The Corporate Evil in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-30

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-30

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-30
શ્રોફની સૂચનાં પ્રમાણે નીલાંગી અને ભાવે બે સીક્યુરીટી સાથે 50 લાખ કેશ લઇને મર્સીડીઝમાં નીકળ્યાં બપોરનાં બે વાગ્યાં હતાં. થોડો ટ્રાફીક ઓછો હતો. ડ્રાઇવર કારનાં કાચમાંથી વારે વારે નીલાંગીને જોઇ રહેલો. નીલાંગી ગઇ તો હતી પણ જીવ પડીકે હતો એને ડર લાગી રહેલો એણે બાજુમાં બેઠેલા ભાવેને કહ્યું સર આપણે ક્યાં જઇ રહ્યાં છીએ ? કોને પૈસા આપવાનાં છે ?
ભાવેએ ઇશારાથી ચૂપ રહેવાં કહ્યું પછી નીલાંગીની એકદમ નજીક આવી કાનમાં કહ્યું "પૈસાની વાતો ના કર હમણાં પહોચી જઇશુ પૈસા આપીને ઓફીસે પાછા...
નીલાંગી ઊંચા જીવે કારમાં બેસી રહી. એસી કારમાં પણ એનો પસીનો આવી રહેલો. ત્યાં કાર મોટાં વિશાળ બંગલામં પ્રવેશી. અને પોર્ચમાં જઇને ઉભી રહી. અંદરથી એક માણસ દોડતો કાર પાસે આવ્યો. એણે ખાદીનો ધોતી કુર્તો પહેરેલો હતો જાણે ઘરનો કોઇ નોકર જેવો દેખાતો હતો. એણે ડ્રાઇવરને કહ્યું "અંદર લઇ આવો. ડ્રાઇવર અને એની બાજુમાં સીટ પર બેઠેલો બંન્ને સીક્યુરીટી હતાં એ લોકોએ ડીકી ખોલીને મોટી બેગ ઉઠાવીને અંદર લઇ ગયાં. ભાવે અને નીલાંગી ઉતરી એ લોકોની પાછળ ગયાં.
મોટાં વિશાળ હોલને પસાર કરીને બધાં પૂજારૂમ તરફ આવ્યા પૂજા રૂમની પાછળનાં રૂમમાં સીક્યુરીટીએ બેગ મૂકી. પેલા ધોતીવાળાએ ભાવેને પૂછ્યુ "પૂરાં છે ને ? ભાવે એ ખૂબ નમ્રતાથી કહ્યું "હાં સર પૂરા છે પેલાએ કાગળની ચબરખી જેવુ કાઢ્યુ અને એમાં કંઇક લખીને ભાવે ને આપી. નીલાંગીએ જોયુ તો છાપાની કોઇ ચબરખી જેવુ હતું એમાં કોઇ આંકડાની આજુબાજુ રાઉન્ડ કરી રહી હતી. ભાવે એ એનુ વોલેટ કાઢી એમાં મૂકીને થેંક્યુ કીધુ અને પાછા બધાં બહાર આવી ગયાં.
પેલાં ધોતીવાળા કાકાએ ભાવેની તરફ જોઇ નીલાંગી તરફ આંગળી કરી પૂછ્યુ "આ કોણ છે ? આને લઇને કેમ આવ્યો છે ? ભાવે એ કહ્યું "શ્રોફ સરે મોકલી છે.. કોઇ વાંધો નથી એ અમારાં સ્ટાફની અને સરની ખાસ છે.. પહેલીવાર આવી છે પણ હવે જ્યારે કામ હશે આવશે. પેલો કાકો બીભત્સ હસ્યો. ઓકે ઓકે કહીને નીલાંગીને ધારી ધારીને જોવા લાગ્યો.
નીલાંગી સહમી ગઇ અને ગાડીમાં આવીને બેસી ગઇ. ગાડી સ્ટાર્ટ થતાં નીલાંગીએ કહ્યું" પેલા કાકા મારી સામે કેમ આવી રીતે જોતાં હતાં ? એ કોણ હતાં ? આપણે ક્યાં આવ્યાં છીએ અને આટલાં પૈસા કોને આપ્યા ? ક્યુ ટ્રાન્ઝેક્શન છે ?
ભાવેએ કહ્યું "બધુ ધીમે ધીમે સમજાઇ જશે. શ્રોફ સરજ બધાં જવાબ આપશે. આ બધી વાત કહેવાનો મારો અધિકાર નથી. પછી ભાવે ચૂપ થઇ ગયો.
નીલાંગી વિચારોમાં પડી ગઇ. આટલાં બધાં પૈસા ? ઠીક છે સર સાથે વાત કરીશ પહોચીને..
ગાડી ઓફીસનાં પાર્કીગમાં પાર્ક થઇ. નીલાંગી ઓફીસમાં આવી એને હાંશ થઇ બધો સ્ટાફ એમનાં કામમાં મશગૂલ હતો પણ બે આંખ નીલાંગી અને ભાવે બંન્નેને જોઇ રહી હતી.. એલોકો ગયાં અને પાછા આવ્યા બધું જ એણે નોંધ લીધી હતી એની નજર બરાબર જડાયેલી હતી.
