Time horizon in Gujarati Science-Fiction by Akshay Kumar books and stories PDF | સમય ક્ષિતિજ- ભાગ ૨

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

Categories
Share

સમય ક્ષિતિજ- ભાગ ૨

Chapter 2
અજાણ્યા પંથે
Unknown destiny

એરોનની આંખ ખુલી દુખાવાના લીધે તેનું માથું ફાટી રહ્યું હતું સૂરજના કિરણો માથે ચઢી રહ્યાં હતાં તે મહાપરાણે બેઠો થયો હજુ તેની આંખો સંપૂર્ણ પણે ખુલી ના હતી. ઝાંખી દ્રષ્ટિને તે સરખી કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. દ્રષ્ટિ સામાન્ય થતાં તેને જોયું તો તે એક કંતાનના કોથળા ઉપર બેઠેલો હતો કદાચ આ કોઈ સાંકળી ગલી જેવી જગ્યા હતી. તેને આજુ બાજુ નજર કરી હા, આ કોઈ નાની ગલી જ હતી પરંતુ આ કેમ સામાન્ય લાગી રહી ના હતી?? તેના શહેરની માફક દીવાલો અહી રાતા રંગની ઈંટોની ના હતી ઉપરાંત જમીન પર ધૂળ પણ ના હતી અને આકાશ પણ પૂર્ણ પણે શ્વેત રંગનું દેખાઈ રહ્યું હતું કદાચ વાદળોની માત્ર વધુ હોવાથી તે શ્વેત રંગની પાર સૂરજ પણ દ્રશ્યમાન ના હતો. તેમ છતાં આશ્ચર્યની વાત તો એ હતી કે આવા વાદળ છાયા વાતાવરણમાં પણ સૂર્યપ્રકાશ એકદમ સામાન્ય દિવસ સમાન હતો. એરોનને બાજુની દીવાલનો સહારો લઇ ઊભો થયો ત્યાં જ તેના હાથની દીવાલ પર તેના હસ્તની છાપ ઉપસી આવી અને કમ્પ્યુટરની ચાંપો જેવો અવાજ આવવા લાગ્યો તે જે જમીન પર ઊભો હતો તેની પર તેના ખુલ્લા પગની ફરતે ચમકતા વાદળી રંગના વર્તુળ ઉપસી આવ્યા આ બધું શું ઘટી રહ્યું હતું તે ડર ના માર્યો પાછો કંતાનના કોથળા પર ચઢી બેઠો જાણે કોઈ પ્રકારની સ્કેનિંગ સિસ્ટમ હોય તે રીતે તેના હાથના પંજાની અને પગની છાપની "બીપ બીપ" જેવા અવાજ સાથે તપાસ થઈ રહી હતી જે અવાજ ધીમે ધીમે વધી મોટા એલાર્મ સ્વરૂપે પરીવર્ત્યો. એરોન બે ક્ષણ માટે અચંબામાં મુકાઈ ગયો આ શું ચાલી રહ્યું હતું તેની સાથે!!! ત્યાં જ અચાનક તેને તેની પીઠ પાછળ કોઈના ઘુરકવાનો અવાજ આવ્યો તેને પાછળ જોયું તો એક શ્વાન તેની સામે દાત કાઢી રહ્યો હતો. જેવો એરોન તેની તરફ ફર્યો તેણે ભસવાનું ચાલુ કર્યું. એરોનના આ શ્વાનને જોઈ મોતિયા મરી ગયા. આ કૂતરો છે કે કેમ તે પણ તે સમજી રહ્યો ના હતો. કારણ, તે શ્વાનના અડધા અંગો રોબોટિક હતા બે ઊભા કાન કે જેમાંથી એક કાન લોખંડનો બનેલ હતો કે જેઆગળ વધતા મુખ અને દાંતને પણ લોખંડ સાથે આવરિત કરી રહ્યો હતો. મોમાં રહેલા તીક્ષ્ણ દાત કે જે એક બીજા સાથે પીસવાથી પણ તણખા ઝરે. ફકત એક આંખ અને કાન તેનો સામાન્ય કૂતરા સમાન હતો. શ્વાનના ઘુરકિયા ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતાં તેમ જ તેના ભસવાથી ઊડતું થૂંક ઍરોનના પગને સ્પર્શી રહ્યું હતું.એક નવીન પ્રકારનો શ્વાનકે જેને શ્વાન ગણવો કે નહિ તે પણ પ્રશ્ન હતો તે આજે તેને શાક્ષત યમરાજના વાહન કરતા પણ વધુ ભયભીત કરી રહ્યો હતો.

