Ganika - Shraap ke sharuaat ? - 1 in Gujarati Women Focused by Ankit Chaudhary શિવ books and stories PDF | ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 1

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 1


પ્રસ્તાવના

કર્તવ્ય નિભાવવું એ એક એવું દાન છે જેને નિભાવવાથી સમાજમાં તો માન અને સન્માન મળી જાય છે પણ અમુક વખતે આ કર્તવ્ય જ જીવનને એક એવા મોડ ઉપર લાવીને મૂકી દે છે કે જ્યાં બરબાદી સિવાય કશુજ હોતું નથી. આપડા સમાજમાં એવા રુધિ રિવાજે જન્મ લઈ લીધો છે કે “ કર્તવ્ય નિભાવે એનું નામ જ ખરું સંતાન. “ ખરું સંતાન બનવા માટે મેધા પોતાનું દીકરી હોવાનું તો કર્તવ્ય નિભાવી દે છે, પણ તે પોતાની માટે જે કર્તવ્ય તેને નિભાવવાનું હતું; એતો મેધા ભૂલી જ ગઈ હતી.

માત્ર 16 વર્ષની નાની ઉંમર મા મેધા પોતાના પિતાના માન સન્માન ખાતર પોતાના સપના ભુલાવી છે. મેધા પોતાના પિતા ખાતર પોતાની આખી જિંદગી દાવ ઉપર લગાવી છે. મેધા એ આગળ પણ પોતાનાઓ માટે ઘણા બલિદાન આપે છે. આ માસૂમ મેધા કંઇ હદ સુધી બલિદાન આપે છે; તેનું રસપ્રદ નિરૂપણ એટલે કર્તવ્ય – એક બલિદાન.


હવે આગળ ગણિકા નોવેલમાં આપડે મેધા એ વિતાવેલા એના જીવનના દર્દ દાયક પળનું રસપાન કરીશું. મેધા અને રોહનની પ્રેમ કહાની નું પણ રસપાન કરીશું તો બન્યા રહો હર એક શુક્રવાર આપના પ્રતિલિપિ પર.


ગણિકા - મેધાની દાસ્તાન



મેધાની જિંદગીમાં એક નવી મુશ્કેલી આવી ચૂકી હતી. મેધાનું જીસ્મ આજે સરેઆમ નિલામ થઈ ચૂક્યું હતું. હવે કોઈ રસ્તો હતો જ નહિ કે મેધા પોતાની નિલામ થયેલી ઈજ્જતને બચાવી શકે. મેધાના મનમાં બધી જ યાદો પાછી વાગોળાઈ રહી હતી. મેધાને પોતાની જિંદગી બોજ લાગવા લાગી હતી પણ મેધા તેની જિંદગીને ટુંકાવી શકે એમ પણ ન હતી. મેધાનું કર્તવ્ય અવર નવાર તેના રસ્તા માં આવીને ઉભુ રહી જતું હતું. મેધા હવે પેલા મિસ્ટર રોયની ત્રણ દિવસ માટે થઈ ચૂકી હતી. મેધાને પોતાના રૂમમાં મોકલવામાં આવે છે જ્યાં તેની પાછળ પાછળ પેલો મિસ્ટર રોય પણ જાય છે. મેધા જેવો જ પોતાના રૂમમાં પગ મૂકે છે કે તરત જ તે પોતાનો દરવાજો બંધ કરવા જાય છે. મિસ્ટર રોય આવી જાય છે અને દરવાજો બંધ કરતી મેધાને રોકી છે.


" મિલ્લી આટલી પણ દરવાજો બંધ કરવાની શું ઉતાવળ આવી છે. થોડો સમય રોકાઈ જા! પછી તો હું ખુદ જ દરવાજો બંધ કરી દઈશ!" મિસ્ટર રોય હવસની આગમાં લલોપત થઈને બોલે છે.


મેધાનો ડર ખૂબ વધી ચુક્યો હતો, કેમકે નાજુક ઉંમરમાં જ મેધાએ ઘણું બધું સહી લીધું હતું. મેધાની અંદર જરાય પણ હિંમત બચી ન હતી. તેની આંખોમાંથી ધરધર આંસુ વહેવા લાગી ગયા હતા. આ આંસુને જોઈએ મિસ્ટર રોય સમજી જાય છે કે આ પોતાની મરજીથી અહી નથી.


" જુઓ હું અહી પહેલી વખત આવ્યો છું પણ જ્યાર સુધી મે આ ગલી વિશે સાંભળ્યું છે ત્યાર સુધી અહી છોકરી અને છોકરાઓ પોતાની ખુશી માટે અને પોતાના જીસ્મને નિલામ કરવા આવે છે. જેની એ લોકોને ખુશી પણ હોય છે અને શોખ પણ! તમારી આંખોમાં આંસુ કેમ?" મિસ્ટર રોય મેધાની પાસે ઊભા રહી જાય છે.


