manni vaat - 4 in Gujarati Moral Stories by Maitri Barbhaiya books and stories PDF | મનની વાત ભાગ-૪

Featured Books
Categories
Share

મનની વાત ભાગ-૪

Count Your Blessings!

આ ૨૦૨૦ની સાલ આપણા દરેક માટે કપરી રહી છે અનેે આ કપરા સમયમાં પણ જો આપણે જીવી ગયા તો એ જ સૌથી મોટી ઈશ્વર કૃપા છે.એ સૌ લોકો પર ઈશ્વર કૃપા છે જે કોરોનાનેે હરાવીને આવ્યા છે.આ વર્ષે જેે જીવી ગયા એ જ સૌથી મોટી ઈશ્વર કૃપા છે.આ મહામારીમાં જે લોકો ટકી ગયા,લૉકડાઉન સમયે લડી ગયા એ જ ઈશ્વર કૃપા છે.દરેક પર મહામારીની આર્થિક અસર થઇ છે,અને તેેેમ છતાં હવે જો રોજગાર-ધંધા થોડાં ઠીકઠાક ચાલી રહ્યાં છે તો ખરેખર એ ઈશ્વર કૃપા છે.

આવા કઠીન સમયમાં જો પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ શકી અને તેના માટે કોઈ પાસે મદદની જરૂર નથી પડી તો એ સાચે જ આપણી પર ઈશ્વર કૃપા છે.
*************

જીવનમાં અમુક તારીખો ઘણી મહત્વની હોય છે,અને એ એટલી ખાસ હોય છે કે તે યાદ રહી જાય.અમુક તારીખો યાદ રહી જાય છે એવી હોય છે અને અમુક તારીખો ક્યારેક એમ જ ભુલાઈ જવાય છે.જે તારીખો ખાસ હોય છે એની ખાસિયત જ એ છે કે તે વર્ષો પછી પણ જો યાદ આવે તો એ તારીખના અનુસંધાનમાં બનેલી ઘટના, ઘટનાસ્થળ,તે વ્યક્તિ બધું જ યાદ આવી જાય છે અને જે રીતે એ દિવસે એ તારીખને માણી હતી એ રીતે ફરી એકવાર માનસપટ પર જીવી જવાય છે.

ક્યારેક આપણને કોઈની જન્મતિથિ ની સાથે સાથે મરણતિથિ પણ યાદ રહેતી હોય છે.પણ, મરણતિથિ યાદ રાખવા કે રહી જવા કરતાં વધારે અગત્યનું એ છે કે કોઈની જન્મતિથિ યાદ રાખવી કારણ કે જીવતા વ્યક્તિ સાથે વિતાવેલો સમય મહત્વનો છે કેમ કે તેની માટે આપણે વ્યસ્તતામાં થી થોડી નવરાશની પળો શોધી લીધી છે.કોઈના મરણોપરાંત તેમની પ્રશંસા કરવી, તેમની મરણતિથિ ને યાદ કરીને તેમને Miss કરવા આ બધું સ્વાભાવિક છે કે ઔપચારિકતા એ જ સમજાતું નથી.

આપણાં બધાંની કરૂણતા એ છે કે જીવતા વ્યક્તિ સાથે આપણે ફરિયાદ કર્યા વગર જીવી નથી શકતા અને તેમના ગયા બાદ તેમની સાથે જીવવા ન મળ્યું એવી ફરિયાદ,એવો અફસોસ કરીએ છીએ.
*************

એકલતા આપણા માટે વરદાન પણ છે અને અભિશાપ પણ.એકલતા એ નબળાઈ પણ છે અને તાકાત પણ.એકલતા અને એકાંતનો સમન્વય થાય તો તે એક રીતે સાધનાનું કામ કરે છે.જે વ્યક્તિ ને એકલા રહેતા આવડે છે તેમને એકલતા સાથે પ્રેમ થઈ જાય છે અને પછી એકલતા તેમના માટે વરદાનરૂપ બની જાય છે.એકલા હોવાનો મતલબ એ નથી કે કોઈ આપણી પાસે ન હોય માનસિક એકલતા હોવાનો અર્થ એ છે કે તેને કોઈ સમજનાર ન હોવું અથવા ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈ આપણી પાસે હોય તો પણ એકલતા વર્તાય તો એ પણ માનસિક એકલતા જ છે.

એકલા અટુલા ભલે હોઈએ પણ માનસિક રીતે એકલા ન રહેવું એ વધારે અગત્યનું છે કારણ કે માનસિક એકલતા માણસને છેક અંદર સુધી હચમચાવી નાખે છે અને વધુ પડતી માનસિક એકલતા એક ગંભીર પરિણામ લાવી શકે.માણસ જ્યારે એકલા હોય ત્યારે એ ચકાસી લેવું કે તેને એકલતા ગમે છે એટલે સ્વૈચ્છિક રીતે એકલા રહેવાનું પસંદ કર્યું છે કે પછી બીજું કોઈ કારણ છે. કોઈની વાત, તકલીફ, દર્દ જે કંઈ હોય તે કહે છે એને સાંભળી લ‌ઈએ અને સમજી લ‌ઈએ અને તેને માનસિક એકલતાથી બચાવી લ‌ઈએ.

એકલતા વરદાનરૂપ ત્યારે છે જ્યારે કોઈ વ્યક્તિ સમાજ માટે ઉપજાઉ કાર્ય કરે (Productive Activity) કરે.જ્યારે આપણને એકલતા મહેસૂસ થાય ત્યારે તેમાંથી ક‌ઈ રીતે બહાર આવી શકાય તે વિચારવાની અને તે સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે એકલતા ક્ષણિક છે પણ જો એ લાંબા સમય સુધી લંબાય જાય તો માનસિક અસ્વસ્થતાના એંધાણ હોય શકે.

On This Note: મોડું થાય તે પહેલાં,
ખુદની એકલતા પર કામ કરો,
પારખો તેને,
મનગમતી પ્રવૃત્તિ કરો,
પણ આવો એકલતામાથી બહાર!