Neha's Pari's Sarang - 2 - 2 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | નેહાની પરીનો સારંગ સીઝન 2 - 2

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

નેહાની પરીનો સારંગ સીઝન 2 - 2

Season 2 Epiosde 2

સીઝન 2 એપિસોડ 1 કહાની અબ તક: સારંગ અને પરી રાહતની શ્વાસ લે એ પહેલા જ ન થવાનું થઇ ગયું! નેહાએ ગન પહેલા ખુદ પર અને પછી દાસ અડવાણીના કલીગ ને પોઇન્ટ કરી! સૌના આશ્ચર્ય વચ્ચે જ એણે દાસ અડવાણીના કલીગ ને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગઈ. દાસ સહિત સૌ સારંગ ની ઓફિસે પહોંચ્યા. ત્યાં જતાં જ પરી ને નેહા એ કહ્યું કે એના નાના ભાઈ ઉપેન્દ્ર ને જીવતો જોઈતો હોય તો સારંગ ને એણે સોંપી દે! નેહા ને કોઈ પણ સંજોગોમાં સારંગ જોઈએ છે! એણે પરી ને એક દિવસના સમય વિચારવા માટે આપ્યો. એ એક દિવસ દુનિયાના બધા જ ગમ ભૂલીને સારંગ અને જીવી લેવા માગતા હતા. એમને ફિલ્મ જોઈ સાથે ફર્યા વાતો કરી અને એમની આખી લાઇફ ને એક જ દિવસમાં જીવી લીધાનું મહેસૂસ કર્યું. પણ હવે સમય પૂરો કાલ થઈ ગઈ હતી.

હવે આગળ: "જો, આપણે ગમે તેવી સિચ્યુએશન માટે તૈયાર રહેવું જોઈએ!" સારંગ એ પરી ને કહ્યું.

"હા... સર, નેહાએ બધી જ હદ પાર કરી દીધી છે! એ પાગલ થઈ ગઈ છે!" પરી એ કહ્યું.

🔵🔵🔵🔵🔵

સૌ જગ્યાએ પહોંચી ગયા. ત્યાં ઘણું જ અંધારું હતું. આ વખતે સારંગ એ પરી નો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો.

બંને અંદર દાખલ થયા. ત્યાં અંધારું હતું પણ રૂમની વચ્ચે ઉપેન્દ્ર એક ખુરશીમાં બંધાયેલો હતો.

"પરી દીદી, પરી દીદી, મને બચાવી લો!" એ બોલ્યો.

"હા... હું આવી ગઈ છું ને તને કઈ જ નહિ થાય! તું ચિંતા ના કર!" પરી એ બને ત્યાં સુધી સ્વસ્થ થઈને કહ્યું. એણે એની દોરીથી છોડ્યો અને એણે સિનેથી લગાવી દીધો.

"સર, નેહા અહીં જ હશે!" પરી એ હળવેથી કહ્યું.

"હા..." સારંગ એ કહ્યું.

એટલામાં નેહા દાખલ થઈ એણે કાળા કપડાં પહેર્યા હતા. એની હાથમાં ગન હતી.

"મિસ્ટર સારંગ ભટ્ટ, ખુદ કો મુજે તું સોંપ દે!" નેહા એક લય માં ગીત ગાઈ રહી હતી.

"મિસ્ટર સારંગ ભટ્ટ, મે કહેલું ને તમને કે આઇ વિલ મેક ઇટ હેપન એમ!" નેહા એ એક ખુમારીથી કહ્યું.

"દેખ નેહા, તું મારા આ શરીર ને લઇ શકે છે પણ મારું દિલ તો હંમેશા પરી માટે જ ધડકતું હતું, ધડકે છે અને હંમેશા ધડકતું જ રહેશે!" સારંગ એ કહ્યું.

"ફિલ્હાલ તો આ દિલ સહિત આખુંય તારું શરીર આ નેહાનું જ છે!" એણે જોરથી હસીને ઘર ગુંજવી દીધું.

પરી એ તો આ અશ્લીલ વાતો ઉપેન્દ્ર ના કાને ના પડે એમ એના કાનને બંધ કરી દીધા હતા. એ નહોતી ચાહતી કે એની બહેનના સંસ્કાર નો એક છાંટો પણ એના નાના ભાઈ પર પડે!

