shyam tara smarno - 3 in Gujarati Love Stories by Aarti bharvad books and stories PDF | શ્યામ તારા સ્મરણો.....ભાગ-૩

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

શ્યામ તારા સ્મરણો.....ભાગ-૩

સવાર થતા જ વહેલી પરોઢે સંધ્યા ઉઠી જતી, શિયાળા ની વહેલી સવારમાં વાતાવરણ એટલું રમણીય લાગે કે જાણે આકાશ ના બધા જ વાદળો ધરતીની શેર કરવા માટે નીકળ્યા હોય,સવાર ના 6:૦૦ વાગ્યાનો સમય હોય અને ઠંડી પણ લાગતી હોય ચારેકોર ધુમ્મસ છવાયેલો હોય અને ઝાકળ પણ જાણે કે ધરતીને મોતીની ચાદર ઓઢાડતી હોય એમ ઘરની આસપાસ રહેલા ફૂલ-ઝાડ પર અને ઘાસ પર જોવા મળે,સૂર્ય ઉગતાની સાથે જ એના કિરણો એ ઝાકળ બિંદુઓ પર પડે અને એ મોતીના સ્વરૂપે ચળકવા લાગે.એટલા સુંદર વાતાવરણમાં સંધ્યા નિત્યક્રમ પતાવી અને ઘરમાં દીવાબત્તી કરી ને ધૂપ-દીપ પ્રગટાવીને સવાર ના એ વાતાવરણ માં વધારે જ સુંદરતા ભળી જતી.

સંધ્યા નો મીઠો સ્વર પણ જાણે કે આખાય ઘરમાં અને આજુબાજુ ના વાતાવરમાં વધારે મધુર બનાવે,ઘરના બધા જ સંધ્યાનો અવાજ સાંભળીને ઉઠતા,સંધ્યા બધાના માટે એમને મનગમતો ચા-નાસ્તો બનાવીને તૈયાર રાખતી,ઘરના લોકો તો હજી ઉઠ્યા પણ ના હોય અને ઘરના કેટલાય કામો પુરા પણ થઇ જાય,બધા ઉઠે એમને પણ ચા નાસ્તો આપીને એ ઘરના જમવાનું બનવાની તૈયારીમાં લાગી જતી,સમય ની તો જાણે પાક્કી હતી સંધ્યા ઘડિયાળ ના કાંટા ની સાથે કામ કરતી અને દરેક ની પસંદ નાપસંદ ને ધ્યાનમાં રાખે,કોને શું ભાવે છે કોને શું નથી ભાવતું? સાક્ષાત જાણે કે અન્ન્પૂર્ણા નો અવતાર,એને બનાવેલી દરેક વાનગી સ્વાદિષ્ટ લાગે. જે એકવાર ખાય એ આંગળીયો ચાટતા રહી જાય.

સંધ્યા સવારમાં પણ પોતાના કામ ની સાથે એ પોતાના મનમાં શ્યામને જ યાદ કરતી હોય,શ્યામ ને પણ નાઈટ માં રેલ્વે સ્ટેશન પર કામ કરીને સવારે પાછો આવવાનો સમય ની સંધ્યા રાહ જોતી,બધીજ રીતે એ પરિસ્થિતિ પ્રમાણે પણ સમય ને સાચવતી “પરિવાર અને પ્રેમ” બંને નું ધ્યાન પણ રાખતી,ઘર ની બહાર કામ કરવા બેસે ત્યારે તેની આંખો બસ શ્યામને જોવાજ તરસતી હોય,શ્યામને ઘરે જવાનો રસ્તો પણ સંધ્યાના ઘરની પાસે થી જ પસાર થતો હતો તેથી સવારે એ શ્યામને જોઈ લેતી હતી,શ્યામને જોયા પછી એના મનને જાણે સુકુન મળ્યું હોય એમ હાસ...! અનુભવતી. શ્યામને લઈને એને મનમાં ઘણો જ ડર રહેતો હતો કારણ કે શ્યામ નાઈટ માં રેલ્વે સ્ટેશન પર કામ કરે અને ચાલુ ટ્રેન માં પણ ચઢવાનું થાય,રાતનો સમય હોય અને ક્યાંક શ્યામને ઝોકું ના આવી જાય.આ વાતનો ડર સંધ્યાને રહેતો અને જયારે એ સવારે શ્યામને જોતી ત્યારે એના મનને શાંતિ મળતી.

શ્યામ પણ તેના લગભગ સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ ઘરે આવે, ઘરે આવી ને નાહી-ધોઈને,ચા-નાસ્તો કરતો અને પછી થોડો સમય ટીવી જોઇને સુઈ જતો, એને પણ સંધ્યા ની સાથે બપોરે વાતો કરવામાં સમય કાઢવાનો હોય એ વિચારીને એ સુઈ જતો,કારણ કે જલ્દી ઉઠી જવાય એ પણ સંધ્યા ની સાથે વાતો કરવા માટે ઘણી જ બેતાબી મનમાં લઈને બેઠો હોય,સુતા પહેલા પણ ઘરમાં મમ્મી અને બહેન ને કહીને સુતો કે સંધ્યા આવે તો મને ઉઠાડજો,સુતી વખતે પોતાના ફોનમાં ગીતો વગાડીને ઈયરફોન કાન માં લગાડીને સાંભળતા-સંભાળતા સંધ્યાના વિચારોમાં સુઈ જતો,રાતનો ઉજાગરો હોય એટલે ઊંઘતો આવી જ જાય,સંધ્યા ને યાદ કરતો કરતો સુવે એટલે એના મનમાં એનાજ વિચારો હોય અને એની સાથે જે વાતો કરવાની હોય એ વાત યાદ કરતા એની આંખો ઊંઘમાં ઘેરાઈ જાય અને એના કારણે દિવસ દરમિયાન એને ઊંઘમાં સંધ્યા સ્વપ્નમાં આવતી,એ સંધ્યાના સ્વપ્નોમાં જાણે કે અર્ધજાગ્રત અવસ્થામાં હોય એવું લાગે,કઈક ને કઈક ઊંઘમાં બોલતો અને ઊંઘમાં પણ સંધ્યા સાથે વાતો કરતો હોય એમ લાગતું.મમ્મી અને બહેન પણ એની ઊંઘમાં બોલાતી વાતોને સાંભળી રહેતા,અને બપોર થવાની રાહ જોતા.....