Fakt Tu - 11 in Gujarati Love Stories by Dhaval Limbani books and stories PDF | ફક્ત તું ..! - 11

Featured Books
Categories
Share

ફક્ત તું ..! - 11

ફક્ત તું ..!

ધવલ લીંબાણી

૧૧

નીલ - બસ આજ પ્રોબ્લેમ છે અવની. તું સાચુ સાંભળી નથી શકતી. કોઈ માણસ જ્યારે કેહતું હોય ત્યારે એનું પૂરું સાંભળ. અને હા જ્યારે કોઈ લોકો આપણને કશું કહે છે તો એ આપણા સારા માટે કહે છે.કોઈ ને એવો ખોટો શોખ નહીં હોતો કહેવાનો.

અવની - તો પછી એમ જ કહી આપને કે હું ખોટી જ છુ સાવ, મારામાં બુદ્ધી નથી, હું ખરાબ છુ.

નીલ - અવની પ્લીઝ . વાતને એટલી બધી આગળ ના વધાર.. તારે વાત ના કરવી હોય તો ના પાડી દે.

અવની - ( એક દમ ગુસ્સામાં ) હા તો નથી કરવી વાત, આજ શુ કાલે પણ નથી કરવી અને ક્યારેય પણ નથી કરવી. ના કોલ કરતો ના મેસેજ..

નીલ - અવની તું ગુસ્સામાં છે. જોઈ વિચારીને બોલ જે.ગુસ્સામાં માણસ ના કહેવાનું બોલી જતો હોય છે.

અવની - વિચારી ને જ બોલું છુ બાય. નો કોલ, નો મેસેજ પ્લીઝ.

નીલ અને અવની બંને જણા ફોન મૂકે છે.અવની નીલને વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી નાખે છે. નીલ નો નંબર બ્લેકલીસ્ટ માં નાખી દે છે અને સાથે નંબર પણ ડીલીટ કરી નાખે છે. આમ એક - બે દિવસ ગુસ્સામાં જ નીકળી જાય છે. ત્રીજા દિવસે નીલ અવની ને મેસેજ કરે છે પણ એ પોતાને વોટ્સએપમાં બ્લોક જુએ છે. પછી ફેસબુક માં મેસેજ કરે છે તો એમાં પણ બ્લોક બતાવે છે, સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ એમ જ થાય છે. આખરે નીલ અવની ને કોલ કરે છે તો એમાં પણ નીલને બીઝી ટયુન સંભળાય છે તો નીલ સમજી જાય છે. નીલ ને પણ ગુસ્સો આવે છે અને એ મેસેજ અને કોલ કરવાનું બંધ કરી દે છે. આમને આમ પાછા ચાર પાંચ દિવસ વીતી જાય છે. નીલ ફરી મેસેજ કરવાનો પ્રયત્ન કરે છે પણ નીલ બધા જ સોશિયલ મીડિયામાં બ્લોક છે અને સાથે નંબર પણ બ્લેક લિસ્ટ માં જ છે. નીલ વિચારે છે કે મારે શું કરવું ? ઘણું વિચાર્યા બાદ નીલ એમની બહેનને ફોન કરે છે જ્યાં અવની અને નીલ એક રાત રોકાયા હતા ત્યાં.

નીલ - હેલો બહેન ક્યાં છે તુ ? ફ્રી છે તું ? મારે તને એક વાત કરવી છે !! કરી શકુ.

ક્રિષ્ના –(નીલની બહેન ) અરે ભાઈ શુ થયું ? કેમ એટલો ટેંશન માં લાગે છે ? અને જરા ધીરે બોલ ભાઈ ધીરજ રાખ..

નીલ - અરે હા બેન !! પણ મારે વાત કરવી છે તારી સાથે અને તું જ મારી મદદ કરી શકીશ.

ક્રિષ્ના - અરે હા ભાઈ પણ સાંભળ થોડું કામ પતાવી ને તને દસ જ મિનિટમાં ફોન કરૂ હો. ચાલશે ને ?

નીલ - અરે હા બેન ચાલશે પણ તું ફોન કરવાનું ભૂલતી નહી હો.

ક્રિષ્ના - અરે હા બાબા હા. કરું જ હમણાં.

નીલ તેની બહેન ક્રિષ્નાના ફોમની રાહ જુએ છે.થોડીવારમાં ક્રિષ્નાનો ફોન આવે છે.

ક્રિષ્ના - હો બોલ મારા વહાલા વહાલા ભાઈ. શુ થયું મારા સિંહ જેવા ભાઈ ને ? કોણ છે એ મારા ભાઈ ને ટેંશન આપવા વાળું ? બોલ ચાલ

નીલ - ( ધીરે ધીરે બોલતા બોલતા ) યાર બેન શુ કહું તને પહેલી અવની જોને ! કેવું કરે છે સાવ.

ક્રિષ્ના - શુ ઝગડો થયો છે તમારો ? પાગલ ઝગડો તો થયા કરે અને સંબંધમાં તો આવુ ચાલતું જ હોય છે.

