Micro Fictions - 3 in Gujarati Moral Stories by Falguni Shah books and stories PDF | ટૂંકી વાર્તા સંગ્રહ - 3

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ટૂંકી વાર્તા સંગ્રહ - 3



ગર્ભિત અજવાળું

અંદર પાણીમાં ખૂબ જ અંધારું હતું.
ગરમ હુંફાળા પાણીમાં એને બહુ જ મજા આવતી હતી.
એક વ્યક્તિ એને અત્યંત પ્રેમ કરી રહી હતી.
એની‌ અનહદ કાળજી લ‌ઈને આળપંપાળ કરતી હતી.
દિવસ ઉગે ને એને સાચવનારનો હરખ બમણો થઈ જાય.
ને રાત પડે ને હૂંફાળા પાણીમાં એનો ઉમંગ અસીમિત થાતો.
એને અંદર સરસ મજાની વાતો સંભળાતી હતી. એનાં આવવાની રાહ જોવાતી હતી.
એને ઉની આંચ ના આવે ક્યાંય ,
એવા સુરક્ષા કવચ માં એ
પોતાની જાતને સુરક્ષિત અનુભવતી ને પાણીમાં દુનિયાની તરણ સ્પર્ધા જીતી લીધી હોય એટલી ખુશખુશાલ થતી હતી.

અંધારૂં હતું છતાંય કોઈ ડર નહીં , કોઈ સંદેહ નહીં , સહેજપણ પોતાના અસ્તિત્વ ની ફિકર નહીં. કોઈ રોકટોક નહીં. કોઈ જબરદસ્તી નહી .
એ અંદર "આઝાદ પંખી" ની માફક માછલી ની જેમ તરતી હતી.
કોઈ અણગમો નહીં. એની દરેક જરૂરિયાત સમજી જવાતી હતી ને પૂર્ણ પણ થઈ જાતી.
બસ,
નિતાંત પ્રેમ , શાંતિ અને સલામતી જ અનુભવાતી રહી અંદર.
ને અચાનક નિશ્ર્ચિત સમય અવધિ પછી એ હુંફાળા પાણીમાંથી બહાર આવી ને ઝગમગતા અજવાળાથી એની આંખો અંજાઈ ગઈ ને ખૂબ જ આનંદિત થઈ ગઈ.
પણ બીજી જ ક્ષણે એનાં કર્ણપટલ પર તણખાં ઝરતાં ગર્ભિત શબ્દો અથડાયા,
"પથરો જન્મ્યો છે ".
આ સાંભળી ને એને પણ તરત જ એક જ ગર્ભિત વિચાર આવ્યો કે
"હવે ઓલા અંધારા હૂંફાળા પાણીમાં પાછું કેવી રીતે જવાય??
-ફાલ્ગુની શાહ ©

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

અંધારૂં/અજવાળું
ત્રણ ત્રણ ખૂન , અસંખ્ય લૂંટફાટો , ને અંધારી દુનિયા નાં લગભગ બધાં જ શાનદાર ગુના કરી ચૂકેલો જુમો "હરામી" ૧૪ - ૧૪ વરહ ની આકરી નરક જેવી જનમટીપની જેલની સજા કાપીને આજે વહેલી સવારે છૂટયો.

જેલનાં દરવાજા ની બહાર નીકળતા જ ડાબી તરફ એની ભૂતકાળની દુનિયાનાં સાગરિતો એનું સ્વાગત કરવા ઉભા હતાં ને જમણી તરફ એની આજની દુનિયાનાં પોતાના સગાંવહાલાં એને સ્વીકારવા આવ્યાં હતાં.
જુમાની નજર સમક્ષ જીવનનો આખોય ભુતકાળ , છેલ્લા ૧૪ વરસ અને આજે ઉભેલો એનો પરિવાર તરવરી રહ્યાં.

ને એણે પળ નો ય વિલંબ કર્યા વગર જમણી તરફ ચાલવાનું શરૂ કર્યું.
ખરેખર , આજનાં ઉગેલા સુરજે જુમાનાં અંધારા ગુનાહિત જીવતરમાં અજવાળું પાથર્યું હતું..!!
-ફાલ્ગુની શાહ ©

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


ભગવદ્ગોમંડલ નાં રચયિતા

રાજવી મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહ જાડેજા (ગોંડલ બાપુ)

ક્ષત્રિય રાજપૂતો ની આન ,બાન અને શાન તેમજ ગુજરાતી સાહિત્ય માં સદીઓ સુધી રાજપૂતો નું નામ દિપાવનાર , "ભગવદ્ગોમંડલ" નાં રચયિતા
પ્રજાનિષ્ઠ , કર્મ નિષ્ઠ, અને વિદ્યાનિષ્ઠ રાજવી મહારાજાશ્રી ભગવતસિંહજી સંગ્રામસિંહ જાડેજા ને આજે તેમની જન્મજયંતિ એ મારા શત્ શત્ પ્રણામ 🙏🙏

"ભગવદ્ગોમંડલ" જેવા સમૃદ્ધ શબ્દકોશ તેમજ જ્ઞાનકોશ નાં રચયિતા મહારાજા શ્રી ભગવતસિંહજી સંગ્રામસિંહ જાડેજા ની ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, તેમજ દરેક ગુજરાતી સદૈવ ઋણી રહેશે.🙏🙏

"ભગવદ્ગોમંડલ" એટલે સ્વયં શબ્દો ની એક યુનિવર્સિટી.

"ભગવદ્ગોમંડલ" એટલે ગુજરાતી ભાષા અને સાહિત્ય ને સમૃદ્ધ કરનાર અદ્ભૂત અને અલૌકિક જ્ઞાનકોશ.

"ભગવદ્ગોમંડલ" એટલે "ન ભૂતો ન ભવિષ્યતી "એવી ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ રચના.

"ભગવદ્ગોમંડલ" એટલે ભગવતસિંહજી મહારાજા નો આ જ્ઞાનકોશ ની રચના માટે ૨૬ વર્ષ નો અથાક અસીમ પરિશ્રમ.

"ભગવદ્ગોમંડલ" એટલે ૨.૮૧ લાખ ગુજરાતી શબ્દો નો અખૂટ ખજાનો.

"ભગવદ્ગોમંડલ" એટલે ૮.૨૨લાખ અર્થો નો ઉપયોગી ભંડાર.

"ભગવદ્ગોમંડલ" એટલે ૯૨૦૦ પૃષ્ઠો નો સાહિત્ય સમન્વય".

ગુજરાતી માતૃભાષા અને સાહિત્યને આપણે ત્યાં સાચા અર્થમાં બચાવવા ને સમૃદ્ધ કરવા ઈચ્છતા હોઈએ તો આ "ભગવદ્ગોમંડલ" ને ઘરના પુસ્તકાલય માં અચૂક સત્વરે સ્થાન આપવું જોઈએ અથવા તો દરેક નામાંકિત પુસ્તકાલયમાં ઉપલબ્ધ હોય તો ત્યાં જ‌ઈને એનું વાંચન કરવું જોઈએ.

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવું ગોંડલ
-ફાલ્ગુની શાહ ©