LALI LILA - 1 in Gujarati Short Stories by Vijay Raval books and stories PDF | લાલી લીલા - 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

લાલી લીલા - 1

લાલી લીલા’

પ્રકરણ- પહેલું/૧


‘શું નામ છે છોડી તારું ?’
‘લાલી.’
ઓલ્ડ ફેશનના સ્હેજ મેલા સલવાર કુર્તીમાં, માથે દુપટ્ટાનો ઢાંકીને ઉભડક પગે ઓસરીમાં બેસેલી કાચી કુંવારી કામણગારી અને સ્હેજ શ્યામવર્ણની કાયા ધરાવતી ૨૧ વર્ષની યુવતી ધીમા સ્વરે બોલી.
‘બધું ઘરકામ સરખી રીતે આવડે છે, તને ?
‘હા બૂન. અમારું તો કામ જ ઈ છે, બધાયને ઘેર ઠામણા વાસણ ઉટકવા, ઝાડુ પોતા કરવાના અને જે આવડે ઈ રાંધી આલવાનું.’
‘તને અહીંનું સરનામું કોણે ચીંધાડ્યુ ?
‘ઈ અમારા વાસના બૈરા વાતુ કરતાં’તા કે આ લેના છેલા બે માળના ઘરમાં રે’તા કોઈ મંજૂ બૂનને કામવાળી બાયની જરૂર છે, તી હું ગોતતી ગોતતી આવી પુગી ગઈ.
‘કેટલું ભણી છો.?
‘ જાજુ નઈ, બસ ખપ પુરતું લખતા વાચતાં આવડે છે.’
‘તારું ઘર ક્યાં છે ?
‘આંય, પાછળ વણકર વાસ છે ને ન્યા.
‘કોણ કોણ છે તારા ઘરમાં ?
‘મારી મા. ઈ મજુરી કરવા જાય, બાપ છે પણ બીમાર થયને ખાટલે પડ્યો છે બે વરહથી. અને એક નાનો ભાઈ એ ભણે છે. અને હું બે વરહથી ઘરકામ કરું છું.’
‘હવે જો સાંભળ. અમારો બે જણનો પરિવાર. હું ને મારા ધણી. મારે એક મહિના માટે ચાર-ધામની યાત્રા એ જવાનું છે. મારા ધણીને ઘૂંટણમાં સ્હેજ તકલીફ છે, એટલે એ આવી શકે એમ નથી. એટલે મને એક મહિના પુરતું જ બધું ઘરકામ કરી શકે તેવી કામવાળીની જરૂર છે. હવે એ બોલ કે તું શું પગાર લઈશ ?’
‘પણ બૂન.. તમે ઈમ કેવા માંગો છો કે, અંઈ તમારાં ઘરવાળા એકલા જ રેહે. અને મારે કામ કરવાનું તો તો બૂન મારે વચારવું પડે. કેમ કે ભાઈ માણહ ઘરમાં એકલા હોય ને....’ લાલી આગળ બોલતા અટકી ગઈ.

‘અરે છોડી મારો ઘરવાળો તો ભગવાનનો માણસ છે. એને તો મારી સાથે આવવાની ખુબ ઈચ્છા છે, પણ તેના નસીબમાં નથી. અને તારા બાપની ઉમરના છે. દીકરીની જેમ રાખશે તને. ખુબ માયાળુ સ્વભાવના છે મારા લાલજી. પણ તું પગાર શું લઈશ ? એ કહે પહેલાં કેમ કે, પાછળથી મને પૈસા બાબતમાં કોઈ માથાકૂટ ન જોઈએ.’

‘હવે બૂન તમારાં જેવા દયાળુ માણહ રાજીખુશીથી સમજીને જે આલશો એ પગાર સમજીને લઇ લઈશ બીજું શું ? લાલી બોલી

‘આમ તો આઠસો રૂપિયા થાય પણ મને તારું કામ ગમશે તો હજાર રૂપિયા આપીશ અને મારા આવ્યા પછી મારા ઘરવાળાની કોઈ ફરિયાદ નહીં આવે તો બોણી પણ આપીશ બસ. ત્રણ દિવસ પછી મારે જાત્રા માટે નીકળવાનું છે. તું આવતીકાલથી જ કામ પર આવીજા તો હું તારું કામકાજ જોઈ લઉં.’

