Seven days of love in Gujarati Comedy stories by SHAMIM MERCHANT books and stories PDF | પ્રેમના સાત દિવસ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પ્રેમના સાત દિવસ

"એ.... આ બધા છેને....તમારા જેવા જુવાનિયાઓ ના ચોચલા છે. અમારા જમાનામાં આવા કોઈ ફાલતુના દિવસો નહોતા ઉજવતા."
દાદીએ મને ઠપકો આપતા મોઢું બગાડ્યું. હું હંસી પડી અને પ્રેમથી એમને કહ્યું,
"દાદી, ચાલો એક હરિફાઇ કરીએ. હું વેલેન્ટાઇનના સાતેય દિવસોના ફાયદા ગણાવું છું અને તમે એમાંથી નુકસ કાઢીને બતાવો."
"તું હારી જઈશ રાધિકા. મને તો આ સાતેય દિવસોમાં ફક્ત બુરાઈ જ દેખાય છે."

પપ્પા સામે સોફા પર બેઠા બેઠા અમારી વાતચીતનો આનંદ લઈ રહ્યા હતા.
"પપ્પા આપણા જજ રહેશે. ઓકે પપ્પા?"
પપ્પાએ પેપર માંથી ઉપર જોતા કહ્યું,
"મને ક્યાં ફસાવે છે. એક તરફ મારી દીકરી અને બીજા મારા બા."
"પ્લીઝ પપ્પા. It is just for fun."
"ઠીક છે, તમે ચાલુ કરો, હું સાંભળું છું."

"Great! Thank you papa."
મે દાદીના ખબા પર હાથ મુક્યો અને એમને ચુનોતી આપી.
"જુઓ હું જીતી ગઈ, તો તમે અમારા બધા માટે ચોખ્ખા ઘી માં મોહનથાળ બનાવશો. બોલો મંજુર?"
દાદીનો ઉલાસ જાગ્યો,
"અને હું જીતી તો તારે એક મહિના સુધી જિન્સ નહીં પહેરવાની. બોલ, કબુલ?"
"Done!"
દાદીએ પપ્પા સામે જોઇને એમને હુકમ કર્યો,
"રાજેશ, ઈમાનદારીથી ઇન્સાફ કરજે, સમજ્યો?"
પપ્પા હંસી પડ્યા.
"હા બા. તું મને રાધિકા કરતા વધુ વ્હાલી છો."

મે દાદીનું ધ્યાન મારી તરફ વાળ્યું.
"ઓકે, પહેલો દિવસ છે, રોઝ ડે, જ્યારે એક બીજાને ગુલાબ આપીયે, શું તમને કોઈ સુંદર, તાજું, સુગંધિત મોટું ગુલાબનું ફૂલ આપે, તો ન ગમે? આપણે એના માટે કેટલા ખાસ કહેવાય, કે એણે આપણા બારામા વિચાર્યું!"
દાદીએ કપાળે હાથ મુક્યો.
"એક દિવસમાં મુરઝાઇ જાય અને કેટલા ગુલાબમાં તો સુગંધ પણ નથી હોતી. ટોટલ વેસ્ટ છે."
અમે બન્ને પપ્પા સામે જોયું.
"હું રાધિકાને પોઇન્ટ આપીશ."

દીદી નાક સુકળતા બોલ્યા,
"કાંઇ વાંધો નહીં, ચાલ આગળ વધ."
"બીજો છે, પ્રપોઝ ડે, જ્યારે તમે તમારા પ્રેમનો ઇઝહાર કરો અને તમારા પ્રેમીને પ્રપોઝ કરો."
દાદીના ભંવર ચડી ગયા.
"આ તો સાવ બેકાર દિવસ છે. એટલે આખું વર્ષ રાહ જોવાની પ્રપોઝ કરવા માટે?"
"ના દાદી એવું નથી...."
"રહેવા દે ! આ દિવસની કાઇ જરૂર નથી, વધારાનો છે."
પપ્પા સોફા પરથી બોલ્યા.
"હું બા સાથે સહમત છું."
દાદીનો ચહેરો ખીલી ઉઠ્યો.
"ચલ ચલ રાધિકા આગળ બોલ. બીજો કયો દિવસ છે?"

