Blank in Gujarati Moral Stories by Kamya Goplani books and stories PDF | બ્લેન્ક

Featured Books
Categories
Share

બ્લેન્ક

દર રવિવારની સવાર સૌ ને માટે રાહતનો શ્વાસ લઈને આવે છે. પ્રોફેશનસમાં પોતાની જાત ને સતત ૬ દિવસ ઘસ્યા પછી માણસ પોતાની અંગત પ્રવૃત્તિ, સંબંધો તેમજ ખરા અર્થમાં પોતાનું જીવન ત્યારે જ જીવતો હોય છે. આ જ રીતે અવની ના જીવન માં પણ રવિવાર આવ્યો હતો. એ કહેવામાં નવાઈ નહીં કે એનો રવિવારનો પણ એક નિત્યક્રમ હતો. એ મુજબ પોતે વહેલી ઉઠી. જીન્સ પર સરસ મજાની લાંબી કુર્તિ પહેરી અને એક સ્કાફ ગળે નાખીને તૈયાર થઈ. એ સીધી નેશનલ પાર્ક પહોંચી એની બરાબર સામે આવેલા ગાર્ડનમાં જેમ પોતાના આગમન ની સૂચના વગર આવેલો વરસાદ એક જ જાટકે ધબ કરીને જમીન પર પડે....જાણે ધરતીના વિરહથી કંટાળીને ભેટી પડવાની આશા એ આવ્યો હોય એ રીતે જ નાના નાના ભૂલકાઓ સીધા જ અવની ને જોતા ભાગીને એની પાસે આવ્યા ને ગળે મળ્યા. દીદી દીદી કરીને હાંફી રહ્યા.....પાછળ થી એક વ્યક્તિ આવ્યા જે 6 ફૂટ હાઈટ , કસરતથી એકદમ તંદુરસ્ત કરેલું શરીર, માથે એક ગોળ ટોપી પહેરેલ હતા....." આજે મોડી પડી અવની...મેચ તો પુરો થઈ ગયો "

" સોરી સર પણ સારું ને....હવે જઈશુંને માઈ બડીઝ....?" બધા બાળકો એક સાથે બોલી ઉઠ્યા " હા......"

" અવની, તે આ લોકોને ખરી આદત પાડી છે હં... આમ કઈ દર રવિવારે આઈસક્રીમ ન ખાવાનો હોય. પછી આ લોકોના મેડમ મને ખીજાય છે " હતું એવું કે આ સર એક બાળગૃહમાં રહેતા બાળકોના સ્પોર્ટ્સ ટીચર હતા એમને રોજ આ ગાર્ડન માં ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ખો આવી દરેક ગેમ્સ શીખવતા અને દર રવિવારે એમનો કોઈ ન કોઈ મેચ ગોઠવેલો રહેતો. અવની ત્યાં આવીને મેચ જોતી અને પછી બધા જ બાળકોને આઈસક્રીમ ખાવા લઈ જતી લગભગ બપોર સુધીનો સમય એ બાળકો સાથે પસાર કરતી અને ક્યારેક ક્યારેક તો રમતા, વાતો કરતા સાંજ પડી જતી. તે દિવસે પણ એ દરરવિવારની જેમ નેશનલ પાર્કની બહાર આવેલા નાના આઈસક્રીમ સ્ટોલની બારી પાસે જઈને આઈસ્ક્રીમ ના ઓર્ડર આપવા માંડી. બાળકો પોત પોતાની આઈસ્ક્રીમ લેતા જતા હતા. અવની પોતાના પર્સમાંથી પૈસા કાઢવા લાગી ત્યારે જ સામેથી કોઈ જાણીતો અવાજ આવ્યો....

" યોર ઓર્ડર મેમ " અવનીએ ઉંચુ જોયું તો.....

" વ્યોમ...."

*******

અવની અને વ્યોમ કોલેજમાં જ મળ્યા હતા બંને સારા મિત્રો બની ગયા હતા અને કદાચ એ થી પણ વિશેષ. બસ ક્યારેય લાગણીઓ વ્યક્ત ન કરી શક્યા. એક દિવસ કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ થયું હતું ત્યારે અવની ને બહાર જઈને નોકરી કરવામાં કોઈ ખાસ રસ ન હતો પણ વ્યોમને સારી એવી જોબ ઓફર થઈ હતી. એક મધ્યમ વર્ગના ઘરમાંથી આવતો હોવાથી તેને દિલ્લીમાં સ્થાયી થઈ નોકરી લેવાનું પસંદ કર્યું. અવની એને છેલ્લે એરપોર્ટ પર મળી હતી. આ વાતને આજે 7 એક વર્ષ થઈ ગયા હતા .