‘કાલથી શું કામ ? આઘડીએ જ મંડી પડું. તમે’ય જોઈ લ્યો.’ લાલીએ વાક્ય પૂરું કર્યું ત્યાં ફળિયાની ડેલી ઉઘડવાનો અવાજ આવતાં મંજૂએ જોયું તો તેનો ઘરવાળો લાલજી એન્ટર થયો ત્યાં મંજૂ બોલી..
‘લ્યો, આ આવી ગયા મારા ઘરવાળા. લાલજી નામ છે એનું.’
એટલે લાલીએ માથેથી દુપટ્ટાને આગળની તરફ સરકાવતા ઘૂમટોની જેમ તાણી લીધો.
એટલે હસતાં હસતાં મંજૂએ લાલજીને કહ્યું,
‘આ છોકરીને કામે રાખી છે. લાલી નામ છે એનું.’
એટલે દુપટ્ટામાંથી નીચી નજર ઢાળીને લાલજી તરફ બે હાથ જોડીને લાલી બોલી.
‘એ રામ રામ શેઠ.’
‘રામ રામ.’ કહીને મનોમન હસતાં લાલજી બેઠકરૂમમાં જતો રહ્યો.
‘ચાલ, ઊભી થા. એટલે તને તારું કામ સમજાવી દઉં.’ મંજૂ બોલી

૪૭ વર્ષીય લાલજી અને ૪૪ વર્ષીય મંજૂ. લગ્નજીવનનના અઢી દાયકાથી પતિ પત્ની બન્ને સોરાષ્ટ્રના એકાદ લાખની વસ્તીવાળા શહેરના છેડે આવેલી વસ્તીમાં તેના ટેનામેન્ટમાં રહેતાં. વીસ વર્ષનો એકનો એક પુત્ર ઈન્જીનીયરીંગના અભ્યાસ અર્થે બેન્ગ્લુરું રહેતો. લાલજી છેલ્લાં ૨૫ વર્ષથી ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે જોબ કરતો. પણ છેલ્લાં છ મહિનાથી તેણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને બે ટ્રક વસાવીને ખુદનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ શરુ કર્યો હતો. ડ્રાઈવરની જોબ હતી ત્યારે મહિનામાં માંડ પાંચ થી સાત દિવસ લાલજીને ઘરે રહેવાનું થતું હતું.

મંજૂએ પણ દામ્પત્યજીવનના અઢી દાયકા પરિવાર અને પતિ પરમેશ્વરની સેવામાં કાઢી નાખ્યા. તેમના પરિચિત મહિલા મંડળની બહેનોએ ચારધામ જાત્રાનું આયોજન કરતાં લાલજી જવાનો આગ્રહ કરતાં આખરે મંજૂ પણ જવા રાજી થઇ ગઈ.

આખરે ત્રણ દિવસ પછી.... મંજૂનો જાત્રાએ જવાનો દિવસ આવી ગયો. ત્રણ દિવસમાં લાલીએ ઘરના નાના મોટા કામ એટલા ચીવટ અને કાળજીથી કરી બતાવ્યા કે મંજૂને ઘરની મોટા ભાગની ચિંતા હળવી થઈ ગઈ. સજળનેત્રે મંજૂએ વિદાય લીધી.

મંજૂની સૂચના મુજબ રોજિંદા સમયસર લાલીએ તેનું કામકાજ શરુ કરી દીધું.
લાલજીએ પણ તેના કામકાજનો સમય અને લાલીના ઘરકામના સમયનો તાલમેળ બેસાડી દીધો.

બે દિવસ બાદ...

સવારના સાડા નવ થયાં છતાં હજુ લાલજી ઉઠ્યો નહતો.એટલે નાનું મોટું કામ પતાવીને લાલી, લાલજીના ઉઠવાની રાહ જોઇને તેના બેડરૂમને અડીને આવેલાં બેઠકરૂમમાં બેઠી હતી.

