આ એક સત્ય ઘટના છે જે રશિયા દેશ માં 1959 નાં બનેલી છે . સિલસિલો રોચક ,પછી રોમાંચક અને છેવટે રહસ્યપ્રેરક છે , જેનું સમાપન અંતે ગાયબ થયેલા છેલ્લા પ્રકરણ વગર ની સસ્પેન્સ નવલકથા જેવું થાય છે. એક સવાલ બાકી રહે જે આજ છ દાયકા પછીયે તેનો જવાબ શોધ્યો જડતો નથી.
ઉરાલ પોલિટેકિનક ઇન્સ્ટીટયુટ( UPI ) સ્વેદૅલોવ્સ્ક શહેર ખાતે 1920 દરમ્યાન સ્થાપવા માં આવી હતી .ઇલેક્ટ્રિકલ, સિવિલ તથા મિેકેનિકલ એન્જિનિઅરીંગ , મિલિટરી science, ધાતુશાસ્ત્ર વગેરે technological વિષયો ત્યાં ભણાવવામાં આવતા હતા .
સ્વેદૅલોવ્સ્કની UPI નાં સાહસપ્રેમી વિદ્યાથીઓ અને વિધાર્થિનીઓ hiking અર્થાત પગપાળા સફર માટે અવારનવાર ઉરાલ નાં દુર્ગમ પ્રદેશ માં જતા હતા.
યુવાવર્ગ મા સહસવૃતિ ખિલવવી તે મોસ્કો સરકાર ની શિક્ષણનીતિ નો ભાગ હતી, માટે ઉરાલ માં જે તે hiking અભિયાન માં જેમનો મુકાબલો કરવો પડે તેં કુદરતી પડકારોની ઉગ્રતા મુજબ તૃતીય, દ્વિતીય અને પ્રથમ એમ ત્રણ પ્રમાણપત્ર આપતાં હતાં. વિધાર્થીઓ અને વિધાર્થિનીઓ નાં સાહસો ને એ રીતે સ્પર્ધાત્મક બનાવવામાં આવ્યાં હતાં.
એક પછી એક ચડિયાતું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા સૌને પ્રોત્સાહન પણ મળતું હતું. ઇન્સ્ટીટયુટ માં સત્ર પુરુ થાય ત્યારે જુદી જુદી આઠ - દસ જણા ની નીકળી પડતી હતી . નિયમ એ કે રોજેરોજનું પ્રવાસ વર્ણન દરેક જણે પોતાની ડાયરીમાં પણ લખવાનું થતું હતું.
આ સફરનામાં વાંચીને UPI નાં સંચાલકો સાહસ ને અનુરૂપ શ્રેણી નું સર્ટિફિકેટ આપતા હતા.
જાન્યુઆરી 23 ,1959 નાં દિવસે આઠ પુરુષ અને બે મહિલા સાહસિકો સ્વેદૅલોવ્સ્ક રેલવે સ્ટેશન થી ટ્રેનમાં બેઠા.પ્રવાસ 562 km નો હતો . જેમા માઉન્ટ ઓતૉતેન નો ચકરાવો મારી અને પ્રથમ ક્રમ નું પ્રમાણ પત્ર માટે યોગ્ય ઠરી ફેબ્રુઆરી 12 નાં રોજ પાછા ફરવું એમ નક્કી થયુ હતું .
પણ નિયતિ એ કાંઇક બીજુ જ નક્કી કરી ને બેઠી હતી ,તેથી એ દસ કમનસીબો પાછા આવી શકવાનાં ન હતાં.
ઉલ્લેખનીય વાત છે કે એ હિમપહાડ જે નામે ઓળખાતો તેં ઓતૉતેન શબ્દ ત્યાંના માન્સી લોકોની ભાષાનો હતો જેનો અર્થ 'ત્યાં ન જશો don't go there' થતો હતો, આ વાત ને જો કે દુર્ભાગ્યપૂર્ણ ગોઝારી ઘટના જોડે સંબંધ ન હતો. માઉન્ટ ઓતૉતેન ખાસ ઉંચો નહીં,પણ ખાસો પથરાયેલો હોવાને લીધે તેની પ્રદક્ષિણા કરવી તેં ભલભલા સાહસિક માટે પરીક્ષા હતી તેમા પણ બરફ થી પૂરો ઢાકાઈ તેવો હિમાઆછાદિત થાઈ ત્યારે વિધાર્થી એ શિયાળા માં જ hiking પર જવાનું રહેતુ.
