આગળના પ્રકરણમાં જોયું કે જયેશ લગ્ન માટે ના કહે છે... 
રેેખાબહેન : જયેશ તું આવું કરીશ એ કેમ ચાલશે,ગામમાં તથા સગા વ્હાલા ને તારા  અને ભાઈ મનોજ ના લગ્નની  જાણ   છે. આવું કરાય બેેટા.
જયેશ :   માંં  તનેે નથી ખબર મારી હકીકત શું  છે એ?
(દયામણો ચહેરો કરી બોલે છે)
રેેખા બહેન :  હા પણ,
જયેશ: હા પણ શું માં? તે  બાળપણથી મનેે મોટો કર્યો છે તને નથી ખબર કે હું કિન્નર છું.? તારા કહેવાથી આટલા વર્ષો સુધી આ વાત  છુપાવી, તારા કહેવાથી મેં   સગાઈ કરી,  દરેકને   અંધારામાં રાખ્યા, હું  કોઈની લાગણીઓ સાથે રમી રહ્યો છું.., કોઈને મેં ખોટા સપના બતાવ્યા છે, હજુ તું  કહે છે કે લગ્ન કરી લે , હવે   
તો બસ કર માં.
રેખાબહેન : પણ સમાજનું શું ?
જયેશ : હજુ પણ તને સમાજની પડી છે? તું એ વાત કેમ ભૂલે છે કે તું પણ એક સ્ત્રી છે, અને એક સ્ત્રી થઈ તું બીજી સ્ત્રી સાથે આવો અન્યાય કેમ કરી શકે? 
                       શુ તને નથી ખબર કે લગ્ન પછી એ દીકરી કે તારી વહુની જિંદગી શુ હશે?  આજે જે સમાજની તને ચિંતા છે એ  જ કાલે આંગળી ઊઠાવસે 
આપણી પર , એક નિર્દોષ દીકરી પર, જેમાં એનો કોઈ વાંક જ નથી.  જયારે હું એને કાંઈ ખુશી જ નહીં આપી શકું તો એ લગ્ન નો મતલબ શુ?? બાકી ટૂંકમાં માં જ કહું છું તું સમજી શકે છે એ વાત ને કે એની હાલત શુ થશે એમ.
      તારે પણ એક દીકરી છે જો એની સાથે આવું થશે તો ?  નહીં કરી શકે કોઈ જ સહન તો એ પણ કોઈકની દીકરી છે માં. આટલું છુપાવ્યું તો મારી અંતર આત્મા મને ધિક્કારે છે. માનું છું કે હું બહુ ભણ્યો નથી પણ સારા નરસાની સમજ છે મને.
રેખાબહેન :   એ તું જે કહે એ સાચું પણ લગ્ન તો કરવા જ પડશે... 
જયેશ : તને તારા પરિવાર અને સમાજની ચિંતા છે. તો તું પણ સાંભળી લે હું લગ્ન નહીં જ કરું એની માટે મારે મરવું પડે તોય ચાલશે, અથવા હું કિન્નર ગઢમાં જતો રહીશ..
રેખાબહેન: તારે એવું કંઈ કરવાની જરૂર નથી નહિ તો હું મરી જઈશ ઝેર ખાઈને..
જયેશ :  તું હંમેશા આજ કરતી આવી છો માં. પોતાની વાત તારે ગમે એમ કરીને મનાવવી છે, તો હું પણ આ વખતે નહીં જ માનું..
                હું બસ એટલું કહું છું કે લગ્ન નહિ કરું જેથી કોઈની જિંદગી બગડે નહીં. હું આવી રીતે રહીશ નોકરી કરીને ઘરમાં કમાવીને લાવીશ.હું કોઈ ને કાઈ નહિ કહું બસ મારા  લગ્નના કરાવશો.. એટલું બોલતા તો જયેશ રડી જાય છે...મારી પાસે અપરાધ ના કરાવવો. એ બોલતો રહ્યો પણ કોઈને કાઈ જ અસર ના થઇ..
         રેખાબહેન, અને મોટો દીકરો મનોજ બંને સાથે મળી જયેશને એક રૂમમાં બંધ કરી દે છે, જેથી બહાર ક્યાંય ભાગી ના જાય.. બસ બારીમાંથી જમવાનું આપી દેવામાં આવતું..
             જયેશને બસ એ જ વિચાર આવતા હતા કે હું તો કોઈકની જિંદગી બચાવવા માંગુ છું. એમાં પણ કોઇ સાથ નથી આપતું.,જો આવી રીતે રહીશ તો લગ્ન કરવી દેશે અને કોઈકની જિંદગી બગડશે.. 
        એકલા એકલા જયેશને મનમાં વિચારોનું વમળ ઉપડે છે . હું કિન્નર છું જે હું સ્વીકારી શકું તો આ સમાજ કેમ નહીં?, શુ કિન્નર  હોવું પાપ છે?, કેમ સમાજ એવી દ્રષ્ટિથી અમને જોવે છે, કાંઈ અધિકાર જ નથી શુ અમને,.. ?સ્ત્રી, પુરુષ, બધી જાતિ ભગવાન બનાવે છે તો કિન્નરની રચના પણ ભગવાન દ્વારા કરવામાં આવી છે..
તો આવો ભેદભાવ કેમ..??? 
     
         આવા જ વિચારોમાં જયેશ દિવસો પસાર કરે છે એમ કરતાં પંદર દિવસ નીકળી જાય છે.પણ કોઈને કાઈ ફેર નથી પડતો. તેથી જયેશ વિચારે છે કે ખોટું બોલી ને બહાર નીકળી જાય.
       
