hey I am in your City - 2 in Gujarati Drama by Gira Pathak books and stories PDF | હેય, આઈ એમ ઇન યોર સીટી!! ભાગ -2

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

હેય, આઈ એમ ઇન યોર સીટી!! ભાગ -2

“આદિ, મને હમેશા તારું નામ ગમ્યુ છે.” રેવા બોલી

“અને મને તું ગુસ્સો કરે તે બહુ ગમે છે રેવા. તારી સારી વાતો તો બધાને ગમતી હશે પણ તારામાં રહેલી ખરાબ વાતો પણ મને ગમે છે”

“ઓ હલ્લો મારામાં કોઈ નેગેટીવ પોઈન્ટ નથી ઓકે?” રેવા હસતી હસતી બોલી. આદિત્ય સાથે પેહલી મુલાકાત પછી લગભગ 4 મહિના થયા હશે. તે બંને ફુરસતના સમય પર વાતો કરતા. આદિત્ય સાથે વાત કરવાથી રેવાને સારું લાગતું. એકવાર રેવાની તબિયત ખરાબ થઇ ગઈ તો થોડા દિવસ સુધી તે વાત ન કરી શકી. ફોનમાં આદિત્યના મેસેજનો ઢગલો હતો.

રેવા એ ફોન કર્યો , એક જ રિંગમાં આદિત્ય એ ફોન ઉપાડી લીધો.

“અરે ક્યાં હતી યાર, કોઈ મેસેજ નહિ કોઈ કોલ નહિ.... જો તે આજે કોલ ન કર્યો હોત તો હું તારા ઘરે જ આવી ગયો હોત.”

“અરે મારી તબિયત ખરાબ હતી આદિ “

“ શું? કેમ કરતા ? શું  થયું ? ડોક્ટરને બતાવ્યું ? દવા લીધી ?” આદિત્યએ એક સાથે કેટલાય સવાલ પૂછી લીધા. તેના અવાજમાં ચિંતા મેહસૂસ થતી હતી

“અરે પણ જરા શ્વાસ લે, મને તો બોલવા દે” રેવા બોલી

“અરે તું યાર પોતાનું ધ્યાન રાખતી જ નથી. હમેશા અજયનું પેહલા ધ્યાન રાખશે. પોતાનું નહિ જોવે” આદિત્ય બોલ્યો. રેવા એ આદિત્યને કહ્યું હતું કે તેના લગ્ન થઇ ગયેલા છે.

બંને વચ્ચે એક ખુબ જ સાફ સંબંધ હતો. મિત્રતા અને પ્રેમ વચ્ચેની જે પાતળી રેખા છે તે બંને સમજતા હતા અને તે બંને એ જ રેખા પર ઉભા હતા. રેવાને વિશ્વાસ હતો કે આદિ ક્યારેય તેની મરજી વગર એ રેખા નહિ જ તોડે.

આદિત્ય રેવાથી નાનો હતો પણ તેને ખબર હતી કે રેવાની પ્રાથમિકતા અજય અને તેનું ફેમીલી છે.

એકવાર આદિત્ય બોલ્યો, “યાર તું ક્યારે આવીશ મુંબઈ મને તને મળવાનું મન થયું છે”

રેવા બોલી, “હમણાં તો કોઈ ચાન્સ નથી યાર”

“તો હું આવી જાઉં તારા શહેરમાં” આદિત્ય બોલ્યો. રેવા કઈ બોલી નહિ. એવું નહતું કે રેવાને કઈ છુપાવવું હતું. બંને વચ્ચે છુપાવા જેવા સંબંધો હતા જ નહિ. પણ તે બોલી ન શકી કે, હા આવી જા.

બીજા દિવસે રેવા તૈયાર થતી હતી અને આદિત્યનો મેસેજ આવ્યો કે “હેય, આઈ એમ ઇન યોર સીટી”

રેવા એ તરત ફોન કર્યો ,”શું બોલે છે તું આદિ ?”

“હા. હું આવી ગયો તને મળવા. જો સ્ટેશન પર છુ ” આદિત્ય બોલ્યો.