આશરે પંદરેક મિનીટ પછી બેડરૂમ માંથી લાલજીનો અવાજ આવ્યો..
‘લાલીલીલીલી....લી’
એટલે ઊભી થઈ, સ્જેજ ગભરાતી હળવેકથી બેડરૂમના ડોરને ધક્કો મારીને ઉઘાડતાં બોલી.
‘હા, બોલો શેઠ.’

‘અરે.. આજે મારી તબિયત ઠીક નથી લાગતી...તું ચા મૂક. આજે હું ઘરે રોકવાનો છું. તું તારું બાકીનું કામ પતાવી લે.’

‘એ હો શેઠ.’ લાલી બોલી

‘અને સાંભળ, ચા ને નાસ્તો અહીં બેડરૂમમાં જ લઇ આવ.ત્યાં સુધીમાં હું ફ્રેશ થઇ જાઉં.’

‘જી શેઠ.’
‘અને સાંભળ...’ આટલું બોલીને લાલજી અટકી ગયો. એટલે લાલીએ પૂછ્યું
‘શું શેઠ?
‘કંઈ નહીં.. તું નાસ્તો લઈને આવ પછી વાત.’ એમ બોલીને લાલજી વોશરૂમમાં તરફ ગયો અને લાલી કિચન તરફ.
દસ મિનીટ પછી લાલજીના બેડરૂમમાં પ્રવેશીને બેડ પાસેની ટીપોઈ પર લાલી ચા સાથે ગરમા ગરમ નાસ્તો મૂકી અને જેવી રૂમની બહાર નીકળવા જાય ત્યાં જ બેડ પર પલાઠી વાળીને ગંજી અને લેંઘાના પરિવેશમાં બેસેલો લાલજી બોલ્યો.

‘અરે..ક્યાં જાય છે ? બેસ અહીં.’
‘હજુ, લૂગડાં ધોવાના છે, ઝાડું પોતા કરવાના છે, ઘણું કામ બાકી છે શેઠ.’

‘હા.. હા.. મને ખબર છે, પણ પહેલાં મને તારું કામ છે. બેસ અહીં.’
એટલે પલંગથી થોડે દુર ઉભડક પગે લાલી બેસી ગઈ.

‘અરે ત્યાં નહીં, અહીં આ ખુરસી પર બેસ.’ લાલજી બોલ્યો.

એટલે લાલી ખુરશી પર બેસતાં બોલી.
‘શું થ્યું છે તમારી તબિયતને ?
‘ખબર નઈ માથું ભારેખમ લાગે છે અને થોડી સુસ્તી જેવું પણ છે. અરે.. પણ તું તો સાવ પરસેવે રેબઝેબ થઇ ગઈ. એક મિનીટ.’ એમ કહીને લાલજી એ એ.સી. ઓન કરીને કહ્યું. હવે આ રૂમનો દરવાજો બંધ કરી દે.’
એટલે લાલી ગભરાતાં બોલી... ‘કેકે...કેમ ?
‘અરે.. એ.સી. ચાલુ કર્યું એટલે..ગાંડી.’ હસતાં હસતાં લાલજી બોલ્યો.
ડોર ક્લોઝ કરતાં લાલી બોલી..

‘ઓ માડી, કેવું ટાઢું ટાઢું લાગે છે.’
‘તે ચા- નાસ્તો કર્યો ? લાલજીએ પૂછ્યું
‘ચા પીધો. એવું લાલી બોલી એટલે લાલજી હસતાં હસતાં બોલ્યો..
‘અરે.. ચા પીધો નહીં.. ચા પીધી એમ કહેવાય.’
શરમાઈને લાલી બોલી...
‘શેઠ, હું રઈ અભણ.. મને તમારી ઘોણે બોલતા નો આવડે હો.’
‘તું આ શહેરમાં કેટલાં સમયથી રહે છે ?
‘આ શેરમાં તો જનમ થયો દેતી ની રઉ છું, પણ આમ તો મારા મામાને ઘેર ગામડે મોટી થઇ એટલે ન્યા વધુ રઈ.’
‘કેમ ત્યાં ?
થોડીવાર ચુપ રહીને લાલી બોલી..
‘ઈ બોવ લાંબી વાત છે, પછી કોક દાડો કઈશ.’ લાલી બોલી

‘પણ તારી ચાલ-ચલન જોઈને કોઈ કહે નહીં કે તું અભણ છો. દેખાવમાં તો તું સારી એવી રૂપાળી છો.’

