The Corporate Evil - 53 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-53

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-53

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-53
નીલાંગી આવી ગઇ નીલાંગનાં ચહેરાં પર હાવભાવ બદલાઇ ગયાં. એનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. હમણાં સુધી નીલાંગીનાજ વિચાર કરી રહેલો ભલે થોડાં નકરાત્મક હતાં પણ એનુ કારણ નીલાંગીનું જૂઠ સામે આવેલું પણ સામે નીલાંગીને જોઇને જાણે બધુજ ભૂલી ગયો અને આનંદથી ચહેરો ખીલી ઉઠ્યો એ પણ સ્વયંભૂ પ્રક્રિયા હતી એને ખબર હતી કે ભલે ઝગડા થાય પણ નીલાંગી વિના એ રહી કે જીવી નહીં શકે એ પણ નક્કી છે.
નીલાંગીને લઇને એ સ્ટેશન બહાર આવ્યો નીલાંગી બાઇક પર બેસી ગઇ. નીલાંગે કહ્યું બસ તારાંજ વિચારોમાં હતો. નીલાંગીએ કહ્યું સ્વાભાવિકજ છે તારે મને ક્યાં પ્રશ્નો પૂછવાનાં અને મારે જવાબ આપવાનાં... નીલાંગીએ સીધોજ પ્રશ્ન કર્યો ક્યાં જોબ કરીને આવી ? નીલાંગી નીલાંગનાં પ્રશ્નથી થોડી હલી ગઇ એણે છતાં સામે પ્રશ્ન કર્યો..... ક્યાં જોબ કરીને આવી એટલે ? હું ક્યા જોબ કરું છું તને ખબર નથી ?
નીલાંગે કહ્યું તેં મને જણાવ્યું હતું શ્રોફની ઓફીસમાં તો તું હવે જતીજ નથી છેલ્લા 3-4 દિવસથી તું ઓફીસજ ક્યાં જાય છે ? એટલે પૂછ્યું ?
નીલાંગીએ કહ્યું પણ પણ મને જે બહારનાં કામ સોંપ્યા હોય તો એજ કરુ છું ઓફીસ નથી જતી એમાં શું ? નીલાંગને જવાબ સાંભળી ઝાળ લાગી ગઇ એને થયું આ હજી જૂઠું બોલી રહી છે એને ખબર નથી કે હું.... નીલાંગ આગળ પૂછે પહેલાં નીલાંગીએ કહ્યું પણ તને કેવી રીતે ખબર કે હું 3-4 દિવસથી ઓફીસ નથી જતી.. તું ચોકી કરી છે ? મારી પાછળ મારી તપાસ રાખે છે ?
નીલાંગે બાઇક સાઇડ કરી અને રસ્તાની એક બાજુ ઉભો રહ્યો પછી કહ્યું આપણે બેસીને વાત કરવી પડશે એમ ચાલુ બાઇક પર ઘાંટા પાડી વાત નહીં થાય એમ કરીને એણે જોયું કે કોઇ રેસ્ટોરન્ટ દેખાય છે કે કેમ ? થોડે આગળ બાઇક લઇને એણે રૂપા બાર એન્ડ રેસ્ટોરન્ટ જોઇ એમાં બાઇક પાર્ક કરીને કહ્યું ચાલ બેસીને વાત કરીએ આમ રોડ પર વાત નહીં થાય મારાથી મારે તારાં .... અને એ એલોકો અંદર ગયાં.
નીલાંગી નીલાંગનાં પ્રશ્નોથી ધુંઆપુંઆ થઇ ચૂકી હતી કારણકે એ જૂઠી છે એ સાબિત થયુ હતું હવે તારો ચહેરો જોઇને મને તારાં જવાબ સાંભળવા ગમશે.
નીલાંગીએ કહ્યું "હાં બોલને વાંધો નથી... એ જાણે તડફડ કરવાનાં મૂડમાં હોય એવી રીતે જવાબ આપી રહી હતી. નીલાંગને પણ એવો ખ્યાલ આવી ગયો હતો.
