Short stories in Gujarati Moral Stories by _RishiSoni_ books and stories PDF | ટૂંકી વાર્તાઓ

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ટૂંકી વાર્તાઓ



1)દરવાજાના ટકોરે

રક્ષાબંધન ના દિવસે મને ભાઈ નો ફોન આવ્યો પણ અવાજ કોઈક બીજા નો આવ્યો "હલો કોણ?"મેં પુછ્યું
સામેથી જવાબ આવ્યો "તમારા કોઈક સગા નું એક્સિડન્ટ થયું છે "ફોન કટ.....મને થયું કે ભાઈ એ મજાક કરી. એટલે બઉ ધ્યાન ન દીધું એ વાતને
તે જ સમયે દરવાજે ટકોરા થયા. મેં પુછ્યું કોણ?
જવાબ ન આવ્યો એટલે કી - હોલ માં જોયું તો ભાઈ. મેં દરવાજો ખોલ્યો ..ભાઈ તું આવ ટાણે આવ્યો મારી માટે રાતે ..જો કેટલા વાગ્યા ... રાતના 11 વાગ્યા છે.. ભાઈએ કીધું કે જો બેન આવી ગયો ને રક્ષાબંધન પુરી થયાં પહેલા... મેં ભાઈ ને પાણી પાયું થોડી અલક મલક ની વાતો બાદ મેં ભાઈ ને રાખડી બાંધી ...
સવારે………
ભાઈ ક્યાં ગયો?
મારા મનમાં સવાલ થયો
મેં પપ્પાને ફોન કર્યો
હું:પપ્પા ભાઈ રાતે આવ્યો તો
પપ્પા:શું ?ભાઈ રાતે ત્યાં આવ્યો હતો? એવું બની જ ન શકે.
હું:પણ તમે આવું શા માટે કહો છો?
પપ્પા:(રોતા... રોતા)તારા ભાઈ નું રાતે એક્સિડન્ટ થયું.
મેં કાલે તને ફોન તો કર્યો તો...
હું:હા પણ મને એમ કે મજાક કરી હશે.. ભાઈ ને કંઈ થયું તો નથી ને..
પપ્પા:દવાખાને પહોંચવા માં મોડું થયું...એટલે તારો ભાઈ..... અત્યારે આપણી વચ્ચે નથી...
હું:પપ્પા એવું કાંઈ નથી રેવાદો.. કાલે રાતે તો ભાઈ આવ્યો તો..
પપ્પા:હવે તું જલ્દી ગામડે પહોંચ..ભાઈ ને અગ્નિદાહ દેવાનો છે..છેલ્લી વાર મળી લે ભાઈને
હું: હા હું પહોંચું છું

ફોન મૂકે છે..

તો રાતે ઘરે આવ્યું તે કોણ હતું.....



2)ઝીંદગીનું રિઝલ્ટ

મહેશભાઈ ના પરિવાર માં પત્ની રમાબહેન અને સંતાન માં દિકરો રીષી આ તેમનો સંપૂર્ણ પરિવાર. સામાન્યરીતે બધા પુરુષોને વ્યસન તો હોય જ(અમુક લોકોને બાદ કરતાં મારી ગણતરી સાચી હોય તો 100 માંથી 80 લોકો વ્યસન નો શિકાર હોય જ છે)આમ મહેશભાઈ ને તંબાકુ નું વ્યસન . તેમની પત્ની અને દીકરો કેટલું કરે છતાં તેઓ વ્યસન મુક્તિ થાય જ નહીં. હવે થાકીને રમાબહેને કહેવાનું જ બંધ કરી દીધું. આજે રીષી નો 10 માં ધોરણમાં પહેલો દિવસ હતો. અને પરિણામ પણ હતું.(સામાન્ય રીતે પાછલા ધોરણનું રિઝલ્ટ આગલા ધોરણ ના પહેલા દિવસે મળે.)


થોડા સમય પછી.....


રીષી ઘેર આવ્યો ....મમ્મી હું આવી ગયો એવી બૂમ પાડીને ... મમ્મી પાસે ગયો .


રમાબહેન: રીષી ચાલ હાથ પગ ધોઈ લે જમવાનું તૈયાર જ છે.

રીષી : હા પણ એ બધું પછી પણ પહેલા આંખો બંધ કર મારે તને સરપ્રાઇઝ દેવી છે.

રમાબહેન : એમ તો ચાલ આંખ બંધ કરી જ દવ..

રીષી: મમ્મી સરપ્રાઈઝ...

