'' THE GAME OF 13 ''
અંક 1
પીસલેન્ડ શહેરમાં આપનું સ્વાગત છે. આ શહેર તેના નામ મુજબ શાંત છે તથા તેની સુંદરતા પણ અનેરી છે, બારેમાસ વહેતી રેવીન્યન નદી તેની સુંદરતા માં વધારો કરે છે.હાલમાં વર્ષાઋતુ પૂરબહારમાં છે. અત્યારે સમી સાંજ ના સમયે આવતો સુંદર વરસાદ શહેર ના રસ્તાઓ ને જાણે ધીમી-ધારે નવડાવી રહ્યો છે. વરસતા વરસાદ ને કારણે ઝાડ-પાન બાગ-બગીચા જાણે પોતાની મસ્તીમાં મસ્ત બની જુમી રહ્યા છે તથા રેવીન્યન નદી નો પ્રવાહ પણ મદમસ્ત બની ને વહી રહ્યો છે. પીસલેન્ડ શહેરના આકાશમાંથી વાદળ થી ઢંકાયેલા સૂર્યનારાયણ ધીમે-ધીમે વિદાય લઇ રહ્યા છે અને ચંદ્રમા પોતાના વારા ની રાહ જોઈ રહ્યા છે. મોરના ટહુકા જાણે વરસાદ ને વરસવા માટે આગ્રહ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આજે પ્રકૃતિ પીસલેન્ડ પર માતા બાળક પર વરસાવે તેવું વ્હાલ વરસાવતી હતી. આ દ્રશ્ય સ્વર્ગ થી પણ સુંદર હતું અને આ વાતાવરણ જોનાર ના મનને ચોક્કસ અહીં વસવા માટે આકર્ષી લે એવું હતું. તો આ હતો શહેર ના વાતાવરણ નો નઝારો. હવે જોઈએ શહેરની અંદર શું ચાલી રહ્યું છે.
પીસલેન્ડ જેમ શાંત અને સુંદર છે, તેમ શીક્ષીત તથા સમૃઘ્ઘ પણ છે. ભ્રષ્ટાચારમુક્ત આ શહેરમાં દરેક પબ્લિક સર્વન્ટ પ્રામાણિક અને વ્યવસ્થિત રીતે પોતાની ફરજ બજાવે છે જેથી અહીં વસતા દરેક પરિવાર સુખી છે અને તેથી જ અહીં ગુનાખોરી લગભગ શૂન્ય છે. ગુનાખોરીનું ઓછું પ્રમાણ, પોલીસ ડીપાર્ટમેન્ટના કામનું ભારણ ઓછું કરી નાખે છે, માટે અત્યારે શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક ડાયરેક્ટ રિક્રુટેડ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ઓફિસ માં બેસી, સામે રહેલી બારીમાંથી શહેર ના સૌંદર્ય ને જોતા-જોતા ગરમાગરમ કોફીનો આસ્વાદ માણી રહ્યો હતો. નામ હતું આલ્બર્ટ રુટ.
લગભગ ૫ ફુટ ૯ ઇંચ ની ઊંચાઈ, મજબૂત બાંધો, ગૌર વર્ણ, સૌમ્ય ચહેરો, ક્લીન શેવ તથા સોનેરી વાળ આલ્બર્ટ રુટ ને એક હીરો તરીકે ચીતરતા હતા. તેની આંખોમાં અન્યાય વિરુદ્ધ ચિનગારીઓ ને હૃદયમાં વતન માટે મરી ફીટવાની ભાવના હતી. જે તેને એક ઉત્તમ પોલીસ ઇન્સ્પેકટર બનાવતા હતા.આ ઉપરાંત,નમ્ર અને હળવા સ્વભાવનો રુટ એક માણસ તરીકે પણ અવ્વલ હતો. તેના જુનિયર્સને આજ સુધી કદી રુટ તરફથી દબાણ અનુભવાતું ન હતું. આ ગુણો ઉપરાંત તેની એક ખાસ વિશેષતા તેની નિરાભિમાની પ્રકૃતિ હતી.નિષ્ઠાપૂર્વક ફરજ ને સમર્પિત રહેવું અને સહકર્મચારીઓ ને મદદ કરવી એ તેનું કામ તથા જ્ઞાનમાં વધારો કરતા લેખ વાંચવા, ફિઝિકલ એકટીવીટી અને સંગીત તેના શોખ.ઇટાલિયન સેન્ડવીચ અને ઓરેન્જ જ્યુસ તેનું ફેવરિટ.
સાંજ ના સમયે શાંત પોલીસ-સ્ટેશનમાં અચાનક જ લેન્ડલાઈનની ઘંટી ટ્રીન...ટ્રીન...વાગી ઉઠી અને રુટ ચમકી ઉઠયો. તેણે કોફી મગ ટેબલ પર મુક્યો અને કડક લેધરશૂઝ ના ટક…ટક… અવાજ સાથે ફોન તરફ ગયો. ફોન ઉપાડતા જ સામેના છેડેથી એક માણસ ધ્રુજતા અવાજે,તત...પપ... થતો જાણે સાક્ષાત મોત સામે જોઈ ગયો હોય એ રીતે બોલ્યો ,"હેહ..હેલો મારુ નામ જેક છે...મ.. મ ને બચાવો,એક અતિશય બિહામણો, ક્રૂર અને સનકી માણસ છે જે મને મારવા માંગે છે...આ...આ..."બસ.. આટલુ બોલતા જ તેની ચીસ ફાટી ગઈ અને ફોનમાં સન્નાટો છવાઈ ગયો અને સંભળાણી એક ધૂન ,"હુ..હ્હુ.....હા...હ્હા....સ્સ...."અને ફોન ડિસકનેક્ટ થઇ ગયો.આ બધું ઇન્સ્પેક્ટર રુટે સાંભળ્યું અને સ્તબ્ધ થઇ ગયો . અને વિચારવા લાગ્યો; આવા શાંત શહેરમાં અચાનક જ આ શું આફત આવી? અહિંયા આવી કોઈ ઘટના બનશે તેની તો આશંકા જ ન હતી.
"શું થશે હવે?"
"શું આ ઘટના કોઈ વાત નો સંકેત છે ?"
"ઇન્સ્પેક્ટર રુટ હવે શું કરશે ?"
જાણવા માટે વાંચો '' THE GAME OF 13 '' નો અંક 2