‘એટલે..? તમારી વાત મને નો હમજાણી ? ચાલ-ચલન એટલે શું ?
લાલીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘અરે તેનો મતલબ એમ કે તું ભણેલ-ગણેલ અને સારા ખાનદાનની લાગે છે એમ’
ચા પીને ખાલી કપ ટીપોઈ પર મૂકતા લાલજી બોલ્યો.

‘ઓય માડી રે...હવે તમે હાવ આવું ખોટું ખોટું બોલોમાં. હું કઈ એવી રૂપાળી નથ.’
શરમાઈને ટીપોઈ પરથી ચા-નાસ્તાની ટ્રે ઉપાડતાં લાલી બોલી.

‘એટલે હું તારા ખોટા ખોટા વખાણ કરું છું એમ ?
બેડ પરથી ઊભા થતાં લાલજી બોલ્યો..

‘મને શું ખબર ? અને ઈ એટલા માટે કે આજ દી લગણ આવી વાત મને કોઈએ કીધી નથ એટલે ભરોસો નથ આવતો.’ નીચું જોઇને લાલી બોલી.

લાલજી, લાલીની નજીક આવતાં લાલી ગભરાઈને દરવાજો ઉઘાડવા જાય ત્યાં લાલજી બોલ્યો..

‘મારા પર તો ભરોસો છે કે નહીં ?

થોડીવાર ચુપ રહીને લાલી બોલી..

‘એક વાત કવ શેઠ ?’
‘હા, બોલ,’
‘આ તમે ટાઢોળાનું મશીન ચાલુ ક્યરું ને ઈ મને બઉ ગ્ય્મું, અને બીજી એક વાત કે..
તમે શેઠાણી કરતાં બવ હારા છો.’
શરમાઈને આટલું બોલતા લાલી ઝડપથી દરવાજો ઉઘાડીને કિચન તરફ દોડી ગઈ.


આ રીતે લાલજી અને લાલી વચ્ચે વાર્તાલાપનો દોર શરુ થયો.. લાલીને લાલજી પ્રત્યે તેના શેઠ અને ઘરધણીની ધાકનો આંશિક ડર ઓછો થઇ ગયો. હવે લાલીને લાલજીના મળતાવડા અને મિલનસાર સ્વભાવથી પોતીકા જેવું વાતાવરણ ફીલ થવા લાગ્યું. અને ઘરને મંજૂ કરતાં પણ વિશષ કાળજીથી સજાવીને આંખે ઉડીને વળગે એવું સાફ સુથરું રાખતાં લાલજીને પણ લાલી પ્રત્યે માન ઉપજતું.

એકાંતરે મંજૂનો કોલ પણ આવતો. લાલજી જે રીતે લાલીના ઘરકામના વખાણ કરતો એ સાંભળીને મંજૂ એવું વિચારીને હાશકારો અનુભવતી...કે હાઇશ.. મારી
ગેરહાજરીમાં મારું ઘર સારી રીતે સંચવાઈ ગયું.


આઠ દસ દિવસમાં તો લાલજી અને લાલી વચ્ચેનો સામાન્ય નિખાલશ વાર્તાલાપ એટલો સહજ થઇ ગયો કે.. લાલજી ભૂલી ગયો કે લાલી આ ઘરની એક કામવાળી બાઈ છે અને લાલી એ ભૂલી ગઈ કે લાલજી આ ઘરનો માલિક છે. લાલજીની નાની નાની બેદરકારી પ્રત્યે લાલી હવે લાલજીને મીઠો ઠપકો પણ આપવા લાગતી..

‘જુઓ.. શેઠ આ આજે ફરી આ ટવાલ તમે નાઈ ને ખાટલા પર નાખી દીધો..આવું નઈ કરવાનું. હવે આવું કરશો તો...?’

