Part:- 3
#મૌન નું હાસ્ય
અમારી કુદરત સાથેની મુલાકાત at.Cause way bay beach -Hongkong
આજ કુદરત પણ આતુર છે આપણા આ મૌનની મોસમ વચ્ચે બસ અવાજ છે તો તને ને મને ગમતા આ પવનના સુસવાટાંનો ને આપણી વચ્ચે મૌનના ફરી વળેલા સન્નાટાંનો..!
હા.., તે મને કહ્યું એ પ્રમાણે છેલ્લા ત્રણેક દિવસથી તું ચા જ પીવે છે ને આજ સવારે ફરી મારી કોફી પીવાની છે તું ને હું પાગલ હંમેશા તારા સૂકુન એટલે કે મારા #કાફિયા સાથે આવી ચડ્યો અડધી રાતે આપણા મનગમતા ઠેકાણે બેસવા..,
દુનિયાથી દૂર થયા પછી આપણું પોતાનું લાગતું જો કોઈ હોઈ તો આ એક જ એવી જગ્યા છે જ્યાં તું ને હું ના સરવાળે આપણે થવાનો અવસર એટલે કે ઉપર આકાશ નીચે ધરતી એ બન્નેની વચ્ચે વેહતો આ #લાગણી નો દરિયો..॥
શબ્દો કેટલા સરળ છે નઇ..!
આ મૌનની વ્હેલ બની જ્યારથી અહિંયા કુદરતને વિંટળાયા છીએ સાથે તો પણ કેટલું બધુ કહીં જતો આ આપણો અનામી સંબંધ એટલે કે છે તો બસ તમારી પ્રિય #ચા ને મારા વ્હાલા #કાફિયા નો જ લગ્નેતર નઇ..!
મીલો દૂર છતાયે આજ એક જ નભની છત નીચે ને બંન્નેની ચાર આંખો ભેગી મળી તને ગમતી ચાંદની સુરજને મળવા આજ જતાની ઘટના ને હજુ આ ઘટના ઘટતીજ હતી ત્યાં #તારા આવ્યા નો આનંદ..॥
હવે ખુશી નો કલશોર એટલો વધી ગયો છે કે પેલા પવનનાં સુસવાટાં ને આપણા મૌનનાં સન્નાટાં તો વિસરાઇ જ ગયા ને તારા ને મારા ગળે ડૂમો બાજ્યા ની ઘટના કોઈ આંખોમાંથી ઝાકળ થઈ ખુશીથી લાગણીઓ ગાલ નામે પાન પર બિંદુ બની જામી જ હતી ત્યાં જ મારા હાથે હળવેકથી તારા ગાલ તરફ પ્રયાણ કર્યું..,
આજ વાદળની ચાદર ઓઢી પેલી “બીજ & ત્રીજ” પણ પોતે શરમાય ગઇ હોઈ તેમ તે મને તસમસતું વ્હાલ ભર્યું ચુંબન કર્યું ને ગુલાબી પરસેવે મેં તો ડૂબકી લગાવીજ દિધી તારા લાગણીના એ દરિયામાં..!
હા.., તને યાદ છે..!?
મેં કહ્યું હતું તને મને તરતા નથી આવડતું ને તેય મને રોકવાના પ્રયાસ માં ડૂબકી ના મારીશ કોણ આવશે બચાવવા આ ઘટના પછી મારા #કાફિયા તને..?
ને મેં પણ વળતા જવાબમાં તને કહેલું કે તારી #ચાહ
પલળેલા શ્વાસે ખુશીથી ભીંજાયેલા ગળે આજ સવાર થતા આપણા બન્નેના ચેહરા પર કુદરતની સાક્ષીએ શરમાયેલા મૌનનું હાસ્ય બાથભીડી કસ્સીને એકબીજાને વળગી રહ્યું..॥
હંમેશા યાદ રેહશે આ ઘટના વાગોળવા કોઈ સંભારણા પણ ઓછા પડે ને શાશ્વત તારી કુદરત કે આ ઘડીયે મારી સાથે તારા વ્હાલા #કાફિયા ને મારી પ્રિય #ચા હતી..!
