Baani-Ek Shooter - 40 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 40

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 40

બાની- એક શૂટર

ભાગ : ૪૦


એહાનનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. બાનીની અકળામણ વધતી જતી હતી. એ આમતેમ બેડરૂમમાં આંટાફેરા મારવા લાગી.

"શું કરવું જોઈએ...!! એહાનને ત્યાંથી કેવી રીતે હટાવી શકાય..!!"

"કે પછી પોતે જવું જોઈએ...!! શું કરું હું...!!" બાનીની ચીડ વધતી જતી હતી. એને કોલ કર્યો, " હલ્લો..!! આવીને મળી જા..!!"

"ઓકે....!!" સામેથી સ્વર સંભળાયો.

****

"હા દીદી...!!" બેડરૂમમાં દાખલ થતાની સાથે જ નવજુવાને કહ્યું.

"કેદાર..!! અહીંયા આવ." બાનીએ બાલ્કનીની નજદીક જતાં કહ્યું. કેદાર કાચની બારીઓ નજદીક આવીને ઊભો રહ્યો. બાનીએ તે સાથે જ સડસડ કરતા કાચની બારીઓ ખોલી દીધી.

"કેદાર...!!" બાનીએ કહ્યું.

"હા દીદી...!!" હુકમ સાંભળતો હોય તેવા સ્વરમાં કેદારે કહ્યું.

"સામે જો તો. તપસ્વીની જેમ બેઠો છે એ આદમીને ત્યાંથી હઠાવાનો છે." બાનીએ કહ્યું, "પ્રેમથી...!!"

"ઓકે...!!" કેદાર એટલું કહીને જતો હતો. ત્યાં જ બાનીએ રોકતાં કહ્યું, " અરે એટલો ઉતાવળો કેમ થાય છે. મારી વાત તો સાંભળ...!! ના સાંભળે તો તારા મોબાઈલથી વાત કરવાજે મને... તારો મોબાઈલ ચાલુ રાખ એટલે મને ત્યાં શું બની રહ્યું છે એ સંભળાશે!!"

"ઓકે દીદી...!!" કહીને કેદારે પોતાનું કાનમાં લગાવેલું બ્લૂટૂથ સરખું કરતાં જતો રહ્યો. શંભુ કાકાનો ચંચળ મનનો દિકરો કેદાર હંમેશા બાનીના કામ માટે તત્પર રહેતો.

થોડી જ મિનીટમાં કેદાર એહાન પાસે પહોંચી ગયો. બાની આ બધું જ બાલ્કનીમાં ઊભી રહીને નિહાળવા લાગી. બાની બધું જ પોતાના મોબાઈલમાં સાંભળવા લાગી.

"હેલ્લો મિસ્ટર...!! અહીંયા તપસ્વીની જેમ કેમ બેઠા છો...??" કેદારે એહાનને પૂછ્યું.

"જી તમને તકલીફ?" એહાને આંખ ખોલતાં તરત જ પૂછ્યું.

"તકલીફ તો રહેવાની જ. મારી મેડમ પાહીને તમે ડિસ્ટર્બ કરી રહ્યાં છો..!!" કેદારે કહ્યું અને એહાન સમજી ગયો કે આ બાનીનો માણસ છે.

" મેડમ પાહીને ડિસ્ટર્બ થાય છે તો એમને જ આવવું જોઈતું હતું ને અહીં...!!" એહાને કહ્યું.

"ઓહહ હો....!! મેડમ પાહી સામાન્ય વ્યક્તિ નથી...'બાની એક શૂટર' ફિલ્મનાં ખ્યાતનામ અભિનેત્રી છે. તેઓ અહીં આવશે તો લોકોની ભીડ જમા થઈ જશે." કેદાર પાહીની વાહવાઈ કરવાનો ચૂકતો ન હતો.

સામેની છેડે બાની આ બધો જ સંવાદ ફોન પર સાંભળીને અકળાઈ ઊઠી. એ દબાયેલા સ્વરે બડબડી, " કેદાર...!! તને કયા કામ માટે મોકલ્યો હતો અને શું કરી રહ્યો છે...??"

કેદારે બાનીનો દબાયેલો સ્વર સંભળાયો. એ અલર્ટ થઈ ગયો હોય તેમ એહાન કશું કહે એના પહેલા જ કહેવા લાગ્યો, " મિસ્ટર...!! તમને પ્રેમથી રિકવેસ્ટ કરું છું તમે અહીંથી ઉઠો. તમે બીજે કશે જઈને તમારું ધ્યાન કરી શકો છો. પ્લીઝ...નહીં તો મારે તમને જબજસ્તી ઉઠાવવું પડશે!!" કેદારે પિત્તો ગુમાવ્યો હતો પરંતુ મહામહેનતે શાંત સ્વરે સમજાવી રહ્યો હતો.

