દૃષ્ટિ છે.એમ કહી શકાય હું ફક્ત તમને ઝાંખી કરાવી સકુ,પૂરેપૂરો આનંદ લેવા માટે તમારે આ કૃતિ વાંચવી જોઈએ

કૃતિ આ વાંચતા વાંચતા,
મન આ થઈ જાય હળવું....
અને સાથે સાથે ચોપાસ ઉઘડે અગણિત રંગ

પ્રકરણ 4 અભૂતપૂર્વ લીલા દર્શન

માનવ જીવન વિશે વિચારીએ તો જન્મથી બાળકોની વાર્તા થી શરૂ કરીને છેલ્લે અંત સમયે ગીતાના અધ્યાયમાં શ્રી કૃષ્ણ કૃષ્ણ જ છે. શ્રીકૃષ્ણના પરિચયમાં આવેલા તેમના સ્વજનો અને પ્રિયજનો એ ટુકડાઓમાં અનુભવેલી લીલાઓની સમગ્રતા એટલે કૃષ્ણ ચરિત્ર.

લેખકશ્રીએ રોહિણી માતા દ્વારા રાધાજી ની કથા રાણીઓને સંભળાવી છે તેમાં પોતાનો પુત્રપ્રેમ તો વ્યક્ત કર્યો જ છે પણ સાથે સાથે એક સ્ત્રી બીજી સ્ત્રી વિશે શું વિચારી શકે તે દિવ્ય દ્રષ્ટિ પણ તેમનાં સંવાદથી વ્યક્ત થાય છે અને એક સાસુ તરીકે રાધાજીના સૌંદર્ય નિરૂપણ થી શરૂ થતી રાધાજીની કથામાં રોહિણીમા રાધાજી દિવ્ય અનુભૂતિ વાળું સૌંદર્ય પામેલા હતા તે જતાવાનું ચુકતા નથી. આ સૌંદર્યને પહેલીવાર શ્રી કૃષ્ણ એ નીરખ્યું તે ઘટનાથી જ પહેલાં મિલનની શરૂઆતથી જ શરૂ કરી 'યમલાર્જુન' પ્રસંગને ખૂબ સારી રીતે વર્ણવે છે
ભાવ જગતનું ખુબ સુંદર તથ્ય છે અને જેને વૈજ્ઞાનિકો ટેલીપથી નામે ઓળખે છે જયારે તમારું હ્રદય કોઈ વ્યક્તિના હ્રદય સાથે જોડાઈ જાય ત્યારે સ્થળ કે કાળથી પર એ તમારા મનના તરંગો તે વ્યક્તિ સુધી પહોંચી જાય છે અને તમારું મન ને તન તે વ્યક્તિના આનંદમાં આનંદિત અને દુઃખમાં ઉદાસીનતા અનુભવે છે આ જ ટેલીપથીને શ્રી ભોગીલાલ શાહે પોતાની શૈલીમાં પુરાકલ્પન નો આશ્રય લઇ શ્રી કૃષ્ણ અને રાધાના વિરહ અને પ્રેમ પીડા સ્વરૂપે વ્યક્ત કર્યા છે.

અહીં રાજમહેલમાં રાધા કથા કહેવાય છે અને તેની અસર શ્રીકૃષ્ણને દરબારમાં થઈ જાય છે. પોતાની લીલા ઈશ્વર પોતે જ માણવા અધીરા બને તેવી અદભુત સાહિત્ય લીલાને નવાજવા મારી પાસે શબ્દો નથી.

આ લીલા ના ભાગરૂપે પહેલાં શ્રી કૃષ્ણ અને સાથે સાથે પાછળ પાછળ બલરામની મુકાતી દોટ એક અવિસ્મરણીય ચિત્ર ઊભું કરે છે તો સાથે સાથે બહેન સુભદ્રાનો બન્ને ભાઈઓ પ્રત્યેનો પ્રેમ ખુબ સુંદર રીતે વર્ણવિત કરવામાં આવ્યો છે.

🍂 અજોડ શસ્ત્ર
સદાએ સંગે રહેતું
પ્રિય વદને 🍂

આ સ્મિતના જાદુથી તો કેશવ પહેરો ભરતી પોતાની પ્રિય બહેન સભદ્રાની પાસેથી પોતાના જ પ્રેમ પ્રસંગોને ફક્ત સાંભળવાની પરવાનગી મેળવી લીન થઈ જાય છે.

શ્રીકૃષ્ણની લીલા ના ભાગરૂપે રોહિણીમા તે સમયના સ્થળ,કાળ અને વાતાવરણને પણ પોતાની શૈલીમાં વર્ણવે છે ત્યારના સમયની ખાણીપીણી, રહેણીકરણી,જીવન શૈલી તથા માનસિક વિચારધારા, રિવાજોને પણ આલેખ્યા છે રાધાજી અને શ્રીકૃષ્ણ ની સગાઈ ના પ્રસંગમાં બરાબર બંધબેસતા સંવાદોમાં યશોદાના પુત્ર પ્રેમના, જન્મ રહસ્ય અને અને રાધા પ્રત્યેનો આગ્રહ વ્યક્ત થાય છે જે સાંભળીને ખુદ પાલનહાર કૃષ્ણની આંખમાં પાણી આવી જાય છે.

કોઈ ચલચિત્રમાં વિરામ આવે તેમ નારદજીની એન્ટ્રી થાય છે...અને લેખક શ્રી નવું પ્રકરણ વાંચવાની જિજ્ઞાસા પ્રેરી પ્રકરણ ને પૂર્ણ કરે છે......