નીલ –બહેન એવું નથી..

ક્રિષ્ના - કઇ નઇ ચાલ. હું અવનીને ફોન કરીને સમજાવું છુ, તું આમ ઉદાસ નહિ થા મારા પાગલ ભાઈ. તને ઉદાસ જોવ તો મને પણ મજા ના આવે.

નીલ - બેન યાર !!! શુ કહું તને ???

ક્રિષ્ના - જે કહેવું હોય એ સીધે સીધું કહે .

નીલ : બેન તું જે પ્રમાણે સમજે છે એ પ્રમાણે કાઈ જ નથી.

ક્રિષ્ના : તો મને કહે બધું ચાલ.

નીલ : ક્યાંથી શરુ કરવું પણ, શુ શુ કહું તને હું ? મને કશું નથી સમજાતું.

ક્રિષ્ના : ભાઈ પહેલા ઊંડો શ્વાસ લે. મગજ ને શાંત કર અને પછી મને બધું કહે જે તમારા બંને વચ્ચે થયું હોય..

નીલ : બેન મારી અને અવની વચ્ચે છેલ્લા ઘણા સમય થી ઝગડા ચાલી રહ્યા છે અને એક વાર તો બ્રેકઅપ પણ કરી લીધું હતુ અને પાછુ બરાબર ઠીક પણ થઈ ગયુ હતુ પણ હવે ખબર નહીં અવની ને શુ થયું એ સાવ બદલાઈ ગઇ છે.

ક્રિષ્ના : ( વચ્ચે થી રોકતા ) એક મિનિટ એક મિનિટ. તે શું કીધું ? તમારું એક વાર બ્રેકઅપ થઈ ગયું છે એમ ?

નીલ : હા

ક્રિષ્ના : તો તે મને કીધું કેમ નહીં અત્યાર સુધી આટલુ બધુ થઈ ગયુ તમારી બંને વચ્ચે તો ?

નીલ : અરે બેન પણ મને એમ કે બધુ ઠીક થઈ જશે એટલે.

ક્રિષ્ના : અરે મારા પાગલ ભાઈ. આ એવી વસ્તુ નથી કે જલ્દી થી ઠીક થાય. બીજું શુ -શુ થયુ એ પણ કહે જરા.

નીલ : યાર બેન એની પાસે સમય જ નથી મારા માટે, એક દિવસ માં ફકત ખાલી એનો એક જ મેસેજ આવે છે અને એ પણ બસ ખાલી ગુડ નાઈટનો.એ એના કામમાં બોવ વ્યસ્ત થઈ ગઈ છે. એ વાંચતી હોય, કામ કરતી હોય ચાલ એ હુ માનુ છુ પણ મને થોડોક તો સમય આપવો પડે ને બેન ?

ક્રિષ્ના : અરે હા મારા ભાઈ તું સાચો છો. એ તો મને પણ લાગ્યું કેમ કે અહીં થી જ્યારે તમે લોકો ગયા ત્યારે મને બે દિવસ એના મેસેજ આવ્યા પછી તો ના કોલ કે ના મેસેજ અને હા સાંભળ ભાઈ .

નીલ : હા બોલ બેન.

ક્રિષ્ના : જો ભાઈ સંબંધ એવી વસ્તુ છે ને જેમાં બંનેને એકબીજા ને સમજવું પડે છે. જ્યારે બંને ઝઘડતા હોય ત્યારે બે માંથી એક ને નમતું મૂકી દેવુ જૉઈએ.જો બને સાથે એવા જ ભેગા થશો, કોઈ નમતુ નહીં મૂકે, કોઈ પોતાનો ઈગો નહીં છોડે તો સંબંધ આગળ નહીં વધે અને જ્યારે કોઈ એક વ્યક્તિ તમારાથી નારાઝ હોય ત્યારે એને મનાવવાની જવાબદારી તમારી હોય છે. અને ભાઈ છોકરીઓ વધારે પ્રમાણમાં નારાઝ થતી હોય છે તો તારી જ ફરજ બને કે તું અવની ને મનાવ અને ભાઈ વાત રહી સમયની તો એમાં હું તારી સાથે છુ. કેમ કે જે વ્યક્તિ તમારું છે, તમને પ્રેમ કરે છે, તમને ચાહે છે તો એ વ્યક્તિ કદાચ ગમે તેટલું વ્યસ્ત હશે પણ પોતાના પ્રેમ માટે તો ટાઈમ કાઢી જ લેશે.ભાઈ જો અવની તને સમય નથી આપતી તો એના સાથે એ બાબત પર વાત કર.

નીલ - અરે બેન મેં કેટલી વાર એની સાથે આ બાબત પર વાત કરી છે પણ અવનીને સમજવું જ નથી. એના કારણે જ અમારા ઝગડા થાય છે.