        એક દિવસ રેખાબહેન જમવાનું આપવા જાય છે , ત્યાં જયેશ કહે છે, માં હું તારી વાત માનીને લગ્ન કરવા તૈયાર છું.. હવે મને બહાર તો કાઢ.. રેખાબહેન  જયેશની વાતોમાં આવી જાય છે અને જયેશને રૂમમાંથી બહાર કાઢે છે.
 
             જયેશના નિર્ણયથી ઘરમાં બધા ખુશ થાય છે, અને લગ્નની તૈયારીમાં લાગી જાય છે. જયેશ પણ ખુશ હોય એવું નાટક કરે છે એમ કરતાં બે ત્રણ દિવસ નીકળી ગયા.. 
     
           એક દિવસ જયેશ ઘરેથી બજારમાં ખરીદી કરવા જાવ છુ એમ કહીને જાય છે... આખો દિવસ ગયો સાંજ પડવા આવી પણ જયેશ પાછો નથી આવતો. ફોન કરે છે પણ બંધ આવે છે, પરિવારના તમામ લોકો ચિંતામાં આવી જાય છે કે કયા ગયો જયેશ. ?
     
              સાંજે આઠ વાગે એક અજાણ્યા નંબર પર થી ફોન આવે છે.. અને મનોજ ફોન ફોન ઉપાડે છે સામે છેડે જયેશ હોય છે..
         મનોજ કહે છે કે કયા છો તું ઘરે કેમ નથી આવ્યો.. ? જયેશ કહે છે કે બહુ સમજાવ્યા તમને પણ કોઈ સમજ્યા નહિ.. મજબુરીમાં મારે આ પગલું ભરવું પડ્યું કોઈકની જિંદગી બચાવવા. મારી ચિંતા ના કરતા કોઈ હું કિન્નર ગઢમાં આવીને વિધિ વિધાનથી એક "કિન્નર" બની ગયો છું.. અને ફોન મૂકી દે છે..
                આ વાત સાંભળીને પરિવારજનો માથે આભ તૂટ્યું હોય એમ રોવાનું ચાલુ  કરી દે છે, જોત જોતામાં વાત વાયુ વેગે પુરા ગામમાં ફેલાઈ ગઈ. કે જયેશ એક કિન્નર બની ગયો...
           ગામના મોભી અને થોડા આગેવાનો મનહરભાઈના ઘરે આવે છે અને જયેશને પાછા લઇ આવશે એવી ખાતરી આપે છે..
      
             બે ત્રણ ગાડી ભરીને ગામના માણસો જવા નીકળ્યા શહેર બાજુ, જ્યાં કિન્નરનો ગઢ હતો..., ત્યાં જઈને ગામના મોભી કે છે કે અમે જયેશને લેવા આવ્યા છીએ. મોકલો એને. ત્યાંજ કિન્નરના મુખ્યા કહે છે કે, અમે એને જબજસ્તી નથી રાખ્યો..એ એની મરજીથી આવ્યો છે હવે તો વિધિ પણ થઈ ગઈ તો કાંઈ ફાયદો નથી...આમ ને આમ ઉગ્ર વિવાદ થાય છે..ત્યાંજ જયેશ આવે છે એક કિન્નરના રૂપમાં. ગામવાળા તો જોતા જ રહી જાય છે ., જે છોકરાને નાનપણથી જોયો છે એ આજે કંઈક અલગ જ  દેખાય છે...
            ગામજનો બહુ સમજાવે છે પણ જયેશ નથી માનતો. બસ એટલું કહે કે મેં જે કર્યું  એ કોઈકની જિંદગી બચાવવા કર્યું છે... આને મારી મજબુરી સમજો કે મારો શોખ... બસ આગળ કાંઈ નહિ કહું  તમે બધા જઇ શકો છો...
             જયેશની વાત સાંભળી ગામજનો ખાલી હાથે પાછા ફરે છે... સમય જતાં બધા આ ઘટનાને સમજી જાય છે.. અને ગર્વ કરે છે જયેશ પર જેને આ રસ્તો કોઈક નિર્દોષ દીકરીની જિંદગી બચાવી....
કહેવાય છે કે ભણતર જ જરૂર નથી હોતુ જીવનમાં એનાથી વધારે સમજણ અને ઘડતર મુખ્ય ભૂમિકા ભજવે છે.... 
      ,જો આજ હાલતમાં સમાજ અને ઘરનાં લોકો 
એ જયેશનો સ્વીકાર કર્યો હોત તો એ એના કુટુંબ સાથે હોત... 
*આવા પગલાં લેવા પાછળ ક્યાંકને ક્યાંક આપણો સમાજ અને વિચારો છે જે દરેક ને એક સમાન સમજતાં નથી કે નથી અધિકાર આપતા.. શુ  દરેક માટે આપણે  સમભાવ ના રાખી શકીએ??
              
                  
**  दबे हुवे जख्म दे कैसे,
मातापिता की अस्तित्व _ रक्षा में लीन हुआ,
मांग रहा खुद से खुद का वस्ता निभाने को,
एक हसीन ख्वाब देखने वाली लड़की को बचाने को,
समाज में बहिष्कृत करने में कूद पड़ा खुद कुर बनने को,
अहमियत ना समझे ना सोचे दे दी जुबान शादी करने को,
सृजनहार का ये लिखा उसे कसूर कर अन्याय मानने को,
घर से निकल पड़ा खुद दहलीज पर किन्नर के जमाने को,
जहां में विधि करवाई और अपना सही वजूद दिलाया ,
जीते जी किन्नर का आवतर धारण कर चल पड़ा घर बार त्याग ने को।
                    🙏Thank you🙏