જાન્યુઆરી 23 ,1959 - જીવન નાં નવ દિવસો બાકી
hiking ના સાહસે નીકળેલાં દસ સાહસિકો ટ્રેન નાં કોચ્ નંબર 531 માં બેસી ગયા છે .એક ને બાદ કર્તા બાકીના સૌ UPI (ઊરાલ પોલિટેકનીક institute) નાં વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ ,જેમની વય 20 થી 24 વર્ષ હતી.
સૌથી નાની (20વર્ષ) લુદમિલા દુબિનિના જે engineering નાં ત્રીજા વર્ષ માં હતી .પણ તેને એક વિકટ પહાડ નું પેહલા એક સફર કરી હતી પણ હાલ આ ઓતૉતેન ની પ્રદક્ષિણા સાહસ ઘણુ જોખમ વાળું છે તેં જાણતી હતી .જો તેં આ પહાડ ની પ્રદક્ષિણા કરે તો તેને level 3 નું certificate જે સૌથી ઉપર હતુ તે તેને પ્રાપ્ત થવાનું હતું.
બીજી વિધાર્થિની ઝીના કોલ્મોગરોવા જે ને પોતાનો 22 મો જન્મદિવસ હજુ થોડા દિવસ પેલા જ મનાવ્યો હતો .જે UPI માં રેડીઓ egineering નો અભ્યાસ કરતી હતી .તેને ફક્ત સ્નાતક ડિગ્રી મળ્યા બાદ સરકારી નોકરી કરવાની હતી.
આમ આ બંને યુવતી અને 7 યુવકો હતાં .hiking નાં આવા પ્રદેશ માં જવાનું હતુ છતા પણ તેં વાયરલેસ રેડીઓ તો શુ, વોકી-ટોકી પણ ન હતો.
આ છ વાળો વ્યક્તિ એ એક જ 37 વર્ષ નો હતો જેનું નામ સિમ્યોન હતુ એટલે મોટો હોવાં થી બધા ને થોડો અણગમો હતો .પાછો તેં ટ્રેન ઉપાડવા સમયે જોડાયો હતો બાકી પેલા 9 લોકો ની જ ટુકડી હતી .
આ બધા યુવકો કોઈ ને કોઇ પર્વત માં hiking નો અનુભવ હતો જ અમુક યુવકો તો લિડરશિપ પણ લીધેલી અટલે બધા ને કોઈ જ ડર ન હતો.
કેટલી એ ચીજવસ્તુઓ ની તંગી વચ્ચે જીવતા રશિય નો આમ તો હાલાકીભરી જીંદગી ગુજારે, છતાં બહુ સહજ ટેવ કે આઠ દશ જણા ભેગા મળે ત્યારે ગાવા નાચવા નું શરૂ કરી દે.
લુદમિલા એ જાન્યુઆરી 23, 1959 પ્રથમ દિવસે પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું :
" ટ્રેન માં મોડે સુધી ગીતો ગાયા અને સુવા ભેગા થયાં ત્યારે 3 વાગી ચુક્યા હતાં."
ઝિના એ તેની ડાયરી માં જે વાક્ય લખ્યું હતુ તેં જાણે ભવિષ્ય નાં એંધાણ જેવું હતું :
" વિચાર આવે છે કે સફર માં કેવા પ્રકાર ની નવાજૂની અમારી રાહ જોતી હશે !"
આ રહસ્મય સફર નો આટલો કરુણ અંત કઈ રીતે આવ્યો કે 9 લાશો મળી આવી આખી સફર જોયશુ આવતાં પાર્ટ માં ......