‘તો.. શું કરીશ ? બાલ્કનીમાંથી બેડરૂમમાં આવીને લાલીની નજીક આવતાં લાલજી બોલ્યો..
રૂમની બહાર નીકળતાં લાલી હસતાં હસતાં બોલી..
‘શેઠાણીને કઈ દઈશ જો જો.’

એક દિવસ લાલજીના દિમાગમાં વિચાર સળવળ્યો કે, કયારેક ઘર સાવ રેઢું મુકીને જવાનું થાય તો આ સાવ સામાન્ય ઘરની અજાણી છોકરી પર કેટલો ભરોસો મૂકી શકાય. ? પછી કંઇક વિચારીને લાલીને બેડરૂમમાં બોલાવતા બોલ્યો..

‘લાલી, હું નાહવા જાઉં જાઉં છું, ત્યાં સુધીમાં તું મારો રૂમ અને બિસ્તર બધું વ્યવસ્થિત કરી નાખ.’
એમ કહીને બેડરૂમમાં આવેલાં બાથરૂમમાં લાલજી બાથ લેવા જતો રહ્યો.

અને લાલી લાલજીની સૂચના મુજબ બેડરૂમની સાફ સફાઈના કામે વળગી. બિસ્તર સમુંનમું કરતાં જ્યાં લાલીએ તકિયા ઉપાડ્યો ત્યાં... તકિયા નીચે પડેલા આશરે પાંચથી સાત હજાર રૂપિયા રોકડા અને સોનાની બે થી ત્રણ વીંટી અને બે ચેઈન પડેલા હતા. એટલે થોડીવાર તો લાલી મોઢું ફાડીને જોઈ જ રહી. પછી ચુપચાપ કામે વળગી ગઈ.


પંદર મિનીટ પછી જેવો લાલજી બાથ લઈને બેડરૂમમાં આવ્યો એટલે.... બધું
સુવ્યવસ્થિત જોઇને લાલીને બુમ પાડી, લાલી રૂમમાં આવતાં વેત જ ઠપકો આપતાં બોલી..

‘એ આવડા મોટા શેઠ થઈને કાંઈ ભાન પડે છે કે નઈ તમને ? તમે તો હાચેને સાવ ઢંગધડા વિનાના માણહ છો.’
જાણે કે લાલજીની ઘરવાળી હોય એમ સ્હેજ ડોળા મોટા કરી, કમરે હાથ મૂકીને લાલી બોલવા લાગી. એ જોઇને ડઘાઈ જતા લાલજીએ પૂછ્યું,

‘કેમ, પણ શું થયું ?
એટલે બેડની નજીક જઈ, તકિયા પાસે ઊભી રહીને બોલી..
‘આંય...આંય આવો મારી પડખે.’
લાલજી નજીક જતાં લાલી બોલી...
‘હવે આ તકિયો ઉંચકો.’
એટલે લાલજીએ તકિયો ઉઠવાતા તેની નીચે સરખી રીતે ગળી કરીને પડેલા રૂપિયાની થપ્પી પાસે ચેઈન અને વીંટી જોઇને બોલ્યો..
‘અરે..પણ આ તો મેં જ રાત્રે મુકેલા છે. મને ખબર છે. પણ તેમાં શું થઇ ગયું ?’
‘એય માડી રે..મારા શેઠ આવડા રૂપિયા અને આ દાગીના આમ સાવ રેઢા મેલી દેવાના એમ ? અને કાલ હવારે કઈ થ્યું તો નામ તો મારું જ આવે ને ? તમે પેલા આ તમારું જે કઈ હોય એ જોઈને ગણી લ્યો એટલે મારો તાળવે ચોંટેલો જીવ હેઠો બેસે.’

‘અરે પણ આ તું કેવી વાત કરે છે લાલી..? તારી પર કોઈ શંકા કરવાનો સવાલ જ ઊભો નથી થતો ને. તું તો આ ઘરના સભ્ય જેવી છે. અને મને ખબર છે કે જ્યાં સુધી તું આ ઘરમાં છે ત્યાં સુધી અહીંથી એક નાની અમથી કાંકરી પણ આઘી પાછી થાય તેમ નથી.’