નીલાંગી શ્રોફસરની ચેમ્બરમાં પ્રવેશી.. શ્રોફે કહ્યું "નીલાંગી બધુ પતી ગયુ ? ત્યાં ઇન્ટરકોમ પર ભાવે હતો એણે શ્રોફ સાથે વાતો કરી શ્રોફ નીલાંગીની સામે જોઇ રહેલાં પછી હસતાં હસતાં કહ્યું કંઇ વાંધો નહીં એ બધાં જવાબ હું આપીશ કહી ફોન મૂક્યો.
નીલાંગીએ કહ્યું "સર આટલાં બધાં પૈસા લઇને ગયાં હતાં મને તો ખૂબજ ટેન્શન હતું. પણ પતી ગયુ સર પ્રશ્ન પૂછું ?
શ્રોફ કહ્યું "હાં બોલ બધાં જવાબ આપીશ. પછી કહ્યું મને ખબર છે તારાં શું પ્રશ્નો છે હુંજ તને બધુ જણાવીને સમજાવુ છું પણ યાદ રાખજે કે આ વાત તારાં બાપ સાથે પણ ના કરીશ ખૂબ કોન્ફીડેન્શીયલ છે અને એનાં પર તારી આખી કેરીયર છે.
આજથી તારો સેલેરી પણ વધશે અને ઇનામ પણ તારે બધુંજ તારાં મનમાં રાખવાનુ છે કોઇ સાથે કોઇ વાત નહીં કરવાની એમાંની એક વાત પણ બીજાને કહીતો મોટો પ્રોબ્લેમ થઇ જશે. તારાં પર વિશ્વાસ અને તારાં પાપાની ઓળખાણને કારણેજ તને સાથે રાખી છે તારાં પગાર વધારવાનું કોઇ કારણ જે જોઇએને મારે.. આજે એ કામ પુરુ થયું.
આ કેશ સી.એમનાં બંગલે લઇ ગયાં હતાં એમનાં પિતાને સોંપવામાં આવી છે નોકર જેવો દેખાતો કાકો સીએમનો બાપ છે અને એજ બધાં વ્યવહાર સંભાળે છે. એમાં નવાઇ પામવા જેવુ નથી એમણે આપણુ કોઇ કામ નીપટાવ્યુ એની કિંમત ચૂકવવા તું ગઇ હતી. એમનાં સીસીટીવી કેમરાથી માંડીને બધીજ ડીવાઇસમાં તારો ફોટો અને વીડીયો હશે. સીક્યુરીટી માટે ત્યાં બધો ઘણો બંદોબસ્ત હોય છે એટલે ગભરાવવાની જરૂર નથી તું હવે ખાસ સ્ટાફમાં છે બોલ બીજુ કંઇ પૂછવું છે ?
નીલાંગીએ કહ્યું "ના સર પણ હું ખૂબ ડરી ગઇ હતી. શ્રોફે કહ્યું "તારે પૈસા કમાવા હોય તો થોડાં જોખમ લેવા જોઇએ. આપણે સ્ટાફમાં બીજી ઘણી છોકરીઓ અને કર્મચારી છે પણ મેં તારાં બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખી વિશ્વાસ કર્યો છે. તારો આખો બાયોડેટા સ્વભાવ, ઇચ્છા અને એમ્બીશન મને ખબર છે. ખૂબ રૂપિયા કમાવવા માટે થોડાં જોખમ લેવાં પડે ડીયર.. સમજી ?
નીલાંગીએ આશ્ચર્ય સાથે હા પાડી. પછી બોલી હાં સર તમારી દોરવણી નીચે જોખમ લેવામાં ડર નથી પાપાને પણ તમારાં પર ખૂબ વિશ્વાસ છે. શ્રોફ કહ્યું "કેમ તને નથી ? નીલાંગીએ કહ્યું "નાના સર છે ને.. તમે કેટલી મહેનતથી આગળ આવ્યાં છો અને કેટલી બધાને મદદ કરો છો.. તમે પણ કેટલી મહેનત અને જોખમ વ્હોરી તમારી એક્સપર્ટાઇઝથી મોટાં મોટાં માણસો અને ઉદ્યોગપતિનાં એકાઉન્ટ સંભાળો છે.
મોટાં લોકોનાં મોટાં વ્યવહાર હોય હું સમજુ છું બાકી ધીમે ધીમે સમજી રહી છું. શ્રોફે કહ્યું "ગુડ તું જલ્દી સમજી ગઇ હવે જ્યારે કેશનું કોઇ ટ્રાન્ઝેક્શન હશે તને મોકલીશ ડરીશ તો નહીને ? સાથે સીક્યુરીટી હશેજ આવાં એક એક ટ્રાન્જેક્શન સફળતા અને સલામતીથી પૂરા કરીશ એનુ બોનસ જુદુ મળશે. પગારમાં વધારો તો જુદો... કેમ ? ખુશને ?