"કેદાર.... કેદાર.... શાંતિથી કામ લેવાનું છે." બાની કેદારનો સંવાદ સાંભળીને ઝડપથી કહ્યું.

"હું બેઠો છું તો ફક્ત બા...'બાની એક શૂટર' ફિલ્મની અભિનેત્રી પાહી માટે જ બેઠો છું. એ આવશે તો જ હું આ જગ્યેથી ઉઠીશ." એહાને કહ્યું. આ જોઈને કેદાર એહાનના જોડે પગના પંજા પર બેસી ગયો, " ભાઈ, શું કામ એટલી જીદ કરી રહ્યાં છો. મને કેટલી માથાકૂટ કરવી પડશે હજુ?? શાંતિથી સમજી જાઓ ને...!! મિસ પાહી અભિનેત્રી છે. એમના ચાહકો ઘણા છે. તો એવા બધા જ માટે મિસ પાહી મળવા ઉતરી પડશે...??!!"

"ના તો હું એનો ચાહક છું. ના હું એનો આશિક....!! તમારા મેડમને હું ખરા હૃદયથી ચાહતો આવ્યો છું. મારો સંદેશો એમના સુધી પહોંચાડી દેજો જયાં સુધી તેઓ જાતે મારો પ્રેમનો સ્વીકાર ન કરે ત્યાં સુધી હું અહીં જ આવી જ રીતે બેસી રહીશ." એહાને કહ્યું.

આ સાંભળીને કેદાર માથું ખંજવાળવા લાગ્યો.

"આ મારી જીદ નથી. મારા પ્યારની સાબિતી આપવા માટેની સાદના છે. હું એના સ્વભાવથી પરિચિત છું. એ નહીં સ્વીકારે મારા પ્રેમને...હું એમને પામવા માટે નથી કરી રહ્યો. બસ હું જાતને ઘસી નાંખવા માંગુ છું. જેથી પાંચ વર્ષ પહેલાંની એ મારી ગલતીનું પ્રાયશ્ચિત કરી શકું. એ મારી ભૂલને કદી માફ નહીં કરે એ હું જાણું છું." એહાને પાંચ વર્ષ પહેલાંની ઘટનાને નજર સમક્ષ વાગોળતા કહ્યું.

કેદાર એહાનની મુલાકાત જિંદગીમાં ક્યારે પણ થઈ ન હતી. તેઓ એકમેકને જાણતા ન હતાં. પરંતુ એહાનની વાત પરથી એ એટલો તો સમજી ગયો કે એ બાની વિશે ઘણું બધું જાણે છે. કેમ કે એ પાંચ વર્ષ પહેલાંની વાત કરી રહ્યો હતો.

કેદારને સમજાયું નહીં હવે શું કરવું જોઈએ. એ અસમંજસમાં જ ઉભો થઈ ગયો. એહાનથી થોડે દૂર જઈને એ બાની સાથે દબાયેલા સ્વરે બ્લૂટૂથ પર વાત કરવા લાગ્યો, " દીદી શું કરવું જોઈએ મારે...!! હું પ્રેમની ભાષા નથી જાણતો દીદી. તમે કહો તો એને ઉઠાવી લઉં??" ચંચળ પ્રકૃતિનો મજબૂત બાંદેદાર આદમી કેદારે કહ્યું.

"એ નહીં માને. તું આવી જા." બાનીએ કહ્યું. કેદારે ફરી માથું ખંજવાળ્યું. એ બબડ્યો, " જબરદસ્ત કશું ચાલી રહ્યું છે...!!" પછી પોતાને જ સવાલ કર્યો, " શું??" કેદારે સ્વગત જવાબ આપ્યો, "પ્રેમ...!!"

પ્રેમની ભાષા ન સમજનારો કેદાર પણ સમજી ગયો હતો કે પ્રેમનું લફરું ચાલી રહ્યું હતું. પરંતુ એકમેકને પ્યાર કરનાર એહાન બાની પ્રેમની પરીક્ષા આપી રહ્યાં હતાં. એહાન સાદના કરીને...!! જ્યારે બાની પ્રેમ કરવા છતાં પણ પ્રેમનો અસ્વીકાર કરીને...!! પ્રેમ અદ્ભૂત કહેવાય...!! જેને થાય એને સમજાય...!!

"હું રજા લઉં છું." કેદારે કહ્યું.

