Friend in Gujarati Philosophy by Samir Gandhi books and stories PDF | મિત્ર

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મિત્ર

કોઈપણ જાતના વચન આપ્યા વગર દરેક વચન નીભાવે તેનું નામ મિત્ર.
આપણા જન્મની સાથે જ આપણા મોટાભાગના સંબંધો નક્કી થઈ જતાં હોય છે અને બીજા કેટલાક સંબંધો લગ્ન સંસ્કાર પછી મળતા હોય છે. આ સંબંધો એની જાતે જ નક્કી થઈ જતાં હોય છે. પણ મિત્રતા એક એવો સંબંધ છે કે જે આપણે જ નક્કી કરીએ છે. સાચી મિત્રતા નો સંબંધ એવો સંબંધ છે કે જે કોઈ લાલચ થી ખરીદી શકાય છે કે ના તો જબરદસ્તી થી બનાવી શકાય છે. એ સબંધ બનાવવા ના લોહીના સગા હોવાની જરૂર છે કે ના તો લગ્ન ની જેમ કોઈ નવા સંબંધ ની સાથે બીજા બધા સંબંધ ની ભેટ ની જેમ મેળવી શકાય છે. મિત્રતા નો સંબંધ તો ત્યારે જ થાય છે કે જ્યારે આપણા દિલ થી એ સંબંધ બંધાય છે.
બીજા બધા સંબંધો માં બંધન હોય છે. પણ કોઈ જાત ના બંધન વગર બધા જ બંધનો નિભાવે તે વ્યક્તિ એટલે મિત્ર.
મિત્રતા એવું મધ છે કે જે સંબંધ માં ઉમેરીએ તે સંબંધ માં અમૃત જેવી મીઠાશ આવી જાય. મિત્રતા ની મીઠાશ ની સામે સાકાર પણ ફિકી લાગે. અને તેનાથી ઉલટું જે સંબંધમાં થી મિત્રતા ની મીઠાશ નીકળી જાય ને તે સંબંધ ફક્ત ઔપચારિક બનીને રહી જાય છે.

જ્યાં બીજા સંબંધો માં લાગણી વ્યક્ત કરવામાં શરમ કે અહમ નડતો હોય છે પણ જેની સામે આપમેળે લાગણીઓ વ્યક્ત થઈ જતી હોય છે તે વ્યક્તિ એટલે મિત્ર.
બધા સંબંધો માં પ્રેમ ના સંબંધ ને સૌથી મહાન ગણવામાં આવે છે. પરંતુ જો પ્રેમ માં પણ મિત્રતા ના હોય ને તો પ્રેમ સંબંધ પણ થોડા સમય માં બંધન બની જાય છે.

આપણ ને આપણા થી વધારે ઓળખે,
આપણ ને જે આપણી ખૂબીઓ, આવડતો કે ક્ષમતાઓ ની અંદાજ નથી. તેને આપણા માંથી શોધીને આપણને તેના દર્શન કરાવે તે વ્યક્તિ એટલે મિત્ર.
આપણી જે ખામીઓ વિશે વિચારતા પણ આપણે ડર કે શરમ અનુભવતા હોય, તે ખામીઓ ને સુધારવા મહેનત કરે તે વ્યક્તિ એટલે મિત્ર.
જ્યારે આપણે દુઃખી હોય ત્યારે હસાવે,
જ્યારે ભવિષ્ય અંધકારમય લાગતું હોય ત્યારે આગળનો રસ્તો બતાવે, જ્યારે આપણે હતાશ થઈ ગયા હોય ત્યારે આપણી શક્તિઓ યાદ કરાવે અને જ્યારે ઉન્મદથી છકી ગયા હોય ત્યારે હકીકત નું ભાન કરાવે તે વ્યક્તિ એટલે મિત્ર.
આપણા વર્તન થી, ચહેરાથી કે પછી દૂર હોય ને તો ફોન પર પણ આપણા અવાજ પરથી આપણા મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી જાય ને તે વ્યક્તિ એટલે મિત્ર.
જીવનમાં કોઈ ખુશીનો પ્રસંગ હોય કે દુઃખ નો કે પછી કોઈ મહત્વ ઘટના એ બધું કહેવા માટે જે વ્યક્તિ સૌથી પહેલા યાદ આવે તે વ્યક્તિ એટલે મિત્ર.
મૃત્યુ ના મુખ માં પહોંચેલી વ્યક્તિના મોઢા પર હાસ્ય લાવી શકે તે વ્યક્તિ એટલે મિત્ર
બીમાર માણસ માં શકિત નો સંચાર કરી શકે તે વ્યક્તિ એટલે મિત્ર
જેને મળવા માટે, જેની સાથે વાત કરવા માટે, જેની સાથે સમય વિતાવવા માટે મન વ્યાકુળ થઈ જાય તે વ્યક્તિ એટલે મિત્ર
જેની સાથે કોઈ પ્રવૃતિ કરવા થી નહિ પણ ફક્ત જેની હાજરીથી આનંદ અનુભવાય તે વ્યક્તિ એટલે મિત્ર
જ્યારે આખી દુનિયા આપણી સામે ઉભી હોય, જ્યારે બધા જ સાથ છોડી ને જતાં રહ્યા હોય, ત્યારે આપણી સાથે ઊભો રહે ને તે વ્યક્તિ એટલે મિત્ર.
મિત્ર એટલે કર્ણ, જેને ખબર હોય કે તમે ખોટા છો, તમે હારવા ના છો તો પણ તે ઉપદેશ આપવાને બદલે તમારી સાથે દુનિયા સામે યુધ્ધ કરવા ઊભો રહે.
તકલીફો ના હુમલા ની સામે કવચ બની ને ઉભી રહે તે વ્યક્તિ એટલે મિત્ર.
અર્જુન જેવા શ્રેષ્ઠ યોદ્ધા ને પણ યુદ્ધ જીતવા કૃષ્ણ જેવા મિત્રના માર્ગદર્શન ની જરૂર પડે છે. તો બીજી બાજુ કૃષ્ણ જેવા ભગવાન પણ પોતાના મિત્ર ને યુદ્ધ જીતાડવા માટે છળકપટ નો સહારો લે છે અને પોતાની શસ્ત્ર નહિ ઉઠાવ વાની પ્રતિજ્ઞા નો પણ ભંગ કરે છે. મિત્રતા નો સ્વાદ જ એટલો મીઠો હોય છે કે ભગવાન ને પણ પોતાના નિયમો તોડવા પડે છે.
મિત્ર એટલે શ્રી કૃષ્ણ કે જે સુદામા ના માંગ્યા વગર બધું જ આપી દે.

મિત્રતા નું અમૃત તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. મિત્રતા નું અમૃત ચાખવા તો ભગવાન ને પણ ધરતી પર અવતાર લેવો પડે છે. અને મિત્ર હનુમાન સાથ વગર તો ભગવાન શ્રી રામ માટે પણ યુદ્ધ જીતવું અશક્ય હતું.

તમારી પાસે ગમે તેટલો વૈભવ હોય પણ જો તમારી પાસે સાચો મિત્ર નથી ને તો એવું સમજો કે તમારી પાસે કશું જ નથી.
અને મિત્રો ની બાબતમાં કદાચ હું દુનિયા નો સૌથી નસીબદાર વ્યક્તિ છું કેમ કે તમે મારા મિત્રો છો.