mary dayri in Gujarati Philosophy by Bhavna Bhatt books and stories PDF | મારી ડાયરી

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મારી ડાયરી

*મારી ડાયરી* સંગ્રહ.. ૨૫-૪-૨૦૨૦
૧) *મારી જિંદગી* મારી ડાયરી
મારી જિંદગીની સૌથી
મોટી ભૂલ એ છે કે
મે એવા વ્યક્તિને
મહત્વ આપ્યું છે
જેને ના તો મારી
લાગણી સમજમાં આવી
કે ના તો મિત્રતા કે પ્યાર
અને ના દિલની ભાવના
અને આમ જ મારી જિંદગી
બરબાદ થઈ ગઈ....
ભાવના ભટ્ટ અમદાવાદ...

૨) *મારી ડાયરી*
મારી જાતને ઓળખવા ગઈ ને,
અચંબિત થઈ ગઈ...
ઈશ્વરને શોધવા ગઈને,
મોહ માયામાં ભૂલી પડી ગઈ..
માણસાઈ બતાવવા ગઈ ને અપમાનિત થઈ ગઈ.
પરિવાર ને પામવા ગઈ ને એકલતામાં ખોવાઈ ગઈ,
ભાવના વહેંચવા ગઈ ને લાગણી થી ઘવાઈ ગઈ.
સ્નેહ પામવા ગઈ તો દુશ્મન બની ગઈ,
જિંદગી ની દોડ માં હું જીવવાનું ભૂલી ગઈ.
અને..ઉમર યાદ આવી ત્યારે.. શરીરથી હારી ગઈ,
આમ જ મારી જિંદગી ધૂળમાં ગઈ..
ભાવના ભટ્ટ અમદાવાદ...

૩). *એષણા*
એષણાઓ જો અસીમ ના બને તો,
તો જિંદગી બહુ જટિલ નથી બનતી.
ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ કરકસર કરી છે,
જ્યારે
એષણાઓ અને કામનાઓ અને મોહાધતા આપવામાં
પાછુ વાળીને જોયું નથી...
માટે જ
માણસજાત અટવાઈ જાય છે એષણાઓ
ના જંગલમાં....
માણસ કટાઈ જાય છે કામનાઓના કાટમાળ
તળે દટાઈ ને....
ભાવના ભટ્ટ અમદાવાદ...

૪). *એકલતા* મારી ડાયરી.
એકલતા એટલે,
વ્યક્તિ કે વસ્તુ નો અભાવ.
એક એવા વ્યક્તિનો વિરહ,
જે આપણી અંદર સતત જીવતી હોય છે.
છતાંય એ મળવી નામુમકીન હોય છે,
કલ્પનાઓમાં જેની સાથે જીવી શકાય..
પણ વાસ્તવિકતા કે એની કોઈ હયાતી જ ના હોય.
અને છતાંય એ આપણી યાદોમાં રહે.
બધું હોવા છતાંય એના વગર
એકલતા લાગે, કોઈ ખોટ સાલે,
ત્યારે એકલતા બહું લાગે છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ...

૫) લ્યો વરસ વીતી ગયું.. *મારી ડાયરી*
વર્ષ ભલે બદલાયું,
ભાવનાઓ અકબંધ રહી ગઈ.
ના સ્વભાવ બદલાયો, ના અવગુણો સુધર્યા,
અને
લ્યો આમજ વરસ વીતી ગયું.
હું પદ ટળ્યું નહીં ના દંભ છુટ્યો,
એ જ જિંદગી ની ઘટમાળ રહી ગઈ.
આપણી ખુશીઓ આમજ અધુરી રહી,
અને વર્ષોના વરસ આમજ વહી ગયા..
ભાવના ભટ્ટ અમદાવાદ...

