સાહસની સફળતા
સિદ્ધાર્થ અને આર્યા ઓફિસની ચેમ્બરમાં બેઠા હતા. અને માથે હાથ મૂકી પરિસ્થિતિને કોસતા હતા.
સિદ્ધાર્થ - આર્યા આ બધું શુ થઈ ગયું? આપણે ન ધારી કે ન વિચારી હોય તેવી આ તકલીફે આપણું જીવન, આપણો બિઝનેસ, આપણી રેપિટેશન ડૂબવાના આરે છે. અને આપણી પાસે પૈસા નથી. અને ઇન્વેસ્ટર્સ પૈસા માંગે છે. હવે આપણે શુ કરશુ?
આર્યા - તમે વધારે ટેન્શન ન લો આપણે બધા છીએ તો કંઈ ને કંઈ કરી લઈશું. આમ હિંમત ન હારશો. તમે શાંતિથી બેસી જાવ. હું તમારા માટે પાણી લઈ આવુ છું.
સિદ્ધાર્થ - કેમ ટેન્શન ન લઉં આર્યા આજે મારી ઇન્વેસ્ટર્સના સવાલોનો જવાબ પણ નથી.
અચાનક બધા ઇન્વેસ્ટર્સ ઓફીસની બહાર ભીડ લગાવી દે છે. અને સિદ્ધાર્થ અને આર્યાના નામની બૂમો પાડે છે.
સિદ્ધાર્થ સર અમારા પૈસા આમને આપી દો જો તમારો બિઝનેસ ચાલે એમ જ નહતો તો પછી અમારા પૈસા શા માટે લીધા? અમારા પૈસાનું રોકાણ કરી તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. અને આજે તમારે બિઝનેસમાં પુરા 500 કરોડનો લોસ થયો છે.
હવે અમે શુ કરીએ? કોની પાસે જઈએ? અમે ઘર પરિવાર વાળા માણસો છીએ. અમારા ઘરમાં ખાવા પીવાના પૈસા પણ નથી. છોકરાઓના કપડાં તેમની સ્કૂલ ફી એ બધું અમે ક્યાંથી કરશું? સર હવે જલ્દી કંઈક કરો નહીંતર અમારે ઘર મૂકી અને ઝૂંપડી બાંધી અને રહેવાના દિવસો આવશે. પ્લીઝ સર જલ્દી કરો.
સિદ્ધાર્થ - આર્યા આ બધાને હવે મારે શુ જવાબ આપવો હવે હું બહાર જઈશ તો તેઓ કેટલાય સવાલો કરશે અને હું એમને જવાબ આપી શકું એમ છું નહિ.
આર્યા - તમે ચિંતા નહિ કરશો હું કંઈક કરું છું. આર્યા પછી બહાર આવે છે.
ઇન્વેસ્ટર્સ - મેમ સર કેમ બહાર આવતા નથી? અને કંઈ જવાબ પણ આપતા નથી. હવે અમે કોને ફરિયાદ કરીએ? અમારી પરિસ્થિતિ સાવ ખરાબ અમે અમારા ઘરે શુ જવાબ આપીએ? તમે તો અમને સરખો જવાબ આપો.
આર્યા - હા હા અમારે બિઝનેસમાં લોસ ગયો છે પણ અમારી કંપની ઉઠી ગઈ નથી. થોડો સમય પ્રોબેલેમ ફેસ કરવાનો છે. અને આ આપણે સૌએ સાથે મળીને કરવાનો છે. અને સૌનો સહકાર અને હેલ્પ હશે તો આ પ્રોબ્લેમ જાજો સમય ટકી શકશે નહિ. બોલો તમે બધા અમારા આ કસોટીના સમયમાં સાથ અને સહકાર આપશોને? જુઓ થોડો સમય કસોટીમાંથી નીકળી જશુ પછી તમને તમારા પૈસા મળી જશે. 'પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેંન્સ' પ્લીઝ
ઇન્વેસ્ટર્સ - ઠીક છે મેમ તમારી વાત માની લઈએ છીએ. અમે 6 મહિનાનો સમય તમને આપીયે છીએ. 6 મહિનામાં જોઈ લઈએ કે શુ થાય છે? આઈ હોફ બધું ઠીક થઈ જશે.
આર્યા - થેન્ક યુ, થૅન્ક યુ વેરી મચ
પછી બધા ચાલ્યા જાય છે. અણ આર્યા કેબિનમાં અંદર આવે છે.
સિદ્ધાર્થ - શુ થયું?
આર્યા - મેં તેમને સમજાવ્યા અને તેઓ સમજી ગયા તેમણે 6 મહિનાનો ટાઈમ આપ્યો છે.
સિદ્ધાર્થ - શુ રિયલી થૅન્ક ગોડ 6 મહિનાનો ટાઈમ આપણા માટે ઘણો છે.
આર્યા - હા 6 મહિનામાં આપણે બધું ઠીક કરી દઇશુ.