નીલાંગીએ સપાટ ચહેરે હા પાડી અને વિચારોમાં પડી ગઇ. શ્રોફે એને માપતાં કહ્યું "કેમ શું વિચારોમાં પડી ગઇ ? નીલાંગીએ કહ્યું "ના કંઇ નહીં. જોખમથી જે શીખાય એ પૈસાતો મારે ખૂબ કમાવવા છે સર. હું કરીશ કામ તમારાં વિશ્વાસથી.
શ્રોફે કહ્યું "ગુડ ગર્લ એમ કહીને ડ્રોઅરમાંથી એક પાંચસોનુ બંડલ કાઢીને કહ્યું આ તારું ઇનામ .. નીલાંગીની આંખો ફાટી ગઇ એણે કહ્યું સર આટલા બધાં ? ના સર તમે કામ સોંપ્યુ મારી ફરજ હતી જવાની મને નથી જોઇતાં આટલાં બધાં પૈસા. શ્રોફે હસતાં હસતાં કહ્યું "હું તને દાન નથી કરતો આ તારો હક છે આપુ છું અને આ પૈસા હું અહીં જેનાં માટે ટ્રાન્ઝેક્શન તું કરી આપી એમનાં છે એ આપે છે મારાં ખીસ્સાનાં નથી.
નીલાંગીએ કહ્યું સર ? શ્રોફે કહ્યું "એ તારે હમણાં જાણવાની જરૂર નથી આ ટ્રાન્જેક્શનમાં મને પણ પૈસા મળ્યાં છે એમાંથી તને તારાં હકનાં આપી રહ્યો છું આજ તો આપણી પ્રેક્ટીસ છે બસ એકવાતનું ધ્યાન રાખજો મોં બંધ રાખજે આવી વાતો કોઇની પણ સાથે ના કરીશ. આમાં તને સફળતા મળી અને તું ટ્રેઇન થઇ ગઇ તો બસ આમજ બોનસ મલ્યાં કરશે.
નીલાંગીએ કહ્યું "કોઇને નહીં કહુ સર.. એમ કહીને ખૂબ ખુશ થતાં 50k લઇ લીધાં ફરીથી થેંક્યુ કહીને એ પૈસા લઇને ચેમ્બરની બહાર નીકળી ગઇ. શ્રોફ અને જોતો રહ્યો અને એનો હોઠ દાંત નીચે દબાવીને બબડ્યો.. હવે એ હાથમાં આવી ગઇ મારાં કૂંડાળામાંથી બહાર નહીં નીકળી શકે. આજે ઘણાં નાંખ્યા છે ચણી લીધાં અને પછી પિશાચી હસવા માંડ્યો.
શ્રોફે પછી ભાવે ને ચેમ્બરમાં બોલાવ્યો અને બધો રીપાર્ટ લીધો અને કહ્યું જતી વખતે તારું બોનસ લેતો જ્જે અને હાં નીલાંગીને ઘરે જવું હોય તો જવા દેજે. ભલે આજે.. આવતી કાલ મારી છે અને ભાવે ખંધુ હસ્તો હસતો બહાર નીકળી ગયો.
*************
નીલાંગી 50k નાં વજન સાથે ઓફીસની બહાર નીકળી. રોજ કરતાં આજે પર્સ ખૂબ ફીટ પકડેલું ચહેરાં પર આનંદ સાથે ચિંતા હતી એણે તરતજ નીલાંગને ફોન જોડ્યો "નીલાંગે ફોનનાં ઉપાડ્યો. એ અકળાઇ ફરીથી ફોન કર્યો રીંગ વાગ્યા કરી અંતે ફોન ઊચકાયો.
ક્યારની ફોન કરુ છું ઉપાડેજ નહીં. નીલાંગીએ ગુસ્સાથી કહ્યું.. નીલાંગે કહ્યું "સોરી યાર મારૂ ધ્યાન આજનાં રીપોર્ટમાં હતું. બોલ કેમ હજી અડધો કલાકની વાર છે અરે ડાર્લીંગ હું નવી બાઇક સાથે આવું છું રાહ જો બસ હમણાં નીકળ્યોજ બાકીની વાત રૂબરૂ કરીશું.
નીલાંગીએ કહ્યું "પ્લીઝ જલ્દી આવને મને તારી જરૂર છે પ્લીઝ નીલાંગે કહ્યું "કેમ શું થયું ? નીકળુજ છું ડાર્લીંગ... નીલાંગીએ કહ્યું " પ્લીઝ જલ્દી આવ હું ફોનમાં નહીં કહી શકું એમ કહીને ફોન કાપ્યો.
નીલાંગ વિચારમાં પડ્યો એણે કાંબલે સરની રજા લઇ લઉ સર થોડું કામ છે હું નીકળું ?બાકીનો રીપોર્ટ હું બનાવી લઇશ એમ કરી. રજા લીધી અને નવી બાઇકને કીક મારીને નીકળ્યો...
નીલાંગી સ્ટેશન બહાર ઉભી હતી ખૂબ ચહેરો તાણમાં હતો. નીલાંગે કહ્યું "શું થયુ ? નીલાંગીએ પર્સ ખોલીને બતાવ્યુ અને નીલાંગ....
વધુ આવતા અંકે --- પ્રકરણ-31