Part -7
 
બધાં ને મળીને દિપકને ખૂબ જ સારું લાગ્યું હતું.ખાસ કરીને હર્ષ સાથે વાત કરવાથી મન હળવું થઈ ગયું હોય એવું લાગતું હતું.
 
'સારું થયું પપ્પાએ ટ્રેનમાં જવા માટે સજેસ્ટ કર્યુ.' દિપક મનમાં વિચારી રહ્યો હતો.
 
બધાં રાજસ્થાન પહોંચી ગયાં.બધાં જ માટે રહેવાની સગવડ પહેલે થી જ કરી રાખી હતી.બધાં પોતપોતાની રીતે ફ્રેશ થવાં લાગ્યાં હતાં.દિપક અંદર વૉશ રૂમમાં હતો ને એનો મોબાઈલ વારે ઘડીએ રણકતો હતો.
 
દિપક બહાર નીકળ્યો એટલે હર્ષે દિપકને કહ્યું,
 
"મોબાઈલ ઘણીવાર વાગ્યો હતો,કંઈ અરજન્ટ જેવું લાગે છે."
 
"હા હું જોઈ લઉં છું."
 
દિપકે જોયું તો ,એની મમ્મીનાં દસ મિસ્ડ કૉલ હતાં.દિપકે તરત જ કૉલ બૅક કર્યો.
 
"શું?" દિપક એકદમ જ ઘબરાઈને બોલ્યો.
 
"તું ચિંતા નહિ કર હું હમણાં ને હમણાં જ અહીંથી નીકળું છું." દિપકને આવું બોલતાં સાંભળી હર્ષ તેની પાસે ગયો.
 
"શું થયું?" હર્ષે પૂંછ્યું.
 
"પપ્પાને અેટેક આવ્યો છે.પપ્પા હોસ્પિટલમાં છે.મારે હમણાં ને હમણાં જ નીકળવું પડશે."
 
"મયંકને તો મળી લે."
 
"ના હમણાં એને કશું જ કહેવાનું નથી.એનો મૂડ ખરાબ થઈ જશે.તું પછી એને સમજાવી દેજે."
 
"કોને ટ્રાય કરે છે?" દિપક કોઈને કોન્ટેક કરવાં પ્રયત્ન કરી રહ્યો છે એ જોઈ હર્ષે પૂંછ્યું.
 
"પ્રાઈવેટ પ્લેન હાયર કરી રહ્યો છું." દિપક બોલ્યો.
 
દિપક પ્લેનમાં બેઠો ત્યાં સુધી હર્ષ એની સાથે ને સાથે જ રહ્યો હતો.મયંકને પણ લગ્ન થાય ત્યાં સુધી સંભાળી રહ્યો હતો.મયંકનાં લગ્ન પતી ગયાં પછી એણે મયંકને દિપકનાં પપ્પા વિશે વાત કરી.
 
દિપક હોસ્પિટલ પહોંચ્યો.ડૉક્ટર ને મળ્યો.ડૉક્ટર સાથે વાત કરી.પછી ઓફિસે પહોંચ્યો.ઓફિસે પહોંચતાં જ દિપકને ખબર પડી કે પપ્પાને બિઝનેઝમાં કરોડો રૂપિયાનું નુક્સાન થયું છે.દિપક પર જાણે આભ ફાટ્યું હોય તેવું લાગતું હતું.
 
દિપકે નેહાને કૉલ કરી જણાવી દે છે કે હમણાં થોડાં દિવસ બાળકો સાથે ત્યાં જ મમ્મીનાં ઘરે રહે.દિપકે નેહાને પપ્પાની બીમારી વિશે તો જણાવ્યું હતું પણ ધંંધામાં ઘણું મોટું નુક્સાન થયું છે, એનાં વિશે જણાવ્યું ન હતું.ધંધામાં નુક્સાન થયાંની વાત એણે મમ્મીથી પણ છૂપાવીને રાખી હતી.
 
દિપક માટે ઘણો જ કપરો સમય હતો.આવાં કપરાં સમયસમાં દિપકને ઘણું જ એકલવાયું લાગતું હતું. દિપક એકલા હાથે ઘર,ઓફિસ ને હૉસ્પિટલ સંભાળી રહ્યો હતો.ધંધાનાં નુક્સાનને પહોંચી વળવા માટે દિપક ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો હતો.
 
