Dil Ni Kataar Prem Posesiveness Valgan in Gujarati Magazine by Dakshesh Inamdar books and stories PDF | દિલ ની કટાર....પ્રેમ- પઝેસીવનેસ - વળગણ

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

દિલ ની કટાર....પ્રેમ- પઝેસીવનેસ - વળગણ

દિલની કટાર....
પ્રેમ- પઝેસીવનેસ - " વળગણ "
પ્રેમ અને લાગણીની પાછળ પોતાન પણું જે છેક માલિકી ભાવ સુધી જાય "પઝેસીવનેસ" આવો સંબંધ-પ્રેમ અને લાગણીને કારણે બંધાય, માઁ દિકરો, બાપ દીકરો, ભાઇ બહેન, પ્રેમી યુગલ, પતિ-પત્નિ, મિત્રો, ઘરમાં સંબંધોમાં આ ભાવ જોવા મળે છે.
બસ તું મારી જ ફક્ત, હું ફક્ત તારીજ.. બાળક માટે પણ આવું જ થાય. કાળજી લેવાય લાગણીથી અને ક્યારે એનાં માટે બંધાઇ જવાય સાવ પાગલની જેમ.. પોતાનાં પણુ એક માલિકીભાવ એમાં કંઇ ચૂકવવાનું હોય તો માત્ર પ્રેમ અને કાળજી છે એમાંથી પછી ઇર્ષ્યા, અબોલા શંકા, વહેમ બીજા અવગુણો પ્રવેશે અને એ બંધન બંધારો લાગે છે. સાચી પાત્રતામાં આ અવગુણો નથી આવતા.
જો બેમાંથી કોઇ એક પાત્ર સબંધ સામે રીસ્પોન્સ કરવો બંધ કરીતો આ બંધન જે જાતે સ્વીકાર્યુ છે એની સાંકળ તૂટી જાય છે. મીઠી ઇર્ષ્યા સુધી ઠીક છે એમાં છૂપો આનંદ છે આજે "વળગણ" છે એ દરેકમાં નથી આવતું સાચી પાત્રતા કેળવ્યાં પછી કોઇ પાત્રની તમે ખૂબ કાળજી લેવા માંડો કે એને કોઇ છેતરે નહીં. ફસાવે નહીં હર્ટ ના કરે એને કોઇપણ રીતે નુકશાન ના પહોચાડે. ગેરમાર્ગે દોરે નહીં બસ આ વળગણ ગમતું હોય ત્યાં સુધી પઝેસીવનેસ સારી લાગે છે.
આમાં લાગણી અને કાળજીનો આંક પૂરા 100 ટકા હોય છે પણ જો કોઇપણ એકપક્ષે એમાં ઉણપ આવે તો અવગુણો પ્રવેશે છે શંકા, વહેમ, ઇર્ષ્યા વધુ જ વિનાશ નોતરે છે.
ઘણાં કિસ્સામાં જાસુસની લાગતી કેર સંબંધ તોડાવે છે જો તમે જે પાત્રને પસંદ કરો છો ખૂબ પ્રેમ કરો છે કાળજી લો છો છતાં એને તમારી પઝેસીવનેસ "વળગણ" કહે તો એને છોડી દેવુ જ જરૂરી છે કારણ કે શંકાનાં બીજ રોપાયાં પછી એ સંબંધ તંદુરસત નથી રહેતો. એમાં સમજણનાં થીગડા કામ નથી કરતાં.
આજનો કાળ સમય એવો છે કે તમે ફસાયા પછી રજુ કરો કે હુંતો નિર્દોષ હતો મારી નિર્દોષતાનો ગેરલાભ કોઇએ લીધો પણ તમારી કેર લેનારને ખબર હોય છે તમારી પાત્રતાની તો વાંધો ના આવે. પરંતુ તમારી નિર્દોષતા કેટલી સારી તમને જ ખબર હોય. આજે ટૂંકા રસ્તે પામવા અને પામીને છોડી દેનારાં વધુ છે. તમારી કોઇ નાની ભૂલ ખૂબ મોટાં ગંભીર પરીણામ આપે છે. જે બધાં જ સંબંધોમાં લાગુ પડે છે.
વૈદીકશાસ્ત્રમાં સંબંધો માટે ઘણાં નિયમો હોય છે એ કોઇને સાક્ષી બનાવ્યા વિનાં પણ તમે એને અનુસરો તો સમજૂતિ નથી કરવી પડતી સમજૂતિ ના કરવી હોય તો પૂરી સમજણ સાથે જુદાથઇ જવું હિતાવહ છે.
ઘણીવાર ત્રાહીત વ્યક્તિની હાજરીથી જો વાતાવરણ સંબંધનું ડહોળાય તો સમજવુ ક્યાંક કચાશ છે. સબંધ બે વ્યક્તિની પુરી તૈયારી હોય પછી જ બંધાય છે.
સમજણનો સંબંધોમાં કંઇ બળજબરી કે ફરજીયાત નથી હોતું પણ એ સહજ સ્વીકાર અને પૂરેપુરી સંમતિ હોય છે. એકબીજાની કાળજી લઇને સમજણ કેળવવી મોટી વસ્તુ છે.
બે વ્યક્તિ વચ્ચે આર્થિક, સામાજીક, શૈક્ષણીક, કે નાતજાતની કોઇ અસર ના થાય સહજ સ્વીકાર થઇ જાય તો કોઇ પરીબળો અને ભેગાં થતાં અટકાવી નથી શકતાં..
સબંધની પાછળની સમજણ પ્રેમનુ નીરૂપણ કરે છે પ્રેમ સાથે વિશ્વાસ જોડાયાં પછી સમજૂતિ નથી કરવી પડતી. એમનાં કાળમાં ડગલેનેપગલે કોમ્પ્રોમાઇઝ કરવુ પડે છે અને સામે દલીલ થાય છે કે જીવવું હોય તો કોમ્પ્રોમાઇઝ કરવુ જ પડે. જીવવામાં તક્લીફ નથી પણ જે નથી એ મેળવવાની જીદ કોમ્પ્રોમાઇઝ કરાવે છે.
કોઇ સ્થિતિ કે મોભો કાયમ નથી રહેતો નથી ધનકે રૂપ કાયમી છે આજે સમજૂતિ કરી મેળવેલુ કાલે છૂટી જશે પછી એ સમજણથી કેળવેલા સંબંધો તૂટી ગયાં એને ફરીથી સાંધી નહીં શકો એનુ બાળમરણજ થઇ જાયછે.
પૂરી સમજ સાથે સમજણ કેળવવી તો સમજૂતિ નહીં કરવી પડે બાકી સૌ સૌનાં વિચારો પર આધારીત છે. હું મારાં સ્વાર્થ પ્રમાણે સમજણ કેળવીશ તો એ સમજૂતી છે સમજણ નહીં પરંતુ સાચો પ્રેમ કાળજી અને કંઇ પણ કરી છૂટવાની સમજણ ઇશ્વર સમાન છે એને કોઇ ઠગાવી ના શકે ના તોડી શકે. સમજણ સાથે વિશ્વાસ કેળવ્યાં પછી કોઇ તક્લીફ કે અગવડતો સામનો ના કરવો પડે. જીવ આપવા તૈયાર જીવોને ક્યારેય સમજૂતિ ખોટી રીતે સ્વીકારવી નથી પડતી છતાં કંઇક થાય તો સમજવું. આપણામાં ખોટ છે બીજામાં નહીં.
દક્ષેશ ઇનામદાર.”દિલ”..