The Corporate Evil in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-32

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-32

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-32
અનુપસિંહ અને નેન્સીનાં સંબંધો હવે છૂપા નહોતાં રહ્યાં એનું કારણ નેન્સી બની હતી. એકવખત અનુપસિંહ નેન્સીને લઇને કલબમાં ગયાં ત્યાં અનુપસિંહની પત્નીની કીટી પાર્ટી હતી અનુપસિંહને એની જાણ નહોતી. એ લોકો બાર રૂમમાં બેઠાં હતાં. થોડીવાર ડ્રીંક લઇને અનુપસિંહ નેન્સીને એમનાં કાયમ બુક રહેતાં કલબનાં સુટમાં લઇને ગયાં ત્યાં અનુપસિંહને ડ્રીંક વધારે થઇ ગયુ હતું પણ એમનો પ્લાન હતો કે રૂમમાં બેસી નેન્સી બધાં રીપોર્ટ આપે સાથે સાથે થોડી મસ્તી થઇ જાય.
જેવાં રૂમમાં પ્રવેશ્યા પુલ સાઇડ અનુપસિંહની પત્નીની કીટી પાર્ટી ચાલી રહી હતી. રૂમની વીન્ડોમાંથી નેન્સીએ એ જોયુ એનું સ્ત્રીચરિત્ર બહાર આવ્યુ એની આંખમાંથી ઇર્ષ્યાનો અગ્નિ નીકળ્યો પણ પછી એણે પ્લાન બનાવીને અનુપસિંહ પાસે આવી.
અનુપસિંહ એની પાસે ટેન્ડરની તારીખ પૂછી અને એમાં કોણ કોણ પાર્ટીસીપેટ થયાં છે એ બધુ પૂછ્યુ. નેન્સીએ કહ્યું ડાર્લીંગ થોડીવાર રીલેક્ષ તો થાવ બધાં પેપર્સ રેડી છે કોઇ કામ મેં બાકી નથી રાખ્યુ. અનુપસિંહે કહ્યું પણ મને ટેન્ડર ઓપન થવાની ડેટ નજીક આવે છે એનુ ટેન્શન છે આ વખતે પેલો રાણે આપણી સામે કોમ્પીટીશનમાં છે અને તને ખબર છે ને એ મીનીસ્ટરનો સાળો છે એ કોઇ ખેલ ના ખેલી જાય એનુ ધ્યાન રાખવાનુ છે.
નેન્સીએ હોઠ મલકાવતાં કહ્યું "તમે રીલેક્ષ થાવ એવાં બધાં કામ મને જોવા દો. તમારી પાસે નેન્સી છે પછી ચિંતા છોડો એમ કહીને અનુપસિંહનાં ગળે વળગી અને એણે પ્રેમ કરવાનો ચાલુ કર્યો.
અનુપસિહે એને ચુંબન કરીને કહ્યું "મ્યુઝીક મૂક થોડો માહોલ બનાવ નેન્સીએ એનાં બધાંજ વસ્ત્ર ઉતારીને મ્યુઝીક ચાલુ કર્યુ અને અનુપસિંહને ઉશ્કેરવા માંડ્યો. અનુપસિંહનાં શર્ટનાં બટલા ખોલી અને ચૂમવા માંડી.
અનુપસિંહ ધીમે ધીમે ઉત્તેજીત થઇ રહેલો એણે નેન્સીને ઊંચકીને બેડપર સૂવાડી અને પછી બંન્નેની પ્રેમક્રીડા ચાલુ થઇ થોડો સમય નેન્સી સાથે રમતો રહ્યો અને બંન્ને જણાં રતિક્રીડાનો સંતોષ લઇને પાછાં પીવા બેઠાં.
અનુપે કહ્યું "ડીનર અહીં રૂમમાંજ કરી લઇએ. નેન્સીએ લૂચ્ચાઇથી કહ્યું "અરે નીચે મજા આવશે ખૂલ્લામાં કેવો સરસ પવન આવે છે આ બંધ રૂમમાં હવે ગૂંગળાપણ થાય છે ચલો નીચે પ્લીઝ અનુપે કહ્યું "મારે ડ્રીંક વધારે થયુ છે નીચે નહીં મજા આવે. પણ નેન્સી ના માની એણે અનુપને મનાવી લીધો બંન્ને જણાં ફેશ થઇને તૈયાર થઇ નીચે આવ્યાં. નેન્સી કીટી ચાલી રહી હતી એની બાજુનાં ગાર્ડનમાં લઇ ગઇ ત્યાં બંન્ને જણાં બેઠાં અનુપે ડીનર ઓર્ડર કર્યુ અને નેન્સીને નીરખી રહેલો.
નેન્સીએ અનુપસિંહને કહ્યું "અરે ત્યાં તો મેડમની કીટી ચાલતી લાગે છે આપણે અહીં ખોટાં આવ્યાં.. અનુપનાં અડધો નશો ઉતરી ગયો. એણે કહ્યું "મેં તને ના પાડી હતી રૂમમાંજ ડીનર લઇએ હવે એ બાજુ ધ્યાન ના આપ આપણે અહીંથી બીજે ડીનર લઇશું ચાલ.
