Amrit-Pipasa Part-1 in Gujarati Thriller by Dr Mitesh Solanki books and stories PDF | અમૃત-પિપાસા ભાગ-1

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

અમૃત-પિપાસા ભાગ-1

અમૃત - પિપાસા ભાગ- 1

"ધડામ..."

મોટી જાડી કિતાબ શેલ્ફ પરથી નીચે પડી..
લાઈબ્રેરી માં બેસેલી ચોપડીની ચોકીદાર વિદ્યાની નજર ઉઠી...

વિદ્યા.. વિજ્ઞાનની વિદ્યાર્થિની.. નામ એવા ગુણ.. ભણવામાં હોશિયાર, નીડર, કિતાબી કીડી.. લાઈબ્રેરી એનું બીજું ઘર.. કેમેસ્ટ્રી ના વિષયમાં પીએચડી કરતી વિદ્યા નવા નવા સંશોધનો અને વિજ્ઞાનના વિસ્મયો ઉકેલવામાં ખાસ રસ ધરાવતી..

કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર અને રસાયણોમાં રસ ધરાવતી વિદ્યા આખો દિવસ લાઈબ્રેરીમાં અને પ્રયોગશાળા માં જ રહેતી.. કોલેજના બદમાશ છોકરાઓએ તેનું નામ રસીલા પાડેલું.. આમ તો લાઇબ્રેરી નું કોઈ પુસ્તક વિદ્યાની પહોંચ બહાર હતું નહિ, પણ આ ઉપરથી પડેલી જાડી બુક તેણે ક્યારેય જોઈ ન હતી..

તેણે ખુરશી પરથી ઉભા થઇ કબાટ પાસે જઇ અને જોયું.. પુસ્તક પર લખ્યું હતું, એટલાસ.. વિશ્વની ભૂગોળ.. લાઇબ્રેરી ના વિજ્ઞાન વિભાગ માં આ ભૂગોળ નું પુસ્તક જોઈ તેને આશ્ચર્ય થયું.. એ પુસ્તક ઉઠાવી અને પાછું મૂકવા ગઈ ત્યાં એમાંથી એક ચિઠ્ઠી સરકી... એ ચિઠ્ઠી સ્ટેપલર પિન વડે પુસ્તકના પાના સાથે જોડાયેલી હતી.. વિદ્યાએ એ ચિઠ્ઠી ખોલી..

"અમર થવાનું રસાયણ" મોટા અક્ષરે લખેલું..
આમ તો વિદ્યા આવી અંધશ્રદ્ધામાં માનતી નહોતી પણ "અમર થવાનું" શબ્દ કરતા "રસાયણ" શબ્દે એની તાલાવેલી જગાવી..

નીચે ચાર પાંચ પેન થી દોરેલા ચિત્રો હતાં જે કોઈ નાના બાળકને પેહલી વાર પાટી પેન આપીને લખવાનું કહીએ એની જેમ જ એકદમ અસ્પષ્ટ અને ગરબડિયા...

ધ્યાન થી જોતા વિદ્યાને ત્રણ ચાર વસ્તુ સ્પષ્ટ થઇ..
એક કસનળી હતી જેના પર ડીઝાઇન બનાવેલી હતી, એક ચિત્ર હતું કોઈ અજીબોગરીબ મશીન નું જે બોક્સ જેવા આકારનું હતું અને એના પર સ્વિચ દોરેલી હતી.. એક ચિત્રમાં લીલા રંગ ના ટપકા હતા જેના પર લીલા રંગની જરી લગાવેલી હતી અને ચોથું ચિત્ર હતું એક ચોરસ જેના ખૂણા પર R લખેલો હતો..

