Mission 5 - 37 - The last part in Gujarati Science-Fiction by Jay Dharaiya books and stories PDF | મિશન 5 - 37 - છેલ્લો ભાગ

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

મિશન 5 - 37 - છેલ્લો ભાગ

અંતિમ ભાગ શરૂ

..................................... 

"હવે તો હું શું ખાઈશ મારો જ હાથ ખાઈ લવ તો કેમ રહેશે ના હું મારો જ હાથ ના ખાઈ શકું અને હું તો જીવતો છું એટલે કાંઈ નહિ હું મરી જાવ પછી મારો હાથ ખાઈ લઈશ" જેકે પોતાને જ મનોમન કહ્યું અને હવે આ વાક્યોથી સમજી શકાતું હોય છે કે તેની માનસિક હાલત પણ ક્યાં સુધી ખરાબ થઈ ગઈ હોય છે. 

તેને અહીંયા આ મહાસાગરમાં જ આવી રીતે દોઢ વર્ષ નીકળી ગયું હતું અને તે હવે એજ આશાએ હતી કે ક્યારે તે ઘરે પહોંચશે. અને એટલામાં જ એક દિવસે તેને એક મોટી બોટ દેખાઈ ગઈ. 

"પેલી તો કોઈ મોટી બોટ જતી લાગે છે લાવ મને કહેવા દે આ લોકોને!! પ્લીઝ હેલ્પ!પ્લીઝ હેલ્પ મી" જેકે બૂમ પાડી પણ અને સામે તે બોટ વાળા વ્યક્તિઓએ પણ જેક ને જોયો પણ તે લોકો ત્યાંથી નીકળી ગયા અને આ જોઈને જેક રડવા લાગે છે અને હવે તેની પાસે ઘરે પહોંચવાની કોઈ આશા હોતી નથી. પણ છતાં જેક હિંમત હારતો નથી. અને એક રાત્રે જેક જ્યારે પોતાની હોડી ઉપર શાંતિથી બેઠો હોય છે ત્યારે એક જોરદાર તોફાન સમુદ્રમાં આવે છે અને ત્યાં જેક ની હોડી સમુદ્ર માં ઉંધી પડી જાય છે પણ જેક જેમ તેમ કરીને એ હોડી ને સીધી કરીને પાછો હોડી ઉપર આવે છે અને બેસી જાય છે જેક નું પૂરું શરીર હવે ઠંડી થી ધ્રુજતું હોય છે. અને બીજી તરફ નિકિતા, રિક અને મિસ્ટર ડેઝી પણ જેક વિશે વિચારીને એકદમ દુઃખી હોય છે. 

"અરે મિસ્ટર ડેઝી આપણે અહીંયા આવ્યા ત્યારબાદનો જેક આવ્યો જ નથી તેને પણ બે વર્ષ નીકળી ગયા પણ જેક ના આવ્યો" નિકિતા એ મિસ્ટર ડેઝી ને કહ્યું. 

"અરે નિકિતા મારે તને શું કહેવું પણ જેક નથી આવ્યો તેના દોઢ વર્ષ થઈ ગયા હવે જેક પાછો નહિ આવે" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"અરે ના મિસ્ટર ડેઝી મને વિશ્વાસ છે કે મારો જેક જરૂરથી આવશે" નિકિતા બોલી. 

"જો નિકિતા હું તો માત્ર એક વાત કહીશ કે બે વર્ષ પછી પણ જેક ની રાહ જોવી એ એકદમ મૂર્ખાઇ ભર્યું જ છે કારણ કે હજુ સુધી આવા ઘણા કેસો બનેલા છે અને જેમાંથી માત્ર બે ટકા લોકો જ મળી આવેલા છે અને એ પણ સામાન્ય રીતે ખોવાયેલા લોકો બાકી આપણો જેક તો કેવી રીતે ખોવાયો એ આપણને પણ ખબર છે જ્યારે બે વર્ષ પહેલા પેલો પદાર્થ નાખીને આપણે બધા અહીંયા આવ્યા ત્યારે પાછળ પાછળ જેક અને નેવીલ પણ આપણી પાછળ જ આવ્યા હતા એટલે હવે જેક બે રીતે ખોવાઈ ગયેલો હોવો જોઈએ. પહેલા તો એ ટાપુ ઉપર જ રહી ગયેલો હોવો જોઈએ ટેલીપોર્ટ નો સમય પૂરો થઈ જવાના કારણે અને બીજો મુદ્દો એ કે કદાચ એ આપણી પાછળ ટેલીપોર્ટ થવા આવ્યો પણ હોય તો વરચે જ કોઈ ટેક્નિકલ ખામી આવી ગયેલી હોવી જોઈએ અને જેનાથી એ અહીંયા અવવાને બદલે કોઈ બીજા સ્થળ ઉપર પણ ભૂલ માં જતો રહ્યો હોય. એટલે એમાં આપણે કાંઈ પાક્કું કહી ના શકાય" રીકે નિકિતાને સમજાવતા કહ્યું. 