આજ આનંદ છે ચાંદ ને તારાને હરાવ્યાનો કઇકેટલી રાતોની આમજ સવાર કરી છે..!
@TheUntoldકાફિયા
Part- 4
#શાશ્વત પ્રેમ
મારે અહિંયા શિયાળો ને તારે ત્યાં ધોમધખતો ઊનાળો એટલે પાનખરની ડાળીયે ઊગેલો કોઈ નમણો નાજુક આ સંબંધ..!
આમતો ક્યારેય મળ્યા નથી આપણે પણ આ વર્ચુઅલ આપણી મુલાકાતો વગર ચોમાસે ભીંજવી જાઇ છે કુદરત ના પ્રેમમાં નઇ..!!!
તમારી પ્રિય #ચા ને મારા વ્હાલા #કાફિયા ના લગ્ન ને એ અગ્નિની સાક્ષી એ ફરેલા સાત ફેરા ને લીધેલા સપ્તપદીના વચનો બધુજ સાર્થક થયું..।
આજ બહુંજ ખુશીનો દિવસ છે..,
નખશીશ થયેલા ઉજરડા જીંદગીના વગર વાખોળ્યે રુઝાઈ ગયેલા ધા તાજા કરી જ જતા હોઇ છે ને એવીજ ઘટના આજે તારી સાથે અનુભવું છું..।
આમતો.., જાણીજાઇને ફેરવી નાંખેલા જીંદગીના એ પન્નાં કોઈ પ્રેમની લ્હેરખી આવતાજ ફરીથી ઊથલાયા હોઇ એવોજ આભાસ આ ઢળતી રાતે તારી સાથે વાત કરતા કરતા થયો મને..!
“કંઈજ નથીને બધુજ છે ને બધુજ છે ને કઈંજ નથી” આવી અંટવાયેલી આપણી વાતો આજ ખરેખર મૂળ-માંથી હચમચાવી ગઈ મને..!!!
વાત જાણે એમ હતી કે..,
જુના કોઈ ખાસ મિત્રોનો સાથ છુટ્યો ને સંબંધ ટુટ્યાનો તારા હ્રદયમાં વસવસો..।
હા યાર.., I knew that કે તું ચોધાર આંશુળે રડી પડેલી એ દિવસે જેમ અનરાધાર વરસે મેઘ ને આજે પણ અણધાર્યું ચોમાસું એટલે કે માવઠાં માફક કોઈને ખબર શુધ્ધા પણ ન પડે એમ ડૂમા ને ડૂશ્કા ભરી વરસી ગયેલી તું..!।
જીંદગી આનુજ તો નામ છે વ્હાલી તે જ મને સમજાવેલું યાદ છે..!!!
એ રાતે તું ઘરની અગાસી પર #તારા ને ચાંદ ને જોતી હતી ને થોળીજ પળોમાં ચાંદ અસ્ત થઈ ગયેલો ને તે મને કહ્યું કે આજે તો ચાંદ પણ ચાલ્યો ગયો ને ફરીથી બીજા દિવસે રાતે તું અગાસી પર ગઈ તો તને મળવા એજ #તારા અને ચાંદ આતુરતાથી તારી રાહ જોતા હતા..!!!
તારી કુદરતને જોઈનેજ કેટલી ખુશ થઈ ગયેલી તું એજ તો છે આ તારો #શાશ્વત પ્રેમ કે જ્યાં તું ખોવાઈ જાઈ છે દુનિયાથી અલગ થઈ ખૂદને મળવા..।
ને અંતે પાગલ સાથે હોઈ છે તો બસ આપણા બંન્ને ના વ્હાલા #ચા અને #કોફિ : The Untold #કાફિયા
@TheUntoldકાફિયા