Lakhoni uchapat in Gujarati Detective stories by Bhavna Bhatt books and stories PDF | લાખોની ઉચાપત

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

લાખોની ઉચાપત

*લાખોની ઉચાપત* જાસૂસ કથા.... ટૂંકીવાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર....

આજથી બત્રીસ વર્ષ પહેલાં ની વાત છે....
એક નાનું રળિયામણું ગામડું હતું....
ગામમાં સાંજે બધાં વાળું કરીને ફળિયાની બહાર ખુલ્લી જગ્યા હતી ત્યાં બધાં બેસતાં હતાં અને અલક મલક ની વાતો કરતાં અને આવડે એવાં ભજનો ગાતા અને આનંદપ્રમોદ કરતાં અને પછી વહેલાં સૂઈ જતાં જેથી સવારે વેહલા ઉઠીને કામગીરી માં સૌ લાગી જતાં...
આવીજ રીતે એક દિવસ સાંજનું વાળું કરીને ખુલ્લી જગ્યામાં બેસીને વાતો કરતાં હતાં ત્યાં એક પચીસ થી ત્રીસ વર્ષનો યુવાન આવ્યો સાયકલ લઈને એણે ઝભ્ભો લેંઘો પેહર્યા હતાં અને માથે સફેદ ટોપી પહેરી હતી...
આવીને એણે બધાને એ રામ રામ આ ડાયરાને એવું કહ્યું એટલે બધાંએ રામ રામ કર્યું...
એક વડીલે રતિલાલ કાકાએ પુછ્યું ક્યાંથી આવ્યા???
યુવાન કહે બાજુનાં ગામમાં થી આવ્યો છું...
વડીલ કહે નામ શું રાખ્યા છે???
યુવાન કહે મોહન નામ છે...
બધાં એક સાથે સારું .... સરસ ...
અહીં કેમ ભૂલા પડ્યા અટાણે???
મોહન કહે મને ભજન ગાવાનો‌ ખુબજ શોખ છે એટલે આજુબાજુના ગામોમાં સાયકલ લઈને ફરીને ભજન ગાવ છું...
બધાં એક સાથે વાહ ... વાહ...
ભાનુ કાકા કહે ‌તો અમને પણ એકાદ સંભળાવો ...
સાચી વાત ને..???
બધાં એક સાથે હા...
સંભળાવ ભાઈ મોહન...
થવા દે એકાદ ભજન...
મોહન સાયકલ ને એક બાજુ સ્ટેન્ડ પર મૂકીને નીચે બેઠો અને...
પછી બોલો રણછોડ રાય જે....
કહીને ભજન લલકારયુ...
" હે જી તારાં આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે...
હે જી તારાં કાને રે સંકટ કોઈ સંભળાવે તો હોંકારો મીઠો આપજે રે....
બધાં જ તલ્લીન થઈ ને સાંભળી રહ્યા અને તાળીઓ પાડી રહ્યાં....
ભજન પત્યું એટલે બધાંએ વાહ વાહ કરી અને મોહનને શાબાશી આપી કે તારો‌ અવાજ મધુર છે...
તો મોહન બીજું પણ સંભળાવી દે ભાઈ...
મોહને આંખો બંધ કરીને બીજું ભજન લલકારયુ...
" કંચન જેવી કાયા તારી રાખ થવાની,
રાખ થવાની ને જોતાં જોતામાં જવાની રે, જવાની જવાની..."
બધાં એટલાં બધાં તલ્લીન થઈ ગયાં ...
ભજન પત્યું અને જ્યારે રણછોડ રાય ની જે બોલાવી ત્યારે જ બધાં જાગૃત થયાં...
બધાંએ બીજે દિવસે આવજે ભાઈ તને અનૂકુળ હોય તો એમ કહીને રામ રામ કહીને છૂટાં પડ્યાં....
આમ પછી તો મોહન પંદર દિવસ સળંગ આવ્યો....
અને બધાને માયા લગાડી દીધી....
અને પછી મોહને આવવાનું બંધ કરી દીધું...
બધાં એની રાહ જોતાં પણ મોહન નાં આવ્યો...
એટલે એણે ચીખોદરા નું નામ કહ્યું હતું એ ગામમાં બીજા દિવસે જીતેશ ને સાયકલ લઈને મોકલી તપાસ કરાવડાવી તો એ આખાં ગામમાં કોઈ મોહન યુવાન નહોતો...
