Shanta - 1 in Gujarati Moral Stories by Boricha Harshali books and stories PDF | શાંતા - 1

Featured Books
Categories
Share

શાંતા - 1

શાંતા, અરે ઓ શાંતા ...સાંજના પાંચ વાગ્યાના ટકોરે નિશાળ ના ઊર્મિ બહેન સાદ પાડતા બોલ્યા .

શાંતા નથી ઘરે ? આશ્ચર્ય સાથે પૂછ્યું .

ના, બેન શાંતા ઘેર નથી એ દાંડિયે ગઈ છે હજુ એ છ વાગે આવસે .શાંતા ની માં એક શ્વાસે બોલી.

અરે લે કેમ ? હજુ કાલ સુધી તો શાળાએ આવતી ને આજ અચાનક કેમ કામ પર જતી રહી ?ઉર્મિબેન અવાચક ભાવ સાથે કમુ બેન સામે જોતા જ રહી ગયા .

અરે બેન એવું સે કે અમારા ઘરની હાલત નથી સારી અને પાછું શાંતા ભાઈભાંડુ માં હવથી મોટી એટલે એને જાવું પડે કામ કરવા અને એના બાપાને મગજ ની તકલીફ સે તો ઈ પણ કાય નથ કરતા તો શાંતા સિવાય અમારું પેટ કોણ ભરે ?થોડી જમીન છે એમાં બધા રળીયે પણ હવે એ પણ કુટુંબના લોકોએ છીનવી લીધી .

અરે ઈ બધી વાત સાચી તમારી પણ કમુબેન હજુ એ નવ વર્ષની જ છે એને શુ ખબર પડે મજૂરી ની ?

હા પણ બુદ્ધિ અને કામ માં ખંતીલી છે ભલે ઈ નવ વરહ ની પણ બધુ કામ આવડે સે ,મજબૂરી સે ને બેન બધું સીખવાડી દે! ઠીક છે બીજું શું હું એને કાલે મળીને વાત કરીશ .

બીજા દિવસની પરોઢમાં જયારે ભાતું ભરેલી કાપડની થેલી સાથે અને લાંબા વાળને અંબોડામાં વીંટીને ,ચણીયા જેવો સ્કર્ટ અને શર્ટ પહેરીને ટોળામાં જતી દેખાઈ તો તરત જ ઉર્મિબેને સાદ પાડ્યો .

કેમ શાંતા ભણવાનું છોડી દીધું ?

ઉર્મિબેન ની સામું જોતા જ આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા ,મોઢા માંથી અવાજ પણ ન નીકળ્યો .

તેની સાથે રહેલી આશા બોલી ''બેન શાંતાના બાપા પથારીમાં પડ્યા હોય ને પાછું આખાય ઘરમાં રળવાવાળું પણ કોય નય તો સુ કરે ".

વાત સાંભળી ઊર્મિ બેનની આંખો પણ ભીની થઇ ગઈ , ઠીક છે શાંતા જો શક્ય હોય ને તો ઘરે લખવા -વાંચવાનું રાખજે બેટા .ઉર્મિબેન ત્યાંથી નિશાળ તરફ ચાલવા લાગ્યા .

શાંતા ભણવામાં ખુબજ હોશિયાર હતી જયારે ત્રીજા ધોરણ માં હતી ત્યારેજ બધું વાંચતા આવડી ગયું હતું ,પણ પરિસ્થિતિ અને સમય ને એ મંજૂર નહોતું કે એ આગળ વધે .થોડાક એવા સમય માં જ શાંતા ખેતર ના બધા કામમાં પારંગત થઇ ગઈ ,ખેતર નું કઈ પણ કામ હોય નિંદવું , વાઢવું ,બીજ વાવવા કે પછી પાણી વાળવું .

સાંજ પડે એટલે દાડી ના દસ રૂપિયા મળે અને ઘરે આવીને એની બા ને આપે ,આ દસ રૂપિયા માં કેટલીયે વસ્તુ આવી જાય પછી પોતાની બા બધી વસ્તુ ના નામ બોલે ને એ દોટ મૂકી દુકાને જાય ને બધી વસ્તુ લઇ આવે.

૧૯૭૦ ની એ વાત છે એ સાલ માં વસ્તુની કિંમત સાવ ઓછી હતી પણ માણસો પાસે પૂરતા પૈસા ન હતા .શાંતા અને તેના ૬ ભાઈ બહેન પોતાની બા જમવાનું બનાવે એ ખાય ને સુઈ જાય .પણ શાંતા આખી રાત પડખા ફેરવે પણ નિંદર આવતી હશે ,કેટલાય સપના જોયા હતા , કે ભણીને નિશાળ ના બેન ની જેમ શિક્ષક બનવું હતું પણ એક ઝાટકે સપનાઓ પર પાણી ફરી ગયું .શાંતા જેમ જેમ મોટી થતી ગઈ તેમ ઉંમરની સાથે જવાબદારી પણ વધતી ગઈ .શાંતા નું ઘર કાચું હતું તો દર વર્ષે છાણ ની ગાર અને માટીની દીવાલો લીપવાની એ બધા કામ માં હોશિયાર .શાંતા ની બે પાક્કી બહેનપણી હતી .ક્રિષ્ના અને પૂનમ .બંને ખુબ જ શ્રીમંત પરિવાર ની છોકરીઓ પણ શાંતા ની ખુબ જ નજીક .પોતાની હૈયા ની બધી વાતો શાંતા એમની સાથી કરે .પણ ક્રિષ્ના ની માં ને આ ગરીબ ઘરની શાંતા બિલકુલ પસંદ નહિ ,ક્યારેય ઘરે પણ ના આવવા દે ,પણ ક્રિષ્ના માટે બહેનપણી મહત્વ હતી એ ક્યાં પરિવાર થી આવે છે એ નહિ.ક્રિષ્ના ના ઘરે જે પણ બનાવ્યું હોય એ શાંતા ને પોતાની માં ને ખબર ના પડે એમ આપે .

... To be continue