એરોને ત્યાંથી ભાગવામાં જ ભલાઈ માની અને પીઠ બતાવી થાય તેટલું જોર કરી મુઠ્ઠીઓ વાળી દોડવા લાગ્યો. તેની પાછળ શ્વાન પણ આવી રહ્યો હતો. થોડે આગળ જતાં કૂતરાએ તેનો પીછો છોડી દીધો હતો છતાં પણ તે દોડી રહ્યો હતો તે હજુ થોડે જ આગળ ગયો હશે ત્યાં જ તેના માથે એક કેળાની છાલ પડી તેણે ઉપર જોયું તો એક બાઈક સવાર તેના માથા ઉપરથી હેલિકોપટર સમાન બાઈક ઉડાવી લઈ જતો હતો આ શું??? એરોને પોતાની આંખ મીંચી અરે પોતાને જોરથી ચૂંટલો પણ ભરી લીધો કે જેના બદલામાં તેને દુખાવા સિવાય કઈ જ પ્રાપ્ત ના થયું. હા, આ હકીકત હતી કોઈ સ્વપ્નું નહિ ખરી નવાઈ તો તેને ત્યારે લાગી જ્યારે તે છાલ જમીનમાં પડતાની સાથે જ એક કાળા વર્તુળમાં ગાયબ થઈ ગઈ આ શું કોઈ જાદુઈ દુનિયા હતી કે પછી તે પાગલ થઈ ગયો હતો?? તે આશ્ચર્યચકિત થઈ આગળ વધવા લાગ્યો હવામાં ઘણા સાધનો પરિવહન કરી રહયા હતાં તેમ જ કોઈ પણ કચરો ફેકે તો તે આગળ જોયું તેમ જ જમીનમાં ગાયબ થઈ જતો હતો એરોનેં પોતે જમીન પર થૂંકી જોયું તો પણ તે જ ઘટના ઘટી તે જોવામાં જ તેને ૩-૪ વાર થૂંકી લીધું જેના પરિણામે તેનું ગળુ સુકાઈ ગયું. આગળ વધતા તેને જોયું ઠેર ઠેર અમુક મોટા હોલોગ્રમ ચાલી રહ્યા હતા જેમાં કેટલાય માણસો વાત ચીત કરી રહ્યાં હતાં. તેણે પોતાની આંખો બંધ કરી થોડી વાર ઊભો રહી ગયો જેથી તેનું મન શાંત કરી શકે, તે બહારની દુનિયાના આશ્ચર્યમાંથી બહાર આવ્યો ત્યાં જ તેને ગઈ કાલે રાતે ઘટેલી ઘટના યાદ આવી જેણે તેને ધ્રૂજવી દીધો શું તેનું અપહરણ થયું હતું? શું તે જીવિત હતો કારણ આ દુનિયા તો સંપૂર્ણ પણે અલગ હતી! તો પેલો માણસ ક્યાં ગયો? તેના મનમાં એક ના પછી એક પ્રશ્નનો મારો થવા લાગ્યો કે તેનું માથું ફરીથી દુખાવા લાગ્યો.તે માથે હાથ દઈ જમીન પર બેસી ગયો રહી ગયો ત્યાં જ તેની નજર જમીન પર પડી અને તેને ધ્રાસકો પડયો. તેનો પડછાયો ક્યાં?? તેનો પડછાયો જ દેખાઈ ના રહ્યો હતો તેને હાથ પગ માથું બધા પ્રકારના ચેન ચાડા કરી જોયા તેમ છતાં તેને કોઈ પણ પ્રકારનો પડછાયો ના દેખાયો ઉડતા વાહનો કે થાંભલા કે કોઈ પણ વસ્તુનો આ દુનિયામાં પડછાયો ના હતો.


