દાન નો મહિમા
પ્રિય પરિવારજનો,
દાન એટલે પીડિત, શોષિત, વંચિત અને જરૂરિયાતમંદ ની સાથે ઉભા રહેવું, સાથ આપવો, સથવારો આપવો અને સધિયારો આપવો. દાન એટલે સમૃદ્ધિ, સંપત્તિ અને આનંદ ની ઉચિત વહેચણી. દાન શબ્દ સંસ્કૃત ની "દા" ધાતુ ઉપરથી બન્યો છે. "દા" એટલે આપવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે .....દેવા માટે દાન.....
સેવા માટે જ્ઞાન......
અને...ત્યાગવા માટે ગુમાન ..
માનવ જીવન માટે આવશ્યક છે.
મિત્રો, તન, મન, ધન અને જન ને સ્પર્શતી પંક્તિ જોઈએ...
સો કામ છોડી ને સ્નાન કરી લેવું,
હજાર કામ છોડીને ભોજન કરી લેવું,
લાખ કામ છોડીને દાન કરી લેવું,
કરોડ કામ છોડી ભક્તિ કરી લેવી.
મિત્રો, કુદરતનો અફર નિયમ છે, તમારે જે જોઈએ તે વહેંચવા માંડો, જુઓ પછી ચમત્કાર. ખુશી જોઈએ છે તો બીજાને ખુશ કરો, સુખી થવું છે, તો બીજા સુખી થાય તેવું કરો, ધન જોઈએ છે તો દાન કરતા જાવ. આપોઆપ તમારી ઝોળી મા સુખ, સંતોષ અને ખુશી આવીને પડશે.
મિત્રો, આપણા શાસ્ત્રોમાં દાનના ૧૧ પ્રકાર ગણાવ્યા છે.
૧.અન્નદાન ૨.અભયદાન ૩.દ્રવ્ય દાન ૪.કન્યાદાન ૫. ગૌ દાન ૬. ભૂમિ દાન ૭.વસ્ત્ર દાન ૮. જ્ઞાન દાન ૯. ધર્મ દાન ૧૦. પ્રાણ દાન
૧૧ ધન દાન
દાન નિસ્વાર્થ અને નિષ્કામ હોય તો સોનામાં સુગંધ ભળે. નામના માટે, પ્રતિષ્ઠા માટે, સ્વાર્થ માટે, મોટાઈ બતાવવા માટે, અહમ્ સંતોષવા માટે કરેલ દાનમાં પવિત્રતાની સુવાસ મહેકતી નથી.
કચવાતે મને આપેલ, તિરસ્કાર થી આપેલ અને કુપાત્ર ને આપેલ દાન યોગ્ય નથી. દાન એ ઔષધ નથી પરંતુ રસાયણ છે જેના સેવન થી સમાજ તંદુરસ્ત, સશકત અને યુવાન રહે છે.
સંસારમાં જન્મેલી વ્યક્તિને શારીરિક સંપત્તિ રૂપે માનવ દેહ મળ્યો છે, તે પ્રભુ પ્રસાદી છે. માટે માનવી તેનો માલિક નથી પરંતુ ટ્રસ્ટી છે. દાનવીરો ના અનેક પ્રેરક ઉદાહરણો શાસ્ત્રોમાં છે. જેમકે
શિબી રાજા નું દેહ દાન, બલી રાજા નું પૃથ્વી દાન, જનક રાજા નું કન્યા દાન, અંબરીશ રાજા નું ગૌ દાન, દાનવીર કર્ણ નું કવચ કુંડળનું દાન, દધીચિ ઋષિ નો દેહ ત્યાગ, વિનોબાજી નો ભૂદાન યજ્ઞ,
સાથોસાથ આજના જમાનાના ધનપતિઓ ના દાન ને નજરઅંદાઝ કરવા જેવા નથી.
મિત્રો, દાન એ તો ધર્મની આધાર શીલા છે. માણો દાનના મહિમાની શ્રેષ્ઠ પંક્તિઓ......
" કંચન સે કિરત બડી, કીરત સે બડા કલ્યાણ, કલ્યાણ સે ઈજ્જત બડી, ઈજ્જત સે બડા દાન.".....
મિત્રો, કોઈ પણ પ્રકારનું કરેલ દાન , મદદ અને સહયોગ પ્રદાન કર્યો હોય તેનો હદયની ભીતરમાં જે સંતોષ અને આનંદ પ્રગટ થાય છે તે અદભૂત અને અલૌકિક છે.
યાદ રાખો, આપનાર ને અહમ્ અને અહંકાર ના આવે અને લેનારને લઘુતા કે લાચારી ના આવે તે જોવા ની આપણી પવિત્ર ફરજ છે. વાસ્તવિક વાત. ..
દુનિયામાં કોઈ એવો અમીર નથી કે તેને કોઈ ની જરૂર ના પડે, અને
દુનિયામાં કોઈ એવો ગરીબ નથી
કે તે કોઈને કંઈ આપી શકે નહી.
મિત્રો, ધન દાનની સાથે, સ્મિત, સહાનુભૂતિ, અને સહારો આપશો તો આપનું સમર્પણ ચોક્કસ સંચિત પુણ્ય મા ઉમેરાશે.
સિક્કાની બીજી બાજુ એ જોઈએ તો દાન કર્યાપછી , જમણા હાથે દાન કરનાર ના ડાબા હાથ ને ખબર ના પડે તેવું દાન થતું અત્યારે તો receipt લેવામાં આવે, 500 જણ ને કહેવામાં આવે, અરે બાકી હોય તો તેનો ઉત્સવ થાય અને તેનું felicitastion થાય એટલે કે બહુમાન થાય. બોલો આને કયું દાન કહીશું, લોકો દાન કરે તે માટે સરકાર પહેલ નાંખે અને income tax માં બાદ આપે બોલો એવું પણ થાય, નક્કી આપણે કરવાનું છે.
આપ સૌ પરિવારજનો પ્રેમ, કરુણા, દયા અને ઉદારતા ના માલિક બનો અને બીજાના સુખમાં નિમિત્ત અને દુઃખ માં સહભાગી બનો તેવી શુભેચ્છા અને શુભકામનાઓ.
આશિષ શાહ
Maaster Blaaster
PRISM KNOWLEDGE INC.
9825219458