5 Strong Reasons to Adopt Cryptocurrency in Gujarati Business by MAHADAO books and stories PDF | ક્રિપ્ટો કરન્સી અપનાવવાનાં 5 મજબૂત કારણો

The Author
Featured Books
  • तेरा...होने लगा हूं - 12

    "अरे अरे  स्वीटहार्ट अभी से लड़खड़ाने लगी अभी तो जिंदगी भर ठ...

  • इंटरनेट वाला लव - 99

    हा वैसे आवाज तो पहचान में नही आ रही है. अगर आप को कोई दिक्कत...

  • इश्क दा मारा - 48

    तब यूवी बोलता है, "तू न ज्यादा मत सोच समझा "।तब बंटी बोलता ह...

  • चुप्पी - भाग - 5

    अरुण से क्या कहेंगे यह प्रश्न रमिया को भी डरा रहा था। लेकिन...

  • I Hate Love - 15

    इधर अंश गुस्से से उस ड्रेसिंग टेबल पर राखे सभी समानों को जमी...

Categories
Share

ક્રિપ્ટો કરન્સી અપનાવવાનાં 5 મજબૂત કારણો

વૈશ્વિક અર્થતંત્ર ડિજીટલ ઈકોસિસ્ટમ તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. રોકાણથી માંડીને મની ટ્રાન્સફર આ બધું જ હવે પેપરલેસ બની ગયું છે. ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રમાં નવો ઉમેરો છે ક્રિપ્ટો કરન્સી.

ક્રિપ્ટો કરન્સી નાણાની લેવડદેવડ માટેનું એક એવું નવું માધ્યમ છે જે અમેરિકન ડોલર જેવી સામાન્ય કરન્સીની જેમ જ કાર્ય કરે છે. પરંતુ તે ડિજીટલ માહિતીની આપ-લે માટે બન્યું છે એ પણ યાદ રાખવું જોઈએ. ક્રિપ્ટો કરન્સીની જો વ્યાખ્યા કરવી હોય તો તે એક એવી વિકેન્દ્રિત ડિજીટલ કરન્સી છે જે સુરક્ષા માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ કરે છે અને જે ફેક કરન્સીનું ચલણ અશક્ય બનાવે છે. તે કોઈ સરકારી સંસ્થા દ્વારા ઉભી કરવામાં નથી આવી તેને કારણે સરકાર તેને તમારી પાસેથી ખૂંચવી શકતી નથી.

છેલ્લા અમુક વર્ષોથી ક્રિપ્ટો કરન્સી બહુ ઝડપથી લોકોની નજરમાં છવાઈ ગઈ છે. ચાલો જાણીએ આમ થવાના કેટલાક કારણો. 

છેતરપિંડીથી બચાવ

જ્યારે ક્રિપ્ટો કરન્સીનો જન્મ થયો ત્યારથીજ તેના તમામ વ્યવહારો એક જાહેર લેજરમાં સાચવવામાં આવે છે. આ રેકોર્ડની જાળવણી યોગ્ય રીતે થાય તે માટે તમામ કોઈન માલિકોની ઓળખ ઇન્ક્રીપ્ટેડ રાખવામાં આવી છે. આ કરન્સી વિકેન્દ્રિત હોવાને કારણે તમે જ તેના માલિક છો અને સરકાર કે કોઇપણ બેન્કનો તેના પર કોઈજ કાબુ નથી.

