ha hu radu chhu in Gujarati Letter by Vivek Patel books and stories PDF | હા હું રડું છું

Featured Books
Categories
Share

હા હું રડું છું

હા હું રડું છું,
મને તું યાદ આવે છે એટલે અને મને તારો સાથ ગમે છે.

હા હું રડું છું,
મને આપણી મસ્તી બવ યાદ આવે છે.

હા હું રડું છું,
આપણે સાથે હોઈ ત્યારે દુનિયા ભૂલી જવાની મઝા બવ યાદ આવે છે.

હા હું રડું છું,
એકબીજા ની કેર કરવી એ બવ યાદ આવે છે.

હા હું રડું છું,
કોઈ પણ કારણ અને કોઈ બી વાત વગર મોડા સુધી વાત કરતા રહવા ની મઝા બવ યાદ આવે છે.

હા હું રડું છું,
તારું એ મને અલગ અલગ નામથી બોલવું એ બવ યાદ આવે છે.

હા હું રડું છું,
તું મારા પર તારો હક બતાવે એ સમય બવ યાદ આવે છે.

હા હું રડું છું,
આપણી એ મસ્તી બવ યાદ આવે છે.

હા હું રડું છું,
તારા ચહેરા પરના અલગ અલગ expression યાદ કરીને
એ expression માં જેમાં મારી સ્માઈલ છૂપાયા હતી .

હા હું રડું છું,
આપણે ફોટોઝ પાડતી વખતે ની મસ્તી ને એ ફોટોવાલો સાથ ને મસ્તી યાદ કરી ને.

હા હું રડું છું,
તારી આ મુસ્કાન જોઈ ને,
મારા દિલ ખુશ થઇ જાય છે .
એ મુસ્કાન ને યાદ કરી ને .

હા હું રડું છું,
આપણે કોઈ બી સમય એ મળવું ને મસ્તી કરવી.
એ મુલાકાત બવ યાદ આવે છે.

હા હું રડું છું,
એકબીજા ની સ્માઈલ બનવાની મઝા બવ યાદ આવે છે.

હા હું રડું છું,
આપણા બંને માંથી કોઈ એક રડતું હોય એની જોડે રેહવું અને એનું રડવાનું ચૂપ કરવું ને એના ચહેરા પર ની ખુશી જોઈ ને જે સુકુંન મળે એ યાદ કરીને.

હા હું રડું છું,
તારું મને મસ્તી માં મરાવું એ માર બવ યાદ આવે છે.

હા હું રડું છું,
તારી એ કરોડો ની સ્માઈલ માટે મારું કઈ બી કરી જાવું બવ યાદ આવે છે.

હા હું રડું છું,
તને જોર થી hug કરવું ને દુનિયા ભૂલી જવી,
એ hug બવ યાદ આવે છે.

હા હું રડું છું,
જ્યારે તારા ખોળા માં માથું મૂકીને સૂઈ જવું,
એ ખોળો બવ યાદ આવે છે.

હા હું રડું છું,
આપણે સાથે જોઈ ને બધા ને જેલિયસ થવું,
એ સાથ બવ યાદ આવે છે.

હા હું રડું છું,
આપણો આ રિશ્તો જેને કઈ નામ નથી ,
એ રિશ્તો બવ યાદ આવે છે.

હા હું રડું છું,
તારું એ મારી વાહિયાત વાતો પર હસવું અને એના કરતાં બી વધારે મને હસતો જોઈ ને હસવું ,
એ હસી બવ યાદ આવે છે.

હા હું રડું છું,
જ્યારે તારું નામ કોઈ બોલે કે તારા જે દરરોજના શબ્દ બોલે એ સાંભળીને યાદ આઈ જાય છે તારી.

હા હું રડું છું,
જ્યારે મારા લાખો પ્રૉબ્લેમ ની વચ્ચે તારો ફોન કે મેસેજ આઈ જવો ને તારું કેહવુ કે હું છું તારી જોડે

હા હું રડું છું,
જ્યારે હું કોલ કે મેસેજ ના કરું ને,
પછી આવું ત્યારે મને ગુસ્સે થઈ ને બોલવું તારું,
બવ યાદ આવે છે.

હા હું રડું છું,
આપડી મસ્તી ને યાદ કરી ને.

હા હું રડું છું,
મારી ભૂલ પર ભૂલ કરવી ને તારે મને માફ કરવો ને મારી ભૂલ સમજાવી બવ યાદ આવે છે.

હા હું રડું છું,
મને સમજવા માટે કે દુનિયા શું છે. ને આ દુનિયામાં મારી સાથે તારો સાથ બવ યાદ આવે છે.

હા હું રડું છું
આ મતલબી દુનિયા માં તું મારી સાથે રહી ને મારો સાથ બની છું, એ સાથ બવ યાદ આવે છે.

હા હું રડું છું ,
હું કોઈ વાર પોતાને એકલો ના સમજુ એવો તારો અહેસાસ મારી જોડે રહેવો.

હા હું રડું છું,
તારો સાથ મારી માટે બધું જ છે ને એ સાથ ને હું ના સાચવી શક્યો એ ભૂલ યાદ કરી ને તારો સાથ શોધું છું.

હા હું રડું છું...