કુતૂહલવશ વિદ્યા એ પાછળ પાનું ફેરવીને જોયું તો ચાર નામ લખેલા હતા,

ડો.મનોહર પંડ્યા
વિજયાલક્ષ્મી પારેખ
અમૃતા કૃષ્ણન
ડો.રહેમાન હથિયારી

જે એટલાસ ના પાના સાથે આ ચિઠ્ઠી લગાવેલી હતી એમાં ભાવનગર શહેર નો નકશો હતો.. અને ત્રણ જગ્યાએ માર્કિંગ કરેલું..

સુભાષનગર વિસ્તાર માં "M" લખેલો, સરદારનગર વિસ્તારમાં "V" અને ભરતનગર માં "A" લખેલો..
વિદ્યાની ચાલાક બુદ્ધિને જરા પણ વાર ના લાગી એ સમજતા કે આ ત્રણેય જગ્યાઓ પર ડો.મનોહર, વિજયાલક્ષ્મી અને અમૃતા ના ઘર છે..

એ નકશો અને ચિઠ્ઠી લઈ વિદ્યા તો ઉપડી રસાયણના રસ મા તરબોળ થવા..


*************************************

નકશા મુજબ સુભાષનગર વિસ્તારમાં બરાબર જ્યાં M કરેલો એ જ જગ્યાએ પહોંચી..

સાંજ પડી ગઈ હતી.. ચારેકોર ભેંકાર અંધારું.. આખો બંગલો સુમસાન.. આજુબાજુમાં કોઈ પાકો રસ્તો ન હોવાથી કોઈ અવરજવર નહિ..

મોટા જૂના દરવાજા પર વિદ્યા એ વાંચ્યું..

"ડો.મ.. હર પં.."

અત્યંત જૂનું બોર્ડ હોવાથી અક્ષરો ભૂસાઈ ગયા હતા.. વિદ્યા અંદર પહોંચી.. દરવાજો ખખડાવ્યો, એક ચાલીસેક વરસ ના ભાઈ આવ્યા અને પૂછ્યું
"કોનું કામ છે?"

"ડો.મનોહર પંડ્યાનું"

"સાહેબ બીમાર છે.." ધડામ.. દરવાજો બંધ..

વિદ્યા એ ફરી દસ્તક દીધી..

દરવાજો ખુલતા જ બોલી.. "હું વિદ્યા વ્યાસ.. કેમેસ્ટ્રી સ્ટુડન્ટ.. મારે મનોહર સાહેબ નું અગત્યનું કામ છે પ્લીઝ..."

આ વખતે રુસ્તમ ચાચા વિદ્યાનો માસૂમ ચેહરો જોઈ તેને રોકી ન શક્યા.. તેમને બે વરસ પહેલાં જ પ્રભુને પ્યારી થઈ ગયેલ તેમની દીકરી સકીના યાદ આવી ગઈ.. સકીના પણ કેમેસ્ટ્રીમાં જ અભ્યાસ કરતી હતી જ્યારે તેનું એક્સીડન્ટ થયું અને કાળ નો કોળિયો એને આંબી ગયેલો.. ત્યારથી રુસ્તમ ચાચા ગુમસુમ રહેતા..

રુસ્તમ ચાચા એટલે ડો.મનોહર સાહેબનો જમણો હાથ.. એમના ઘરના જૂના નોકર પણ સાહેબને માબાપની જેમ સાચવે અને મોટા ભાઈની જેમ સન્માન આપે..

સાહેબની બીજી પત્નીનો એક નો એક દીકરો બધી સંપત્તિ પોતાના નામે કરી અમેરિકા સેટલ થઇ ગયો પછી એણે કોઈ દિવસ પાછું વળી લાચાર માતા પિતા સામે જોયું નહિ.. પત્ની વિલાસબેન ના મૃત્યું પછી ડો.મનોહર સાહેબનું એક માત્ર સ્વજન એટલે રુસ્તમ ચાચા અને રુસ્તમ ચાચાના એક માત્ર વડીલ મનોહર સાહેબ..

"અંદર આવ બેટા.." ભારે અવાજથી ચાચા એ આવકાર આપ્યો...