‘એ મારે કઈ હાંભરવું નથ. રૂપિયા માટે આબરૂ જાય એ મને નઈ પોહાણ થાય,’
લાલીની ઈમાનદારીથી ખુશ થઈને હસતાં હસતાં લાલજી બોલ્યો..
‘એ બહુ ડાહી હો તું . ઠીક છે, હવેથી તું કહીશ એમ કરીશ બસ.’
‘તમે ત્યાર થઈ જાવ તો હું તમારા હાટુ ચા ને નાસતો લઇ આવું.’
એમ કહીને લાલી કિચનમાં જતી રહી.

લાલીના ગયા પછી ડોર ક્લોઝ કરીને લાલજીએ રૂપિયા ગણતા પુરા સાત હજાર હતાં એટલે પૂરે પૂરે ખાતરી થઈ ગઈ કે લાલી હાથની મેલી તો નથી જ. અને જે રીતે પોતાના સમજીને જવાબદારીનું ભાન કરાવ્યું એ લાલજીને વધુ ગમ્યું.

દસ મિનીટ પછી પણ લાલી ન આવતાં કિચન તરફ જોઇને જોયું તો કિચનનું ડોર બંધ હતું એ જોઇને લાલજીને નવાઈ લાગતાં પૂછ્યું..
‘અરે.. લાલી.. આ કિચનનો દરવાજો કેમ બંધ કર્યો છે ? અને તું શું કરે છે અંદર ?
‘એએએએ....એ ઈ આઆ...આવી હો.. બે ઘડી ખમો શેઠ.’
‘શું થયું ...?
‘એએએ...એ ઈ કઈ નઈ ? તમે રૂમમાં જાવ હું આવું છું ?
આશ્ચર્યના ભાવ સાથે લાલજી બેડરૂમમાં જઈને સોફા પર બેઠો..

પાંચ મિનીટ પછી.. તેના કપડાં સરખા કરતી કરતી ચા નાસ્તો લઈને આવી..
‘અરે..કેમ લાલી કેમ દરવાજો અંદરથી બંધ કર્યો હતો.. શું થયું હતું ?
શરમાઈને ફરી જતાં બોલી..
‘એ કાય નઈ.. તમ તમારે ચા ને નાસતો કરો ને છાના માના.’
‘ચાનો કપ હાથમાં લેતા ફરી લાલજી બોલ્યો...
‘મને કહેવા જેવું નથી એમ ? કે મને સમજણ પડે એમ નથી ?
‘ના એવું કાય નથ પણ મને શરમ આવે છે બસ.’
‘તો લે હું આંખ બંધ કરી લઉં તને જો શરમ આવતી હોય તો બસ.’ એમ બોલીને

લાલજી સાચે જ આંખ બંધ કરી ગયો..

‘આલે... લે, હવે તમે પણ શું આવા નખરા કરો છો, શેઠ ? આયખું ઉઘાડો હવે.’
એટલે લાલજીએ આંખો ખોલતા લાલી બોલી..

‘એ ને ઈમાં એવું હતું કે...’ લાલી અટકી ગઈ...
‘કેમાં શું હતું ?
‘એ ને ખબર નઈ મારા આખા ડીલે કશેકથી કીડિયું ચડી ગઈ...ને પછી એવા ચટકા ભર્યા કે રેવાયું નઈ તો...’

‘તો ? ચાહ નો સબડકો ભરતાં લાલજીએ પૂછ્યું
‘મને બઉ લાજ આવે છે.. કેમની કઉ તમને ? એ ને મેં દરવાજો ઈ હાટુ બન ક્યરો તો કે.. તયે મેં મારા હંધાય લૂગડાં....’
આટલું બોલીને લાલી દોડીને કિચનમાં જતી રહી...અને લાલીના અધૂરા વાક્યના શબ્દોની કલ્પનાથી લાલજીના કદાવર કદ કાઠીમાં ગલગલીયા કરતું લખલખું પસાર થઇ ગયું....