ક્રિષ્ના - જો ભાઈ વ્યક્તિ બે રીતે તમને ઇગ્નોર કરે છે. એક તો કોઈ બીજું એમને મળી ગયું હોય અથવા તો જ્યારે તમારા સાથે રહેવાની ઈચ્છા ન હોય . તમારામાંથી રસ ઉડી ગયો હોય.ભાઈ આજ કાલ ના પ્રેમ માં એવું જ છે. જ્યાં સુધી આંખ જોઈ જોઈ ને ધરાય ના જાય ત્યાં સુધી પ્રેમ અને જ્યારે આંખ ધરાઈ જાય ત્યારે બ્રેકઅપ. હું એમ નથી કહેતી કે અવની ખરાબ છે પણ ભાઈ આ દુનિયા છે. ક્યારે કોણ પોતાનું બદલાઈ જાય એ ખબર નથી પડતી. તું જે પ્રમાણે મને કહી રહ્યો છે એમાં હું તારી બધી જ વાત સમજી ગઈ. ભાઈ તું કેવો છે એ મને ખબર છે પણ અવની સાથે હું એક જ વાર મળી છુ તો વગર જાણ્યે અવની વિશે ના કહી શકું. તું જે પ્રમાણે અવનીના વખાણ કરતો એ પ્રમાણે તો મને એ ખૂબ સારી છોકરી લાગતી હતી અને કદાચ સારી પણ હશે. ભાઈ છોકરીઓને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. છોકરીઓને વાત વાતમાં ગુસ્સો આવતો હોય છે, તમારું ધ્યાન રાખતી હોય છે, ટોકતી હશે, અને સાચો પ્રેમ પણ કરતી હશે અને ક્યારેક મસ્તી પણ કરતી હશે અને ક્યારેક તો ખૂબ ઉદાસ પણ હશે.

નીલ - અરે બેન હું જાણુ છુ બધુ પણ અવની ખૂબ જ બદલાઈ ગઈ છે. જે પ્રમાણે એ પહેલા મારું ધ્યાન રાખતી અત્યારે એનું એક ટકા પણ ધ્યાન નથી રાખતી. અવનીને મારા સાથે પ્રેમ છે કે નહીં એ મને ખબર નથી પણ હું એને ખૂબ જ પ્રેમ કરું છું એ મને ખબર છે.બેન છેલ્લા એક અઠવાડિયાથી અવની એ મને બધા માં બ્લોક કરી છે, નંબર બ્લેકલીસ્ટ મા નાખ્યો છે. શુ પ્રેમ આવો જ હોય છે ?

ક્રિષ્ના - ભાઈ તારી બધી લાગણી હું સમજુ છુ પણ મને નથી લાગતું કે હવે અવનીના મનમાં તારા પ્રત્યે કઈ હોય. કેમ કે જો તને એ પ્રેમ કરતી હોય તો તને સમય આપે જ. એ ભલે એના કામમાં હોય પણ થોડોક સમયતો તને આપે જ. તારા જીજાજી જ જોઈ લે. આખો દિવસ કામમાં હોય છે પણ જ્યારે પણ એમને સમય મળે છે ત્યારે એ મને ફોન કરે છે અને વાત કરે છે. સાંજે ઘરે આવે એટલે બધું કામ પતાવીને મને સમય આપે છે અને હા ક્યારેક સમયના પણ મળે પણ જો દરરોજ સમયના મળતો હોય તો એ પ્રેમ થોડો અઘરો કહેવાય..

નીલ - હા બેન મને ખબર છે બધી પણ હું શું કરું..

ક્રિષ્ના - જો ભાઈ પેલું કહેવાય ને " જ્યારે કોઈ સંબંધ તૂટે અથવા પૂર્ણ થાય ત્યારે એની પાછળ નું મુખ્ય કારણ બંને માંથી એકની ખામોશી હોય છે " જ્યારે સંબંધમાં કોઈ એક ચૂપ થઈ જાય ત્યારે એ સંબંધના અંતની શરૂઆત થાય છે અને મારા પાગલ ભાઈ તું દુઃખી ન થા. તારો પ્રેમ સાચો છે અને અવનીનો પણ. બસ ખાલી એક બીજા સમજો એટલે પ્રેમ સફળ.

નીલ - બેન તું એક કામ કર તું જ અવનીને ફોન કર અને અવની સાથે વાત કર..

ક્રિષ્ના - હા ભાઈ. ચાલ હું અવનીને ફોન કરીશ..

* * *

મિત્રો લાઈફમાં એક એવી વ્યક્તિ હમેશા એવી રાખો જેને તમે બધું જ કહી શકો અને ખાસ કરીને તમે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે એની સાથે વાત કરી સાચો નિર્ણય કરી શકો. મેં એવા લોકો જોયા છે જે પોતે જ નિર્ણય લે છે અને પછી પસ્તાવો કરે છે, અને એવા પણ જોયા છે જે બીજા વ્યક્તિ ની મદદ થી પોતાના સંબંધોને બચાવે છે. એટલે જ્યારે પણ કશુંક થાય તો કોઈ એક વ્યક્તિની મદદ લો કદાચ એના લીધે કશું બદલાય.