riya shyam - 22 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 22

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 22

ભાગ - 22
રીયાને અત્યારે
વેદે, શ્યામને પૂછેલા એ સવાલથી કોઈ મતલબ નથી કે,
શ્યામ, રીયા માટે, કે રીયા વિશે
તારા મનમાં શું હતું ?
કે અત્યારે શું છે ?
રીયાને લઈને તારું ભવિષ્યનું સપનું શું હતું ?
રીયાને અત્યારે આ વાતથી કોઈ જ મતલબ નથી, કે
આ સવાલથી એને કંઈ લેવાદેવા પણ નથી.
રીયાને તો અત્યારે માત્ર ને માત્ર,
શ્યામ તેમના મેરેજમાં ન દેખાતા, અને અત્યારની વેદની મનોસ્થિતિ જોઈ, તેમજ શ્યામને લઇને વેદે અત્યારે ડોક્ટર વિશે કહેલ વાત અને શ્યામ પાસે સમય ન હોવાનું જાણી, અત્યારે રીયા માત્ર એટલું જ જાણવા માગે છે કે,
શ્યામ ક્યાં છે ? અને
તેને શું થયું છે ?
એક મિત્ર તરીકેની રીયાની લાગણી અત્યારે એની પરાકાસ્ટાએ છે, અને
એટલે જ આજે
અત્યાર સુધી ચુપ થઈને બેઠેલી રીયા, પહેલા વેદને અને પછી ફોનમાં શ્યામને હાઇપર થઇ ને પૂછી રહી છે કે
શ્યામ તું ક્યાં છે ?
તને શું થયું છે ?
રીયાના આ સવાલ પછી,
થોડીવાર માટે, અહી વેદ અને ફોનમાં શ્યામ ચૂપ રહેતા, વેદને મનમાં થાય છે કે,
કદાચ રીયા મારી પાસે બેઠી છે, અને ફોન સ્પીકર પર છે, એટલે અત્યારે શ્યામ કંઈ બોલી નથી રહ્યો. છતા...
સ્પીકર ફોનમાં વેદ શ્યામને કહે છે...
વેદ : શ્યામ, તું કહેતો હોય તો રીયાને હું થોડી દૂર મોકલી,
ફરી ફોન કરું તને ?
બાકી મારી વાતનો જવાબ તો તારે આપવોજ પડશે, અને એ પણ અત્યારેજ.
બીજુ એ કે...
તારો એ જવાબ સાંભળ્યા પછી, મારે બીજો પણ એક સવાલ પૂછવાનો છે તને, અને એ પણ એટલો જ જરૂરી છે.
શ્યામ : વેદ, આ શું બોલ્યો તુ ?
તુ રીયાને દૂર મોકલવાની વાત કરે છે, અને એ પણ આજે ?
અત્યાર સુધી ઠીક છે કે, આપણે દોસ્ત હતા.
દોસ્તીમાં કોઈ વાર એકબીજા માટે થોડુ આઘુ-પાછું ચલાવી લેતા, પરંતુ...
હવે તો રીયા તારી પત્ની છે.
તમે બંને હવે અલગ-અલગ નથી, એક છો યાર.
ભલે બેઠી રીયા તારી પાસે, મને કોઇ જ વાંધો નથી, પરંતુ વેદ તારી વાતનો જવાબ આપતા પહેલા હવે હું તને/ તમને બન્નેને એક સલાહ આપવા માગું છું.
વેદ અને રીયા તું પણ મારી આ સલાહ જીવનભર યાદ રાખજો.
મને ભલે ભૂલી જાવ, મારી આ વાત ન ભૂલતા.
આજ પછી મારી આ વાત તમે બન્ને હંમેશા યાદ રાખજો કે,
તમારા બન્નેનાં જીવનમાં,
આજ પછી કોઈ એવી વાત તમારાં મનમાં પણ ન આવવા દેતા,
જે વાત તમારે એકબીજાથી છુપાવવી પડે.