થોડીવાર પછી શરમાતા શરમાતા લાલી કિચનમાંથી બહાર આવી ત્યારે લાલજી તેની જાતને સ્વસ્થ કરીને બેઠકરૂમની અલમારીમાં કૈક શોધી રહ્યો હતો..

એટલે લાલી બોલી..’ શું ગોતો છો શેઠ,’
‘અરે.. મારી એક ફાઈલ જડતી નથી એ શોધું છું.... પીળા કલરની હતી...’
‘ક્યાં મેલી’તી ઈ યાદ છે ?
‘એ જ યાદ નથી. અચ્છા ઠીક છે, હું હમણાં કલાકમાં આવું છું. ત્યાં સુધીમાં તું શોધવાની કોશિષ કર કદાચને મળી જાય તો. અને ઉપરના માળે મારા રૂમના કબાટમાં પણ જોઈ લેજે. આ રહી તે કબાટની ચાવી. એમ કહીને લાલજી રવાના થયો..

એ પછી રસોડાનું કામકાજ પતાવીને લાલી આવી ઉપરના માળે..ખૂણામાં પડેલો કબાટ ઉઘાડીને મંડી ધીમે ધીમે બધું ફેંદવા. કબાટની હાલત જોઇને લગતું હતું કે ઘણાં લાંબા સમયથી કબાટને કોઈનો હાથ નથી અડક્યો.

એક પછી એક વસ્તુ ઉથલ પાથલ કરતાં.... અચાનક લાલીની નજર એક પુસ્તકના બંચ પર પડતાં તેણે ફાટક કરતો કબાટ બંધ કરી દીધો...

ઠીક બપોરે બે વાગ્યાની આસપાસ લાલજી આવ્યો..

એટલે ફ્રેશ થતાં લાલીએ એ ડાયનીંગ ટેબલ પર લંચ પીરસ્યું અને પોતે ચુપચાપ રસોડમાં જઈને કામ કરવા લાગી. જમી પરવારીને થોડીવાર બાદ તેના બેડરૂમમાં જઈને આડો પડતાં લાલજી બોલ્યો..
‘લાલી, જમીને આવજે રૂમમાં.’
‘એ હો શેઠ ? લાલીએ એ કીચનમાંથી જ બુમ પાડીને જવાબ આપ્યો..

પંદર મિનીટ પછી રૂમમાં પ્રવેશતા લાલી બોલી..
‘શેઠ કઈ ખાસ કામ છે, નઈ તો હું લૂગડાં ધોય નાખું ?
‘એ પછી કરજે પહેલાં અહીં બેસ થોડી વાર.’
‘એ લ્યો બેઠી.’ એમ કહીને બેડ સામેના સોફા પર પર પલાઠી વાળીને બેસતાં હસતાં હસતાં બોલી.
‘શેઠ....ઓલું ટાયઢ વાય ઈ મશીન ચાલુ કરોને ઘડીક ?
‘અરે કેટલી વાર કીધું તેને એ.સી..કહેવાય.. શું એ.સી.’
‘એ.સી. હા,, એ.સી. ધોળાવો.’
‘પણ શું લાલી તું આ એક ને એક કપડાની જોડ પહેરીને આવે છે ? કોઈ બીજા સારા ડ્રેસ નથી તારી જોડે ?”

‘અરે.. ના રે શેઠ અમારા ગરીબ માણહ પાસે કયથી હોય ?
‘અરે પણ આ આખો કબાટ ભર્યો છે મંજૂના કપડાથી તેમાંથી તને ગેમ તે પહેરી લેને, એ ન આવે ત્યાં સુધી.’

‘ઓય માડી રે.. હાય હાય.. શેઠાણીના લૂગડાં મારાથી કેમ પેરાય ?”
‘અરે.. કેમ પણ ? હું કહું છું પછી તને શું વાંધો છે ?
‘હા.. ઈ વાતે’ય હાચી.. તમે કે’તા હોય તો પેરીસ બસ.’
‘એક વાત કે તો લાલી, આટલા વર્ષોમાં મારા જેવો કોઈ શેઠ મળ્યો છે ?
‘હાવ હાચું કવ શેઠ.. મેં મારી આટલા વરહની ઉમરમાં કોઈ મરદ જોડે આટલી વાતુ જ નથ કરી. મારી માં મને ઘણી વાર કે’તી કે તું તો હાવ ભેંહ જેવી ભોળી છો. કોક દી કોક ભાઈ માણહ તને ભોળવીને તારો લાભ લઇ જાહે. તો હું જોરથી દાંત કાઢીને કે’તી કે મારામાં એવું શું છે, તે કોક ખાટી જાય.’