“પણ આદિ મને પૂછવું તો હતું! હું તો અત્યારે એક ફંકશનમાં જાઉં છુ ફેમીલી સાથે. આજે મળવું મુશ્કેલ છે કેમ કે આખો દિવસ હું ત્યાં જ હોઈશ. તને પૂછવાની ખબર નથી પડતી? એક દિવસ તને રજા મળતી હોય અને તેમાં હું ફેમીલી માં બીઝી છુ. હવે હું શું કરું બોલ ?”

“અરે લે મને મન હતું તો આવી ગયો. તારા માટે પ્રથમ પ્રાથમિકતા તારું ફેમીલી છે તે મને ખબર છે તારે તેમની સાથે જ રેહવાનું હોય ને. તારે પસંદગી કરવી પડે તે વાત જ નક્કામી. તું ફન્કશનમાં શાંતિથી  જા. હું રોકાવાય એમ હોય તો રોકાઇશ. અત્યારે મને કઈ ખરાબ નથી લાગ્યું રેવા. તું બિલકુલ ભાર ન રાખતી.”

રેવા મનોમન આદિત્ય અને અજય વચ્ચે સરખામણી કરવા લાગી. આદિત્ય તેને એટલે જ ગમતો. તે ક્યારેય તેની લાગણી નો ભાર રેવા પર ન નાખતો. રેવાની દરેક વાત તે સ્વીકારતો.

બીજા દિવસે આદિત્યનો ફોન આવ્યો કે “હું રોકાયો છુ તને મળ્યા વગર ન જઈ શક્યો.”

રેવા બોલી , “ઘરે આવી જા તો સાથે જમીએ”

“ઘરે ? આર યુ શ્યોર?” આદિત્ય બોલ્યો.

“વેરી શ્યોર આદિત્ય” રેવા બોલી

                        ****************************

અજય ઘરમાં આવ્યો અને તેણે સોફા પર એક અજાણ્યા માણસને રેવા સાથે વાતો કરતા જોયો. રેવા એ તેને જોયો અને તે બોલી , “અજય, આ મારા મિત્ર આદિત્ય, મુંબઈથી આવ્યા છે”

અજય જરા ઝંખવાયો તેના માટે આ નવું હતું. તે બોલ્યો , “અરે તે ક્યારેય વાત કરી નહિ મને આમની વિષે રેવા !”

આદિત્ય  અજય સાથે હાથ મિલાવતા બોલ્યો, “ કદાચ અમે વાત કરવા જેવા નહિ લાગ્યા હોય મેડમ ને”

બધા હસી પડ્યા. ત્રણેય જણા બેઠા. અજયના મનમાં હજી એ જ વાત ચાલતી હતી કે મારી પત્ની એ ક્યારેય ઉલ્લેખ કેમ ન કર્યો. રેવા અજયને તેની અને આદિત્યની પ્રથમ મુલાકાત કેવી રીતે સમુંદર પર થઇ તે જણાવી રહી હતી.

“તને ખબર છે અજય, હું મુંબઈ ઈશાને ત્યાં ગઈ હતી ત્યાં જ હું આદિત્યને મળી હતી. અમે બંને સમુંદર ની લેહરોને જોતા કલાકો બેઠા હતા.”

“ઓહ એટલે તું મુંબઈ આની માટે જાય છે એમ!“ અચાનક અજયના મોઢા પર કડવાશ ભર્યા શબ્દો આવી ગયા. તેની પોતાની પત્ની પર અધિકાર ભાવ જાગી ઉઠ્યો. મનમાં ચાલતી વાતો અચાનક મો પર આવી ગઈ. અજયને ખુદ ખબર ન પડી કે આવું કેમ કરતા બોલી જવાયું.

રેવા એકદમ હતપ્રભ થઈને તેને જોઈ રહી. તે બોલી, “આની માટે એટલે અજય ?, તું કેહવા શું માંગે છે?”

આદિત્યને લાગ્યું કે રેવાના ઘરે આવીને તેણે ભૂલ કરી છે.