પોતાના કારનામા થી ખુબજ પ્રચલીત બનેલા જે કોઈ પણ વસ્તુ વેચવા ની ક્ષમતા રાખતો હતો અને પોતાની બૌદ્ધિક તાથી જેણે બધા ને ચકિત કર્યા હતા.
ઠગાઈ કરવા માં જેણે મહારથ હાંસલ કર્યું હતું તેવા mr.નટવરલાલ નું નામ મીથીલેશ કુમાર શ્રીવાસ્તવ હતું તેનો જન્મ બિહાર ના જીરાદેઇ થી નજીક એક નાનકડા ગામ બાંગડા માં 1912 ના થયો હતો.
નાનપણ થીજ ખુબજ ચપળતા મીથીલેશ માં હતી.પણ ઇતર પ્રવૃત્તિ પર ધ્યાન ના લીધે તે મેટ્રિક ની પરીક્ષા માં નાપાસ થયો હતો.પણ ફરી પરીક્ષા આપી તે વકીલાત પૂર્ણ કરી હતી.
કહેવાય છે કે મીથીલેશ થી નટવર લાલ બનવા નો સફર પ્રથમ વખત પોતાના પડોશી ને છેતરી ને શરૂ થયો પાડોશી એ ચેક આપી રૂપિયા બેન્ક માંથી કાઢી આપવા મીથીલેશ ને કહ્યું પણ એણે આપેલા ચેક ની સાથે છેડખાની કરી ચાર હજાર બેન્ક માંથી વધુ કઢાવ્યા આ વાત ની જાણ થતાં પાડોશી એ ફરિયાદ કરી તો તે ત્યાંથી ભાગી કલકત્તા જતો રહ્યો હતો.
કલકત્તા માં તેણે એક કોટન ના મોટા વેપારી ને ત્યાં નોકરી કરી સાથે તે તેમના દીકરા ને ટીવશન પણ આપતો પણ જ્યારે મીથીલેશ એ રૂપિયા માંગ્યા પણ ન મળતાં તેણે તે વ્યાપારી ની પેઢી માંથી 4.50 લાખની છેતરપીંડી કરી ભાગી ગયો..
હવે તેણે નવી દુનિયા જોઇ લીધી હતી.તે એક નવા વિચારો ને લઈ આગળ વધવાનું વિચારી ચૂકયો હતો.તેના માટે કોઈની પણ સહી કરવી ડાબા હાથ નો ખેલ બની ગયો હતો.અને તેને વેશ ભજવવવા માં તો કોઈપણ ન પકડી શકે તેમ હતું.
નટવર લાલ બધા માટે ઠગ હતો પણ તેમના ગામ ના લોકો તેને ભગવાન માનતા તે ગામ લોકો નો મસીહા હતો.એટલેજ તેના ગામ વાળા mr.. નો ઉપનામ આપેલો
Mr. નટવર લાલ એ ત્રણ વખત તાજ મહેલ, બે વખત લાલ કિલ્લો,એક વખત રાષ્ટ્રપતિ ભવન અને એક વખત સાસદભવન પણ વેચી નાખ્યો હતો...!!!
Mr. નટવરલાલ એ ઐતિહાસિક ઇમારતો ને વિદેશી લોકો ને વહેંચી હતી.અને તે પણ પુરા દસ્તાવેજો ડૂબલિકેટ બનાવી ને.. હમેશા સમાચાર પત્રો થી દેશ વિદેશ ની પૂરતી માહિતી સમજી ક્યારેક ઉદ્યોગપતી, સમાજ સેવક કે એનજીઓ ના નામે તે મોટામોટા રાજ નેતા,ઉદ્યોગપતિઓ ને તે આરામ થી છેતરી જતો.તેણે પ્રસાશન ના નાક માં દમ કરી નાખ્યું હતું આઠ રાજ્યો માં ઠગી કરી હતી જેમાં રાજસ્થાન,ઉત્તર પ્રદેશ,બિહાર,બંગાળ,દિલ્હી,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર નો સમાવેશ હતો.
Mr. નટવરલાલ પર 150 કેસ નોંધાયેલા હતા જેમાંથી 9 કેસ
નો ફેંસલોઃ આવેલો તેને 109વર્ષ ની સજા કરાઈ હતી .તે કાનપુર માંથી પકડાયા હતો.જ્યાં તે જ્વેલર્સ માંથી ઠગાઈ કરવા ગયો હતો.પણ વ્યાપારી હોશિયાર નીકળતા તેણે પોલીસ બોલાવી તેને પકડાવ્યો હતો.
કોર્ટ માં જજ ને પણ mr.નટવર લાલ એ ચકિત કર્યા હતા.જજ એ પૂછ્યું કે તમે આમ કેવી રીતે કરો છો.નટવર લાલ એ કહ્યું એક રૂપિયો આપો તો કહું જજ એ એક રૂપીયો આપ્યો ત્યારે mr.નટવરલાલ એ કહ્યું હું માગું છું લોકો આપીદે છે.બસ હું કોઈને નુકશાન નથી પહોંચાડતો એવું કહી સ્મિત હાસ્ય આપેલું.
આવીજ અનેકો વાતો છે જે આજે પણ mr.નટવરલાલ ને યાદ કરવા પર મજબુર કરી દે છે.
રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે mr.નટવર લાલ દિલ્હી માં એક ઘડિયાળ ના વેપારી પાસે ગયો અને પોતાને વિતમંત્રી નો પર્સનલ આસિસ્ટન (pa) બતાવી અને કહ્યું રાજીવ ગાંધી એ વિદેશી મહેમાનો મળવા આવ્યા છે.તેમને ગિફ્ટ આપવાની હોઈ 98 ઘડિયાળ ની ખરીદી કરવી છે.
તમારા માણસ ને સાથે મુકો હું પેમેન્ટ કરવી આપું છું બિલ અને સ્ટાફ ના માણસ સાથે નોર્થબ્લોક માં જઈ 35હજાર નો ડિમાન્ડ ડ્રાફ્ટ આપી તે ઘડિયાળ લઇ આવ્યો બીજા દિવસે બેન્ક માં જતા આ ડ્રાફ્ટ ડૂબલિકેટ હોવાનું આ વ્યાપારી ને ખબર પડી હતી..
આવી અનેકો ઘટના ઓ છે.કેટલી તો રેકોડ માં પણ નથી પણ આ ઠગ ના જીવન ના અનેકો ઠગી નો ઉલ્લેખ હિન્દી ફિલ્મો માં કરાયો છે. 1996 માં દિલ્હી સ્ટેશન પર mr. નટવરલાલ જોવા મળ્યો હતો..
✒️અજય ખત્રી