નેન્સીએ પાણી પીવા ગ્લાસ ઉઠાવ્યો અને ભૂલથી પડ્યો હોય એમ ટેબલપર નાંખ્યો કાચ તૂટવાનો અવાજ આવ્યો. ધીમુ સંગીત ચાલતું હોવા છતાં બધાંની નજર ખેંચાઇ ત્યાં મીસીસ અનુપસિંહની નજર નેન્સી પર પડી એને થયુ જરૂર અનુપ એની સાથેજ હોવા જોઇએ. એ કીટી છોડીને ગાર્ડન તરફ આવી નેન્સીએ જોયુ એણે અનુપને કહ્યું "સર મેડમ આ તરફ જ આવતી લાગે છે. અનુપે કહ્યું "આવવા દે વાંધો નહીં હું મેનેજ કરી લઇશ હવે અહીંજ બેસ શાંતિથી.
મીસીસ અનુપ આવીને અનુપને કહ્યું "તમે બે જણાં અહીં ડીનર લેવા આવ્યાં છો ? અને આ તમારી સેક્રેટરી કમ રખાત અહીં શું કરે છે રાત્રે મીટીંગ છે કહીને તમે મને સાથે આવવા ના પાડી એટલે મેં કીટી ગોઠવી તમે રહી કામ કરો છો કે રંગરેલીયા ?
નેન્સીએ ડ્રીંક લીધેલું "રખાત" શબ્દ સાંભળી એની જબાન છટકી એણે કહ્યું "મેડમ બોલવાનુ ભાન રાખો રખાત કોને કહો છો ? મીસીસ અનુપે કહ્યું "રખાત શબ્દ હજી સારો છે કામનાં બહાને તમે લોકો શું ધંધા કરો છો ખબર છે મને સારું છે મેં તને હજી રંડી નથી કીધી. તું સમજે છે શું ? અને મારો વર મોટો ઉદ્યોગપતિ એક નંબરનો.. એ આગળ બોલે પહેલાં નેન્સીનો હાથ ઉઠ્યો બોલવામાં લીમીટી રાખો અને નેન્સીએ અનુપ સામે જોઇને કહ્યું મેડમને કહો બોલવામાં ભાન રાખે. અનુપ બંન્નેને જોઇ રહેલો કંઇ બોલવા જાય એ પહેલાં નેન્સીનાં વાગબાણ છૂટ્યાં.
મેડમ મને બધી ખબર છે તમે કોઇ સતિ સીતા નથી પેલાં દેશમુખ સાથે... મારું મોં ના ખોલાવશો રંડી કોણ છે એ અનુપને નક્કી કરવા દો હું અન મેરીડ છું તમે તો પરણીને એ ધંધા કરો છો એટલે રંડી કોણ છે સમજી ગયાને ? આવું સાંભળીને અનુપસિંહનો પિત્તો ગયો એણે નેન્સીને એક લાફો ખેંચી દીધો. નેન્સી અચાનક પડેલા મારથી બઘવાઇ ગઇ એણે ડ્રીંક લીધેલું એનાંથી અપમાન સહેવાયુ નહીં એણે અનુપસિંહને કહ્યું મારાં પર હાથ ઉપાડ્યો ? હાઉ ડેર યુ ? એ પછી માન અપામાન ભૂલી તું તા પર આવી ગઇ અસલ સ્ત્રી ચરિત્ર પર આવી ગઇ એણે કહ્યું આખો વખત મારાં પડખા ઘસે છે તારાં વૈતરાં કરુ છું સાચવ્યા કરુ છું તને વફાદાર રહી એનુ આ ઇનામ છે ?
તારી આ બૈરી પેલા દેશમુખ સાથે સૂઇ ગઇ ત્યારે તારું પુરુષત્ત્વ ક્યા ગયેલું ? બૈરાને પરપુરુષ સાથે સૂવાડીને તો તું તારો ધંધો કરે છે એમ કહીને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઇ જતાં જતાં બોલતી ગઇ હવે તું જો તને કેવો બરબાદ કરુ છું મને "યુઝ" કરી છે કાયમ... મારાં અપમાનનો બદલો તારી બરબાદી છે.
અનુપસિંહ એની વાઇફને કહ્યું તારે ગાળો દેવાની ક્યાં જરૂર હતી ? એની પાસે મારાં ધંધાની બધીજ સીક્રેટ છે એ સાલી કંઇક કરી નાખશે તો આપણે બરબાદ થઇ જઇશુ એને મારે.. એમ કહીએ નેન્સીની પાછળ ગયો..
બીજા દિવસે સવારે બધાંજ વર્તમાન પત્રોમાં હેડલાઇન હતી અનુપ ઇન્ડસ્ટ્રીઝની અનુપસિંહની સેક્રેટરીએ કરેલું સુસાઈડ કર્યાનાં સ્વીમીંગ પુલમાં એની લાશ તરતી હતી એ તરવા જતાં મરી કે એને મારીને ફેકી દીધી પુલમાં એની તપાસ કરવાની કાર્યવાહી ચાલુ થઇ.