વિશાળ બંગલો.. વચ્ચે હોલ.. આજુબાજુ અને ઉપર ઘણા બધા રૂમ.. દરેક રૂમ માં તાળું.. અજાણ્યા માણસને તો ભૂતબંગલો જ લાગે.. વચ્ચે એક સાઈડ માં એક પલંગ, તેના પર મનોહર સાહેબ સૂતેલા.. હાથ માં લોહીની નસ માં નળી.. બાટલા નું પાણી જ એમને જીવાડી રાખતું હોય એવી સ્થિતિ.. જર્જરિત પાંસઠ - સિત્તેર વરસ નું શરીર.. કરચલી પડી ગયેલી ચામડી.. ચેહરા પર ની ચમક ફિક્કી પડી ગઈ હોય, બંધ આંખો બસ મૃત્યુની રાહ માં હોય, હવે ખુલવા જ ના માગતી હોય એવું પ્રતીત થતાં વિદ્યાએ રુસ્તમ ચાચા સામે પ્રશ્નાર્થ નજરે જોયું..

"કોઈ ઇન્દ્રિય સાહેબની હવે કામ કરતી નથી.. નહિ આંખ, નહિ કાન.. ના બીજું કઈ.. બસ શ્વાસ ચાલુ છે."

આટલું બોલતા રૂસ્તમચચા ની આંખ ભરાઈ ગઈ.. વિદ્યા એ તેમને આશ્વાસન આપ્યું.. એ પણ મનોહર સાહેબ ની આવી દુર્દશા જોઈ સ્તબ્ધ થઇ ગઇ હતી..

"તારે શું કામ હતું બેટા??" રુસ્તમ ચાચાએ પૂછ્યું..

"હું સાહેબ ના એક સંશોધન વિશે જાણવા માટે આવી હતી. સાહેબ ની આવી હાલત હશે એવું મે સપના માં પણ નહોતું વિચાર્યું.."

"સાચી વાત બેટા.. દીવો લઈને ગોતવા જઈએ તો પણ સાહેબ જેટલો હોશિયાર વૈજ્ઞાનિક અને ઉમદા માણસ મળવો મુશ્કેલ છે.. પણ વિજ્ઞાન થી વિખૂટા પડેલ સાહેબ ને આજે પચ્ચીસ વરસ થઇ ગયા.. હવે તો કદાચ સાહેબ સાજા થઈને જાય તો પણ ઉપરના માળ ની લેબોરેટરી પણ એમને નહિ ઓળખે.."

"લેબોરેટરી??" વિદ્યાએ આશ્ચર્યથી પૂછ્યું..

"હા, સાહેબે સંશોધન કરવા માટે અહી ઘરમાં જ એક લેબોરેટરી બનાવેલી જે વરસો થી બંધ છે.."

"ચાચા, એક વિનંતી છે.. શું હું એ લેબોરેટરી જોઈ શકું??"

"તું શું કરીશ એ ભૂત બંગલા લેબોરેટરી રૂમ માં" મંદ સ્મિત સાથે ચાચા બોલ્યા.."

"પ્લીઝ... પ્લીઝ... આ નાની રસાયણ શાસ્ત્રી ના રસ ને ના ન કહો ચાચા.." વિદ્યાનો માસૂમ ચેહરો કરગરી રહ્યો..

"ઓકે ઓકે.." ચાચા એ હસતા હસતા એમના ઝભ્ભામાંથી ચાવી કાઢી અને આપી.."ઉપર જમણી બાજુ ત્રીજો રૂમ.. મારા પગ મને તારી સાથે નહિ આવવા દે બેટા.."

"ઇટ્સ ઓકે.. થેંક યું ચાચા"

વિદ્યાએ મનોહર સાહેબ તરફ આદર અને કરુણતા થી નમન કર્યું અને સીડીઓ ચડી ગઈ....