*લાગી કાળની થાપટ* ટૂંકીવાર્તા...
૧૯-૬-૨૦૨૦ શુક્રવાર...
મનસુખલાલ ને પોતાની આવડત અને હોંશિયારી નું ખુબ અભિમાન હતું... મનસુખલાલ નાં પત્ની કનક બહેન...
મનસુખલાલ અને કનક બહેન ને ત્રણ સંતાનો હતાં બે દિકરાઓ અને એક દિકરી...
મોટો દિકરો રોહિત અને નાનો દિકરો પંકજ... અને સૌથી નાની દિકરી ગૌરી...
મનસુખલાલ પોતાનો ધંધો વધારવા કોઠા કબાડા કરીને કેટલાય લોકોને અન્યાય કર્યા અને કેટલાય લોકોની આંતરડી કકડાવી અને કેટલાંય લોકો જોડે છળ કપટ કરીને રૂપિયા અને જમીન પડાવી લીધી અને પોતાનો ધંધો વધાર્યો અને એક મોટો આલિશાન બંગલો બનાવ્યો...
અને પોતાને મહાન સમજવાં લાગ્યા...
જે લોકોને એમણે તકલીફ આપી હતી એ અવાજ ઉઠાવે તો એ લોકોને દબડાવે અથવા ખોટી રીતે પરેશા કરી મૂકે અને ખોટી રીતે બદનામ કરી દે...
છોકરાઓ ને ભણવા મૂક્યા પણ પોતે ધંધામાં અને ઈતર પ્રવૃત્તિઓ માં જ રચ્યાં પચ્યા રહ્યાં અને કંચનબેન રૂપિયા ભેગા કરવા અને દાગીના બનાવડાવી ને કુટુંબમાં વટ પાડવા માં જ રહ્યાં એટલે સંતાનો પર ધ્યાન આપ્યું જ નહીં...
આમ સંતાનો વધુ ભણી શક્યા નહીં...
રોહિત દશ ધોરણ પછી ઉઠી ગયો..
અને બાપનાં રૂપિયા થી મોજશોખ અને લહેર કરવા લાગ્યો એટલે સમાજમાં વાતો થવા લાગી એટલે પોતાના ધંધામાં બેસાડી દીધો અને ઉંમર લાયક થતાં એક નાનાં ગામડાંની નાતની છોકરી લતા સાથે પરણાવી દીધો..
લતા ભક્તિ ભાવ વાળી અને સમજદાર અને સંસ્કારી હતી...
પંકજ પણ બાર ધોરણ પછી પિતા નાં ધંધામાં બેસી ગયો..
ગૌરી એ કોલેજ પાસ કરી...
પંકજ ને અને ગૌરી ને પણ ઉંમરલાયક થતાં પરણાવી દીધા...
પંકજ નું લગ્ન મીતા સાથે અને ગૌરી નું દિલીપ સાથે ...
પણ કુદરતના ન્યાય માં દેર છે પણ અંધેર નથી....
એમ કાળની એ થાપટ કયારે અને કેવી રીતે ટૂટી પડશે એનાથી બેખબર મનસુખલાલ હજુ પણ અન્યાય કરવામાં થી ઉંચા ના આવ્યા...
મોટા દિકરા રોહિત ને મિલ્કત માં થી ફૂટી કોડી પણ આપ્યા વગર લાત મારી ને ઘરની બહાર કાઢી મૂક્યો...
રોહિત અને લતાએ મહેનત કરી ને ઘર બનાવ્યું..
એમને એક દિકરો થયો અચલ જેને લતાએ સંસ્કાર આપીને મહેનત કરી ભણાવ્યો..
આ બાજુ પંકજ અને મીતા ને ત્રણ સંતાનો થયા એક મંદબુદ્ધિ ની દિકરી હર્ષા પછી બીજી દિકરી જન્મી વિકલાંગ એનું નામ રક્ષા હતું પછી દિકરો દેવાંગ જે નાનપણથી જ જીદ કરીને મનમાની કરી પોતાનું ધાર્યું કરાવીને જ રેહતો..
ગૌરી ને ઘણાં વર્ષો પછી એક દિકરી જન્મી સંગીતા...
મનસુખલાલ અને કંચનબેન હંમેશા પક્ષપાત કરતાં અને દેવાંગ ને અતિશય લાડ લડાવ્યા એટલે એ નાની ઉંમરમાં જ દારુ અને વ્યસનોથી ઘેરાઈ ગયો અને હુક્કાબારમાં જતો થઈ ગયો અને ધૂમ રૂપિયા ઉડાવતો થઈ ગયો કુદરતી આફત આવી કોરોના મહામારી સ્વરૂપે અને લોકડાઉન થયું એટલે દેવાંગ ઘરમાં ધમપછાડા કર્યા કરે અને ભાઈબંધ દોસ્તારો પાસે સિગરેટ ને દારુ મંગાવી ને પીતો એમાં એ સંક્રમિત થયો અને કોરોના નો ચેપ લાગ્યો એને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એની સાથે રહેવાથી પંકજ અને મીતાને લાગ્યો અને કાળની થાપટ એવી પડી કે ત્રણેય બચી શકાયાં નહીં..
મનસુખલાલ ની કમર ટૂટી ગઈ...
આ બાજુ ગૌરી નાં પતિ દિલીપ પોતાનાં ઘરની ઓસરીમાં હિંચકા પર બેઠા હતા અને વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અને વીજળી થઈ અને એ વીજળી હિંચકા પર પડી દિલીપ બચી શક્યાં નહીં...
એકબાજુ કોરોના અને વરસાદ અને વાવાઝોડાના જેવી કુદરતી આફત થી મનસુખલાલ ને કાળની એવી થાપટ પડી કે એમની માનસિક સ્થિતિ બગડી ગઈ અને કંચનબેન આ બધું સંભાળવા અસમર્થ પૂરવાર થયાં અને એ પરલોક સિધાવી ગયા...
આમ કાળની કપરી થાપટ જ્યારે પડે ત્યારે કોઈ બચાવી શકે નહીં..
ભાવના ભટ્ટ અમદાવાદ.....