lakho have in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | લખો હવે

The Author
Featured Books
  • अनजानी कहानी - 4

    Priya house:पूर्वी गोदावरी (काकीनाडा) ज़िले में वरिष्ठ कलेक्...

  • इश्क़ बेनाम - 10

    10 फैसला इतनी रात को वह कोई टेक्सी नहीं लेना चाहती थी, मगर ल...

  • Haunted Road

    "रात के ठीक बारह बजे, जब पूरा गाँव नींद में डूबा था, एक लड़क...

  • आध्यात्मिकता

    आध्यात्मिकता एक गहन और विस्तृत विषय है, जो केवल धार्मिक कर्म...

  • महाभारत की कहानी - भाग 113

    महाभारत की कहानी - भाग-११४ युद्ध के चौथे दिन घटोत्कच की जीत...

Categories
Share

લખો હવે

આજનો દિવસ સૌનો સારોજ રહ્યો હશે એવુ મારુ મન કહે છે,
જોકે આજે સવારે ઉઠવામા થોડુ મોડુ થયુ કારણ કે રાત્રે સુવામાજ મોડુ થઇ ગયેલુ, ખરેખર દિલથી ખુબખુબ ધન્યવાદ આપુ છુ એ " oh my god " પીક્ચર ના લેખક અને નિદેઁશકને કે આજના આ સત્યને ખરેખર સારી રીતે એમા રજુ કયુઁ છે,
મે રાત્રે એ મુવી જોયુ પણ સવારે ઉઠીને નાહી ધોઈને રોજની આદત મુજબ ઘરના મંદિર સામે જઇને બે હાથ જોડી આંખ બંધ કરી ઉભો હતો ત્યાજ રાત વાળુ મુવી યાદ આવી ગયુ ને જાણે આજે મને અહેસાસ થયો કે મારા ઘરના મંદિરમા તો આજે ભગવાન છેજ નહીં પછી વિચાર્યું કે અહીયા અત્યારે સવાર સવારમા ભગવાન કયાથી હોય કારણ કે એતો જે એમને હાથમા માળા લઇને જપતુ હોય એના મોઢામા હોય અને એમાય એ જપવા વાળુ વ્યક્તિ પણ ખરેખર બહુ સાફ અને હિસાબમા એકદમ પરફેક્ટ કે ભગવાનને ખોટુ ના લાગે કે એને એકવાર નામ ઓછુ બોલ્યુ એટલે જેટલી વાર બોલે એટલી વાર માળાના મણકા ગણે જાય કારણકે કદાચ ભગવાન આવીને પુછે તો સીધી માળા બતાવી દેવાય કે લો ગણી લો આ માળા, પછી વિચાર આવ્યો કે કદાચ ભગવાન એના પણ મોઢામા હોઇ શકે કે રાત્રિ દરમ્યાન કયાક કઇ ધ્યાન બહાર થયુ હોય ને કોઇ પુછે કે આ કેવી રીતે થયુ તો પેલા તરત જવાબ આપે કે " રામ જાણે " , કા તો એમના મોઢામા કે સવારે ઘરની બહાર નીકળેને સ્કુટર કે ગાડીના ટાયરમા હવા ના હોયને તરત બોલે કે " ઓહ માય ગોડ ", જોકે આમે એમને ભગવાન એમજ થોડા કહેવાય છે? એ છે જ એટલા મહાન કે કોઇપણ ખરાબ બનાવમા આપણે બોલેલુ " હે ભગવાન તે આ શુ કયુઁ?" એ હસતા મોઢે સ્વીકારી લે કારણકે આપણને તો એમને જન્મ જ સારા કાયોઁ કરવા આપ્યો છે બાકી ખરાબ તો એ કરી જ શકે છે તો એમા આપણી ક્યા જરુર પડવાની જ હતી?, જો કે એક વાત તો માનવી જ પડે કે આખીય દુનિયામાં જો ભગવાનને સૌથી વધારે પ્રેમ હોય તો એ આપણા દેશ પર અને એટલેજ એમને આટલી બધી વાર અલગ અલગ રુપમા અહીંયાજ જન્મ લીધો અને ઘણા બધા કામ કયાઁ પણ એમાના એક કામમા એ એવા તે ફસાયા કે એમને કોટઁમા આવીને કહેવુ પડે અને એફીડેવીટ કરીને આપવુ પડે કે હા પેલો પુલ મે જાતેજ બનાવ્યો છે ને એટલેજ એનુ નામ " રામ સેતુ " મે જાતે જ આપ્યુ છે, જો કે પહેલાંજ કહ્યુંને કે ભગવાન તો મહાન છે તો એ આવશે અને પેલી કોટઁના માળીયા મા પડેલી ફાઇલમા એમનુ એફીડેવીટ આવીને મુકી જશે ત્યારેજ નક્કી થશે કે આ દેશમા ખરેખર ભગવાનનુ અસ્તિત્વ હતુ, મે બહુ રાહ જોઇ એમની મંદિર સામે ઉભા ઉભા પણ પછી થયુ કે આજે આપણો વારો આવે એમ નથી લાગતો એટલે નીકળી પડ્યો ઓફીસ જવા અને મંદિર સામે ઊભા ઊભા વિચારેલી વાતો ના રૂબરૂ દશઁન પણ કયાઁ રસ્તામા એ માળા લઇને બેઠેલા દાદીમા, " રામ જાણે " અને " ઓહ માય ગોડ " આ બધુ જોયા પછી મારાથી પણ ભગવાનને કહેવાઇ ગયુ કે " ગોડ બ્લેસ યુ ",
*મિત્રતા જ સાચું ધન છે,*
*મારા બધા સોનાના સિક્કા જેવા મિત્રોને ઘણી ખમ્મા

*ધનતેરશની શુભકામના*

અષ્ટ પ્રકારની લક્ષ્મી હોય છે.

