Baani-Ek Shooter - 35 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 35

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 35


બાની- એક શૂટર

ભાગ : ૩૫


એહાનને હની ક્રિશની મેરેજ પાર્ટી બાદ ઊંઘ ઉડી ગઈ હતી તે અડધી રાત્રે પોતાનાં બેડરૂમમાં આટાફેરા કરવા લાગ્યો. એ વિચારતો રહ્યો, “ બાનીના ગયા બાદ મારી જિંદગીમાં અનેકો બાની કરતાં પણ બ્યુટીફૂલ ગર્લ્સ, લેડીને જોઈ હતી અને એવી ઘણી રૂપજીવી લલનાઓના ઈન્ટરવ્યૂઝ લીધા હતાં અને મુલાકાતો કરી હતી ત્યારે તો મારો જરા પણ જીવ બેચન થયો ન હતો. ના મેં કોઈ છોકરીને બીજી નજરેથી જોઈ હતી..!! બાનીના ગયા બાદ આજ સુધી કોઈ છોકરી માટે પ્યારનો ઉમળકો નથી થઈ આવ્યો તો આજે મિસ પાહીને જોઇને હું વિચલિત કેમ થઈ રહ્યો છું? હું એના પ્રત્યે એવી લાગણી કેમ અનુભવી રહ્યો છું કે એ મારા દિલને જાણે પહેલાથી જ જાણતી હોય... !!"

એક આશિકની જેમ એહાનની સ્થિતી થવા લાગી. મિસ પાહી તરફ એને આકર્ષણ ઊભું થવું એ નવી વાત તો હતી જ નહીં...!! મિસ પાહી સુંદર અભિનેત્રી હતી. કોઈને પણ આકર્ષણ ઉપજાવે એવી એ ઓરત હતી..!!

બીજા દિવસે સવારે દસ વાગ્યે જ એહાને મિસ પાહીનો નંબર મેળવી લીધો. કોલ લગાવ્યો. પણ કોઈ રિસ્પોન્સ નહીં.

મિસ પાહી શૂટિંગ પર હતી. શૂટિંગમાં તેના શોર્ટઝ પુરા થતા તે વેનમાં જતી રહી. ફોન ચેક કર્યો તો અનનોન નંબરથી વીસ જેટલા મિસકોલ હતાં. પાહીને એમ જ કે જરૂર કોઈ ફેનનો કોલ હશે..!! એને મોબાઇલ સાઈડ પર રાખ્યો અને લન્ચ લેવા માટે ટિફિન ખોલ્યું. ત્યાં જ સ્પોટ બોય કહેવાં આવ્યો, “ મેડમ એહાન શાહ નામનો વ્યક્તિ તમને મળવા માંગે છે અત્યારે..!! મોકલું?”

પાહી સમજી ગઈ કે એ એહાનનો બચ્ચો પૂરી તૈયારી સાથે આવ્યો છે. એની બરાબર આ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઓળખાણ હશે ત્યારે જ તો આસાનીથી આ સેટ પર પણ આવી પહોંચ્યો.

“પંદર મિનીટમાં મોકલાવ.” એટલું કહીને જે ટીફીન ખોલેલું હતું એણે જોવા લાગી. પણ એ વિચારોમાં પડી ગઈ. એને સખત લાગતી ભૂખ જાણે ઠરી ગઈ હોય તેમ એ એકીટશે જોવા લાગી. પંદર મિનીટ ક્યારે જતી રહી એને ખબર જ ના પડી. ત્યાં જ વેનનાં દરવાજે ટકોરા થયા, “ મેં આય કમ ઈન?”

“યસ પ્લીઝ.”

“સોરી હું પાંચ મિનીટ વહેલો જ આવી ગયો.” વેનનાં પગથિયા ચડતા એહાને કહ્યું.

મિસ પાહી પોતાનું શરીર ઢાંકતી હોય તેમ સ્કાફથી પોતાનાં ડોક અને સ્તનનો ભાગ ઢાંક્યો. એ બ્યુટીફૂલ નારી હતી. ભલભલાને પોતાની ખુબસુરતીથી આંજી નાંખે એવી. પણ એહાનની સામે એણે શેનો ડર હતો ભગવાન જાણે...!!