યુઝર્સની ઓળખ ચોરી થતી નથી 

ક્રિપ્ટો કરન્સીનું લેજર એ સુનિશ્ચિત બનાવે છે કે ડિજીટલ વોલેટ્સ વચ્ચેના વ્યવહારો સચોટ બેલેન્સ બતાવે. તમામ વ્યવહારો એ સુનિશ્ચિત કરે છે કે જેટલા પણ કોઇન્સ ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેની માલિકી તેને ખર્ચ કરનાર પાસે જ છે. આ જાહેર લેજરને ‘ટ્રાન્ઝેક્શન બ્લોકચેઈન’ પણ કહેવામાં આવે છે. બ્લોકચેઈન ટેક્નોલોજી એ સુનિશ્ચિત કરે છે કે ઇન્ક્રીપ્શન અને સ્માર્ટ કોન્ટેક્ટ્સ વચ્ચે થયેલા ડિજીટલ વ્યવહારો, હેક ન થઇ શકે અને તેમાં કોઇપણ પ્રકારની ગડબડ સંભવી ન શકે. આ પ્રકારની સુરક્ષા હોવાને કારણે બ્લોકચેઈન ટેક્નોલોજી આપણા જીવનના લગભગ બધાંજ પાસાંઓને અસર કરશે. 

વ્યવહાર સબંધી તુરંત નિકાલ 

ક્રિપ્ટો કરન્સીનું કોઈ મૂલ્ય છે તેની પાછળ બ્લોકચેઈન જ એક કારણ છે. ક્રિપ્ટો કરન્સીની ખૂબ માંગ છે તેની પાછળ તેનો સરળ વપરાશ જ જવાબદાર છે. તમારી પાસે ફક્ત એક સ્માર્ટ ડિવાઈસ હોવો જોઈએ, એક ઈન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને તમે જાતેજ પોતાની બેંક બની જશો અને તુરંતજ તમારી વિવિધ ચુકવણીઓ અને નાણાંકીય વ્યવહારો કરી શકશો.

ઉપલબ્ધતા

બે બિલીયનથી પણ વધુ લોકો છે જેમની પાસે ઈન્ટરનેટ તો છે પરંતુ તેમની પાસે પરંપરાગત એક્સચેન્જ સિસ્ટમનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. આ તમામ વ્યક્તિઓ ક્રિપ્ટો કરન્સી બજારમાં આવવા માટે આતુર છે.

આ બધું કેવી રીતે શરુ થયું?

2009માં બિટકોઇન દુનિયામાં સર્વપ્રથમ વિકેન્દ્રિત ક્રિપ્ટોકરન્સી બની. બિટકોઇન બ્લોકચેઈન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને તેણે સોનાને જે છેલ્લા પાંચ વર્ષમાં 6% વાર્ષિક નુકશાન ભોગવી રહ્યું હતું તેના કરતા 155% વધુ વાર્ષિક નફો મેળવ્યો હતો. જુલાઈ 2010માં તેની કિંમત 0.06 કોઈન પ્રતિ અમેરિકન ડોલર હતી જે હાલમાં પ્રતિ કોઈન 27000  અમેરિકન ડોલરથી પણ વધુ છે જે આધુનિક ઈતિહાસમાં રોકાણની સહુથી મોટી ઘટના બની રહી છે. 2009થી જ બ્લોકચેઈન ટેક્નોલોજીએ ગતિ પકડવાની ચાલુ કરી દીધી છે. એટલા માટે નહિ કારણકે બિટકોઇનના મૂલ્યમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે પરંતુ રોકાણકારોમાં તેના મહત્ત્વ અને તેના વિશ્વાસમાં આવેલા વધારાને કારણે. 

હાલમાં જ ઇન્ટેલ, બર્ક્લેઝ અથવાતો વોલમાર્ટ જેવી બેન્કિંગ સંસ્થાઓ અને ટેક સંસ્થાઓએ ક્રિપ્ટો કરન્સીઝ જેવી કે બિટકોઇન અને ઈથેરમમાં પોતાના સમય અને નાણાંનું રોકાણ કર્યું છે. આ ઘટનાએ જે દેશોનું ચલણ નબળું છે અને જેમનું પારંપરિક ચલણનું અવમુલ્યન થયું છે તેમણે પણ તેની જગ્યાએ ડિજીટલ કરન્સીને અપનાવી છે. આ દેશોમાં બ્રાઝિલ, કોલમ્બિયા, તુર્કી અને વેનેઝુએલા સામેલ છે. 