નીલાંગે કહ્યું બહારનું કામ ? તું શું જવાબ આપે છે ? તું જૂઠ પર જૂઠ બોલી રહી છે હું પોતે તારી ઓફીસમાં ગયો હતો તારી ઓફીસની રીસેપનીસ્ટ મને સ્પષ્ટ કહ્યું કે નીલાંગીએ અહીંથી નોકરી છોડી દીધી છે બલ્કે અહીંથીજ એને છૂટી કરવામાં આવી છે. એ હવે ક્યાં જોબ કરે છે અમારી પાસે માહિતી નથી હવે બોલ શું જવાબ છે તારો ?
નીલાંગી નીલાંગની સામેજ જોઇ રહી પછી એની આંખોમાં આંસુ ઘસી આવ્યાં.... એણે કહ્યું હાં મેં એ જોબ છોડી દીધી તને પસંદ નહોતી એટલે એનાં કારણે આપણે ઝગડા થતાં હતાં.
નીલાંગી ફરીથી જૂઠૂ બોલી... નીલાંગે કહ્યું તો પછી તું ક્યાં જોબ કરવા જાય છે ? અને છોડીજ હતી તો મને ખોટો જવાબ કેમ આપ્યા ? કહેવાય નહીં છોડી દીધી છે. તો તું ક્યાં જોબ કરે છે હવે ?
નીલાંગીએ કહ્યું " ક્યાંય નથી કરતી હવે જોબ શોધી રહી છું લગભગ નક્કી જ છે કાલથી જોઇન્ટ કરીશ ગર્વમેન્ટ કોન્ટ્રાકટર છે આર્મી વેપન્સ પાર્ટ બનાવે છે મરીન લાઇન્સ પર ઓફીસ છે જોઇએ કાલે ફાઇનલ થાય તો.
નીલાંગ એની સામે જોઇ રહ્યો.. પછી બોલ્યો વાહ તો મને કહેવામાં વાંધો શું હતો ? શું નામ છે કંપનીનું ? નીલાંગીએ કહ્યું આર્મ્સ એન્ટરપાઇઝ લી.
નીલાંગ નીલાંગીને સાંભળી રહેલો એનાં ચહેરાંનાં હાવભાવ ચકાસી રહેલો. એણે કહ્યું "જો બધુ આમજ હોય તો મને સાચુ કહેવામાં વાંધો શું હતો ? આ કંપનીનાં પ્રમોટર કોન છે ?
નીલાંગીએ કહ્યું "પ્રમોટર ખબર નથી મારે શું પંચાત મારે મારી જોબ થી મતલબ. મારી નોકરી પાકી થાય પછી હું જણાવવાનીજ હતી. નીલાંગી જૂઠું બોલીને પોતાનાં જૂઠ પર પોતું મારી રહી હતી. નીલાંગને આ બધાં જવાબનાં પણ ભરોસો ન્હોતો પડી રહ્યો.
નીલાંગે કહ્યું ઓકે કાલે સવારે હું તને પીકઅપ કરીશ તને તારી નવી જોબ પર ડ્રોપ કરીને મળી હું પ્રેસ પર જઇશ. બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન... બાકીનું હું કાલે જાણી લઇશ.
નીલાંગે બે બીયર ઓર્ડર કરી હતી એણે શીંગ ખાતા ખાતા કહ્યું લે ચાલુ કર પીવાનું સારી બ્રાન્ડ છે. નીલાંગી નીચે જોઈને કહ્યું મને પીવાનું મન નથી પ્લીઝ.
નીલાંગે મોટી સીપ મારીને કહ્યું તે જોબ છોડી હતી કે છૂટી કરી હતી તો પરમદિવસે કોની સાથે ડ્રીંક લીધું હતું ? અત્યારે મારી સાથે બીયર પીવાની ના પાડે છે હવે બીયર બીજા સાથેજ ફાવે છે ? તો તારાંજ બધાં જવાબ યાદ કર કે તેં કીધેલું ઓફીસમાં પાર્ટી હતી... મેં એકજ સીપ લીધી હતી પછી નીકળી ગઇ હતી તો આ બધું કંઇ ઓફીસમાં કર્યું હતું ? ક્યા બોસને ખુશ કરવા પીધેલું ?