કપરાં સમયનો જાણે વાવડ નીકળ્યો હોય એવું લાગતું હતું.કારણ હર્ષ પણ ખરાબ સમયનો સામનો કરી રહ્યો હતો.હર્ષ જે કંપનીમાં કામ કરતો હતો એ કંપની બંધ થઈ ગઈ હતી.બીજી કંપનીમાં હર્ષ અહીં જે લેવલ પર કામ કરતો હતો એનાથી ઉતરતાં લેવલ પર નોકરી મળી રહી હતી.,એટલે હર્ષ હમણાં બીજી કંપનીમાં નોકરી સ્વીકારી રહ્યો ન હતો.
 
પ્રીતિનાં ટ્યુશનની આવક હતી એટલે ઘર સંભાળાઈ જતું હતું.શાળાની ફી ભરવા માટે પણ મુશ્કેલી જણાતી ન હતી.એક એ બાજુથી હર્ષને ઘણી જ રાહત હતી.આવા સમયે હર્ષને પ્રીતિની કદર સમજાઈ રહી હતી.પ્રીતિ માટેનો રવૈયો બદલવા માંડ્યો હતો.પ્રીતિનો આદર કરવાં લાગ્યો હતો.પ્રીતિ હર્ષ માટે ઘણી જ મદદરૂપ સાબિત થઈ રહી હતી.
 
દિપકનાં પપ્પાને હૉસ્પિટલથી રજા મળી ગઈ હતી.ઘરે જ આરામ કરવા માટે જણાવાયું હતું.ઑફિસે જવા માટે સ્ટ્રીકલી ના પાડવામાં આવી હતી.તેમની સારવાર માટે એક નર્સ રાખી દેવામાં આવી હતી.દિપક એક છોકરાં તરીકેની ફરજ બરાબર રીતે નિભાવી રહ્યો હતો.
 
એક દિવસ સવારે દિપકનાં માતા-પિતા ચા પીતાં-પીતાં વાતો કરી રહ્યાં હતાં,
 
"મમતા, દિપકે મારૂં ખૂબ જ ધ્યાન રાખ્યું છે."
 
"હા હોં ,દિપકે સમય આવ્યે પોતાની જવાબદારી બરાબર રીતે નિભાવી છે."
 
"કેવો હતો ને નટખટ,શરારતી,એકદમ બિંદાસ.અત્યાર સુધી મોજ-મસ્તીમાં જ જીવન પસાર કર્યું હતું.ને હવે કેવો શાંત,ઠરેલ,ગંભીર થઈ ગયો છે."
 
"એ તો માથે પડે એટલે બધાં સીધા થઈ જ જાય."
 
બંને આવી વાતો કરી રહ્યાં હતાં ને દિપક હાથમાં એક ફાઈલ લઈને આવ્યો.
 
"પપ્પા અહીં તમારી સાઈન જોઈએ છે."
 
"ઓફિસમાં મારી જરૂરત હોય તો હું આવું.મને હવે સારૂં લાગી રહ્યું છે."
 
"ના પપ્પા તમે આરામ કરો.ઓફિસનું કામકાજ હું સંભાળી રહ્યો છું.તમે વધારે ચિંતા ન કરો."
 
"ભલે બેટા ભલે."
 
દિપક રૂમમાંથી બહાર નીકળ્યો ને નેહાનો ફોન આવ્યો,
 
"હૅલો,દિપક."
 
"હં બોલ, નેહા."
 
"મોના અને મનનની શાળાએથી મેસેજ આવ્યો છે.આપણને હમણાં ને હમણાં મળવા માટે બોલાવ્યાં છે."
 
"હા , તો તું જઈ આવ."
 
"તું પણ ચાલને મારી સાથે.હું એકલી નહિ જાઉં."
 
"નેહા , મારે ઓફિસમાં ઘણું જ કામ છે.પપ્પા પણ નથી તો હું નહીં આવી શકું.પ્લીઝ તું જઈને મળી આવ."
 
દિપકે ના પાડતાં જ નેહાની દલીલ ચાલુ થઈ ગઈ.નેહા દિપકને ગમે તેમ બોલવા લાગી.
 