૬) *મારા વિચારો* મારી ડાયરી..
આખરે હું પણ એક માણસ છું,
નાની મોટી ભૂલ કરી હશે મેં???
તમારા બધાનું દિલ દુભાય હશે મેં,
પણ
શું આ કારણ થી હું એક જ
ગુનેગાર છું???
માણસ મટી જવું છું???
કોકવાર આપની અપેક્ષા પર ખરી ના ઉતરી હોવ,
એ માટે શું મારુ અસ્તિત્વ મિટાવી દેવાનું???
મારી ભાવનાઓ ને ઠોકર મારવાની???
અને સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાનું???..
ભાવના ભટ્ટ અમદાવાદ...

૭). *મુંઝાય છે મન*
મુંઝાય છે મન કે આ સાહિત્ય ની દુનિયા રહી નથી,
મૌલિક અને સારુ લખનાર ની અહીં જરૂર નથી.
રોમેરોમે શબ્દોનો આસ્વાદ થાય એવું લખાણ નથી,
હૈયા અને ભાવનાના ભાવો નો આસ્વાદ નથી.
માણી રહી છું એ રચનાઓ જેનો કોઈ અર્થ નથી,
સારુ છે સરસ્વતી દેવી તમે આસપાસ નથી.
પરંતુ સાચા અને સારા લેખકો ની પણ કમી નથી,
સારુ સાહિત્ય લખનારને વાહ વાહ ની જરૂર નથી.
મારી આ વાતોથી કોઈ અહીં સહમત નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૮) *એક સ્ત્રી એક પુરુષ*
અનેક યુગોથી દરેક જગ્યાએ,
કંઈ પણ કરીને દરેક વખતે જીતવું જ.
એવા મહાન આદર્શ ધરાવે
એટલે પુરુષ...
પણ એક જીવમાં થી બીજો જીવ ઉત્પન્ન કરે,
એનું યોગ્ય સમય પાલનપોષણ કરે.
જરૂર લાગે ત્યારે જીવની બાજી લગાવી દે,
હસતા મુખે હારવું અને પરિવારની ભાવનાઓ સાચવવી.
એવું મહાન વ્યક્તિત્વ ધરાવે
એટલે સ્ત્રી...
સ્ત્રી કોમલ છે પણ સ્ત્રી શક્તિ છે.
સ્ત્રી અને પુરુષ ની સરખામણી થાય જ નહીં,
એ બંને એકબીજા ના પૂરક છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૯). *આ જિંદગી ની પરીક્ષા*.
એ જિંદગી તારી પરીક્ષા થી,
રીઝલ્ટ મળે ય ના મળે.
હું અહીં જ મોજથી જન્નત કરું,
કેમકે તારી પરિક્ષા પુરી થતી નથી.
જિંદગી તારી પરિક્ષા ના બોજથી,
ખુદ ઈશ્વર પૂછે મરજી મારી હવે.
જાતને એટલી હું ઉન્નત કરું,
કે જિંદગી ની પરીક્ષા માં સફળ રહું...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૧૦) *આપણાં*
આપણા પરિવાર સાથે,
આપણે જીવતા શીખવાનું છે.
ક્યારેક હાર માનીને ...તો,
ક્યારેક જીતીને..
પરિવારમાં એકતાની ભાવના રાખીયે,
એક બનીશું તો જંગ જીતી જઈશું...
પરિવાર અને સગાંવહાલાં ની હૂંફ થી,
જીવનમાં અલગ નિખાર આવે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૧૧) *લાગણી ભીનો સંબંધ*
લાગણીઓ ના સંબંધો માં.
રૂપિયા, શક્તિ અને બુદ્ધિ કરતા પણ,
સમજદારી અને વિશ્વાસ વધારે અગત્યનો છે.
બીજા ના દિલની ભાવનાઓ અને વિચારો સમજવા બહુ જરૂરી છે,
પણ અત્યારે તો આવો લાગણી ભીનો સંબંધ મા - બાપ સિવાય ક્યાંય નથી મળતો.
અને આવો લાગણી ભીનો સંબંધ મા ની મમતા નો પૂરાવો છે...
ભાવના ભટ્ટ અમદાવાદ...