Punyaphal Part 7 in Gujarati Spiritual Stories by Mahesh Vegad books and stories PDF | પુણ્યફળ ભાગ 7

Featured Books
Categories
Share

પુણ્યફળ ભાગ 7

ભાગ – ૦૭
પુણ્યફળ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાયનાં પઠનનું પુણ્યફળ
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય છઠ્ઠો “ આત્મસંયમ યોગ ” માં આપણે જાણ્યું કે આ અધ્યાય નું નિયમિત પાઠ – પઠન કરવાથી જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે . મેળવેલી સિદ્ધિઓ દ્વારા માનવી લોકહિત અને લોકકલ્યાણની પ્રવુતિ દ્વારા માન – સન્માન આદરપાત્ર બની શકે છે . ઈશ્વરે આપેલી વિવિધ સિદ્ધિઓના ઉપયોગ થી લોકકલ્યાણ ને જનહિત માટે કરવાથી જીવન – મરણ ના ક્રમચક્ર માંથી જીવાત્મા મુક્તિ મેળવે છે .

આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય સાતમો
“ જ્ઞાનવિજ્ઞાન યોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ


“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય સાતમો
{ “ જ્ઞાનવિજ્ઞાન યોગ ” }

ગોવિંદભગત નામનો એક બ્રાહ્મણ હતો . તે પોતાનું જીવન નિવાહ ચલાવવા માટે નાના – મોટા કાર્યો કરતો હતો . તેને બે પુત્ર હતા . તે કાર્ય અર્થે પરદેશ જવા નીકળ્યા . તે પહેલા પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છુપાવી જમીનમાં ખાડો ખોદી દાટી દીધું . પરદેશમાં કમનસીબે અચાનક તેનું સાપ કરડવાથી તેનું ત્યાં મૃત્યુ થયું . ગોવિંદભગત સર્પયોનિ થી કંટાળી જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનિ માં ખુબ પીડાઈ રહ્યો છું . તેમાંથી મારો ઉદ્ધાર કરો . મેં જમીનમાં ધન દાટી દીધું છે . તે આ સ્થળે છે . તેના પુત્રો પિતાનો સર્પયોનિ માંથી ઉદ્ધાય કરવા શું કરવું ? તે અંગે વિચારવા લાગ્યા . તેમનો બીજો પુત્ર ધનનો ખુબ લાલચી હોવાથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું . ત્યાં પહોંચી ગયા ને જમીન ખોદવા લાગ્યો . તે જયારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે ત્યાથી દરમાંથી એક સર્પ બહાર આવ્યો ને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો ?

પુત્રે કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર – મુક્તિ કરવા આવ્યા છીએ . જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું . પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢી ને વાપરવાથી મારી મુક્તિ થવાની નથી . પણ મારા શ્રાદ્ધ ના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો અને બ્રાહ્મણોને ભોજન તેમજ તેમણે દક્ષિણા આપવી . આમ કરવાથી મારી મુક્તિ થશે પછી તમ-તમારે બે એ ભાઈ ઓ ભેગા મળી અહી આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા હિસ્સે વહેંચી લેજો .

બીજા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે . તેમ નહી કરીએ ત્યાં સુધી આપણે ધન મળવાનું નથી તેથી પતિ – પત્ની બન્ને ઘરે જઈ મોટા ભાઈને બધી વિગતે વાત જણાવી . આ પછી બન્ને ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધ ના દિવસે બ્રાહ્મણો ને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાય નો પાઠ કરાવડવ્યો ને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી .
આમ ગીતાજીના અધ્યાય સાતમાના પાઠના પુણ્ય બળે તેમના પિતાનો સર્પયોનિ માંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી બન્ને ભાઈઓએ સરખા ભાગે વહેંચી લીધું .

શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના સાતમા અધ્યાયના પાઠથી પિતાની સાથે – સાથે તેઓને પણ ઉદ્ધાર થયો અને તેઓ પણ વૈકુંઠલોક ને પામ્યા .

“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”

( સારાંશ : )

( શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય સાતમો “ જ્ઞાન વિજ્ઞાન યોગ ”
નું નિયમિત પાઠ – પઠન કરવાથી આપણા સગા – સંબધી સ્નેહી
મિત્રો તેમજ પૂર્વજો ને સર્પયોનિની દુઃખ પીડા માંથી મુક્તિ મળે છે . )

બોલીએ શ્રી મુરલી મનોહર વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન કી જય
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”