શ્રીમંત દેશો પણ ક્રિપ્ટો કરન્સીને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાની શક્યતાઓ તપાસી રહ્યા છે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત એક આર્ટીકલમાં જણાવવામાં આવ્યું છે જે જાપાન, યુરોપિયન યુનિયન અને હોલેન્ડની બેન્કો હાલમાં ડિજીટલ કરન્સીઝ પર પોતાના સંશોધન અને ટ્રાયલ શરુ કરી ચૂકી છે. 

   

ભારત પર ક્રિપ્ટો કરન્સીના વ્યાપથી પડેલી અસર 

ક્રિપ્ટો કરન્સી પ્રત્યેનું ખેંચાણ ભારતમાં પણ પ્રસર્યું છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને ઓછો કરીને દેશને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સ તરફ વળ્યો છે. ભારતીય રિઝર્વ બેંક હવે ભવિષ્ય તરફ નજર માંડી રહી છે જેનું નામ છે ક્રિપ્ટો કરન્સી.

લગભગ ત્રણ વર્ષ અગાઉ ભારત સરકારે કાળા નાણાં વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય લીધો હતો જ્યાં કાળા બજારી કરીને ટેક્સ ભરવાથી લોકો બચતાં હતા અને સરકારે સહુથી મોટા મૂલ્યની નોટોને રાતોરાત વ્યવહારમાંથી દૂર કરીને 22 બિલીયન બેંક નોટોને ખુલ્લા બજારમાંથી દૂર કરી દીધી હતી. પરિણામે નાગરિકોને તેમની બચત ગુમાવવાનો ભય લાગ્યો અને તેના કારણે તેઓ ક્રિપ્ટો કરન્સી તરફ વળ્યાં અને તેને કારણે ક્રિપ્ટો કરન્સીના જથ્થામાં ઉછાળો આવ્યો. ક્રિપ્ટો કરન્સી વિકેન્દ્રિત હોવાને કારણે ભારતીય નિયમનકારીઓ હાલમાં ક્રિપ્ટો કરન્સીને કાયદાના દાયરામાં લાવવા અંગે વિચારણા કરી રહ્યા છે જેમાં બિટકોઇન સહીત ભારતની કેન્દ્રીય બેંક ખુદની બ્લોકચેઈન વિકસિત કરી રહી છે જે છેવટે એક ક્રિપ્ટો કરન્સીમાં પરિવર્તન પામશે અને તેનું નામ હશે ‘લક્ષ્મી’.

બ્લોકચેઈન ટેક્નોલોજીએ કંપનીઓ જે રીતે ડિજીટલ વ્યવહારો કરે છે તેમાં પણ પરિવર્તન આણ્યું છે. ઇનિશિયલ કોઈન ઓફરીન્ગ્સ (IOCs) દ્વારા આ કંપનીઓ તેમના ડિજીટલ ટોકન વેંચવા માટે લાવી રહી છે. 

આજના દિવસે બ્લોકચેઈન અર્થતંત્રનું મૂલ્ય 100 બિલીયન ડોલર્સ કરતાં પણ વધુ છે અને MAHADAO જેવી કંપનીઓ, જે તેમના ARTH Coin દ્વારા તેમના પ્લેટફોર્મને વિકસિત કરે છે અને ગ્રાહકોને વળતર આપે છે તેમના દ્વારા તેનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવ્યું છે. ભારત જ્યાં ગ્રાહકો, એન્જિનિયરો, આન્ત્રપ્રીન્યોર્સ વગેરેની વિશાળ સંખ્યા છે તે બ્લોકચેઈનમાં વધુને વધુ ભાગ લઈને, તેમાં રોકાણ કરીને, તેનો વિકાસ કરીને અને દેશની અંદરજ તેનો ફાયદો ઉઠાવીને ભારતને વૈશ્વિક આગેવાન બનાવશે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી. શું તમે પણ ઓનલાઈન અર્થતંત્રનો હિસ્સો બનવા માટે તૈયાર છો?