નીલાંગી એનાં પોતાનાં જવાબનાંજ ચક્રવ્યૂ ફસાઇ ગઇ હતી. એને હવે શું જવાબ આપવો ખબર નહોત પડી રહી એક જૂઠ છૂપાવવા એ જૂઠ પર જૂઠ બોલી રહી હતી. એણે બીયરનો ગ્લાસ ઉઠાવ્યો અને એક શ્વાસે આખો પી ગઇ પછી બીજો બીયર એમાં ભરી દીધો બીજો ગ્લાસ ગટગટાવી ગઇ અને આંખો ઝીલી કરીને બોલી કેટલું પૂછીશ ? શા માટે પૂછે છે આટલું બધું ? એ મારી પાસે જવાબ નથી મારે જે કરવું હોય એજ હું કરીશ વારે વારે બધાં જવાબ આપવા માટે હું બંધાયેલી નથી તારાથી.... તું મારાથી જેલસ છે એવું લાગે.... હું એટલું કમાઇશ કે મારાં આઇ બાબા..... પછી એ પોતેજ રડી પડી...
નીલાંગ તો આધાત અને આર્શ્યથી એને સાંભળીજ રહેલો એને પોતાને શું બોલવું સમજાઇ નહોતું રહ્યું ફાટી આંખે નીલાંગીને જોઇ સાંભળી રહેલો.
નીલાંગીને એણે રડવા દીધી પછી કહ્યું "તું શું બોલે છે તને ભાન છે ? હું તારાથી જેલસ છું ? તારે પૈસા કમાવવા છે હું ક્યારે વચમાં આવ્યો ? તું તારુ ધાર્યુ કરેજ છે ને ? મને લાગે છે કે હું તારામાં વધુજ પડતો ઇન્વોલ્વ થઇ રહ્યો છું તને પસંદ નથી.... હવે આ વાત અહીંજ રહેવા દઇએ.
નીલાંગી થોડી સ્વસ્થ થઇ એનાં મનમાં તો તોફાન હતુંજ પણ એણે વાત બદલવા કહ્યું "તારી તપાસ કેટલે પહોંચી ? શું થયું આગળ ? નીલાંગે કહ્યું" હું તો બધુજ આગળ વધી ગયો છું તપાસમાં અંત પર છું બધુજ મારાં હાથમાં હતું ત્યાં અચાનક આજે એવું સસપેન્સ ખૂલ્યું છે કે હું ચકરાઇ ગયો છું પરંતુ કાલ રાત સુધીમાં એવીડન્સ પણ હાથમાં આવી જશે પછી જોઉ છું કે આ બધાં મોટાં માથાં કેવી રીતે છટકે છે.
તેં સારુ કર્યું શ્રોફની નોકરી છોડી દીધી બચી ગઇ કારણ કે એ આખી મંડળી આગળ જતાં.... કંઇ નહીં પછી બધી તને ખબર પડશેજ પણ જે થશે એ હવે ભયંકર થશે કલ્પના નહીં હોય એવું થશે.
નીલાંગી સાંભળી રહી હતી એને થયું નીલાંગ કહે છે પણ અસલ વાત શું છે નથી કહી રહ્યો. હશે જે હશે એ મારે વધારે વિચાર નથી કરવા. પછી એને યાદ આવ્યુ કે એને કાલે અમોલે વહેલી બોલાવી છે અને મોડો સુધી રોકાવા કીધુ છે પણ નીલાંગ સાથે મારે કોઇ વાત નથી કરવી....
નીલાંગને સારું કહી દઊ ? શું કરું ? એ અવઢવમાં પડી હતી ત્યાંજ નીલાંગનાં સ્ક્રીન પર ફોન નંબર ફલેશ થયો એણે તુરંતજ ફોન ઉપાડ્યો. રાનડે સરનો ફોન હતો નીલાંગ તું તાત્કાલીક ઓફીસે પહોચ ખાસ કામ છે વધુ રૂબરૂમાં. નીલાંગે નીલાંગી સામે જોઇ કહ્યું તું ઘરે પહોચ અથવા મારી સાથે મારી ઓફીસ ચલ મારે અરજન્ટ ઓફીસ પહોચવાનું છે.
વધુ આવતા અંકે --- પ્રકરણ-54