"તમે એનો ખાસ માણસ હોવો જોઈએ?!" એહાને કહ્યું.

"હું મિસ પાહીને દીદી કહીને સંબોધુ છું." કહીને કેદાર ત્યાંથી સડસડાટ નીકળી ગયો.

****

"દીદી...!! મારે પૂછવું તો નહીં જોઈએ. પણ મારી જિજ્ઞાસા વધતી જાય છે. કોણ છે એ માણસ...પાંચ વર્ષ પહેલાની વાત કરી રહ્યો હતો. તો...તો...એ જરૂર તમને પિછાણતો હશે અથવા તો પિછાણી ગયો હશે." કેદારે પોતાનું મગજ લગાડતાં કહ્યું.

"તું જા. તારું કામ હશે ત્યારે બોલાવું." બાનીએ કહ્યું અને કેદારે હુકમ માન્યો હોય તેમ "ઓકે દીદી." કહીને જતો રહ્યો. એ દરવાજા સુધી પહોંચ્યો જ હતો ત્યાં જ બાની કાંચની બારીની બહાર એહાનને જોતા કહેવા લાગી, " કેદાર....!!" સાંભળતા જ કેદાર ફર્યો.

બાનીએ કહ્યું," પાંચ વર્ષ પહેલાં મારા જીવનમાં બધું સુમતરું હોત તો આ આદમી તારો જીજાજી થાત..!! એ મને ચાહે છે અને હું.....!!" એટલું કહેતાં તો બાનીનું ગળું ભરાઈ આવ્યું. કેદાર થોડી સેંકેન્ડ માટે જ ઊભો રહ્યો. એ જાણતો હતો એનાથી વધુ દીદી કશું બોલી શકવાના ન હતાં. એ ત્યાંથી દરવાજો બંધ કરીને જતો રહ્યો. દરવાજો બંધ થયાનો એહસાસ થતાં જ બાનીએ ધીમેથી કાંચની બારીઓમાંથી ઝાંખતા કહ્યું, " એહાન...!! હું પણ તને એટલું જ ચાહું છું."

****

સતત ત્રણ દિવસ થવા આવ્યા હતાં. બાનીએ પોતાનું બધું જ કામ પડતું રાખ્યું હતું. એ પણ ત્રણ દિવસ સુધી બેડરૂમની બહાર નીકળી ન હતી. એનો જીવ બળી રહ્યો હતો. ત્રણ દિવસથી એ સુદ્ધા બેચેની અનુભવી રહી હતી.

બાનીના મોબાઈલની રિંગ વાગી રહી હતી. પરંતુ એ ભાનમાં જ ક્યાં હતી...!!

"હા બોલ ટીપી...!!" બાનીએ અવઢળમાં જ કહ્યું.

"તારો મેટર સોલ કરી દે...! ત્રણ દિવસ થવા આવ્યા!!" ટિપેન્દ્રએ કહ્યું.

"તો મારે શું કરવું જોઈએ??" શૂન્યમસ્ક થઈને બાની ફોન પર પૂછી રહી હતી.

"હું તારા લવ મેટરમાં નહીં પડું. તને જાતે જ સુલજાવવું પડશે. એની સાથે મારો છત્રીસનો આંકડો છે." કહીને ટીપી થોડો હસ્યો. પછી તરત જ ગંભીર થતા કહ્યું, " હું તને જોઈતી મદદ કરવા તત્પર છું. પણ આ મેટર જલ્દી સોલ કર. તને યાદ જ હશે તું અહીં સુધી કેમ પહોંચી...!!" ટિપેન્દ્ર એ શાનમાં સમજાવ્યું હોય તેમ બાનીને ભાન આવ્યું કે એને ત્રણ દિવસ કેટલા વેસ્ટ ગયા...!!

બાની કશું કહે એના પહેલા ફોન મુકાઈ ગયો હતો.

****

"કેદાર...!! તારું કામ છે." રાત્રે ત્રણ વાગ્યે બાનીએ કેદારને ફોન કરતા જણાવ્યું.

"જી દીદી...!!" કેદારે કહ્યું અને બાનીના બેડરૂમના દરવાજા પર ટકોરા કર્યા. બાની સમજી ગઈ કે કેદાર જ હશે.

****

અડધી રાત્રે કામળો ઓઢીને બાની એહાનને મળવા માટે કેદાર સાથે એ અવાવરું જગ્યે પહોંચી ગઈ જ્યાં એહાન સતત ત્રણ દિવસ સુધી સાધના કરતો બેઠો હતો.

એહાનની આંખો બંધ જ હતી.

"એહાન....!!" બાનીએ મીઠો ટહુકો કર્યો.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)