100 DAYS in Gujarati Philosophy by Raj Brahmbhatt books and stories PDF | 100 દિવસ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

100 દિવસ

•••100 દિવસ•••

" જ્યારે આપણું કોઈ અણમોલ કામ હોય કાં કોઈ આપણી મંઝિલ હોય ત્યાં આપણે જવાનું છે પણ એને બંધબેસતું આપણાથી કોઈ જ જાતનું વર્તન થતું જ ના હોય ત્યારે આપણા મનમાં એટલી હદે ધિક્કાર થતો હોય છે કે આપણે શું કરી રહ્યા છીએ."
"જો આમજ સમય વીતતો રહેશે તો મારા મનની ધારેલી વાતો પૂરી કરવાનો કોઈ અર્થ નઈ રહે અને મારો સમય પાણીની જેમ વહી જશે ને ખબર પણ નઈ પડે."
જ્યારે આ અડગતા, બેકાબૂ અવિરત ઉદભવ થતી બેચેની કોઈના મનમાં આવી જાય તો તે વ્યક્તિ કોઈક અંશે તો જાગૃત તો છે એવું લાગે. શું કેવું તમારું?
પણ અફસોસ, આવું વાવાઝોડું હાલનાં સમય માં કોઇ પાસે ઊભું થતું નથી અને જો થાય છે તો દિશાવિહીન હોય છે.

મારે મિત્રો નો રાફડો છે પણ એમાંય અમે ત્રણ ખાસ મિત્રો છીએ;
હા, ખાસ મિત્રો ! એટલે કે અમારાં મન ની વાતો અમારાં ત્રણેય નાં અંદર રમતી જ હોય; અમને એક બીજાને ખબર ના હોય એવું બને નઈ. અને જો એવું બની જાય તો અમારાં માં આત્મીયતા બાંધવામાં કોઇ કચાસ રહી ગઈ હશે એવું કહી શકાય, પણ આભાર પરમાત્માનો કે એવું કંઈજ નથી.
"જો ઓળખાણ આપવામાં આવે અમારાં ત્રણેયની, તો એક જ શબ્દ માં અમે ત્રણેય ગુંથાયેલા છીએ."
હું સમજુ છું કે, "જાણવાનું મન તો થઈ ગયું હશે નઈ, કે એવો તો કયો શબ્દ હશે કે જે ત્રણેય ને એક જ માળામાં પરોવીને રાખ્યા છે."
હા ! તો એ શબ્દ નું નામ છે, RAM ( રામ )

R = RAJ

A = ANAND
M = MAHESH

જુઓ ને, " કેટલું સરસ !

"જ્યારે અમથાં અમે કોઇ ખાલી સમય મા મળતાં હોઈએ તો અમારી અર્થ વગરની વ્યર્થ ચર્ચા સુધી પહોંચ્યા નથી. એટલે કે અમારી વાતો માં પણ કંઇક શીખવા મળે તે અમારો Plus point છે."

" હું જે વ્યક્ત કરી રહ્યો છું તે કોઇ સંસાર નાં વ્યવહાર ની વાત નથી કે જેમાં અઢળક સ્વાર્થ હોય પણ એક ભૂલો ભટકેલો પરમાત્મા નો અંશ કે જેને આપણે જીવાત્મા કહીએ છીએ અને જ્યારે જીવાત્મા કોઇ શરીરે બંધાઈ ને આ દુનિયા માં પોતાનું કોઇ અણમોલ અદ્ભૂત કાર્ય કરવા આવ્યો હોય પણ તેણે ભૂલી ને આ દુનિયા ની મહામાયા માં વિંટાઈ જાય તો કેટલું દુઃખ થાય !

"છે ને સમજવા જેવી વાત" !

" આવીજ એક વાત મારા દ્વારા નીકળી હતી મારા પરમબંધુઓ સાથે કે, " કોઇ એવી અનુભવી વ્યક્તિ કે જેને પોતાના જીવન માં 80 થી 90 વર્ષ વિતાવ્યા હોય, જેને જીવન નો નિચોડ કાઢ્યો હોય, જેને સંસાર નાં વૃક્ષ નાં મૂળ શોધી કાઢ્યા હોય. પણ જો એવી વ્યક્તિ ને પૂછવામાં આવે કે," તમારાં 90 વર્ષ કેવા રહ્યા"? અને જો જવાબ એવો મળે કે," 90 વર્ષ પાણી ની જેમ વહી ગયા અને જે મૂળ વાત માટે મેં જન્મ લીધો હતો તે કામ મારું પૂરું થયું જ નથી અને આવી લાગણી નો અનુભવ થાય ત્યારે કેટલું અસહ્ય દુઃખ થાય જેની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં."
"આમ માણસ જન્મ થી લઈને મરણ સુધી પોતાની અંદર કેટલું બધું અવ્યક્ત અને બિનજરૂરી સંગ્રહ કર્યું હશે તેનો અંદાજો લગાડવો બહુ કઠિન છે. પણ જો શરૂઆત થી જ આપણે એક મર્યાદા રાખી દઈએ કા તો આપણે એક સીમા બાંધી દઈએ તો આપણે આપણા લક્ષ્ય સુધી જવા માટે ની દિશા નક્કી કરી શકીએ છીએ."