*******

વ્યોમ ને આટલા સમય પછી જોઈ આશ્ચર્ય પામેલી અવની સામે એક મંદ મુસ્કાન આપીને વ્યોમ એ કહ્યું....
" અવની, આ બ્લ્યુબેરી નો આનંદ લે અને ત્યાં બેન્ચ પર બેસીજા હું હમણાં આવું " હજુ સુધી સ્તબ્ધ થયેલી અવનીના હાથ માં રહેલી એકદમ ઠંડી બ્લુબેરી આઈસ્ક્રીમ થી એના હાથ જામ્યા, ત્યારે ભાનમાં આવી એ એક યંત્રવત અવસ્થામાં સડસડાટ બેન્ચ પર જઈને બેસી ગઈ. ત્યાં વ્યોમ આવ્યો. " મને ખબર છે તારા મન માં ઘણા પ્રશ્નો થાય છે એનું સમાધાન હમણાં હું કરી જ આપીશ પણ આઈસ્ક્રીમ દૂધ ન બની જાય એટલે પેહલા એ તો ખાઈ લે" વ્યોમએ કહ્યું ત્યાં જ નાનકડો યશ અવની પાસે આવ્યો .

" દીદી , આ શ્યામ એ મારી આઈસ્ક્રીમ પાડી દીધી " એ એક ધારો રોવા મંડ્યો.....અવની વિચારોના વમણમાંથી પોતાની જાતને વર્તમાનમાં લાવી......

" અરે, બચ્ચા....રો નહીં શાંત થઈ જા. આપણે બીજી લઈ લેશું...." પોતાની આઈસ્ક્રીમ એને આપતા કહે છે ...." તું આ લઈ લે.....બસ..." યશ ખુશ ખુશ થતો બધા સાથે આઈસક્રીમ ખાવા ચાલ્યો ગયો. હિંમત કરીને અવની ઉભી થઈ....અને સીધા સવાલોના ઢગલા વ્યોમ સામે મૂકી દીધા....વ્યોમ એ બોલવાનું શરૂ કર્યું...." અવની હવે મારે તારી સાથે જીવવું છે.....તારા વગર મારુ જીવન જાણે અર્થહીન થઈ ગયું છે "

" વ્યોમ હવે....."
" અવની , નોકરીમાં રહેલી યંત્રવતતાથી હું કંટાળ્યો હતો શરુઆતમાં સારું લાગ્યું પણ સમય જતાં ખબર પડી કે તું જ હતી જેને મારા જીવનમાં આનંદ નો ઉમેરો કર્યો હતો. કોઈ જ સુખ સાહેબી ન હોવા છતાં આપણે ખુશ રહી શકતા હતા તો મારી પાસે તો હવે બધું જ હતું બસ તું નહતી એટલે તને શોધવા નીકળી પડ્યો પણ તારા ફોન નમ્બર પણ બદલાઈ ગયા અને સોશિયલ મીડિયા પર તારી કોઈ ખાસ ઇન્ફોર્મેશન મળી નહીં એટલે સતત તને જ શોધી રહયો છું. ત્રણ દિવસ પેહલા અહીંયા પોહચ્યો તો મારા મગજ માં નેશનલ પાર્ક, બાળકો , આઈસ્ક્રીમ બધું એકીસાથે પ્રવેશ્યું મને ખબર હતી કે તું રવિવારે અહીં આવશે જ એટલે અહીં થોડા સમય માટે નોકરી કરવા રોકાયો અને આજે જો તારી સાથે મુલાકાત થઈ જ ગઈ......" અવની હજુ સ્વસ્થ થાય. કઈ કહે એ પહેલાં જ ત્યાં બાજુની સડક પર એક ગાડી આવીને ઉભી રહી એક ફોર્મલ શુટ અને શૂઝ પહેરેલો વ્યક્તિ ઉતર્યો અને બહાર નીકળીને સીધા ગોગલ્સ ચડાવ્યા. અવની અને વ્યોમ ઉભા હતા એમની નજીક ગયો......વ્યોમ એને જોઈને અચરજ પામ્યો....
" ઓહ...શિવમ સર...."

" હેલો..."

"વ્યોમ. આઈ ફિલ પ્લેઝર ટુ મીટ યુ સર..... હું તમારી જ કંપનીનો એક સામાન્ય કર્મચારી છું અને...આ....." અવની તરફ હાથ આગળ કરતા એ કંઈ બોલે એ પહેલાં જ.....

" હમ્મ...વ્યોમ.... આઈ રિસીવડ યોર કમ્પલેન, હું જાણી શકું 2 મહિનાથી જોબ પર ન જવાનું કારણ......?"

" સર અ..."

" એક્ચ્યુઅલી રહેવા દો...આજે રવિવાર છે ને મારો સમય હું મારા પરિવારને નહીં આપું તો મારા પત્ની નારાજ થઈ જશે. આપણે આ બાબત પર પછી ચર્ચા કરીશું. મીટ યુ સુન.....હું નથી ઇચ્છતો કે કોઈ ઠોસ કારણ હોવા છતાં પણ તમને ફાયર કરવામાં આવે એ મારા એથીક્સ ને ખિલાફ છે......એન્ડ યસ.....મીટ માય વાઇફ અવની ( એના ખભા પર હાથ મૂકીને કહે છે ) . આચ્છા સ્મિત સાથે અવની શિવમ સાથે જબરદસ્તી પોતાના પગ ઉચકી ઉચકી ને નીકળી જાય છે....... વ્યોમ અવનીને શોધતા શોધતા પોતે જ ખોવાય ગયો.......

- Kamya Goplani