એક મોહનદાસ હતાં પણ એ તો સીતેર વર્ષ નાં હતાં...
જીતેશે આવીને વાત કરી તો બધાં નવાઈ પામ્યા કે તો એ મોહન કોણ હશે???
અલ્યા બધાં હવે ચેતતા રહેજો...
આમ બધાં વાતો કરતાં વિખરાઈ ગયા...
આમ કરતાં ચાર પાંચ દિવસ થયા અને ગામમાં એક પોલીસ ની ગાડી, એક શેઠ ની મોટી ગાડી ધૂળ ઉડાડતી આવી અને જે જગ્યાએ બેસીને ભજન ગાતાં હતાં એની સામે ત્રણ માળનું પાક્કું મકાન હતું એ સુનિલભાઈ નું હતું...એની નીચે પોલિસ ની ગાડી અને પેલી ગાડી ઉભી રહી...
અને પોલીસ ની ગાડીમાંથી પોલીસકર્મીઓ ઉતર્યા અને શેઠની ગાડીમાં થી મોહન સૂટબૂટ માં ઉતર્યો...
બધાં ટોળે વળી જોતાં હતાં કે આ શું થઈ રહ્યું છે???
આ ગામમાં કદી પોલીસ તો આવી નથી અને આજે આ પોલીસ અને આ શેઠ ની કિંમતી ગાડીમાં થી મોહન ઉતર્યો...
બધાં અંદરોઅંદર ગૂસપૂસ કરવા લાગ્યા...
પોલીસ સુનિલભાઈ નાં ઘરમાં ગઈ...
આમ તો સુનિલભાઈ એક મોટાં શહેરોમાં રહેતા હતા પણ એમણે આ છેવાડાના ગામમાં વેચાણ થી જમીન લઈને આ પાક્કું મકાન બનાવ્યું હતું અને પરિવાર સાથે રેહવા આવે હજુ તો છ મહિના જ થયા હતા...
સુનીલ ભાઈ ને હાથમાં હાથકડી પહેરાવી ને બહાર લાવ્યા અને સર્ચ વોરંટ હતું તો ઘરમાં તલાશી લીધી તો લાખો રૂપિયા નાં થેલા ભરેલા માળિયામાં થી મળ્યા...
સુનીલ ભાઈ ને જેવાં ઘરની બહાર લાવ્યા એટલે ગાડીમાં આવેલાં નરોત્તમભાઈ શેઠ ગાડીમાં થી ઉતરીને સુનીલભાઈ પાસે જઈને એક લાફો માર્યો...
સુનીલ ભાઈ નીચું મોં કરીને પોલીસની ગાડીમાં બેસી ગયા...
એટલે મોહન નામ ધારી જાસૂસ પેલાં ફળિયાનાં ટોળા પાસે આવીને રામ રામ કહ્યા...
અને કહ્યું કે હું એક જાસૂસ છું....
આ જે મોટી ગાડી વાળા શેઠ નરોત્તમ ભાઈ એમણે મને આ કેસ સોંપ્યો હતો...
આ સુનીલભાઈ શહેરમાં શ્રોફ ની પેઢી ચલાવતા હતા અને આ નરોત્તમભાઈ શેઠ નાં લાખો રૂપિયા ની ઉચાપત કરી હતી એવાં કેટલાંય બીજા શેઠીયા છે...
મારું સાચું નામ મનમોહન છે...
લ્યો ત્યારે રામ રામ...
મારાં લીધે તમને તકલીફ પડી હોય તો માફ કરજો...
અને લો આ રાખો મારું કાર્ડ... કંઈપણ કામ હોય કે શહેરમાં આવો તો મળજો....
એમ કહીને બે હાથ જોડીને એ નરોત્તમભાઈ ની ગાડીમાં બેસી ગયો...
અને આગળ પોલીસ ની ગાડી અને પાછળ નરોત્તમભાઈ ની ગાડી ધૂળ ઉડાડતી જતી રહી ...
અને ફળિયાનાં બધાં આ સાંભળીને નવાઈ પામ્યા અને બોલ્યા ભાઈ આ કળિયુગમાં કોઈનો ભરોસો નાં કરાય...
આ સુનીલ તો કેવો દેખાતો હતો અને કેવાં કારસ્તાન કર્યા જોયું આમ વાતો કરતાં બધાં છૂટા પડ્યા...
બીજા દિવસે ન્યુઝ પેપરમાં મોટા અક્ષરોમાં ...
" લાખોની ઉચાપત કરનાર અને શ્રોફ પેઢીનાં સુનીલભાઈ ની મનમોહન જાસુસ દ્વારા ધરપકડ થઈ "
અને અંદર સમાચાર માં સુનીલભાઈ એ કેટલાં લોકોનાં રૂપિયા હડપ કર્યા એની માહિતી હતી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....