' એટલે જ મને મારા મિત્ર સાથે આ જીવનને લગતો પ્રયોગ રજૂ કરવાનું મન થયું અને એ પણ અચાનક.' પછી જોઈએ કે એનો પ્રતિભાવ કેવો મળે છે.

" બન્ને મિત્રો વચ્ચે 100 દિવસ ની શરત મુકાઈ કે, 100 દિવસ સુધી આપણે આવા નિયમો માં બંધાઈ ને રહેવું અને એનું ચુસ્ત પણે પાલન કરવું."
" આ પ્રયોગ થી કદાચ એક ટેવ સુધરી શકે, મનોગતી સુધરી શકે, જીવન જીવવાની રીત સુધરી શકે, એક નવી ઊર્જા મળી શકે, પોતાનાં ચેહરા નું તેજ પણ બદલાઈ શકે. પણ તેના માટે આપણે મન થી તૈયાર રહેવું પડે. જો આપણે 70 થી 80 વર્ષ ની વ્યકિત ને કહીએ તો અમુક અંશે જ કદાચ સફળ થઈ શકે કારણ કે 70-80 વર્ષ નાં અનુભવો નો વલણ એક જ દમ કેમ નો બદલાય જાય ! પણ બાળપણ થી જ લાગુ પાડવામાં આવે તો મુસાફરી એક અલગ જ રંગ લાવે."

✓ 100 દિવસ નાં નિયમો :-

1 > જાણે હું એક કોરા કાગળ ની જેમ છું, મારા મન માં કંઈ છે જ નઈ. જાણે નિખાલસતા.

2 > દુનિયાની મારી સામે દરેક રજૂઆત દરેક પળે નવી જ છે તે પ્રમાણે વર્તન કરવાનું.

3 > મારી દરેક પળ મારા માટે પેલ્લી અને છેલ્લી છે તેમ જ માનવું.

4 > દરેક કાર્ય નો ક્ષણિક તો ક્ષણિક પણ આનંદ લેવાનું ચૂકવું નઈ.

5 > આપણી નજર કોઇ પણ ની સામે ઉઠે તો આપણો પ્રેમ તે પામે અને આપણે તેનો પ્રેમ પામીએ તેવી વૃત્તિ રાખવી.

6 > ભૂતકાળ વીતી ગયું છે અને તે હવે ક્યારેય આવવાનું નથી તો તેનો વિચાર કરી ને દુઃખી થવાનો કોઇ જ મતલબ નથી તે હંમેશા યાદ રાખવું જોઈએ.

7 > ભવિષ્ય ની પળો માણવાનો લ્હાવો આપણને મળશે જ એવું કોઇ રીતે નક્કી નથી જ તો આપણે આપણા વર્તમાન ને જીવવાનું શા માટે ચૂકી જઈએ.

8 > આપણે હંમેશા અભ્યાસ કરવો જોઈએ કે આપણે શરીર નથી આત્મા છીએ.

9 > આપણા જીવનમાં મહત્વ નો ભાગ આપણા અંદર નું STRUCTURE ભજવતું હોય છે. જેમ કે આપણી લાગણીઓ, આપણા સારા ખોટા ભાવ, આપણો સ્વભાવ, આપણું મન, બુદ્ધિ, વિચાર તો આપણે તેને કઈ રીતે વશ કરી શકીએ તેનો અભ્યાસ સતત કરવો જોઈએ.

10 > આપણે સદાય આપણું મુખ હસતું રહે, જીણું જીણું મલકાતું રહે તેવી ટેવ પાડવી જોઈએ અને શાંત, દ્વેષ વગર તથા બીજા નાં સુખે સુખી રહેવાનો ભાવ હંમેશા રહે તેવો ભાવ રાખવો જોઈએ.

" આ 10 નિયમ છે જે 100 દિવસ સુધી અનુસરવાનાં છે જે ચર્ચા આ ત્રણેય મિત્રો વચ્ચે થઈ. જે અનુસરવા થી કેટલો બદલાવ આવે તે પોતેજ જાણી શકે તેમ છે."
અને હું પણ આ 100 નિયમો ને વર્તી મારા જીવન માં કેટલું અજવાળું લાવી શકું તે મારી તટસ્થતા પર નિર્ભર કરે છે.

તો મારાં વ્હાલાં વાચક મિત્રો તમારાં 100દિવસ નો અનુભવ કેવો રહ્યો તે મને જરૂર જણાવશોજી.

"હા હા, 'હું તમને શું કામ નાં કહું.' કારણ કે હું જ તમે છો અને તમે જ હું છું એટલે કે તમે અને હું એક જ છીએ."


~ JIWATMA