થોડાં દિવસ તપાસ ચાલી પછી ન્યુઝમાં આવી ગયુ કે ખૂબ ડ્રીંક લઇને પુલમાં પડી સ્વીમીંગ માટે અને નશામાં પાણી પીવાઇ ગયું અને ડૂબીને મરી ગઇ આખા કેસ પર પડદો પડી ગયો. આખો કેસ બંધ કરાવવામાં અનુપસિંહ આંખે તારા જોવાઇ ગયાં... અનુપસિંહને આખો કિસ્સો યાદ આવી ગયો અને હમણાં દીકરા અમોલની લાઇફમાં બની ગયું ખૂબજ અસ્વસ્થ થઇ ગયો અને ઊંઘવાની ગોળી લઇને સૂઇ ગયો.
************
નીલાંગ અને નીલાંગી ઘરેથી બાઇક પર નીકળ્યાં. નીલાંગે હાઇવે પર બાઇક લીધી અને એક કોફી શોપમાં આવીને બેઠાં. નીલાંગીએ કહ્યું બોલ શું કહેતો હતો આઇને મારે શું કહેવાનુ કે નહીં કહેવાનુ સમજાવ.
નીલાંગે કહ્યું "હું તને સમજાવું એક મીનીટ એમ કહીને એણે પહેલાં બે કોફી ઓર્ડર કરી અને પછી નીલાંગીની આંખોમાં આંખ પરોવીને કહ્યું "જો આ 50K તને આપ્યાં છે એજ મને પચ્યા નથી એટલે કે એની પાછળનું કારણ સમજાતુ નથી. તું CAની ત્યાં નોકરી કરે છે આજે અચાનક 50K ઘરે બતાવે તારાં આઇ બાબા શું રીએક્ટ કરશે ? એ લોકો વિશ્વાસ કરશે તને ઓફીસમાંથી મળ્યાં ?
ખુશ થવાની જગ્યે તારાં માટે ગમે તેવાં વિચારો કરશે. એટલે મેં કીધુ અમુક પૈસા ઠેકાણે મૂકી દે તને ગમે ત્યારે કામ લાગશે અથવા ધીમેધીમે ઘરમાં આપજે.
તારી આઇ ખૂબજ હુંશિયાર છે પણ તારાં પર વિશ્વાસ નહીં કરે. હું કદાચ માની લઊ કે તને કમીશન મળ્યુ તારાં કામનું કે ઇનામ પણ એક ટ્રાન્ઝેકશનમાં આટલાં બધાં પૈસા ? એની પાછળ પેલા શ્રોફની કોઇ મેલી મુરાદ તો નથી ને ?
નીલાંગીને ગુસ્સો આવી ગયો એણે કહ્યું "નીલુ કદાચ તું માની લે એટલે ? હું જુઠુ બોલુ છું ? મારાં પર વિશ્વાસ નથી ? મેં જે કહ્યું છે મને ખબર છે આંખો ખોલીને કર્યુ છે એવું કંઇ કર્યુ નથી કે મને સંકોચ થાય કે ખોટુ લાગે.
નીલાંગી કહે તુંજ વિશ્વાસ નથી કરતો સાચું નથી સમજતો મારે બીજાની શી વાત કરવી ? ત્યાં કોફી આવી ગઇ.
નીલાંગે ગરમા ગરમ કોફીની સીપ લેતાં કહ્યું "નીલો તને ખબર છે આ મુંબઇ શહેરમાં કેવા કેવાં ધંધા ચાલે છે કેવા કેવા ટ્રાન્ઝેકશન ચાલે છે જે રૂપિયા ચૂકવાય એની કિંમત હોય છે એવાં કામ હોય છે. તને ક્યાંય ફસાવતો નથીને એ જોવાની મારી ફરજમાં આવે છે. હું માનુ છું કોઇ એવું ટ્રાન્જેન્શન હશે જેમાં શ્રોફને ઘણો ફાયદો થયો હશે અને બીજુ ખાસ એ કે ફરીવાર તું એ કામ કરવાની નાજ ના પાડે ખુશી ખુશી કરે.
જે ચૂક્વાય છે એને વસુલાય છે હું રીપોર્ટર છુ મારી પાસે કેવા કેવા રીપોર્ટ આવે છે.. રોજ શહેરમાં ફસાવવાનાં ષડયંત્ર રચાય છે અને પછી.. છોડ તને મેં કહેવાનુ હતું કહી દીધુ હવે તું ઘણી સમજદાર છે સમજીજ ગઇ હોઇશ.
નીલાંગીએ કહ્યું "હું બધુ સમજુ છું અને બધીજ રીતે સતર્ક છું હું મારી કાળજી લઇશ ધ્યાન રાખીશ પણ મારે મારાં આપણાં સ્વપ્ન પુરા કરવા છે એનાં માટે પૈસા જોઇશે અને પૈસા ભલેને...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-33