"છતાં તમે લોકો ભલે ગમે તેટલી સમજાવો પણ મારું મન અને દિલ તો એમ જ કહે છે કે જેક જરૂરથી મને મળવા આવશે અને આ હું એટલે કહું છું કારણ કે ઘણા વર્ષો પહેલા આમ એક વ્યક્તિ એક ટાપુ ઉપર ફસાઈ ગયેલો અને ત્યારે એ વ્યક્તિ પૂરા છ મહિના સુધી ત્યાં રહ્યો અને છેવટે તેને બચાવવા આવ્યો અને આવું માત્ર એક ઉદાહરણ નથી પણ ઘણા બધા લોકો છે જે આવી રીતે ખોવાઈને પાછા આવ્યા હોય અને જો એ લોકો ખોવાઈને પાછા આવી શકતા હોય ને તો મારો જેક તો એ લોકો કરતા ખૂબ જ હોંશિયાર છે એટલે મારું દિલ તો મને એમ જ કહે છે કે એક દિવસ જેક જરૂર આવશે" નિકિતાએ પોતાના દિલ ને સમજાવતા બધાને કહ્યું. 

બીજી તરફ જેક કુદરતના કહેર સામે ઝઝૂમી રહ્યો હોય છે. અને સમુદ્રમાં તોફાન આવવાને કારણે તેની હોડી પણ તણાઈ જાય છે. અને પાણી એકદમ ઠંડુ હોવાને કારણે જેમ બૅહોંશ થઈ જાય છે અને જ્યારે તેની આંખ ખૂલે છે ત્યારે તે એક આઇલેન્ડ ઉપર આવ્યો હોય છે અને એક વ્યક્તિ જેક ને જગાડવાની કોશિશ કરી રહ્યો હોય છે. 

"હું ક્યાં છું?" જેક બોલ્યો. 

"તમે સહી સલામત જગ્યા ઉપર છો ચાલો હવે ઉભા થાવ અને આ ગરમ પાણી પી લો" અજાણ્યો વ્યક્તિ બોલ્યો. 

"થેન્ક યુ" આટલું કહીને જેક પોતાની આજુબાજુ જોવે છે ત્યાં તેણે ઘણા બધા ઝાડ અને પોતાની ઘર પાસે આવેલું એક ટાવર દેખાયું. આ જોઈને જેક ખૂબ જ ખુશ થઈ ગયો અને તે તરત જ પોતાના ઘરે પોતાની પત્નીને મળવા જતો રહ્યો. 

"અરે પ્લીઝ દરવાજો ખોલો, હું આવી ગયો છું" જેકે પોતાના ઘરનો જ દરવાજો ખખડાવતા કહ્યું. 

"અરે જેક તું આવી ગયો, હું કહેતી હતીને કે જેક આવી જશે. જેક તું કેમ છે, તને કોઈ તકલીફ તો નથી થઈને?" નિકિતા જેકને ભેટીને રડતા રડતા બોલી. 

"અરે મારી હાલત જોતા તમને શું લાગે છે?" જેક હસતા હસતા બોલ્યો. 

જેકે પોતાના આ સમય દરમિયાન પોતાની સાથે થયેલી ઘટનાઓ જણાવી અને છેવટે આટલા વર્ષો બાદ જેક પોતાના ઘરે આવી ગયો અને એક સ્પેસના મિશને જેકની અડધી જિંદગી પલટી નાખી. ત્યારબાદ જેકને બેસ્ટ સાયન્ટિસ્ટ નો એવોર્ડ મળ્યો. સાથે તેણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી. જેક સાથે મિશન 5 માં જોડાયેલ તમામ લોકોને ઈજ્જત સાથે પાંચ પોતાના લાયસન્સ આપવામાં આવ્યા. અને બધા લોકો પોતાના સપનાને જીવ્યા. 

.................................... 

મિશન 5 - અંતિમ ભાગ પૂર્ણ

.................................... 

મિત્રો હું જય ધારૈયા આશા રાખું છું કે તમને મારી આ નોવેલ મિશન 5 પસંદ આવી હશે. જો તમે આ પૂરી નોવેલ છેલ્લે સુધી વાંચી છે તો તમે તમારો કિંમતી અભિપ્રાય મને મારા Whstapp Number. 8320860826 પર આપી શકશો. 

નોવેલ વાંચવા માટે અને સાથ અને સહકાર બનાવી રાખવા માટે બધા વાંચકમિત્રોનો દિલથી આભાર. 

હવે મળીશું પાછી એક નવી નોવેલમાં. ત્યાં સુધી બધા વાંચકમિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. 

..................................