જ્યારે જેની જરૂર હોય તે નાં મળે, ત્યારે પછી થી એ મળે તો એમાં એ ઉમળકો પાછો નથી આવતો કદાચ😏
આરોહી કોલેજ માં આવી ત્યારે એણે અભિષેક ને જોયો.. ને એનાં પ્રેમ માં પડી ગઈ.. અભિષેક ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો ને કોલેજ ની દરેક યુવતી એની પાછળ દીવાની હતી.. આરોહી એ ઘણાં પ્રયાસ કર્યાં ને અભિષેક ને પોતાનો બનાવી ને જ રહી.. અભિષેક પ્રમાણમાં ઘણો સીધો ને સરળ હતો.. આરોહી નાં ખૂબ પ્રયત્નો થી એને એમ હતું કે એ એને ખૂબ પ્રેમ કરે છે.. પણ એને ક્યાં ખબર હતી કે એને પામવાની જીદ માત્ર એ હતી.. 2 મહિના તો ખૂબ જ સરસ ચાલ્યાં.. ને અભિષેક નક્કી કર્યું કે આરોહી ને એક સરપ્રાઇઝ પાર્ટી આપું ને એણે એની સહેલીઓ સાથે મળી ને એક પાર્ટી નું આયોજન કર્યું.. 2 મહિના પૂરાં થયાની તારીખે આ પાર્ટી નું આયોજન થયું. અને અભિષેક નાં ઘરમાં જ આ પાર્ટી ગોઠવાઈ.. અભિષેક એક સામાન્ય ઘરમાં જન્મ્યો હતો.. એટલે યથા શક્તિ એણે પાર્ટી નું આયોજન કર્યું હતું..
આરોહી ને નક્કી કર્યા મુજબ એની સખીઓ લઈ ને આવી.. અને ત્યાંનું આયોજન જોઈને સખત ગુસ્સે થઈ.. બધાં ની વચ્ચે એણે અભિષેક ને બરાબર ખખડાવી નાંખ્યો..કે તને તારી ઈજ્જત તો નથી પણ મારી ઈજ્જત નો તો ખ્યાલ કર.. આવી ભંગાર એરેંજમેન્ટ કરતાં તને એક વાર પણ વિચાર નાં આવ્યો? અભિષેક થોથવાઈ ગયો😥 એને સમજ જ નાં પડી કે મારો અતિ ઉત્સાહ નું આવું પરિણામ લાવશે..
એ પછી તો વારે ને તહેવારે આવું થવાં લાગ્યું.. કોઈ એવો પ્રસંગ નહોતો બાકી રહ્યો કે અભિષેક ને અપમાનિત નાં થવું પડ્યું હોય.. આરોહી માટે લાગણીઓ ની કોઈ જ કિંમત નહોતી.. બસ એનું અભિમાન જ એને માટે સૌથી પ્રિય હતું.. અભિષેક ને નીચું દેખાડવાનો એક પણ મોકો એ જતી નહોતી કરતી..
ઘણાં ઝગડાં થતાં.. પણ અંતે જ્યારે અભિષેક સંબંધ તોડવાની વાત કરતો ત્યારે આરોહી ગળગળી થઈ ને માફી માંગી લેતી ને અભિષેક ફરી એનાં ઉપર ભરોસો મૂકી દેતો.. આમ ને આમ લગ્ન પણ થઈ ગયાં.. ને લગભગ 10 વર્ષ થઈ ગયાં પણ આવી અનેક પરસ્થીતીઓ સર્જાતી જ રહી.. અભિષેક હવે આરોહી માટે કશું જ કરવાં માટે ઉત્સાહ નહોતો બતાવતો..
અચાનક 10 મી એનીવરસરી ઉપર આરોહી એ અભિષેક ને સરપ્રાઇઝ પાર્ટી આપી.. આખો માહોલ એણે અભિષેક ને ગમે એવો જ ઉભો કર્યો હતો.. અચાનક મળેલી આવી પાર્ટી થી અભિષેક એ દિવસે ખૂબ ખુશ થયો.. પણ છતાં આજે એ ઉમળકો એને અંદરથી આવતો જ નહોતો.. એ દિવસ તો ધમાલ માં પસાર થઈ ગયો.. પણ બીજાં દિવસે એનાં ખાસ મિત્ર પાસે એનું રદય ઠાલવી નાખ્યું.. લગભગ રડી પડ્યો કે આરોહી એ એનું આટલાં વર્ષો એટલું અપમાન કર્યું છે કે હવે એને નથી આરોહી માં interest કે નથી એને આવાં કોઈ જ પસંગો માં..
******************************************
આવાં આરોહી અને અભિષેક આપણાં સમાજ માં ઠેર ઠેર પડ્યાં છે.. અમુક ઉમળકા કે ઉત્સાહ જો તમે એક ચોક્કસ સમયે નથી સાચવી શકતાં તો એનો કોઈ જ મતલબ નથી રહેતો જીવન માં.. આપણે ઘણી વખત કહીએ છીએ કે શું દર વર્ષે અમુક ચોક્કસ તારીખો ઉજવવાની? આ બધું નાટક જ હોય છે ને.. પણ આવી તારીખો.. આવાં પ્રસંગો આપણા પોતાના લોકો માટે એનર્જી બુસ્ટ અપ નું કામ કરતાં હોય છે.. રોજ એક ધારી જિંદગી માં થોડો રોમાંચ હોવો શું ખોટો છે? શું ખોટું છે કે આપણી ખાસ વ્યક્તિઓ ને આપણે સ્પેશિયલ ફીલ કરાવીએ તો? અને ઘા આપી ને મલમ લગાડાયા કરો તો શું એમાં રુઝ આવી શકે ખરું?
Just a thought 🤗
🆎