Prem Pujaran - A Crime Story - Part 12 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૪

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૪

કોન્સ્ટેબલ લેડી સાથે જીનલ તેમના રૂમ માંથી બહાર નીકળવા જાય છે ત્યાં વિક્રમ આવી બધા ને રોકે છે. અને તેમની વાત સાંભળવાનું કહે છે.

તું કોણ છે અને શા માટે એમને રોકે છે.??? આવા સવાલ કરી ઇન્સ્પેકટર સાહેબ વિક્રમ ને દૂર ખસી જવા કહ્યું.

સર હું જીનલ નો ફ્રેન્ડ વિક્રમ છું. અને અમે એક જ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. આપ સાગર વિશે જાણવા આવ્યા છો ને..!
તો હું સાગર વિશે આપને કહુ.
સાગર અભ્યાસ માં સારો હતો પણ તે અવાર નવાર છોકરીઓ ને ખરાબ નજર થી જોયા કરતો. એક બે વાર તો જીનલે પણ સાગર ને સમજાવ્યો હતો કે આવી રીતે તું મારા પર નજર ન કર નહિ તો હું પોલીસ સ્ટેશન જઈ તારી ફરિયાદ કરી દઈશ.

એ પછી જીનલ સાથે સામાન્ય અભ્યાસ બાબત ની વાત હોય તો તે ફોન કરતો. પણ તેની ખરાબ દ્રષ્ટિ જીનલ થી હટી ને બીજી છોકરીઓ પર રહેતી હતી. સાહેબ આપ જીનલ ને પોલીસ સ્ટેશન ના લઈ જાવ, જો તેના પરિવાર ને ખબર પડશે તો તેનો અભ્યાસ રોકી દેશે.
બસ હું અને જીનલ બંને સાગર વિશે આટલું જાણી એ છીએ. પછી આપ જે ઈચ્છો તે કરો અમે હંમેશા તમારો સાથ આપીશું.

સહજ રીતે વિક્રમે પોલિસ ઇન્સ્પેકટર ને વાત કરી એટલે તેમને જીનલ ને છોડી મૂકી અને જીનલ ને કહ્યું જ્યારે અમને જરૂર પડશે ત્યારે તને પૂછતાછ કરવા અહી તારી પાસે આવીશું. અને જો લાગશે તો તને પણ પોલીસ સ્ટેશન માં પૂછતાછ માટે લઈ જઈશું. આટલું કહી ઇન્સ્પેકટર સાહેબ અને તેમની સાથે આવેલા પોલીસ કર્મીઓ ત્યાં થી નીકળી ગયા.

પોલીસ ગઈ એટલે જીનલે રાહત નો શ્વાસ લીધો.
સારું થયું વિક્રમ તું આવી ગયો, નહિ તો આજે મને પોલીસ લઈ જાત. પણ એક વાત કરું વિક્રમ.
ક્યાંક સાગર નું શું થયું તે પોલીસ ને ખબર પડી જશે તો હું જેલ ની હવા ખાતી થઈ જઈશ.

આવું વિચાર નહિ જીનલ...સાગર નું શું થયું તે પોલીસ તો શું સીબીઆઈ વાળા પણ જાણી નહિ શકે. કેમકે આપણે યુઝ કરેલી કાર તે દિવસે જ મે બાળી નાખી હતી. એટલે કોઈને તેનો પત્તો પણ નહિ મળે અને સાગર નો પણ. એટલે જીનલ પોલીસ નું કામ પોલીસ ને કરવા દે, બસ સાગર ક્યાં ગયો છે તે મને ખબર નથી બસ તારે આટલું જ પોલીસ સામે બોલવાનું છે.

સારું વિક્રમ તું કહીશ તેમ જ કરીશ. એમ કહી જીનલ તો વિક્રમ ને ગળે વળગી ને લવ યુ કહ્યું. સામે વિક્રમે પણ જીનલ ને કિસ કરીને તેના ઘર તરફ રવાના થયો.

પોલિસે સાગર ને શોધવાની ખુબ કોશિશ કરી પણ સાગર ની કોઈ ભાળ મળી નહિ. જીનલ ને અને કોલેજ માં પોલીસે ઘણી પૂછતાછ કરી પણ સાગર વિશે ના કોઈ પુરાવા મળ્યા નહિ. બસ એક કાર નો પુરાવો હતો પણ તે કાર પણ તેમને ક્યાંય મળી નહિ. એટલે પોલીસે તે કેસ બંધ કરી દીધો.

સાગર ન મળવા થી ગોપાલભાઈ એ ભગવાન સામે તેમની વેદના ઠાલવી.
હે ભગવાન મારો સાગર મને પાછો આપ. અને જો સાગર ને કઈ થઈ ગયું હોય તો તે કરનાર ને પણ મોટી સજા મળવી જોઈએ.

ધીરે ધીરે બધું સામાન્ય થઈ રહ્યું હતું. સાગર ને બધા ભૂલી ચૂક્યા હતા. વિક્રમ અને જીનલ નો પ્રેમ વધુ મજબૂત બની ગયો હતો. હવે બંને લગ્ન માટે કોલેજ પૂરી થવાની રાહ જોઈ રહ્યાં હતા.

આખરે જીનલ અને વિક્રમ નો કોલેજ અભ્યાસ પૂરો થયો. પણ હજુ સુધી છાયા આ બંને વચ્ચે ના પ્રેમ ની ખબર જ ન હતી. તે બસ તેના અભ્યાસ પર જ ધ્યાન આપતી. જીનલ શું કરે છે તે પણ બહુ તેના પર ધ્યાન આપ્યું ન હતું. કોલેજ પૂરી થઈ એટલે છાયા અને જીનલ પોત પોતાના ઘરે જતા રહ્યા.

કોલેજ પૂરી કર્યા પછી જીનલે પોતાના ઘરે ઘણી વાર કહ્યું મારે આગળ અભ્યાસ કરવો છે, પણ તેમના મમ્મી પપ્પા આગળ અભ્યાસ માટે ના કહી રહ્યા હતા. છતાં પણ તે શહેર સાથે જોડાયેલી રહેતી. કોઈને કોઈ કામ થી જીનલ શહેર આવતી અને વિક્રમ ને મળતી.

અચાનક વિક્રમે જીનલ નો ફોન રીસિવ કરવાનું બંધ કરી દીધું. ઘણા કોલ અને મેસેજ કર્યા પણ વિક્રમ કોઈ જવાબ આપી રહ્યો ન હતો. આખરે એક દિવસ સામેથી વિક્રમ નો ફોન આવ્યો.
જીનલ "હું મમ્મી પપ્પા ના આગ્રહ થી છોકરી જોવા જઈ રહ્યો છું." હું પછી વાત કરું કહીને ફોન મૂકી દીધો.

જીનલ નો પ્રેમ ઠુકરાવી ને વિક્રમ કોને જોવા જઈ રહ્યો હતો તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં..

ક્રમશ ...