" મારું મન કે મારું તન શું કહેવા માગે છે એ તમારે જાણવાની કોઈ જરૂર નથી. તમે મને ખરીદી છે તો કરી લો તમારી હવસ પૂરી; મારી મરજી હોય કે ન હોય તમારે શું એની ચિંતા? આ મારું કર્તવ્ય છે જે મારે હર હાલમાં નિભાવવાનું છે." મેધા રડતા સ્વરમાં ઘાયલ શેરની માફક બોલી દે છે.

" તમે પહેલા ત્યાં શાંતિથી બેસો! અને હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારી મરજી વગર કંઇપણ ખોટું હું તમારી સાથે નહિ કરું, એ તમને રોહન અનંત આજે વિશ્વાસ અપાવે છે. આ મારું સાચું નામ છે, તમે મારો વિશ્વાસ કરી શકો છો!" મિસ્ટર રોય મેધાની તરફ ભાવની નજરથી જુએ છે.

" મારો વિશ્વાસ તો મારા પોતાના પિતા, પતિ એ તોડ્યો છે તો રોહન તમારી ઉપર હું વિશ્વાસ કંઈ રીતે કરી શકું? જ્યારે મને વિશ્વાસ મારા ખુદના નશીબ ઉપર નથી." લોકોના વિશ્વાસથી તૂટી ચૂકેલી મેધા તેનું મોં નીચું કરીને કહે છે.

" ઓકે તમે વિશ્વાસ ન કરો પણ તમે શાંતિથી બેસો તો ખરા!" રોહન અનંત ખૂબ ભાવથી વિનંતી કરે છે.


રોહન અનંત મેધાની આંખોમાં પોતાની આંખો પરોવી મેધાને પોતાની ઉપર વિશ્વાસ કરાવવા માટે મથામણ કરે છે. તે મેધાને મનાવીને બેસાડી દે છે પણ હજુ સુધી મેધાનું મન રોહનનો વિશ્વાસ કરવા માટે સજ્જ ન હતું. રોહન મેધાના રૂમમાં રાખેલી મટકીમાંથી પાણી ભરીને લાવે છે અને મેધા સામે લંબાવે છે પણ મેધા પાણીના ગ્લાસને હાથ પણ લગાવતી નથી. થોડા સમય સુધી રોહન મેધાની આગળ જ આ ગ્લાસ લંબાવી રાખે છે અને આખરે મેધા આ પાણીથી ભરેલો ગ્લાસ લઈને પાણી પીવે છે. મેધાની માસૂમિયત જોઈને રોહનનું દિલ પણ પીગળી જાય છે.


" મિલ્લી મને લાગે છે ત્યાર સુધી તમે આ ધંધામાં નવા છો! પણ તમે તૈયાર નથી તો અહી કેમ? હું જાણું છું કે અહી પોતાનું અસલી નામ ન જણાવી શકાય પણ મે તો જણાવી દીધું. તમારું નામ શું છે?" રોહન અનંત ખૂબ આદર યુક્ત મેધા ને પૂછે છે.

" મેધા.." મેધા આટલું કહીને ચૂપ થઈ જાય છે.

" ઓહ પણ તમે અહી તમારી મરજી થી છો?" રોહન અનંત ફરી પ્રશ્ન પૂછે છે.

" ના..." મેધા અચકાઈને જવાબ આપે છે.

" તો અહી કઈ રીતે ?" રોહન અનંત ફરી નવો પ્રશ્ન પૂછી લે છે.

" મારી કિસ્મત અને મારું કર્તવ્ય!" મેધા શર્મિંદગી ભરી આંખોથી રોહન સામે જોઈને જવાબ આપે છે.

" શું કહેવા માગો છો, હું કંઈ સમજ્યો નહિ." રોહન અનંત આચર્યથી ફરી વખત પ્રશ્ન કરે છે.



મેધા રોહનને કંઈ જણાવે એની પહેલાંજ સવારના 5 વાગે બજાર બંધ કરવાનો સમય થઈ જાય છે. ગુડિયા બાનું એજ વખતે મેધાના બંધ દરવાજે ટકોરો મારી દે છે. મિસ્ટર રોય ( રોહન અનંત) દરવાજો ખોલવા માટે જાય છે પણ મેધના ધબકારા વધી જાય છે કેમકે જો રોહન જઈને ગુડિયા બાનુંને જણાવી દેશે કે એ તેની જરૂરિયાત પૂરી નથી કરી શકી! તો શું થશે? મેધા હજુ સુધી રોહન અનંત ઉપર વિશ્વાસ ન કરી શકી હતી.