એરોન નક્કી કરી લીધું કે તે મૃત્યુ પામ્યો છે અને આ મૃત્યુ બાદની દુનિયા છે એટલા માટે જ તેનો પડછાયો તેને દેખાઈ રહ્યો નથી પણ પેલું પુસ્તક એ ક્યાં ગયું? અરે મૃત્યુ પામ્યા પછી કોઈ વસ્તુ ક્યાં જોડે આવે છે! તો પહેરેલા કપડાં કેમના તેની પાસે હતાં? મનમાં લાખો સવાલ ઉદ્ભવવા લાગ્યા ત્યાં જ તેનું ધ્યાન તેના હાથ પર ગયું તેના હાથ પર એક જાડું ચપટું અને ફેલાયેલું કડા જેવા આકારનો બંધ હતો ઘડિયાળ જ જાણી લો જાણે. કારણ, તે ત્રિકોણ આંખ વાળી ઘડિયાળ તેના હાથની ઉપર તરફ હતી જેની નીચે કાળા અક્ષરે લખાયેલું હતું "time horizon". એરોનના મનમાં હવે થોડી થોડી વાત સમજાઈ રહી હતી. તેણે મનોમન વિચાર્યું "સમય" આ સમય ચક્ર જ છે જે મને ભવિષ્યમાં લાવ્યું છે. પરંતુ શું આ શક્ય છે?? હા,બિલકુલ! જો પ્રકાશના વેગની ગતિએ કોઈ પદાર્થ ગતી કરે તો સમય શૂન્ય બની જાય છે તો શું આ રીતે ભવિષ્યમાં કે ભૂતકાળમાં જઈ ના શકાય? એરોને ફરી ધ્રાસકો અનુભવ્યો એમાંથી કોઈ વાત તે જાણતો ન હતો કે ના તેના વિશે તેણે કદી વાચ્યું હતું તો આ બધા પ્રશ્નના જવાબ તેની આપમેળે તેના મનમાં કઈ રીતે ઉદભવી રહ્યાં હતાં? ત્યાં જ તેના સુકાયેલા કંઠને પાણીની જરૂર જણાઈ તે વધુ જાણકારી માટે ઉત્કંથ બની આગળ વધ્યો અને એક એવી જગ્યાએ આવી ચઢ્યો જ્યાં ઘણા લોકો ખાણી પીણી તેમ જ શાકભાજીની ખરીદી કરી રહ્યા હતા. જે લોકોના કપડાં તદન પણે તેનાથી અલગ હતા જાણે કે કોઈ પ્રકારનો યુનિફોર્મ હોય તેવો શૂટ પણ તેમાં પણ વિવિધતા હતી રંગો અને ડિઝાઈનો અલગ જ ઢબના હતાં કદાચ આ ભવિષ્યની ફેશન હશે તેમ એરોનએ માન્યું. એરોન પોતાના પહેરવેશના કારણે ઘણા લોકોની નજરોમાં આવી ગયો જે તેને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા.

એરોન એક શાકભાજીના ઠેલા આગળ આવીને ઊભો રહ્યો અને તેણે દુકાનદારને પાણી આપવા વિનંતી કરી પણ આ શું? તેને પોતાના કાન પર વિશ્વાસ ન થયો તે કઈ ભાષામાં બોલ્યો હતો? તેણે ફરી વાર દુકાનદારને પાણી માટે પૂછ્યું જે વાતે દુકાનદાર થોડો ચિડાયો જરૂર પણ તેને હવામાં હાથ ઊંચો કરી સીટી વગાડી જેના પ્રતિરૂપમાં એક ૪ પંખિય સાધન એક ગ્લાસ પાણી લઈને આવ્યું. તેને એરોન એ હાથમાં લીધું ફરી તે આશ્ચર્ય પામ્યો ભૂરા રંગનું પાણી? ના, ના આતો ભૂલથી કદાચ શરબત આવી ગયું હશે મશીન ભૂલ કરે જ. તેણે હસતા હસતા તે પ્યાલો મોઢે માંડ્યો પણ આ શું તે પાણી જ હતું પણ આ કેવું પાણી!! અંદર શું કોઈ શક્તિ વર્ધક કે ગળ્યો પદાર્થ હતો? ગ્લુકોઝ? તે પાણી પીતાં જ તેણે ઘણી તાજગી અને સ્ફૂર્તિ અનુભવી.. પણ હવે એરોન ખરેખર ત્રાસ્યો આ બધું શું ચાલી રહ્યું છે?? ત્યાં જ સમગ્ર વાતાવરણમાં લાલા રંગનો પ્રકાશ ફેલાઈ ગયો અને પહેલાની જેમ એલાર્મનો અવાજ વાગી ઉઠ્યો. બધા નાગરિકો આમથી તેમ ભાગવા લાગયા જેમાં એક ઘેટાં સમાન એરોન હતો જે કોઈ પણ કારણ વગર બધા ભાગ્યા તેમ ભાગી રહ્યો હતો ભાગતા ભાગતા તેણે નજર કરી તો તેને હવામાં ઉડતા ઘણા માટલા જેવા પણ માથે પંખા વાળા સાધનો જોવા મળ્યા જેમાંથી લાલ રંગનો પ્રકાશ અને એલાર્મ જેવો અવાજ આવી રહ્યો હતો. અચાનક જ કયાંકથી એક કરડાકી ભર્યો ભારે અવાજ સાંભળવા મળ્યો કે, જેને ઓર્ડર આપ્યો "સ્ટોપ" અને બધા જ લોકો જ્યાં હતા ત્યાં ના ત્યાં જ ત્વરિત ઊભા રહી ગયા. તે લોકોને ઉભેલા જોઈએ એરોને અનુભવ્યું કે તે લોકો તેનાથી દૂર ભાગી રહ્યા છે કારણ બધા તેના થી ઘણા દૂર અંતરે ઊભા રહ્યાં હતાં. તેણે ઉપર જ્યાંથી અવાજ આવ્યો હતો ત્યાં જોયું તો એક ઉડતા ઘોડા પર બેસેલ કદાવર માણસ તેનો ઘોડો જમીન પર લાવી રહ્યો હતો તેની નજર એરોન પર જ હતી.