રમાબહેન:(આંખો ખોલીને)અરે આ તો રિઝલ્ટ છે ..ચલ તો જોઉં કે કેટલા ટકા આવ્યા... અરે વાહ!આ તો 95%આ આવ્યા છે અને પહેલો નંબર પણ.... લાવ તારા પપાને ફોન કરીને કહું ...રીષી:અરે ના મમ્મી.. તારે પપ્પા નું વ્યસન છોડાવવું છે ને તો મારી પાસે એક સરસ પ્લાન છે...


થોડીવાર પછી...

ઘરનો ડોરબેલ વાગે છે

મહેશભાઈ ઘરે આવે છે ને જુવે તો ઘરમાં અંધારું અને કોઈપણ દેખાતું નથી .લાઈટ શરૂ થાય છે .ઘર ડેકોરેટ કરેલું હોય છે.. રમાબહેન માંડીને બધી જ વાત કરે છે...

મહેશભાઈ:અરે બેટા બોલ આજે તારે શું જોઈએ છે..

રીષી:કાઈ નહીં પપ્પા બસ એટલું જ કે આજથી તમે વ્યસન છોડી દેશો..

મહેશભાઈ:બસ એટલું જ હાલો તો પાકી પ્રોમિસ કે આજ પછી હું તમાકુ ના ખાવ ...

પરંતુ ખુશી વધારે સમય ટકતી નથી અચાનક મહેશભાઈ ની તબિયત લથડે છે મહેશભાઈ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને જરૂરી રિપોર્ટ કાઢવામાં આવે છે.. મહેશભાઈ ને કૅન્સર નું લાસ્ટ સ્ટેજ હોઈ છે. થોડા દિવસોમાંજ મહેશભાઈ મૃત્યુ પામે છે....


કેટલાંક વર્ષો બાદ.... આજે રીષી કેન્સર નો ડોક્ટર હોઈ છે.. તેણે પ્રણ લીધો છે કે હવે તેની પાસે આવતા લોકો જેને કોઈ પણ જાતનું વ્યસન હોઈ તેનું વ્યસન છોડાવશે.. ઘણા વ્યસનમુક્તિ કેમ્પ ખોલે છે... આજે એક સફળ ડૉક્ટર છે પરંતુ પિતાની ખોટ બહુ સાલે છે....


સમાપ્ત


3)હું અલ્લડ હતી...

"જિયા ઓ જિયા,નીચે આવ તો અંકલ આવ્યા છે"જિયા ના મમ્મી રાગીનીબેન બોલ્યા...


"આવું રાગીણીબેન"જિયાએ મસ્તીમાં કીધું ...


અંકલે સાંભળી લીધું એટલે ગુસ્સામાં બોલ્યાં,"કોઈ મોટી ઉંમરના વ્યક્તિ ને આમ બોલવાય નામથી અને એ પણ તારા મમ્મીને."


ત્યાં જિયા પહેલેથી જ ગુસ્સામાં રહેલી રૂમમાંથી બહાર આવતા ગુસ્સા સાથે બોલે છે બોલે છે,"પહેલા ક્યાં ગયા હતા અંકલ;પપ્પા ગુજરી ગયા ત્યારે તો તમે મને આવું કંઈ ન શીખવાડવા આવ્યા ખાલી 13 વર્ષની હતી ત્યારે મારે પણ પપ્પાનો પ્રેમ જોઈતો હતો...મારેય પપ્પા પાસે જીદ કરવી હતી...એકદમ મસ્તીખોર અને અલ્લડ મિજાજી એ જિયા 10 વર્ષ પહેલાં એના પપ્પા સાથે જ મરી ગઈ...હવે હું જીવું છું તો ખાલી મમ્મી માટે અને હા અમારે બંનેને આવા ખોકલા સમાજના લોકો સાથે કાઈ જ લેવાદેવા નથી સો પ્લીઝ અહીંયાંથી જશો અને હવે પછી આવતા નહીં."


ત્યાં જિયાના અંકલ જિયા પર હાથ ઉપાડે છે પણ અંકલ નો હાથ રોકતા જિયાના મમ્મી બોલે છે,"સાચું જ કહે છે જિયા ત્યારે તો તમે મને દોશી માનતા હતાને એમની મૃત્યુ પાછળ અને હવે હક જાતાવવા આવો છો,જ્યારે જિયાના પપ્પા ગયા ને તમે સંબંધ તોડ્યો ને ત્યારથી જ કોઈ લેવાદેવા નથી તમારી સાથે અને હવે પછી અહીંયા કે બીજે ક્યાંય પણ મને કે મારી દીકરીને હેરાન કર્યા ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય."


આમ વાત કર્યા બાદ રાગીનીબેને દરવાજો બંધ કર્યો અને માં-દીકરી એકસાથે ખુશીથી રહેવા લાગ્યા..