૧. ધન લક્ષ્મી : જેનાથી તમારી અર્થવ્યવસ્થા સુદ્રઢ થાય.

૨. ધાન્ય લક્ષ્મી : આજીવન તમારા શરીરને પોષણ આપનારું અન્ન મળી રહે.

૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી ધીરજ ખૂટે નહિ.

૪. શૌર્ય લક્ષ્મી : જીવનમાં વિકટ પરિસ્થિતિનો પ્રતિકાર કરવાની શક્તિ.

૫. વિદ્યા લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક ઉન્નત્તિ કરાવનારી વિદ્યા પ્રાપ્ત થાય.

૬. ક્રિયા લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઉન્નતિ કરાવનાર કર્મ થાય.

૭. વિજય લક્ષ્મી : જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતારુપી વિજયની પ્રાપ્તિ.

૮. રાજ્ય લક્ષ્મી : જે પ્રદેશમાં રહેતા હોય તે સમૃદ્ધ હોય.

આમ આ આઠ પ્રકારની લક્ષ્મીનો તમારા જીવનમાં વાસ થાય અને તમારું જીવન શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના !

🌹એક વાર શ્રી કૃષ્ણ દર્પણ સામે ઊભા રહીને તૈયાર થઈ રહ્યા હતા. જુદા જુદા મુગટ ચઢાવી જોઈ રહ્યા હતા તેમજ હાર,માળા વિગેરે ખૂબ કાળજીપૂર્વક જોઈ પહેરી રહ્યા હતા.તૈયાર થવામાં આજે પ્રભુ ખૂબ ચીવટ દાખવી રહ્યા હતા,સમય પણ ખૂબ લીધો , તૈયાર થવામાં. બહાર તેમના રથનો સારથિ વિલંબનું કારણ સમજી શકતો ન હતો. કદી સમય ન ચૂકનારા વનમાળી આજે કેમ વાર લગાડી રહ્યા છે, એ ન સમજાતા અધીર સારથિ એ એમના કક્ષમાં જવા ડગ માંડ્યા. અંદર જઈ જુએ છે ત્યારે પણ શ્રી કૃષ્ણ દર્પણ સામે પોતાની જાતને શણગારી રહ્યા હતા. "આપણે આજે જવાનું છે ને પ્રભુ ? આપ તો આજે વિશેષ રીતે તૈયાર થઈ રહ્યા છો, આપણે કઈ તરફ જવાનું છે ?" શ્રીકૃષ્ણ મંદ મુસ્કાન સાથે બોલ્યા, " હું આજે દુર્યોધનને મળવા જઈ રહ્યો છું."
સારથિએ‌ સાશ્ચર્ય પૂછ્યું, "આપ દુર્યોધનને મળવા આટલો શણગાર કરી રહ્યા છો ? "

પ્રભુએ સસ્મિત જવાબ આપ્યો," દુર્યોધન મારા અંદરના રૂપને નહીં જોઈ શકે.. એ મારા બાહ્ય રૂપને જ જોશે, માપશે. એ મારા બાહ્ય રૂપથી જ અંજાશે, કારણ કે એ મારા માંહ્યલા સુધી નહીં પહોંચી શકે ." સારથિ સાંભળી જ રહ્યો, પણ પછી બોલી ઊઠ્યો,"આ બરાબર નથી , પ્રભુ!! આપ દુર્યોધનને મળવા જશો? એણે આપને મળવા આવવું જોઈએ, આપ શા માટે ત્યાં જાઓ છો ? નહીં,આ ઠીક ન કહેવાય. આપ તો જગન્નાથ છો, એની પાસે આપ નહીં જાઓ, એ આવશે આપને મળવા, એ જ યોગ્ય છે, સ્વીકાર્ય છે." સારથિનો અકળાટ વધી રહ્યો હતો.

શ્રી કૃષ્ણ મંદ સ્મિત કરી દર્પણ સામે ઊભા હતા.ધી મેથી પાછળ ફરી સારથિને કહ્યું,
*અંધકાર કદી પ્રકાશ પાસે ન આવે, પ્રકાશે અંધકાર તરફ ગતિ કરવી પડે છે !!*

🪔🪔આવનારો પ્રકાશ પર્વ આપણા અંદરના અંધકારને હંફાવે, આપણે સૌ અંદરથી ઊજળા થઇએ...🪔🪔

આશિષભાઇ શાહ
Maaster બ્લાસ્ટર
Mad : Make a difference
🔥9825219458
comments pls on
a9825219458@gmail.com