" કેવી રહી આ રાત જનાબ ? મજા આયા ના મેરી મિલ્લી કે સાથ? અભી તો દો ઔર દિન બચે હૈ જનાબ, ફિર આના ઇસસે ભી બડિયા માલ કો મિલવાઉંગી." ગુડિયા બાનું લાલસા ભર્યા અવાજમાં કહે છે.

" અગર મુજે યહ મિલ્લી એક મહિને તક ચાહીયે તો?" મિસ્ટર રોય એક શ્વાસે પૂછી લે છે.

" જનાબ આપકો મેરી મિલ્લી ઇતની ભા ગઈ કી આપ ઉસ્કે સાથ એક મહિને તક મદહોશ હોના ચાહતે હો! ક્યાં બાત હૈ જનાબ." ગુડિયા બાનું વધુ લાલસા યુક્ત થઈને કહે છે.

" બોલો કયા ચાહીયે તુમકો એક મહિને તક? મે દેને કે લિયે તૈયાર હું!" મિસ્ટર રોય ફટાફટ પૂછી લે છે.

" થોડી ગરમી હમ કો ભી નશીબ કરવા દો જનાબ!" ગુડિયા બાનું હવસ્માં આવીને પૂછી લે છે.

" કયા ?" મિસ્ટર રોય આશ્ચર્યથી પૂછે છે.

" અરે જનાબ મે ઉસ ગરમી કી બાત નહિ કર રહી. ઔર જનાબ યહ વક્ત સહી નહિ હૈ બાત કરને કે લિયે. દો દિન બાદ મિલો ફિર સોદા કરતે હૈ મેરી હુર પરી કા! અભી આપ જાઈએ કયુકી યહ બજાર દશ મિનિટ કે બાદ બદલને વાલા હૈ. " ગુડિયા બાનું જલદીમાં હોય એવા સ્વરે મિસ્ટર રોયને કહે છે.



મેધા ઊંડા વિચારમાં પડી જાય છે કે આખરે આ રોહન અનંત મારી સાથે એક મહિનો રોકાવવા કેમ માગે છે! આખરે આના મનમાં ચાલી શું રહ્યું છે? મારે એને પૂછવું જ પડશે કે આખરે એણે જોવે છે શું? મેધા ઊભી થઈને રોહનને પૂછવા જ જતી હોય છે કે એજ વખતે રોહન ત્યાંથી પોતાની ગાડી લઈને નીકળી જાય છે. મેધા તેની પાછળ જવા માગતી હોય છે પણ તે જઈ શકતી નથી કેમકે તેને અત્યારે જે કપડાં પહેર્યા હતા એ પહેરીને બહાર નીકળવાની મનાઈ હતી.


થોડા સમય પછી ગુડિયા બાનું પાછી મેધા ઉર્ફ મિલ્લીના કક્ષમાં આવી જાય છે. મેધા આ સમયે ગુડિયા બાનુંનું બદલાયેલું રૂપ જોઈને અચંબિત થઈ જાય છે. ગુડિયા બાનું જે રાત્રે હતી એ હતી જ નહિ! ગુડિયા બાનું અત્યારે ગુડિયા બાનું નહિ પણ ગહેના બાનું હતી જે ખુબજ નીડર અને સ્વમાની મહિલા હતી. મેધાને તેની આંખો ઉપર વિશ્વાસ ન થતો હતો કે આ એજ ગુડિયા બાનું છે જે ગઈ રાત્રે તેનો સોદો કરાવતી હતી.


"ગુડિયા બાનું તમે અહી, પણ કેમ?" મેધા ડરતાં ડરતાં પૂછે છે.

" મેધા અત્યારે હું ગુડિયા બાનું નહિ પણ ગહેના બાનું છું. ભૂલથી પણ દિવસે તું મને ગુડિયા બાનુંની યાદ ન અપાવતી." ગુડિયા બાનું મેધાને સાફ કહી દે છે.

" શું પણ તમે રાત્રે કંઇક અલગ અને દિવસે કંઇક અલગ પણ કેમ?" મેધા આશ્ચર્યથી પૂછે છે.

" તે એક મોટું રહસ્ય છે જે અહી કોઈપણ જાણતું નથી, અત્યારે હું એક સુલજી અને મહેનતી મહિલા છું! જે બજારમાં સન્માનથી જીવે છે અને હું એ સન્માન ખોવા નથી માગતી." ગુડિયા બાનું ખૂબ ભાવથી મેધાને કહે છે.



To be continued.......


Instagram @ankit_chaudhary_shiv
Whatsapp :- https://bit.ly/2MpA3Mq