‘તારી માં સાચું જ કહે છે લાલી.. તું ખરેખર સાવ જ ભોળી છો. એકવીસ વર્ષની છો છતાં પણ...છો સાવ નિર્દોષ બાળક જેવી માસૂમ. એટલે જ મને તારી જોડે વાતો કરવી ગમે છે.

‘પણ શેઠ હાચેન તમ બવ હારા છો, પણ આજે...? સ્હેજ અટકીને આગળ બોલી

‘એક વાત કઉ શેઠ ?’
‘હા, બોલ.’
‘પણ મને ધગતા નઈ હો.’
‘અરે કઈ નહીં, કહું બોલ.’
‘આજે છે ને મને તમારી આ નાયણીમાં નાવાનું મન થયું.’
આ સાંભળીને લાલજી ખડખડાટ હસતાં હસતાં બોલ્યો..
‘અરે લાલી આ નાયણી નથી. બાથ ટબ અને લેટેસ્ટ શાવર સીસ્ટમથી સજ્જ બાથરૂમ છે.’

‘હેં.. હેં.. એટલે.. શું ? લાલી કાંઈ સમજી નહીં
‘પણ તને મન થયું તો શું કર્યું તે ? લાલજીએ પૂછ્યું.
‘એ છે ને તે હું બીતા બીતા એમાં ગઈ ને પછી ભૂલમાં મારાથી કોક નળ ફરી ગયો. ને ઉપરના ગોળા માંથી એવો વરસાદ થયો..ત્યાં તો હું તો બી ગઈ..પછી તો એય ને એવી મોજ પડી કે બઉ નાય.’

‘પણ આજે તને કેમ નાહવાનું મન થયું ? નવાઈ સાથે લાલજીએ પૂછ્યું.
એટલે લાલી થોડીવાર ચુપ રહ્યા પછી બોલી
‘ઈ તમારા પરતાપે.’ લાલી બોલી
‘કેમ મેં એવું શું કર્યું કે મારે લીધે તારે નાહવા જવું પડ્યું.’

‘ઈ તમે મને ઓલી ફોઈલ ગોતવાનું કીધું તું ને, તો હું ઉપલા માળે તમારા ઓરડા ગઈ. તમારા કબાટમાં તો બધું ફેંદી માયરું પણ તમારી ફોઈલ તો નો મલી પણ.. થોડી ચોપડીયું મલી.. ઈ ઉઘાડીને જોયું ન્યા તો મને પંડમાં માતાજી આયવા હોય એમ હું ધુણવા માંડી.’

‘હેં.. ચોપડી ? કઈ ચોપડી ? એવું તે શું હતું એ ચોપડીમાં ? આશ્ચર્ય સાથે લાલજીએ પૂછ્યું.

‘ઈ હું નઈ કઉ, ઈ તમારા તકિયા નીચે મેલી છે ચોપડી, તમે જ જોય લ્યો ને.’
સ્હેજ ગુસ્સા સાથે લાલી બોલી.

તકિયો ઉઠાવીને જોતાં આંચકા સાથે લાલજીના ડોળા ફાટી ગયા. થોડીવાર તો લાલજીની બોલતી બંધ થઇ ગઈ અને એ.સી. ઓન હોવા છતાં પરસેવો વળી ગયો. સ્હેજ થોથવાતાં બોલ્યો..

‘આઆ....આઆ અરે.. લાલી પણ આ ક્યાંથી આવી ? કોણ લાવ્યું એ મને ખબર નથી ?’

વધુ આવતાં અંકે

(c) વિજય રાવલ
vijayaraval1011@yahoo.com
૯૮૨૫૩ ૬૪૪૮૪