Premni bhinash - 6 in Gujarati Short Stories by Sumita Sonani books and stories PDF | પ્રેમની ભીનાશ - 6

Featured Books
Categories
Share

પ્રેમની ભીનાશ - 6

પ્રેમની ભીનાશનાં ભાગ -5 માં આપણે જોયું કે સ્વરા અને કુંજ સુંવાલીનાં બીચ પર પહેલી વખત ઘરથી દૂર ફરવા માટે જાય છે. સ્વરા અને કુંજ સુંવાલી બીચ પર પહોંચીને ચા પીવે છે અને ત્યારબાદ દરિયાની નજીક જાય છે. હવે આગળ....

*******

સ્વરા મનમાં જ વિચારે છે કે, આ કુંજ તો જો કેવો છે. પહેલી વખતમાં જ આઈ.લવ.યુ. કહી દીધેલ અને હવે કંઈ જ બોલતો નથી. મને તો લાગતું જ નથી કે કુંજ કંઈ બોલશે પણ ખરો. આમને આમ ચાલશે તો હું મારા દિલની વાત કુંજને ક્યારે કહીશ?

અત્યાર સુધી હું કુંજથી દૂર રહેવાના પ્રયત્નો કરતી હતી અને હવે અચાનક મને કુંજનો સાથ એટલો બધો કેમ ગમવા લાગ્યો છે? આ કુંજ મારા પર કંઈ જાદુ તો નથી કરી રહ્યો ને?

આટલો સરસ છોકરો, એકદમ નિ: સ્વાર્થ એટલો સમય મારી રાહ જોઈને ક બેઠો હશે? શું એને બીજી કોઈ નહિ મળી હોય? એવું તો મારામાં શું ખાસ હશે કે કુંજ મારી રાહ જોઈને બેઠો હશે?

સ્વરા કુંજ સાથે હોવા છતાં કુંજનાં વિચારોમાં ખોવાઈ જાય છે અને કુંજ સાથેનાં સ્વપ્ન જોવામાં વ્યસ્ત થઈ જાય છે, એટલામાં જ કુંજ સ્વરાને તેના દિવાસ્વપ્નમાંથી બહાર લાવે છે.

કુંજ : ઓ મેડમ. તમને એકલા ફરવા નથી આવ્યા હો. હું પણ સાથે છું.

સ્વરા : હહહ...ખબર છે હો.

કુંજ : અરે હું એમ કહું છું કે તું ક્યાં ખોવાઈ જાય છે વારંવાર?
નથી મજા આવતી?
મજા ન આવતી હોય તો આપણે જતા રહીયે.

સ્વરા : અરે!. એવું કંઈ જ નથી.(મન માં... ખૂબ જ મજા આવે છે. કેટલી મજા આવે છે એની તને શું ખબર? )

કુંજ : ખરેખર?

સ્વરા : હા.

કુંજ : એક વાત પૂછું?

સ્વરા : હા બોલને.

કુંજ : મે તને પહેલી વખત કોલ કરેલ ત્યારે તું કેમ ગુસ્સે થઈ ગયેલ?

સ્વરા : એમ જ. (શરમાઈને)

કુંજ : અચ્છા. એમ જ હોય તો પછી આજે કેમ અહીંયા મારી સાથે છે?

સ્વરા : સાચું કહું તો મે સ્વપ્નમાં પણ ક્યારેય નહિ વિચારેલ કે હું તારી સાથે ક્યારેય આવી રીતે આ જગ્યા પર આવીશ.

તને ખબર છે... આ મારું ફેવરિટ પ્લેસ છે. મને દરિયો ખૂબ જ ગમે અને જયારે જયારે હું અહીંયા આવું છું ત્યારે ત્યારે હું મારા બધા જ દર્દ ભૂલી જાવ છું, મે કરેલ દરેક ભૂલો ભૂલી જાવ છું, મારી દરેક ખરાબ યાદોને હું આ દરિયાને અર્પણ કરું છું અને બદલામાં તે મને નવા વિચારો, નવી યાદો, નવું જીવન અર્પણ કરે છે.

જયારે હું અહીંયા આવુ છું ત્યારે એવું લાગે કે જાણે અહીંયા જ રોકાય જાવ. ફરીથી એ મતલબી દુનિયામાં જવું જ નથી. અહીંયા જ મારી દુનિયા વસાવી લેવાનું મન થઈ છે. પણ....

કુંજ : પણ શું?

સ્વરા : પણ...એ દુનિયા એકલા વસાવવી પણ સહેલી નથી.

કુંજ : કેમ સહેલી નથી એટલે?

સ્વરા : એટલે એમ જ કે આ દુનિયાથી દૂર રહેવા માટે જતા હોય અને એ જ દુનિયા ત્યાં પણ પીછો કરીને શાંતિથી રહેવા નથી દેતી.

કુંજ : તો તારી એ દુનિયામાં કોઈ હમસફર હોય તો?

સ્વરા : હહહ... શું?

કુંજ : કંઈ નહિ.

સ્વરા : અરે કહેને. શું કહેતો હતો?

કુંજ : કંઈ જ નહિ. પછી કહીશ.

ક્રમશ:

************************

શું કુંજ સ્વરાને પોતાના દિલની વાત કરશે કે સ્વરા કુંજને પોતાના દિલની વાત કરશે?

એ જાણવા માટે વંચાતાં રહો....પ્રેમની ભીનાશ