ફ્લોરા અને sid નીચે સીડી ઊતરે છે ત્યાં એક અદ્ભુદ નજારો જોવે છે ફૂલ્લો થી ભરેલો રસ્તો છે ત્યાં ચાલી ને જાય છે રસ્તો એક તળાવ પર પૂરો થાય છે તળાવ મા એક હોડી છે તેમાં બેસે છે તળાવ ની પેલે પાર એક ઝુંપડી જેવું દેખાઈ છે ત્યાં કોઈ નક્કી ત્યાં કોઈ હોવાની આશંકા છે .
ફ્લોરા અને sid બંને ઝુંપડી પાસે પોહચે છે sid પેહલા છુપાઈ ને અંદર જવા કહે છે ઝુંપડી માં કોઈ દેખાતુ નથી ફક્ત એક પાણી ભરવા પાત્ર એક બાઇબલ અને ફ્લોરા નાં પિતા એ આપેલી બુક જોવા માળે છે .
હજુ તો બંને કશુ સમજે તેં પેહલા કોય વ્યક્તિ નાં આવવા નાં પગ નાં અવાજ સંભળાઈ છે
બંને છુપાઇ જાઇ છે
એ વ્યક્તિ ઝુંપડી માં પ્રવેશ કરે છે એ વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ ફ્લોરા નાં પિતા જ હોય છે
બીજી તરફ
sid ની માતા ને બગીચો ખુલ્લો જોય ને ખબર પડે છે કે બગીચા માં કોઇ પ્રવેશ કર્યો છે .તેં માળી ને બોલાવી ને પૂછે છે કે " આ બગીચો ખોલવા ની મનાઈ છે તો કોને ખોલવા ની હીંમત કરી "
માળી : " મેમ સાહેબ મે નથી ખૉલિયૉ હુ અહીં
આગળ નાં મેદાન પર નાં ઘાસ કાપી જતો
રહ્યો હતો "
sid ની માતા વધું ગુસ્સા થી પૂછે છે તો આ બગીચો કોને ખોલ્યો છે ?
માળી કહે છે મે sid સાહેબ ને એક છોકરી ને અહિ
આવતાં જોયા હતાં
sid ની માતા વધારે ગુસ્સા માં આવી જાઇ છે તેને કોઇક વાત નો અંદાજો આવી જાઇ છે તેં તરત નોકર ને store રૂમ માંથી મોટો હથોડો લાવવા નું કહે છે
નોકર હથોડો લય ને આવે છે
sid ની માતા તેને બગીચા નાં કાચ નાં ડોમ માં રહેલા જમીન પર નાં ફુલ નાં પેઇન્ટિંગ ને તોડી નાખવા કહે છે
નોકર તેને તોડવા જોર જોર થી હથોડા મારી તોડવા માંડે છે ..........
(ફ્લોરા તેના પિતા ને ઓળખી જાઇ છે બીજી તરફ sid ની માતા ખૂબ ગુસ્સા માં છે.)
ફ્લોરા અને sid બંને છુપાયેલા હતાં પણ ફ્લોરા નાં પિતા ને જોય બહાર આવે છે .
ફ્લોરા પિતા ને ઘણાં સવાલો કરવા માંગે છે પણ તેના પિતા નું વર્તન સામાન્ય નથી લાગતુ કેમ કે આટલા સમય થી એકલતા માં કોઈ માણસ આવુ વર્તન કરે ફ્લોરા તેની હાલત જોય દુઃખી થાઈ છે . ફ્લોરા તેનાં પિતા ને આ માયાવી દુનિયા માંથી કાઢવા માંગે છે . તેનાં પિતા થોડી વાર અજુગતું વર્તન કરે છે જ્યારે તેં ફ્લોરા ને ઓળખી સકતા નથી તેં જ્યારે તેને છોડી ને ગયા હતાં ત્યારે તેં ફક્ત 3 વર્ષ ની હતી.
ફ્લોરા તેનાં બુક માંથી પોતનો નાનપણ નો ફોટો બતાવી તેને યાદ કરવાની કોશિશ કરે છે . પણ તેનાં પિતા હજુ પણ ઓળખી શકતા નથી.
આ તરફ sid ની માતા નોકર પાસે હથોડા મરાવી જમીન પર નુ પેઇન્ટિંગ તોડાવે છે તેમ તેમ આ તરફ નીચે ફ્લોરા નાં પિતા ની ઝુંપડી , ફૂલો ને બધુ અદ્રશ્ય થાવા લાગે છે .
sid , ફ્લોરા ને તેનાં પિતા ને લઇ ને જલદી થી હોડી માં બેસવા કહે છે .હજુ તો કિનારે પહોચે એ પેલા હોડી પણ અદ્રશ્ય થઈ જઇ છે sid ને ફ્લોરા પિતા ને બચાવી ને કિનારા પાર લાવે છે .
પેહલી વાર આવેલા તેં રસ્તો ગુમ થાવા લાગે છે પણ તેઓ જલ્દી જલ્દી સીડી ચડવા લાગે છે sid ફ્લોરા નાં પિતા ને પોતાના ખભા પર લઇ લે છે .
નોકર હજુ હથોડા મારતો હોય ત્યાં જ બાકી રહેલા પેઇન્ટિંગ માંથી સીડી ખુલે છે ત્યાં તો ફ્લોરા , sid અને ફ્લોરા નાં પિતા ને લઇ ને બહાર નીકળે છે .
નોકર ને હથોડા મારતા અને માતા ને ગુસ્સા માં જોતાં ફ્લોરા ,sid ને ખૂબ આશ્ચર્ય થાઈ છે sid ની આંખો ને વિશ્વાસ નથી આવતો કે પેઇન્ટિંગ તોડાવનાર તેની માતા છે .
sid તેની માતા પાસે આવે છે તેની માતા તેને જોરથી એક તમાચો મારી દે છે અને કહે છે
" આ બધુ મે તારા માટે કર્યું ને આ વ્યક્તિ ને બહાર કેમ લાવ્યો?"
આ બધુ કરવા પાછળ sid ની માતા નો શુ ઈરાદો હતો ? ફ્લોરા નાં ભૂતકાળ થી શુ સબંધ હશે ?
વધુ આવતાં અંક માં .......