Alhad anokhi chhokri - 8 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | અલ્હડ અનોખી છોકરી. - 8

Featured Books
Categories
Share

અલ્હડ અનોખી છોકરી. - 8

આયુષ: હલો રોહન આ જુલીને સમજાવ તારા સિવાય એ કોઈ નું માનશે નહીં... જોતો કેટલી જીદી છે.
રોહન: જુલી અને તું ઝઘડો નહીં તો તમારો દિવસ જશે નહીં.. હવે તો તમે બંને જાતે પ્રોબ્લેમ સોલ કરો દરેક જગ્યાએ હું નહીં આવું.. સારુ જુલીને આપ.

'કેમ જુલી તું આયુષ ને હેરાન કરે છે.. વાંક તારો જ હશે.'
મારો આયુષ જોડે ઝઘડો નથી થયું હું તો એને આરામ કરવા કહું છું.
'શુ થયુ આયુષ ને'
'એની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે.'
લગ્નની દોડધામના લીધે એવું થયું હશે તો તુ ચિંતા ન કર... હવે તો તું આયુષ પ્રત્યે ખૂબ જ કેરીગ થઈ ગઈ છે હું કહેતો હતો ને કે આયુષ જેવો મિત્ર નહીં મળે.
'હા રોહન તુ સાચુ કહે છે.. તું કહેતો હતો એમ હું એને પસંદ કરું છું.'
સારું હનીમૂન એન્જોય કરો પછી આપણે ઇન્ડિયામાં મળીશું...
નિશા: hi રોહન કોની જોડે વાત કરતો હતો?
રોહન: આયુષ અને જુલી જોડે વાત ચાલતી હતી તેઓ ખુશ છે એકબીજા જોડે..
હા પણ તુ કેમ ઉદાસ લાગે છે?
એવું કશું નથી.
ઓકે મારે તને એક વાત કરવી હતી મમ્મી એ મારા માટે એક છોકરો પસંદ કરી લીધો છે અને મને પણ તે પંસદ છે.. હું તેને જુલી ના મેરેજ માં મળી હતી.. તને જણાવાની હતી પરંતુ અચાનક જ તુ હોસ્પિટલ જતો રહ્યો.
"શુ વાત છે હું સાંભળીને ખુબ જ ખુશ છું.. તો તુ મને હવે ક્યારે મળાવે છે?"
"ટૂંક સમયમાં અહીં રિંગ શેરેમણી માટે આવવાના છે એટલે હવે તો ડાયરેક્ટ જ તારે મળવું પડશે..
જુલી ને પણ મે વાત કરી લીધી છે તેમના આવ્યા પછી અહીં લગ્ન પણ નજીકના જ સમયમાં ગોઠવાઈ જશે."
"સરસ"
"રોહન તને એવું નથી લાગતું કે તારે પણ લગ્ન કરી લેવા જોઈએ."
"પણ કોઈ છોકરી તો પસંદ આવવી જોઈએ અને મને હજુ સુધી લગ્નનો વિચાર નથી આવ્યો... મારે તો આ દેશ માટે સમાજ માટે કામ કરવું છે.."
"તારા વિચાર તો સરસ છે પણ એકલા એકલા જિંદગી પણ ચાલતી નથી."
"હું ક્યાં એકલો રહેવા માંગુ છું જ્યારે પણ કોઈ છોકરી પસંદ આવશે ત્યારે લગ્ન કરી લઈશ."
"જુલી અને આયુષ તો છે નહીં હવે મારી રીંગ શેરેમણી ની તૈયારી મારે એકલીએ જ કરવી પડશે."
"તારો આ એક ફ્રેન્ડ તો હાજર છે તું ખાલી મને ઓર્ડર જ કર હું બધું જ કરી દઈશ...તારી ફેમિલી અને આયુષના મારી પર ઘણા ઉપકાર છે એના બદલામાં આ તો કશું જ નહીં.. તમે બધા મારા ખાસ ફ્રેન્ડ છો... મારી ફેમિલી છો... મારું આ દુનિયામાં તમારા સિવાય છે પણ કોણ."
"રોહન તું તો બહુ ઈમોશનલ બનાવી દે છે તુ પણ અમારા ઘરનો જ મેમ્બર છે.. એટલે તો તને તૈયારી કરવા કહ્યું છે."
હા હવે તારી લગ્નની જવાબદારી બધી જ મારી બસ તુ જો હવે આ રાહુલ શું શું કરે છે.. તું ચિંતા ના કર હું બધી જ તૈયારી કરી દઈશ જુલી અને આયુષને કશું પણ કહેતી નહીં નહીં તો હનીમૂન છોડીને અહીં આવી જશે.."
"ઓકે માય ડિયર ફ્રેન્ડ."
'રોહન તારો ખૂબ જ આભાર.'
'શુ કહ્યું નિશા તે તું જ કહેતી હતી ને કે હું તો તારા ઘરનો મેમ્બેર છું અને હવે આભાર વ્યક્ત કરે છે.'
'સોરી ભૂલ થઈ ગઈ મારી સારુ છોડ બધું આ જુલિ અને આયુષ હજુ આવી નથી રહ્યા કોલ કરીને પૂછ તો ખરા શું પ્રોબ્લેમ થઈ છે.'