"મને ખબર જ હતી, પરી ઉપેન્દ્ર ને બહુ જ લવ કરે છે એટલે એ એના માટે અહીં આવશે જ!" નેહાએ કહ્યું.

"શેમ ઓન યુ!" પરી બોલી.

"પોતાની જ બહેનના બોયફ્રેન્ડ ને લેવા માટે પોતાની જ બહેન ને પોતાના જ ભાઈનું કિદનેપિંગ કરતા તને શરમ ના આવી!" પરી બોલી.

"લવ ઈઝ અ ગેમ, બેબી!" નેહા બોલી.

"નો લવ ઇઝ નોટ આ ગેમ, ઇટ ઇઝ ધ મોસ્ટ લવલી ફિલિંગ ઓફ ધ વર્લ્ડ!" સારંગ એ પરી તરફ જોતા અને એના સંદર્ભે કહ્યું.

અચાનક જ નેહા ઉપર કોઈ અજાણ્યા નંબરથી કોલ આવ્યો - "તારે તારા મમ્મી - પપ્પા ને સુરક્ષિત જોવા હોય તો સારંગ, પરી અને ઉપેન્દ્ર ને મારે હવાલે કરી દે!" નેહાનો ચહેરો રીતસર ફિક્કો થઈ ગયો.

"પરી, મોમ અને ડેડ ને કોઈ એ કીડનેપ કઈ લીધા છે! અને એ હવે તને ભાઈ અને સારંગ ને બદલામાં માગે છે!" નેહાની આંખો માં આંસુ હતા. એણે ઉપેન્દ્ર ના પરીના લવનો ફાયદો ઉઠાવ્યો તો હતો પણ એણે ક્યારેય નહોતું વિચાર્યું કે એના મમ્મી પપ્પા સાથે કોઈ... એ પારાવાર ચિંતામાં હતી.

"સર, આ આની જ કોઈ નવી ચાલ લાગે છે! તું કેટલી હદે ઉતરી જઈશ!" પરી એ કહ્યું.

"ના... બહેન, આમાં મે કઈ જ નથી કર્યું, મારું યકીન માનો!" નેહા રડતા રડતા એના બંને ઘુંટણ પર બેસી ગઈ અને ચિલ્લાઈને બોલી.

"મને તારી એક પણ વાત પર યકીન નથી..." પરી બોલી.

સૌએ એ જગ્યા એ જવાનું વિચાર્યું, પણ સાહસ, રહસ્ય અને રોમાંચ એમની રાહ જ જોઇને બેઠા હતા. (આવતા એપીસોડે ફિનિશ)


સીઝન 2 એપિસોડ 3 અને અંતિમ એપિસોડ(ગ્રાન્ડ ફીનાલે)માં જોશો: "મિસ્ટર સારંગ ભટ્ટ અને એમની સેક્રેટરી મિસ પરી પાઠક! સારંગ સરને પરી પસંદ હતી, પણ પરી ની બહેન નેહાને સારંગ ખુદ! આમ આ નેહાની પરી નો સારંગ તો બસ પરી ને જ ચાહતો હતો!" એ વ્યક્તિ એ કહ્યું.

"નેહા ને સારંગ જોઈતો હતો એટલે એને એનાં જ ભાઈ ઉપેન્દ્ર નું કીડનેપિંગ કર્યું, પણ એ એના ઇરાદા માં સફળ ના થઈ શકી! કેમ કે એના મોમ એન્ડ ડેડ ને મે કીડનેપ કર્યા છે!" એ બોલ્યો તો એની સાથે જ રૂમની બાજુના અંધારામાં લાઈટ ચાલુ થઈ ગઈ અને સૌ એ એ લાઇટમાં જોયું તો ત્યાં પરી, નેહા અને ઉપેન્દ્ર ના મમ્મી - પપ્પા એમની જ જેમ બંધાયેલા હતા!

આખેર આ વ્યક્તિ છે કોણ?! એ આ બધા જ વિશે આટલું બધું કેવી રીતે જાણે છે?! સૌના મનમાં અત્યારે આ એક જ સવાલ સાપ બની ને એમણે ડસી રહ્યો હતો.