Dil Ni Kataar- Sarjan in Gujarati Magazine by Dakshesh Inamdar books and stories PDF | દિલ ની કટાર-“સર્જન”

Featured Books
  • कचरे का सोना

    शहर की उस विशाल कचरा पट्टी के मुहाने पर सड़ांध का साम्राज्य थ...

  • अधुरी खिताब - 61

    एपिसोड 61 — “अधूरी खिताब” रात गहरी थी…हवा में हल्की ठंडक, चा...

  • तेरे मेरे दरमियान - 52

    एक्सीडेंट सुनकर जानवी डर जाती है और वो हॉस्पिटल की तरफ चली ज...

  • The Book of the Secrets of Enoch.... - 9

    अध्याय 47, XLVII1 और अब हे मेरे बालको, अपने अपने मन में विचा...

  • RAJU KUMAR CHAUDHARY

    ️ राजू कुमार चौधरी – फ्रीलांस कहानी (लंबा संस्करण)नमस्ते! मे...

Categories
Share

દિલ ની કટાર-“સર્જન”

દિલની કટાર...
“સર્જન”
“સર્જન” આ શબ્દ ખૂબ પવિત્ર ,હકારાત્મક અને ખૂબ પ્રિય છે.સર્જનહારની આ શ્રુષ્ટિ એનું સર્જન કેટલું સુંદર કર્યું છે.જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ ગણાય છે. સર્જનહારે સર્જન કરેલી આ શ્રુષ્ટિ આપણાં માટે એક સ્વર્ગથી ઓછી નથી.
કુદરતનું સાચું સર્જન શહેરની ગીચતા અને વ્યસ્તતાથી દૂર નીકળી કુદરતનાં ખોળે જઈએ છીએ ત્યારે એનો એહસાસ થાય છે સુંદર શ્રુષ્ટિમાં ખુલ્લા મેદાનો ,પર્વત , ડુંગરા , વનસ્પતિ હરિયાળી , જંગલ , નદી , ઝરણાં , તળાવ , ધોધ અને તાજી ચોખ્ખી હવા..આહાહ....આનાથી વધું સ્વર્ગ કેવું હોય?.
પંચતત્વમાંથી સર્જન પામેલી આ હરિભરી સુંદર શ્રુષ્ટિને જોઈએ છીએ ત્યારે સર્જનહારના આ સર્જનથી આપણને પ્રેરણા મળે છે.એની કળા અને સૂઝબૂઝથી આપણે કંઈ ને કઇ સર્જન કરવા પ્રેરાઈએ છીએ.
આ શ્રુષ્ટિમાં કેવા કેવા ઊંચા પર્વત બર્ફીલા પર્વત .પર્વતની અજાયબ હારમાળાઓ , ડુંગરા , ઝરણાં , તળાવ ,સુંદરતામાં વધારો કરતાં સુંદર પાણીનાં ધોધ, આભને આંબતા વૃક્ષો , રંગબેરંગી પુષ્પો , એની સુંદર અવનવાં આકારમાં રચનાઓ જોઈએ એટલું ઓછું છે.
વિશાળ લીલાછમ ઘાસના મેદાન ઢોળાવો એવાં નયનરમ્ય હોય છે કે બસ જોયા જ કરીએ.
સર્જનહારે ક્યારે નિરાંતે બેસીને આ શ્રુષ્ટિનું સર્જન કર્યું હશે. લાખો કરોડો સ્પીસીસ. જાત કેવાં કેવાં પક્ષીઓ , જીવાત , પતંગિયા ,જાનવર , જળચર જાનવર , નિશાચર જાનવર .એકદમ અદભુત રચના છે.
