The beginning of the journey - 1 in Gujarati Short Stories by Joshi Rinkal books and stories PDF | સફર ની શરુઆત - 1

Featured Books
Categories
Share

સફર ની શરુઆત - 1


નમસ્તે મિત્રો આ મારી પ્રથમ લિખિત નવલકથા છે આશા છે કે તમને ગમશે, આ મારો પ્રથમ પ્રયાસ છે કદાચ તેમાં અનેક ભુલો હશે તો તેને માફ કરવા વિનંતી🙏
વાર્તાની શરૂઆત કંઈક આ રીતે થાય છે સ્નેહા નામની છોકરી જેની માતા તે પાંચ વર્ષની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તેના પિતાએ તેને પ્રેમથી મોટી કરી હતી, સ્નેહા દેખાવે ખૂબ જ સુંદર લાગતી હતી દેખાવે ઉંચી લાંબા વાળ રંગે રૂપાળી અને તે કંઈ અપ્સરાથી કમ ન હતી ,સ્નેેહા હવે મોટી થવાા લાગી , હવે તે કોલેજમાં આવી ,તેના પિતાએ તેના અભ્યાસ દરમિયાન કંઈ પણ કચાસ રાખી ન હતી ,તેના પિતા તેની જરૂરિયાતના દરેક સાધનો તે કહે તેના પહેલા જ તેને મળી જતા .પિતાની તે લાડકવાયી હતી તેના પિતાએ એ તેના પર કંઈ પણ જાત નું દબાવ રાખ્યું ન હતું સ્નેહા તેના મનની કરતી .તેને જે ગમતું તે કરતી ,તેેેેના પિતાએ તેનેેેે કંઈ પણ વાતમાં ના કહી ન હતી, હવે, સ્નેહાની કોલેજની શરૂઆત થાય છે, સ્નેહા ને મિત્રો સાથે બહાર ફરવું પાર્ટીમાં જવું તથા મોજ મસ્તી કરવી ખૂબ જ ગમતી પણ તેમ છતાંય તે તેના અભ્યાસમાં કાય પણ કમી રહેવાનો દેતી ન હતી ,તેને તેના પિતાને રાત દિવસ મહેનત કરતાં જોયા છે તે ક્યારેય પણ તેના પિતાનો માથું નીચું થાય એવું ઈચ્છતી ન હતી. માટે તેના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપતી, સ્નેહાની મિત્ર સીમા સાથે તેનું બહુ બનતું તે તેની ખાસ મિત્ર હતી, તે સ્વભાવે સારી હતી, પણ તેનો મિત્ર રોહન એ બહું ખરાબ હતો તેને નવી નવી છોકરીઓ ને ફસાવતો અને તેને છોડી દેતો ,આ વાત ની ખબર સીમા ને પણ હતી પણ સીમા તેને ક્યારેય સમજાવતી નઈ અને તેને રોકતી નઈ સીમા એ એકવાર સ્નેહા ને રોહન સાથે મળાવી રોહન તેને જોતો જ રહી ગયો તેને હવે સ્નેહા ગમી ગઈ હતી માટે તેને એ વાત સ્નેહા ની મિત્ર સીમા કહ્યું , સીમા એ રોહન ને કહ્યું કે તે એવી છોકરી નથી રોહન ને કહે હા મને ખબર છે પણ હું હવે દિલ થી તેને ચાહું સીમા ને થયું રોહન હવે સુધરી ગયો છે ,માટે તેને સ્નેહા ને રોહન સાથે ફરી મળાવ્યું અને સ્નેહા ને પણ રોહન સારો લાગવા લાગ્યો, રોહન સ્નેહા ને ખુશ કરવાનો પ્રયત્ન કરતો રહેતો, હવે સ્નેહા પણ રોહન ને ચાહવા લાગી છે, પણ તેને તેના પિતા નો ડર લાગે છે, તેના પિતા બહું કડક સ્વભાવના છે અને તેમને પ્રેમ લગ્ન થી જ ચીડ છે, પણ તે રોહન ને પ્રેમ કરે છે અને તે હવે રોહન ને ખોવા નથી માગતી હવે, કઈક એવું થાય છે કે જેમાં રોહન ની ખરાબ આદતો તથા સ્નેહા સાથે નો તેનો નાટક સામે આવે છે ,પણ સ્નેહા તે માનવા તૈયાર નથી અને તેને નકારે છે હવે સ્નેહા રોહન સાથે ના સપના સજાવા લાગી છે અને તે રોહન ને લગ્ન કરવા માટે કહે છે પણ રોહન તે વાત ને કાઢી નાખે તે કહે છે કે મને સારુ કામ મળી જાય પછી આપડે લગ્ન કરશુ આમ કહ્યા કરતો અને આ સાંભળી સ્નેહા નારાજ થઈ જાય છે રોહન તેને મનાવે અને કહે છે તું મારા પર વિશ્વાસ રાખ હું તને સાચે જ પ્રેમ કરુછું, આમ કહી બંને હવે ધરે જાય છે સ્નેહા ના પિતા ને સ્નેહા અને રોહન વિશે ની વાતની ખબર પડી, સ્નેહા ધરે આવી તેના પિતા તેની જ વાટ જોતા જ હોય છે, સ્નેહા ને જોઈને જ તેના પિતા ને ગુસ્સો આવ્યો અને તેને રોહનની વાત કરી અને તેના પર ગુસ્સે થયા અને તેને ક્યાંય પણ જાવાનું નથી અને તેને રૂમમાં પુરી નાખી અને કહ્યું કોઈ સારો છોકરો જોઈને તેને જલદી પરણાવી દેશે આમ કહી તેને બંધ કરી નાખી , આ બાજુ સ્નેહા બહુ ગભરાઈ ગઈ અને તેને રોહન ને મેસેજ કર્યો અને તેને ભાગી જવા માટે કહ્યું અને સાથે મેસેજ માં લખયું કે તે કાલે રાત્રે પોતાના ધરે થી ભાગી જશે અને રોહન ને શહેર થી બહાર રોડ પર ઉભા રહેવા કહ્યું અને ત્યાં થી તેઓ ભાગી જશે અને લગ્ન કરશે હવે, સ્નેહા ભાગવા માટે ની તૈયારીઓ કરે છે પણ રાહુલ એ તેના મેસેજ પણ જોયા ન હતાં પણ સ્નેહા ગભરાઇ જાય છે પણ તેને પિતાના ડર થી ભાગવું જ પડશે એવું લાગ્યું પણ તે રોહન માટે કઈક પણ કરવા તૈયાર છે માટે તે પિતા થી છુપાઈ ને ભાગી જાય છે ,હવે સ્નેહા રોહન ને કોલ કરેછે પણ રોહન નો કોલ લાગતો નથી અને મેસેજ ના પણ રીપ્લાઈ આવ્યા ન હતા ,હવે શું...? શું રોહન આવશે કે નઈ ...? અને સ્નેહા શું કરશે ...? તે જોઈશું આગળ ના ભાગમાં , વાંચવા બદલ તમારો આભાર🙏