સિદ્ધાર્થ - આર્યાનો હાથ પકડે છે. હા આર્યા થૅન્ક યુ કે તે બધું સંભાળી લીધું. ખરેખર તે મને, મારાં ઘરને અને બિઝનેસ બધું જ સાચવ્યા છે. એ પણ મારાં કરતા સારી રીતે.
આર્યા - એમાં શુ એ તો મારે કરવું જ જોઈએ એ મારી ફરજ છે.
અને ધીરે ધીરે સમય પસાર થાય છે. અને એકવાર સિદ્ધાર્થની કંપનીમાં મિસ્ટર શર્મા અને તેમના વાઈફ બિઝનેસ ડીલ માટે આવે છે.
સિદ્ધાર્થ - આર્યા આજની મિટિંગ વ્યવસ્થિત રીતે થઈ જાય તો સારું અને આ ડીલ આપણને મળે તો બધા ઇન્વેસ્ટર્સના પૈસા ચૂકવાય જશે.
આર્યા - હા એમ જ થશે. વિલ વી ગુડ વર્ક ટુમોરો એન્ડ હેવ અ ગ્રેટ ડે.
પછી બંને મિટિંગ હોલમાં જાય છે. અને મિસ્ટર શર્મા અને તેમના વાઈફ મિટિંગ માટે આવી જાય છે. અને તેમનું સ્વાગત કરવામાં આવે છે. અને પછી મિટિંગ શરૂ થાય છે. અને આર્યા મિટિંગમાં પ્રેઝન્ટેશન આપે છે. અને તેનું પ્રેઝન્ટેશન જોઈ મિસ્ટર શર્મા અને તેમના વાઈફ ઈમ્પ્રેસ થઈ જાય છે.
મિસ્ટર શર્મા - વાવ આપના વાઈફનું પ્રેઝન્ટેશન માઈન્ડ બ્લોઇંગ છે. તેઓ મલ્ટી ટેલેન્ટેડ છે. ઘર સાથે બિઝનેસ સાંભળે છે.
સિદ્ધાર્થ - યુ આર રાઈટ મિસ્ટર શર્મા મારી વાઈફ મલ્ટી ટેલેન્ટેડ છે. તેને ઘણી બધી બાબતો એક સાથે હેન્ડલ કરતા આવડે છે.
મિસ્ટર શર્મા - મને આ ડીલ મંજુર છે. અને ડીલનું એડવાન્સ પેમેન્ટ અમે આજે ચૂકવી લઈશું અને બાકીનું પછી ચૂકવી દઈશું. આજે એગ્રીમેન્ટ સાઈન કરી લઈએ.
સિદ્ધાર્થ - વાય નોટ ગો ફોર ઇટ
પછી એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવે છે. અને સૌ ડિનર માટે જાય છે. અને મિસ્ટર શર્મા અને તેમના વાઈફ ચાલ્યા જાય છે.
સિદ્ધાર્થ અને આર્યા બધાના ગયા પછી ચેમ્બરમાં આવે છે.
આર્યા - કેમ સિદ્ધાર્થ મેં કહ્યું હતું ને કે બધું ઠીક થઈ જશે. અને આજે ઈશ્વરે આપણી પરીક્ષા લીધી તેનું વળતર મળી ગયું.
સિદ્ધાર્થ - હા તારી વાત સાચી છે આર્યા તે કહ્યું હતું તેમ આજે બધું જ ઠીક થઈ ગયું છે. થૅન્કસ અગેઇન કે તે બધું હેન્ડલ કરી લીધું.
આર્યા - મેં નહિ આપણે બંને એ બધું હેન્ડલ કરી લીધું છે. તમે પણ ખુબ મહેનત કરી છે. બિઝનેસને ફરીથી ઉભો કરવા માટે.
સિદ્ધાર્થ - તારું મન અને હ્રદય મોટા છે. બાકી આ બધું તારા થાકી જ થઈ શક્યું છે. અને દરેક સ્ત્રીની એ મહાનતા છે કે તે પોતાની મહેનતથી પુરુષને સક્સેસ અપાવે છે. અને તે સક્સેસ માટે નો તમામ શ્રેય પુરુષને આપે છે. ભલે સ્ત્રી તનતોડ મહેનત કરે અને બધી જ તકલીફ સહન કરે છતાં તે બધું જ સંભાળી લે છે. અને પોતાની જાતને ક્યારેય પણ તે સફળતા માટેનું ક્રેડિટ લેતી નથી. પણ ખરેખર આ બધી સકસેસ તુ ડિઝર્વ કરે છે.
આર્યા - ના આ આપણા બંનેની સકસેસ છે. તમે પણ દિવસ રાત મહેનત કરી મને પ્રેઝન્ટેશન રેડી કરવામાં હેલ્પ કરી અને તેથી જ બધું થયું છે.
પછી આર્યા સિદ્ધાર્થના ગળે લાગે છે. અને બંને ખુશ થાય છે. અને બંને ઘરે જાય છે. અને અહીં સમસ્યા સામે એક સ્ત્રીની સહાય અને સૂઝથી વિખરાઈ ગયેલી પરિસ્થિત વ્યવસ્થિત અને સુમેળ ભરી બની જાય છે.
લેખન - જય પંડ્યા