હવે મારે ધ્યાન રાખીને બોલવાનું હતું. નહીંતર પપ્પા દાદીનો જ પક્ષ લેતા રહેશે.
"ત્રીજો છે ચોકલેટ ડે, મીઠાસની સાથે રહેવું અને મીઠું બોલવું. અને જે આપણને ગમતા હોય એનું મોઢું મીઠ્ઠું કરાવું."
દાદી એક મિનિટ માટે ચૂપ થઈ ગયા, પછી તરત જ બોલી ઉઠ્યા,
"આ તો દાંત દુઃખવાનો દિવસ લાગે છે, એના કરતાં ઘરની બનેલી મીઠાઈ સારી."
પપ્પાએ મને થમ્બ્સ અપ બતાવ્યું અને દાદી ફરી રિસાઈ ગયા.
"તારો બાપ તારી જ સાઈડ લેશે. હવે જલ્દી ચોથો દિવસ બોલ."

પપ્પાએ મને આંખ મારી અને સ્મિત કર્યું. શુકર દાદીએ ના જોયું.
"ઓકે, ચોથો દિવસ છે ટેડી ડે. એટલે કે ટેડી બેર ગિફ્ટ આપવાનો દિવસ. ટેડી ડે માતાપિતા દ્વારા સુરક્ષિત બેડ પર સુવડાવવાની બાળપણની યાદોને પાછી લાવે છે. સોફ્ટ એન્ડ કોઝી."
"એક થી એક ભંગાર દિવસો છે. આપણો નરમ તકિયો શું ખરાબ છે? ગળે લાગવું હોય, તો જીવતા જાગતા લોકોને લાગોને...! ટેડી બેરની શું જરૂર છે?"
દાદીએ પપ્પાની સામે જોઇને તાવ સાથે પૂછ્યું,
"રાજેશ, હવે તું શું કહીશ?"
પપ્પાએ કાન પકડ્યા અને સ્મિત કર્યું.
"બા આ વખતે હું તારી જોડે છું."
"જોયું રાધિકા! ચાલ બીજા દિવસોની તારી નક્કામી સફાઈ આપ."

હું માથું હલાવતા હંસી પડી. દાદીને છેડવાની ખૂબ મજા આવે છે.
"પછી આવે પ્રોમીસ ડે, એટલે કે વચન આપવાનો અને લેવાનો દિવસ. પ્રોમિસ ડે વચનબદ્ધતાની મહત્વ યાદ અપાવે છે, કે એક બીજાના સુખ દુઃખમાં સાથ નિભાવીશું."
દાદી ફરી ચૂપ થઈ ગયા. એમનો ગુસ્સો એમના નાક ઉપર બેઠેલો દેખાય રહ્યો હતો.
"સાથે રહેવું હોય, તો એ તો કરવું જ પડેને, એમા એક ખાસ દિવસની શું જરૂર છે?"
પપ્પા મુંજવાય ગયા.
"મને તમે બન્ને ઠીક લાગો છો."

"રાધિકા હવે શું બચ્યું?"
આગળ બોલતા મને અચકાટ થઈ. દાદી અને પપ્પાની સામે હગ ડે અને કિસ ડે ના બારામા કેવી રીતે વાત કરું? હું દાદીની પાસે જુલા પર બેઠી અને એમને બાથમાં લઈ એમના ગાલ પર ચુંબન ભરતા બોલી,
"પછી આવે એવા બે દિવસો જ્યારે આપણા વાહલાઓનો સ્પર્શ પણ જરૂરી છે."
દાદી મારા હાથ થાબડતા હસ્યાં.
"એટલે એમ કરીને આવી ગયો તારો વેલેન્ટાઇન ડે. આ બધામાં શું એવું ખાસ હતું?"

પપ્પા આવીને અમારી પાસે બેઠા.
"બા, આ બધા ફક્ત સાથે સમય વિતાવવાના અને ખુશ રહેવાના બહાના છે."
દાદી પપ્પા સામે જોઇને બોલ્યા,
"ખરું કહ્યું રાજેશ દીકરા, પણ આપણે એવું કેમ ન કરીયે કે દેરક દિવસ વેલેન્ટાઇન જેવો પસાર થાય?"
હું દાદીને ફરી ભેટી પડી.
"વાહ દાદી, શું વાત કરી તમે!"
દાદી એ મારા કપાળે ચુંબન કર્યું અને ઉભા થયા.
"ચાલ રસોઈમાં. મોહનથાળ બનાવવામાં મારી મદદ કર."

*શમીમ મર્ચન્ટ, મુંબઈ.*