વૃક્ષો , છોડ , વેલા પર લચી પડતાં સુંદર પુષ્પો , સુંદર મીઠાં ફળ ,રસદાર જાત વાહ સુંદર અને રાસભર્યો મીઠો સંગમ કર્યો છે કુદરતે આપણને ખોબે ખોબે બધું બહુંજ આપ્યું છે.
પાન , ફુલનાં રંગ આકાર બધુંજ અલગ અલગ કેવી કારીગરી કરી છે આપણે વિચારી ના શકીએ એવું ફિનિશીંગ ..વાહ વાહ..કયા બાત હૈ..એવું જ બોલી જવાય.
ઈશ્વરનાં આ સર્જનથી પ્રેરાઈને આપણે એનું સરસ સંવર્ધન અને માવજત કરવાની છે.સુષુપ્ત કળાઓને નવપલ્લીત કરીને સુંદર રચનાઓ કરવાની છે. વધુને વધુ ઉજાગીર કરવાની છે. ખૂબ વૃક્ષોનું રોપણ કરવાનું છે. વનસ્પતિ શ્રુષ્ટિને સાચવવાની છે જે ફક્ત આપે જ છે. શુદ્ધ હવા ,લાકડું , ફળ ,ફૂલ , ઔષધ , અત્તર બધું જ આપે છે એને સાચવવાનું છે એ માનવ જાતની પહેલી ફરજ છે. જે પોતાના અસ્તિત્વ માટે જ જરૂરી છે.
વૃક્ષોનાં લાકડામાંથી અનેક ઉપયોગી વસ્તુઓ બને છે જે માનવ રહેણીકરણીમાં ઉપયોગી થાય છે. હોડી ,વહાણ , ફર્નિચર , ઘર મકાન , આમ અનેક ચીજ વસ્તુઓ બને છે.
ઇમારતી લાકડું અને ચંદન સુખડના લાકડા ખૂબ કિંમતી હોય છે. ખૂબ સુંદર સર્જનમાં ઉપયોગી થાય છે એમાં કોઈ સંદેહ નથી.
વરસાદનાં જળનું સંચય કરવા માટે સરોવર , તળાવ , કુવાની સાચવણી કરવી જોઈએ જેટલું થઈ શકે એટલું પાણીનું ધરતીમાં સંચય અને નિતાર કરવો જોઈએ. હાલનાં સમયમાં સોલાર એનર્જીથી વીજળીનું ઉત્પાદન અને સંચય થઈ શકે છે , ઘર અને ઔદ્યોગિક વપરાશ માટે ,ઉત્પાદન કરવા ઉપયોગ કરી શકાય છે અને સસ્તું પણ પડે છે.
યોગવિદ્યા ,નૃત્યકળા , ચિત્રકળા , શિલ્પકળા, ઉદ્યાનકળા ,ખેતીકળા અને ઔષધ કળા શીખી અને સંવર્ધિત કરી શકાય છે જે સર્જનકળા જ છે.
આપણાં દેશમાં પુરાણ કાળથી માટીમાંથી વાસણ ,મૂર્તિઓ અને અનેક ઉપયોગી ચીજ વસ્તુઓ બનાવી શકાય છે. પથ્થરમાંથી મૂર્તિઓ મોટા મોટા મહેલ મકાનોનું સર્જન થાય છે. કળાત્મક નમૂનેદાર વાવ , કુવા , તળાવ અને સરોવરોનું સર્જન થાય છે...એનાંથી આગળ વધીને મંદિરો દેવાલય આકર્ષક ચિરંજીવ શિલ્પનું સર્જન થઈ શકે છે.
માનવે કુદરતની આ સુંદર શ્રુષ્ટિનો વિધવંશ રોકી માવજત કરવી જોઈએ. આવી સુંદર શ્રુષ્ટિ આપવા બદલ ઈશ્વરનો આભાર માનવો જોઈએ.
અંતે એ માનવ જાતને જ કામ લાગે છે.
અહો.સુંદર શ્રુષ્ટિ સ્વર્ગ સમી મને દિસતી..
કરું લાલન પાલન આભાર ઈશ્વરનો માની..
દક્ષેશ ઇનામદાર.