એરોન હવે પોતાને ગાંડો માનવા લાગ્યો કારણ ઊડતી ગાડીઓની કલ્પના તો બાળપણમાં પણ બધા એ કરેલી હતી પણ ઊડતો ઘોડો! કઈ રીતે? હા, તેની પાંખો મેટલની હતી તેમ જ તેનો એક પગ પણ મેટલનો હતો જેમ માણસ પોતાના બદલેલ હાથને કન્ટ્રોલ કરી શકે છે તો આ ઘોડો કેમ કોઈ અવયવને જોડવામાં આવે તો ના કરી શકે??? પણ આ તેને કેમની ખબર!!! એરોન નું મન ફરી ચકરાવે ચઢ્યું.. ત્યાં જ પેલા કદાવર માણસે એરોન સામે જોઈ કરડાકીથી બુમ પાડી.
"એ છોકરા જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે ખબરદાર જો ત્યાંથી હાલ્યો છે તો જનરલ એક્સનો હાથ તારો સગો નહિ થાય."
એરોન સંપૂર્ણ પણે અંદરથી હાલી ગયો ત્યાં જ સામે બીજી બુમ પડી.
"તારું નામ શું છે અને ક્યાંથી આવ્યો છે?"
એરોનને તો કાપો તો જાણે લોહી ના નીકળે તેવી પરિસ્થિતિ હતી તે સૂનમૂન ઊભો રહ્યો હતો.
ત્યાં જ સામેથી ચેઇન સમાન એક પંજો તેની તરફ આવ્યો અને તેને ગરદનેથી પકડી ખેચી લેવામાં આવ્યો. એરોને ડરના માર્યા આંખ બંધ કરી દીધી.
"મે પૂછ્યું તારું નામ શું છે? અહીંયાનો નથી લાગતો તું બ્લેઝનો માણસ છે? જાસૂસી કરવા આવ્યો છે અમારી?આંખ ખોલ અને મારી સામે જોઇને જવાબ આપ દુષ્ટ!" જનરલ જોરથી બરાડી ઉઠ્યો.
એરોને આંખ ખોલી સામે જોયું તો જનરલ દ્વારા તેને ઊંચો કરવામાં આવ્યો હતો જનરલનો એક હાથ મશીન જેવો હતો જે તેના ગળામાં ધીમે ધીમે ભીંસ વધારી રહ્યો હતો. એરોનનો શ્વાસ હવે રુંધાવા લાગ્યો હતો. ત્યાં જ એક વિસ્ફોટ થયો અને એરોન જમીન પર પછડાયો તે સાથે જ જનરલ દૂર જઈને ફેકાયો. એરોને બાજુમાં જોયું તો એક કાળા અને લાલ રંગનું શૂટ પહેરેલો માણસ માણસ તે લોકો તરફ આગળ વધી રહ્યો હતો. તેના મોઢામાં સિગાર હતી અને ચાલમાં એક અલગ જ પ્રકારની છટા,જે દેખાવમાં ઘણો જ કદાવર હતો.તેના ચહેરો કોઈ ઊંડા પાણીની ધરા માફક શાંત હતો પરંતુ તેમાંથી ક્રૂરતા છલકાઈ આવતી હતી. જનરલ ધીરે રહીને ઊભો થયો આટલા મોટા વિસ્ફોટ છતાં તેને કઈ ખાસ ફરક પડયો લાગતો ના હતો. તે પોતાના કપડા જે એક ઉચ્ચ કક્ષાના સિપાહીને શોભે તેવા હતા તેને ખંખેર્યા ત્યાં જ એરોને કર્ણભેદી વિસ્ફોટનો અવાજ સાંભળ્યો તે કાન બંધ કરીને જમીન પર બેસી ગયો. અચાનક જ તેને હાડ થ્રીજવી દે તેવી ઠંડક અનુભવાઇ આશ્ચર્ય સાથે તેણે આંખો ખોલી તો તેને જણાયું તેની ચોમેર બરફ ફેલાઈ ગયો હતો...