“કહો મિસ્ટર એહાન શાહ..!! આપનું એવું શું કામ હતું જે તમે સેટ સુધી પહોંચી ગયા?” સપાટ સ્વરમાં મિસ પાહીએ પૂછ્યું.

“તમે નવજુવાન છો. ખુબસુરત છો. મારા જેવા એક જુવાન શું કોઈ બુઢો પણ તમારી મુલાકાત લેવા માટે તલપાપડ થતાં હોય તો...!!” એહાન પોતાનું વાક્ય પૂરું કરે ત્યાં તો મિસ પાહીએ કહ્યું, “ કામની વાત કરો મિસ્ટર..!!”

“કામની વાત કરવા માટે તમે ક્યાં રેડી છો?” એહાને કહ્યું.

“તમે મારો સમય બરબાદ કરો છો મિસ્ટર..!!” પાહીએ અકળાઈને કહ્યું.

“મને તમારામાં રસ નથી. તમારો પાસ્ટ જાણવામાં ઇન્ટરેસ્ટ છે. તમારા શેડ્યુલમાંથી જો સમય નીકળતો હોય તો આપણી મુલાકાત ગોઠવીએ?” એહાને બધી જ વાત ખોલીને કહી દીધી.

"હું એકાંકી વ્યક્તિ છું. હું ઈન્ટરવ્યૂઝ નથી આપતી. જ્યાં સુધી મારી મરજી ના હોય ત્યાં સુધી તમે અહિયાં સુધી પહોંચતા પણ નહીં...!! તમારી ઓળખ બહુ ઉંચી હોય એના સાથે મને કોઈ લેવા દેવા નથી. સમય બગાડો નહીં. તમે જઈ શકો છો.” પાહીએ ચહેરો બીજી તરફ ફેરવતા કહી દીધું.

"તમારું ઈન્ટરવ્યુઝ છાપવામાં કે પછી વિડીયો ઉતારવામાં મને કોઈ રસ નથી. હું પર્સનલી મારા દિલના સ્ટીસફાય માટે કહી રહ્યો છું.” અનય પાહીના નજદીક આવ્યો.

"તમે જઈ શકો છો મિસ્ટર..." પાહી ધીમા સ્વરે બરાડી.

"તમે પૂછશો નહીં શેની ખાતરી કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું??" એહાન પાહીની સાથે નજર મેળવવા માટે વધુ નજદીક ગયો. પરંતુ પાહીએ નજર મેળવવાનું ટાળ્યું. એને એટલું જ કહ્યું, " તમે જમશો?"

"ના. હું મારી ખાતરી પૂરી થવા વગર જવાનો નથી." એહાને મક્કમ સ્વરે કહ્યું.

"મિસ્ટર એહાન શાહ તમે વ્યર્થમાં સમય બગાડો છો." પાહી થોડી દૂર ખસી. એ ચેર પર ગોઠવાઈ અને એકદમ સ્વસ્થતાથી ટિફિન ખોલીને જમવા લાગી.

" એ જ તો જાણવા આવ્યો છું. તમે મારું આખું નામ કેવી રીતે જાણો છો." એહાન પણ પાહીની નજદીક જઈને બેસી ગયો. પરંતુ પાહીએ કશો પણ ઉત્તર આપ્યો નહીં. એ સ્વસ્થ થઈને જમી રહી હતી.

"તમે નિરાંતે જમો ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર છું." એહાને કહ્યું. પાહીએ કશો પણ જવાબ ન આપ્યો. એ એના જમવામાં ધ્યાન આપવા લાગી. સાથે જ એનો મોબાઈલ પણ યુઝ કરતી રહી.

એહાન પાહીની ખૂબસૂરતીને અંજાઈને જોતો રહ્યો. એ એના નજદીક જ હતી. એને સમજ પડી રહી ન હતી કે એનું દિલ પાહી તરફ કેમ ખેંચાઈ રહ્યું હતું. એનું દિલ પાહીને હગ કરવા માટે ચાહી રહ્યું હતું. એહાન પાહીની ઉછવાસ લેવાની પ્રક્રિયાને ધ્યાનથી નિહાળવા લાગ્યો. પાહીની બોડી લેંગ્વેજને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ એના દિમાગમાં જે ચાલી રહ્યું હતું એ પકડી શકતો ન હતો...!! એ ક્યાંય લગી ઊંડો વિચાર કરતો રહ્યો. પરંતુ એની બેસબરીનો અંત આવી ચુક્યો હતો....એ પાહીની ધડકનને મહેસૂસ કરતો હોય તેમ મોઢામાંથી નીકળું ગયું "બાની.....!!"

પાહીએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને ટિફિન બોક્સ બંધ કર્યો. એને ટીસ્યુ પેપરથી હોઠ સાફ કર્યા.

"મિસ્ટર...!! મારે શોટ છે અત્યારે. મારો મેકઅપમેન આવતો જ હશે. તમે મારી વેન સુધી કેવી રીતે પહોંચી ગયા. એ હું નથી જાણતી. બટ હવે આ લાસ્ટ મુલાકાત હતી એવું સમજી લેજો." પાહીએ વેનમાંથી જવાની તૈયારી બતાવતા કહ્યું.

"મિસ પાહી...!! હું તમારો વધારે સમય લેવા નથી માંગતો..!! તમે ચાહો તો આપણે બહાર મુલાકાત ગોઠવીએ??" એહાન ના સ્વરમાં આજીજી સાથે જીદ હતી.

"તમે જીદ કરી રહ્યા છો મિસ્ટર..!!" પાહીએ ગુસ્સામાં કહ્યું.

"હું જીદ કરી રહ્યો છું તો હજુ સુધી મને તારા બાઉન્સર દ્વારા વેનની બહાર ફેંકાવી કેમ ન દીધો??" એહાન બેબાકળો બનીને પાહીના નજદીક જતો રહ્યો. એ પાહીની આંખોમાં આંખ નાખવા માંગતો હતો પરંતુ પાહીએ હજુ સુધી આંખ મેળવી ન હતી. એહાન પોતાના ઉત્તર માટે લડી રહ્યો હોય તેમ કહેવા લાગ્યો, " બાની છે તું...મારી બાની...!! પાહી નામની અભિનેત્રી હોત તો એના સામે મને ઊભો પણ રહેવા નહીં દેત...!! હું તને પિછાણી ગયો છું. હું મારા શ્વાસોશ્વાસને ન ઓળખી શકું એવી બની જ ન શકે...!!"

"મિસ્ટર ...!! તમે ડાયલોગ મારવાનું બંધ કરો. પ્લીઝ..!!" પાહી ફક્ત વાત ટાળવાની કોશિશ કરતી રહી. પણ ના તો એ વેનની બહાર ગઈ. ના બાઉન્સરને બોલાવીને અનયને બહાર કાઢ્યો. ના પોતે ગુસ્સાથી ધમધમીને અનયને વેનની બહાર તગેડી મૂક્યો..!!

"બાની...તું એમ કેમ નથી કહેતી કે મારી ઉપસ્થિતી તને પણ ગમી રહી છે. એટલે જ તો એટલું નમ્ર વર્તન મારી સાથે ધાખવી રહી છે..!!" એહાને ચોખ્ખું કહ્યું. પરંતુ પાહી જરા સરખી પણ વિચલીત થઈ નહીં. એને એટલું જ કહ્યું, " તમારું ચસકી ગયું છે મિસ્ટર...!! અત્યાર સુધી હું નમ્ર થઈને વર્તી રહી હતી. પરંતુ મારે હવે સાચે જ બાઉન્સરને બોલાવવા પડશે. પ્લીઝ મારી દિલથી વિનંતી છે તમે આજ પછી ફરી મને મળવાની કોશિશ કરતા નહીં. તમે જઈ શકો છો."

એહાન માનવાનો તો હતો જ નહીં. તો પણ એને પોતાનો મિજાજ ગુમાવ્યો અને કડક શબ્દોમાં કહ્યું, "જાઉં છું. પણ વિચારી લો. વન મિલિયનથી પણ અધિક ફોલોવર્સ છે મારા યુટ્યુબ ચેનેલ પર. ફક્ત એટલું પણ મારા દ્વારા કહી દીધું કે મિસ પાહી જ બાની છે તો હાહાકાર મચી જશે..” એટલું કહીને એ વેનમાંથી ઉતરી ગયો.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)