દિપક નેહાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં અચાનક એને થયું કે હમણાં નેહા માનશે નહિ. નાહક જ સમય બગાડી રહ્યો છે એટલે,
 
"સારું હું આવું છું,તું તૈયાર રહેજે."એમ કહી ફોન મૂકી દે છે.
 
ઓફિસે ફોન કરી દિપક પોતે જરા મોડો આવશે એમ જણાવે છે.મિ.શાહ જે દિપકને મળવા માટે આવવાનાં છે એમને દિપક પહોંચે ત્યાં સુધી સંભાળવા માટેનું સૂચન આપી દે છે.
 
ઘરેથી નીકળી દિપક નેહાને લેવા માટે ગયો.નેહાને પિક કરી બંને શાળાએ પહોંચ્યાં.શાળામાં એન્ટર થયાં એટલે પ્યૂને પૂછ્યું ,
 
"કોને મળવું છે?"
 
"મિસ.પઠાનને મળવું છે.એમણે અમને મળવા માટે બોલાવ્યાં છે."
 
"તમે અહીં બેસો.હું બોલાવું છું તેમને." એમ કહી પ્યૂન એક ખાલી ક્લાસરૂમમાં એ લોકોને બેસાડી મિસ.પઠાનને બોલાવવા માટે જાય છે.
 
મિસ.પઠાન આવે છે.
 
"ગુડ મોર્નિંગ, મિ. એન્ડ મિસિસ જરીવાલા."
 
"ગુડ મોર્નિંગ, મિસ.પઠાન." એ આવ્યાં એટલે દિપક અને નેહા ઉભા થઈને બોલ્યાં.
 
"હેવ અ સીટ."
 
"થેન્ક યૂ."
 
"યૂ આર ધ પેરેન્ટ્સ ઓફ મોના એન્ડ મનન,રાઈટ."
 
"યસ."
 
"આઈ હેવ કૉલ્ડ યૂ હિયર રીગાર્ડીંગ સ્ટડીઝ ઑફ મોના એન્ડ મનન."
 
"વ્હૉટ હેપ્પન્ડ મે'મ?"
 
"બોથ ઓફ ધેમ હેવ વેરી વેરી પુઅર પર્ફોર્મન્સ ઈન સ્ટડી સિન્સ લાસ્ટ થ્રી ટુ ફોર મન્થ્સ."
 
આ સાંભળી દિપક અને નેહા બંને ચોંકી જાય છે.બંને એકબીજાની સામે જુએ છે.
 
"હાઉ ઈટ્સ પોસીબલ!" દિપક બોલ્યો.
 
એ લોકોને અંગ્રેજીમાં વધારે કમ્ફ્રટેબલ ન લાગતાં મિસ.પઠાન હવે ગુજરાતી બોલવા માંડ્યાં.
 
"ઘરમાં કંઈ પ્રોબ્લેમ ? તમારાં બે વચ્ચે કંઈ અણબનાવ જેવું?
 
"નો,નો . નોટ એટ ઑલ." નેહા કંઈપણ બોલે એની પહેલાં જ દિપકે બોલી નાંખ્યું.
 
"ગુડ, તો પછી એ લોકોનું સ્ટડી માં પાછળ રહેવાનું કારણ…?,એ લોકો માટે સ્ટડી ઈમ્પ્રુવમેન્ટ ખૂબ જ જરૂરી છે.
 
"મે'મ તમે જ કંઈ સોલ્યૂશન ….."
 
"એક સારાં ટ્યૂટર રાખી જુઓ. ચોક્કસ ફરક જણાશે."
 
"તમારી નજરમાં કોઈ હોય તો……" દિપક બોલ્યો.
 
"હું એક નંબર આપું છું.પ્રીતિ ટીચર.યૂ કેન કોન્ટેક હર ફોર ઈટ.રીમેમ્બર આઈ નીડ ઈમ્પ્રુવમેન્ટ."
 
"યા,સ્યોર.થેન્ક યૂ વેરી મચ."
 
"મોસ્ટ વેલકમ." કહી મિસ પઠાન જતી રહે છે.
 
દિપક અને નેહા બહાર કાર પાર્કિંગ તરફ જઈ રહ્યાં છે.
 
--------------------