હેલો આયુષ કેમ મોડું થઈ ગયું ક્યાં છો ?

'ફ્લાઇટ ત્રણ કલાક લેટ હતી એટલે મોડું થયું ગયું પાછળ વળીને જો તો ખરા હું પહોંચી જ ગયો છું.'

'આજે એક મહિનો થઈ ગયો તમને બંને ને જોઈએ કેવુ રહ્યું હનીમૂન.'
આયુષ: ખુબ જ સરસ રહ્યું હનીમૂન.. મારી લાઈફની બેસ્ટ મેમરી ..
રોહન: તારી તબિયત ખરાબ થઈ ગઈ હતી હવે બધું ઓકે છે.
'હા.'
'તું એક કામ કર આ લગ્ન પતાવીને પછી બધા જ રિપોર્ટ કરાવી લે.'
તું ચિંતા ના કર હું ઓકે છુ .
જુલી :હું પણ એમ જ કહું છું રોહન હવે તું જ એને સમજાવ.
'પહેલીવાર એવું બન્યું જો કે જુલી ના બદલે આજે તને સમજાવવું પડે છે.
સારું જાઓ બંને જણ ફ્રેશ થઈને તૈયાર થઈને આવો અમે તમારી રાહ જોઈ છીએ.'

******

' ખુબ જ સરસ રીતે લગ્ન થઈ ગયા આયુષ ચલ નક્કી કર્યા મુજબ તારે ક્લીનીક પર તો આવું જ પડશે.
મે ડોક્ટર જોડે કન્સલ્ટ કરી લીધું છે તુ ચેકઅપ કરાવા તૈયાર થઈ જા.'
'રોહન તુ ખોટી ચિંતા કરે છે હાલમાં તો મને બધું ઓકે છે.'

' મારે કશું સાંભળવું નથી તું તૈયાર થઈને આવ.'
'ઓકે તારુ કહેવુ તો માનવું જ પડશે.'

રિપોર્ટ બધા આવી ગયા છે સીટી સ્કેન ના રિપોર્ટમાં ગરબડ છે ...તમે બંને બેસો મારે થોડી સિરિયસલી વાત કરવી છે..
આયુષને બ્રેઇન ટ્યુમર છે.અને તેના કારણે માથું દુખતું હતું અને ચક્કર આવતા હતા..
બ્રેઇન કેન્સર વિશે તમે ડોક્ટર થઈને એટલું તો સમજી શકો છો કે તેમાં કંઇ પણ થઇ શકે છે.
રોહન: હવે તો ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે આપને વર્લ્ડના સૌથી સારા ડોકટરની ટ્રીટમેંટ લઈશું આયુષ ને કશું જ નહીં થાય.
ડો રોહન તમે ફ્રેન્ડ ના લીધે ઈમોશનલ થઈ ગયા છો પણ બ્રેઇન ટ્યુમર નું કેન્સર વધારે પ્રમાણમાં ફેલાઈ ગયું છે.

આયુષ: રોહન તું ચિંતા ના કર આપણે સારામાં સારા ડોક્ટર કન્સલ્ટ કરીશું ઓકે.. સારું ચલ હવે આપણે ઘરે જઈશું..

શું વિચારે છે રોહન, તું ખોટી ચિંતા ના કર ઘરે પહોંચતા પહેલા હું તારી જોડે થી એક પ્રોમિસ લેવા માંગું છું.

હા બોલ તારા માટે તો મારી જાન પણ હાજર છે.

તું જુલીને આ બીમારી વિશે કશું જ જણાવીશ નહીં હું તેને ખૂબ જ પ્રેમ કરું છું એને કશું જાણાવા માગતો નથી બસ જે પણ મને ભગવાને આયુષ આપ્યું છે એટલું હું તેની જોડે ખુશીથી જીવી લેવા માગું છું.
રોહન : દુનિયામાં તારા સિવાય મારો કોઈ જ છે નહીં તું કહે તો મારી જીંદગી પણ ભગવાન કરે તને આપી દવ.
કંઈ પણ થાય તારી ટ્રીટમેન્ટ આપણે મોટામાં મોટા ડોક્ટર જોડે કરાવીશું.
બસ રોહન હવે ડોક્ટરે કહ્યું છે મારી પાસે ખૂબ ઓછો ટાઈમ છે ઓપરેશન પણ સકસેસ નહી જાય જે પણ જિંદગી છે મારી જોડે હું ખુશીથી તમારી બધાની જોડે ખુશીથી જીવી લેવા માગું છું.
અને જો રોહન ઘર આવી ગયું છે.અંદર જતા પહેલા તારા મોઢા પર સ્માઈલ રહેવી જોઈએ..

ક્રમશઃ