સાથે-સાથે કોઈ વ્યક્તી દ્રારા એવી વાત પણ ન સાંભળતા જે વાત તમારે એકબીજાથી છુપાવવી પડે.
હવે તમે બન્ને, બે નહીં એક છો.
મારી આ સલાહ તમે બન્ને આજીવન યાદ રાખજો.
વેદ : અરે યાર બહુ મોટી વાત કરી નાખી તે.
તારી આ વાત અને તારી સમજ, ખરેખર દરેક પતિ-પત્નીએ અમલમાં મૂકવા જેવી છે.
હું ખુશ છું તારી આટલી ઊંચી વિચારધારાથી,
પરંતુ
શ્યામ અત્યારે તુ, મેં તને જે સવાલ કર્યો એનો જવાબ આપ. શ્યામ : એક કામ કર વેદ,
હું તને તારી વાતનો જવાબ આપુ, અને મારા એ જવાબ પછી તુ મને જે બીજો સવાલ પૂછવાનો છે, એ સવાલ પણ તુ કહી દે.
હું તને તારા બંને બન્ને સવાલનો એક સાથે જવાબ આપું છું. અને એ પણ અત્યારે જ.
વેદ : શ્યામ, બીજી વાત એ છે કે, આજે તારા ગયા પછી તારા પપ્પા મને બે થી ત્રણવાર તારા વિશે પૂછી ચૂકયા છે કે,
શ્યામ ક્યાં ગયો છે ? માટે...
આજે આખો દિવસતો મે તેમને જેમ-તેમ કરી સાચવી લીધા છે.
પરંતુ
તારી સાથે વાત કર્યા સિવાય, હું એમને જવાબ પણ કઈ રીતે આપુ ? અને
જવાબ પણ શુ આપુ ?
અત્યારે તો મેં મારા પપ્પાને કહીને, તારા પપ્પાને આજની રાત મારા ઘરે જ રોકી લીધા છે, પરંતુ સવાર પડતાજ, જો તારા પપ્પા મને ફરી તારા વિશે પૂછશે
તો એમને હુ શું જવાબ આપીશ ?
માટે તુ સમય બગાડ્યા સિવાય, મારી આ બંને વાતનો વ્યાજબી જવાબ મને આ ચાલુ ફોનમાં જ આપે એ અત્યંત જરૂરી છે.
શ્યામ : વેદ, તારા બીજા સવાલનો જવાબ આપવાની જરૂર મને નથી લાગતી, કેમકે
પપ્પા સાથે મારે હમણાં જ વાત થઈ ગઈ છે.
એટલે હવે તારે એની ચિંતા કરવાની જરૂર નથી. અને...
તને મારી આ વાત જાણીને અત્યારે નવાઈ લાગશે કે,
મારા પપ્પા અત્યારે તારે ત્યાં નહીં, પણ મારા ઘરે જવા નીકળી ગયા છે.
વેદ અને શ્યામ વચ્ચે થઈ રહેલી વાતમાં રીયાને કંઈ સમજ પડી રહી નથી, કે તે સમજવા માંગતી પણ નથી.
પરંતુ હવે રીયાને,
વેદે શ્યામને પુછેલ સવાલ
શ્યામના રીયા વિશેનું ભવિષ્યના સપના વિશેના સવાલથી, રીયા મનમાજ વિચારે છે કે,
શુ શ્યામ, તેના જીવનસાથીના રૂપમાં મારા સપના જોતો હતો ?
આજે મારા લગ્ન થઈ જતા, તેણે કોઈ અવળું પગલું ભર્યું હશે ?
આ કારણથી તો શ્યામ હોસ્પિટલમાં નહીં હોય ને ?
બીજી બાજુ વેદનું મન પણ ચકરાવે ચડ્યું છે.
શુ શ્યામ રીયા વિશે એનાં મનમાં શુ હતુ ?
તે મને જણાવશે ?
કે અમારાં લગ્ન થઈ ગયા છે, એટલે શ્યામ એનાં મનની વાત એના મનમાંજ છુપાવશે ?
વધું ભાગ 23 મા